ગંગાબાની હવેલી(ભાગ-૪)
સવાર પડતા જ ગામમાં મોટી ગાડી લઇને ગંગાબાનો છોકરો હવેલી પર આવ્યો.મુખી બાપા અને બીજા ચાર પાંચ લોકો ત્યાં જ હતા.ગંગાબાનો છોકરો તેના
"બા"ના મૂર્ત દેહને શોધી રહ્યો હતો.
મુખી બાપા થોડા આગળ આવ્યા."બા"ના અગ્નિસંસ્કાર કરી નાખ્યા છે.તમારે થોડું મોડું થાય એમ હતું એટલે.મેં તમને કહ્યું હતું કે હું જ્યાં સુધી આવું નહિ ત્યાં સુધી મારા "બા" ના અગ્નિસંસ્કાર કરતા નહિ.તે ધ્રુસકે ધ્રુસકે ત્યાં જ રડી પડ્યો.હવેલી આખી સુમસાન હતી.હવેલીમાં રડવાના પડઘા પડી રહ્યા હતા.હું મારી "બા"ને છેલ્લે પણ જોય ન શક્યો.મને ઘણું દુઃખ છે.એક પછી એક વિધી પતાવી ગંગાબાનો દીકરો મુખીબાપાની પાસે બેઠો.શું કઇ જાણવા મળ્યું કે કે મારી બાનું ખૂન કોણે કર્યું છે?
નહિ હજુ તો કહી જાણવા મળ્યું નથી.પૂછપરછ કરી પણ ગામમાંથી કોઈએ ગંગાબાનું ખુન કર્યું હોઈ એવું લાગતું નથી.અમે એવું વિચારીએ છીએ કે આપણે બધા પોલીસ સ્ટેશનમાં જઈને હવે ફરિયાદ કરીયે
ગંગાબાની.
નહિ પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી.હું અમેરીકામાં વકીલનું જ કામ કરૂં છું.અહીં પહેલા હું હવેલીની તપાસ કરીશ.જે લોકો અહીં કામ કરતા હતા તેની પણ તપાસ અને પૂછપરછ કરીશ.પછી જો એવું લાગશે તો જ આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું નહિ તો નહીં.
હવેલીમાં બધી જ જગ્યાએ તપાસ કરી.આખી હવેલીમાં બધી જ વસ્તુંઓ અસ્તવ્યસ્ત પડી હતી.ઘણા વર્ષો પહેલા બાપુજીનો મોટો ફોટો કરાવ્યો હતો તે પણ નીચે પડી ગયો હતો.બધી જ નાનપણની વસ્તુંઓને યાદ કરીને તે રડી રહ્યો હતો.
તે હવેલીમાં રસોડાની અંદર ગયો.આ ખજાનો પણ ચોર લૂંટી ગયા.અહીં એટલું સોનું હતું કે આખા ગામના બધાના જ મકાન પાકા ઇટના થઇ જાય.મને અફસોસ છે,કે ચોરે એ પણ રેહવા ન દિધું.નહીં તો આ સોનું હું આ ગામને ભેટ આપવાનો હતો.
ગામના મુખી થોડા આગળ આવ્યા આ ત્રણ લોકો છે જે હવેલીનો ખ્યાલ રાખતા હતા.પરષોત્તમ,મંજુ,અને આ વીજુડી.ત્રણેયને નીરખી નીરખી ને તેમણે જોયા પણ કોઇ ગંગાબા ખૂન કરી શકે તેવું લાગતું ન હતું.
ગંગાબાનું મુત્યું થયું ત્યારે છેલ્લે કોણ આવ્યું હતું.મંજુ
થોડી આગળ આવી.હું ગંગાબા માટે ખાવાનું બનાવવા
માટે આવી હતી.ત્યારે મેં જોયું કે ગંગાબા મુત્યું થયું છે.હું ઘણી રડી અને બહાર બધાને દોડીને વાત કરી.
તમે જ હવેલીનું ધ્યાન રાખતા હતા ને? હા,પરસોત્તમ
ધ્રુજતા અવાજે કહ્યું...!!પરસોત્તમ થોડો આગળ આવ્યો.પણ સાહેબ આ વિશે મને કંઈ ખબર નથી.
