ganga ba ni haveli - 5 books and stories free download online pdf in Gujarati

ગંગાબાની હવેલી(ભાગ-૫)(સમાપ્ત)

બોલ તું અને તારા બાપા હવેલીમાં કયારે અને ક્યાં સમયે ગયા હતા અને તારી પાછળ આ કોનો હાથ હતો.આજે તારે જણાવું જ પડશે.નહિ તો અમે અત્યારે જ પોલીસ કેસ કરી રહિયા છીયે.આખી જિંદગી જેલમાં રહેવું પડશે.

નહીં અમે શા માટે કોઈનું ખૂન કરીયે મુખી બાપા.
હું તો તે દિવસે આખો દિવસ વાડી પર હતો મને કોઈ પણ વાતની કઇ ખબર હતી નહિ.સાંજે આવીને મને
ગંગાબાના સમાચાર મંજુએ મને આપ્યા હતા.

આ મંજૂના બાપને છોડીદો,એને અહીંથી બહાર લઇ જાવ.મુખી બાપા બહાર ગંગાબાનો છોકરો
આવ્યો છે.તે તમને બોલાવી રહ્યો છે.અગત્યનું કામ છે તેમને કહો કે થોડીવાર રાહ જોવે.મંજૂના બાપુજી જેવા બહાર ગયા તરત જ મુખી ઉભા થઈને
મંજૂના ગાલ પર એક લાફો લગાવી દીધો.

હું જાણું છે કે આ તારા જ કામ છે.કેમકે જયારે ગંગાબાનો છોકરો હવેલીમાં જઇને રસોડાની અંદર બોલ્યો કે અહીં આખા ગામના પાકા મકાન બની જાય એટલું સોનું હતું.એને કેમ ખબર પડી.આખા ગામમાં મને અને ગંગાબાને બેને જ ખબર હતી કે આ જગ્યા પર સોનું છે.ગંગાબાએ મને કહ્યું હતું કે હું મરી જાવ એ પછી આ ગામને તું આ પૈસાથી ખુશ કરજે.
ગંગાબાના છોકરાને પણ આ વાતની ખબર ન હતી.

પણ મને શા માટે તમે ખૂની કહી રહ્યા છો?મેં કઇ કર્યું નથી.તને એટલા માટે બોલાવામાં આવી કે ગંગાબાના છોકરાએ તમારા ત્રણમાંથી સૌથી પહેલા તને બોલાવી
અને તારી એક સાથે જ વાત કરી.તું જે હોઈ તે કહી દે નહીં તો તને આ ગામની અમે બહાર કરીશું.મુખી ફરી એકવાર હાથ ઊંચો કર્યો મંજુને ગાલ પર મારવા.

ગાલ પર પડે એ પહેલાં જ તે મોટે મોટેથી રડવા લાગી
હા,મને ખબર છે કોણે ખૂન કર્યું પણ મેં નથી કર્યું ગંગાબાનું ખૂન તેમના છોકર કર્યું છે.બધા થોડીવાર દૂર થઈ ગયા.આ શું બોલે છે.

પણ એણે શા માટે આવું કર્યું?

ગંગાબાનો છોકરો અમેરિકા ગયો પછી તે આવ્યો જ નોહતો.કયારેક ક