ગંગાબાનું ખૂન કેવી રીતે થયું તે બાબતે મારી પાસે કોઈ માહિતી નથી.
હવેલીમાં તું કેટલા વર્ષથી કામ કરતો હતો?
સાહેબ મને યાદ નથી મારા લગ્ન થયા એ પહેલા હું આ હવેલીમાં કામ કરતો હતો.એટલું મને યાદ છે.
આ સોનાના ખજાના વિશે તને કોઈ ગંગાબા એ વાત કરી હતી?
નહીં મને કોઈ વાત કરી નથી...!!
પરસોત્તમ તું ખોટું બોલી રહ્યો છે.તારા આ ધ્રુજતા શરીર આંખોના હાવભાવ પરથી મને એવું લાગે છે કે મારા "બા" નું ખૂન આ પરષોત્તમેં કર્યું છે.એ સવારે એકવાર આવ્યો પછી હવેલીમાં હાજર ન હતો.બધા જ કામ આ પરષોત્તમના છે.અને આ બધું સોનું પણ તેની પાસે જ છે.
સાહેબ મેં કહી નથી લીધું આપની હવેલી માંથી.હું હવેલીમાં સવાર પછી અહીં આવ્યો જ નથી.ગંગાબા બોલાવે તો જ હું આવતો.નહિ તો કયારેય મેં આ હવેલીમાં કામ વગર પગ નથી મેક્યો.તમે મારી પરિસ્થિતિ પર એકવાર નજર કરો.મારા પર આરોપ મેકતા પેહલા સાહેબ.મારી એક દીકરી છે.તે સાવ રખડી પડશે.મારી પત્ની અને ઘરડીમાં પણ તરફડીને મરી જશે.મેં હવેલી માંથી એક પણ વસ્તું લીધી નથી.
મારા ઘરે આવીને પણ તમે જોય શકો છો.
તમે કોઈ કારણ વગર પરષોત્તમ પર આરોપ ન લગાવો.પરષોત્તમને આખું ગામ ઓળખે છે,તે કેવો છે.
એ અમારી સાથે ત્રીસ વર્ષેથી રહે છે.કયારેય કોઈ એક પૈસાની પણ સોરી નથી કરી તેમણે.
તમે પણ પરષોત્તમ તરફ થઈ ગયા છો.મારા બાપ અને મારા બાનો સોનાનો ખજાનો તમારે પણ જોઈએ છે એમ કહો ને?એ છોકરો તું બોલવામાં ધ્યાન રાખ હું ગામનો મુખી છું.અહીં મારી આસપાસ ચકલી ફરકેને તો પણ મને ખબર જ હોઈ.ગંગાબાનો ખૂની પાતાળ માં હશે તો પણ હું તેને શોધી લાવીશ.
તમે તો કહો છો કે મારી આજુ બાજુ ચકલું પણ ફરકે તો પણ મને ખબર હોઈ તો શોધીને આપો મારી બા નો ખૂની નહિ તો હું પરષોત્તમના ઘરની તપાસ કરવા માગું છું.
તમે કહ્યું કે હું અમેરીકામાં એક સારામાં સારો વકીલ છું.મને ખુનીને શોધતા વાર નહિ લાગે.એટલે જ અમે તમારા પગમાં જરા પણ કુહાડી ન મારી.તમારી રીતે તમને કામ કરવા દીધું.પણ હવે તો તમે અમારા જ પગ પર કુહાડી મારી છે.માટે અમે ગમે તેમ કરીને ખૂની તમારી સમક્ષ હાજર કરીશું.
હા,નિશ્ચિત રહો આવી જાવ મારા ઘરે મારા ઘરે હવેલીની કંઈપણ વસ્તું નીકળે તો મને ગુનેગાર સમજો.આવો મારા ઘરે.ગંગાબાનો છોકરો,મુખી બીજા ચાર પાંચ લોકો પરષોત્તમના ઘરે ગયા.નાનકડી એવી ખડકી હતી.અંદર જતા તરત જ એક ઓરડો આવતો હતો.ઓરડાની બાજુમાં જ પાણયારું હતુ.
તેની બાજુમાં જ પરષોત્તમની ઘરવાળી ચાણા થાપતી હતી.જમણી બાજુ પરસોત્તમના બા ખાટલા પર બેસીને ઈશ્વરના નામની માળા ફેરવી રહ્યા હતા.
મારી સામું શું જોવે છે,ગામના મુખી છે..!! "પાણી આપ કે નહીં" પરસોત્તમની ઘરવાળીની સાડી થોડી ફાટેલી હતી ગંગાબાના છોકરાને અને મુખીને જોય ફાટેલી સાડી સરખી કરી પાણી લેવા દોટ મેકી.
ઘરમાં પાંચ લોકોને બેસાય તેવું ન હતું.એટલે બીજા લોકો બહાર જ રહયા.ગામના મુખીએ અને ગંગાબાના છોકરાએ બધી જ બાજુ તપાસ કરી.પણ પરષોત્તમના ઘરમાં એક સોનાનો ટુકડો પણ ન મળ્યો.
ગંગાબાના છોકરાની નજર ઉપર રહેલ માચડા પર પડી તે ફરી પાછો વળ્યો.બાજુમાં પડેલ ખાટલો નીચે મૂકી બાજુમાં પડેલ ખાટલીને ખાટલા પર મેકી માચડા પર નજર કરી તો તેની ઉપર એક નાનું માટલું હતું.એ માટલું હાથમાં લઈને જોયું તો.તેની અંદર સોનું હતું.એટલું બધું સોનું પરષોત્તમના ઘરે ક્યાંથી આવે.
નક્કી એ હવેલીનું ક હતું.
જોયુને મુખી બાપા હું કહેતો હતો ને કે આ પરસોત્તમ જ છે ચોર.એમણે જ મારી બાનું ખૂન કરી આ ખજાનોં લઇ લીધો છે.તમે કહી રહ્યા હતા કે પરષોત્તમ તો મારો ખાસ માણસ છે.એ કોયદી ચોરી કરે જ નહીં.જોય લીધું ને તમારી આંખે જ.મુખી બાપા હું અમેરિકાથી આવું છું.મારુ દરરોજનું કામ આજ છે.હું ખાલી નજર ફરવું ત્યાં કઈ દવ કે હવેલી માંથી ચોરી
કોણે કરી છે.મને તો એવું લાગે છે કે આમાં તમારો પણ થોડો હાથ છે.
એ સાહેબ થોડું બોલવામાં ધ્યાન રાખો.આ તમારું અમેરીકા નથી.જ્યાં પણ તપાસ કરવી હોઈ ત્યાં કરી જોવો આ મુખીનો એક પણ પુરાવો મળે તો આ મુછ અહીં ઉભા ઉભા જ ઉડાવી દવ.
થોડીજવારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે પરસોત્તમેં હવેલીમાંથી ચોરી કરી છે.પરષોત્તમના ઘરની આજુબાજુ ટોળાભેગા થવા લાગ્યા.ગામના નિયમ પ્રમાણે ગામમાં કોઈ પણ ચોરી કરે તો તેને માથે ટકો કરી ચપલનો હાર પહેરાવી ગધેડા પર ફૂલેકુ નીકળવામાં આવતું હતું.કે ખબર પડે કે આ ગામનો ચોર છે.તમે બધા આનાથી દુર રહેજો.
નવાઈની વાત એ હતી કે પરસોત્તમ એ વિચારી રહ્યો હતો કે આ મારા ઘરમાં સોનાનું માટલું આવું ક્યાંથી?
મેં તો હવેલીમાંથી ચોરી પણ કરી નથી.મારી આ ઘરડી બા એ અહીં લાવીને નહિ મેકી દિધું હોઈને.મારી પત્ની પણ હોઈ શકે?પરસોત્તમનું મગજ અનેક વિચારોથી આજ દોડી રહ્યું હતું.
મુખી બાપા પરસોત્તમની નજીક આવ્યા.પરસોત્તમ આ બધું શું છે.તું મારો સાથી થઈને આવું કામ કરે છો.
મુખી બાપા મેં હવેલીમાંથી ચોરી કરી જ નથી.આ માટલું ક્યાંથી મારા ઘરે આવ્યું એ પણ મને ખબર નથી.તું ખોટું તો નથી બોલી રહ્યું ને?નહી મુખી બાપા હું ખોટું નથી બોલી રહ્યો.મારે સામે તમે એકવાર નજર તો કરો.હું હવેલીમાંથી કેમ ચોરી કરું.
ઘરમાં જે જગ્યાએ સોનાનું માટલું પડ્યું છે.તે અહીં બહાર લાવો.ગામના સોનીને બોલાવો આ સોનુ ખોટું નથી ને અહીં કોઈ ખોટું સોનું મેકી નવું સોનું લઇને ફરાર નથી થઈ ગયુંને?
થોડીજવારમાં સોની પરસોત્તમના ઘરે હાજર થઈ ગયો.સોની સોનાને જોતા જ બોલી ગયો કે સોનું તો ખોટું છે.પરસોત્તમ અને ગામના મુખી તો સોનાને જોતા જ રહી ગયા.તું ખોટું તો નથી બોલી રહ્યો ને?
હું શા માટે મુખી બાપ ખોટું બોલું.
હવે મને વાત સમજાય ગઇ પરસોત્તમ આપણા ગામ માંથી જ કોઈએ ચોરી કરી છે.હવેલીનું સોનું તે લઇ ગયો અને આ ખોટું સોનું તારા ઘરે મેકી દિધું,અને તારા આરોપ લગાવી દીધો છે.મને તો લાગે છે કે આ ગંગાબાનો છોકરા એ જ ગંગાબાનું ખૂન કરી આ ખજાનો લઈ લીધો હશે.પરસોત્તમ એ કેવી રીતે હોઈ શકે એ તો હજુ આજ જ અમેરિકાથી આવ્યો છે.
કોણ છે ગંગાબાનો ખૂની એ શોધવું હવે મુખીને ઘણું અઘરું પડી ગયું હતું.ગંગાબાના છોકરાને બોલાવ્યો અને કહ્યું કે આ સોનું તો બધું ખોટું છે.ખોટું કેવી રીતે હોઈ શકે?આ પરસોત્તમેં જ અહીં ઘરમાં ખોટું સોનું મેકી કોઈ બીજાના ઘરે સોનું મેકી દીધું હશે.પરસોત્તમ ને ગામ વચ્ચે બોલવા અને જે હોઈ તે કહે તેમ કહો તો જ બોલશે નહિ તો એ એક શબ્દ પણ નહીં બહાર નિકાળે.
પરસોત્તમને ગામ વચ્ચે બોલાવ્યો.ગામના ઘણા બધા લોકો પરસોત્તમને દોરડેથી બાંધેલો હતો તે જોય રહ્યા હતા.પરસોત્તમ શરમના માર્યો નીચે જોઈને આછું પાડી રહ્યો હતો.બધાને બે હાથ જોડી વિનંતી કરી રહ્યો હતો કે મેં કોઈ જગ્યાએ સોંનું મેકયું નથી.મારા ઘરે કેવી રીતે સોનું આવ્યો એ પણ મને ખબર નથી.
ત્યાં જ બીજા બે જણ પરસોત્તમની પત્નીને લઇને આવ્યો તેને પણ તેની બાજુમાં દોરડેથી બાંધી દીધી.ભર ઉનાળો હતો.માથે તડકો ધમધમતો હતો.તો પણ ગામ આખું આ દ્રશ્યને જોવા ભેગું થયું હતું.થોડીજવારમાં ગામના મુખી અને ગંગાબાનો છોકરો આવ્યો.આખા મેદાનમાં શાંતિ હતી.થોડો પણ અવાજ આવી રહ્યો ન હતો.
મુખી બાપા અને ગંગાબાનો છોકરો પરસોત્તમ અને તેની પત્ની નજીક આવ્યા.બોલ તે આ સોનું ક્યાં મેકયું છે.તારી જમીનમાં કે પછી કોઈ બીજાના ઘરે જે હોઈ તે કહી દે નહિ તો અહીં જ તને માર પડશે.અને તારી પત્નીને પણ તું પૂછી શકે છો,એમણે પણ કઈ સોનું મેકયું હોઈ તો.
નહી મેં કોઈ સોનું લીધું નથી કે મને ખબર નથી કે મારા ઘરમાં આ સોનું કેવી રીતે આવ્યું.મને એ પણ ખબર નથી કે મારા ઘરમાં સોનું કોણ મેકી ગયું.હું એટલું જાણું છું કે મેં અને મારી પત્ની એ હવેલી માંથી કોઈ આજ સુધી કોઈ સોરી કરી નથી.
પરસોત્તમ તું ખોટું બોલી રહ્યો છે,જે હોઈ તે કહી દે નહિ તો સજા એવી થશે કે આ તારી પત્ની તને જોય પણ નહીં શકે.
મારી વાત પર વિશ્વાસ કરો સાહેબ મેં હવેલી માંથી કહી લીધું નથી.મને ખબર પણ નોહતી કે આ જગ્યા પર ખજાનો છે.અને ગંગાબાને તો હું ખૂબ વાહલ કરતો હતો એ મને ખુબ વાહલ કરતા હતા તેમનું ખૂન આ ખજાના માટે હું શા માટે કરું.
જાવ બે લોંખડના પાપ લઇ આવો આજ આ પરસોત્તમના પગ અને હાથ ભાંગશે પછી જ ખબર પડશે કે આ ગંગાબાનો ખૂની છે,અને તેમણે જ ખજાનો હવેલી માંથી લીધો છે.
ઉભા રહો સાંજ સુધી પરસોત્તમને કોઈ હાથ નહીં લગાવે.જો સાંજ સુધીમાં મને ખાનગી મેં કહી જશે કે સોનું અહીં પડ્યું છે અને ગંગાબાનું ખૂન તેમણે કર્યું છે તો પરસોત્તમને માફ કરવામાં આવશે.પરસોત્તમ અને તેની પત્નીને દોરડેથી બાંધેલ છે તેને છોડી નાંખો.
પણ એવી રીતે કેમ છોડી મેકો છો તમે એ કંઈ ભાગી જશે.નહીં ભાગે હું જાણું છું.અને ભાગે તો પણ હું પાંચ જ મિનિટમાં તેં ક્યાં છે હું શોધી આપીશ.તમે જેમ અમેરિકાના વકીલ છો.તેમ હું આ ગામનો વકીલ અને પોલીસ પણ.
ગામનો મુખી વિચાર કરી રહ્યો હતો કે આ કેવી રીતે ખૂનીને શોધી રહ્યો છે.એ જ ખબર પડતી નથી..મને તો ડાળમાં કંઈક કાળું હોઈ એવું લાગે છે.ગામનો મુખી હાથમાં ધોતયું પકડીને વાટ મેકી.તેની પાછળ પાછળ
બીજા બે ત્રણ લોકો પણ ગયા.
આપડે ગામડામાં રહીયે છીયે એનો મતલબ એ નથી કે આપણને કઇ ખબર નથી પડતી.બોલાવો મારા ઘરે મંજુડીને અને એના બાપને.બે જણ દોડતા દોડતા
બંનેને મુખી સામે થોડી જ વારમાં હાજર કર્યો.
બંનેને પહેલા બે થાંભલા સાથે બાંધી દો.હમણે ખબર પડી જશે કોણ ખૂની છે.આજ સુધી કોઈ આ ગામમાં આ રીતે કોઈનું ખૂન થયું નથી કે કોઈએ ખાતર ધોળા દિવસે કે રાત્રીએ પાડ્યું નથી.
આ બંનેની ઉપર એક એક હંડો પાણી નાખ એટલે થોડી એને આંખ ખુલે કે એ કોની સામે ઊભા છે.
મુખી બાપા અમને શા માટે અહીં ઓરડીમાં લાવ્યા છો.અમે કઇ કર્યું નથી.મેં તો હજુ કાલ જ તમારી સાથે બધી વાત કરી.અમારી જેવા ગરીબ માણસોને શા માટે તમે હેરાન કરી રહ્યા છો.
ક્રમશ
લિ.કલ્પેશ દિયોરા.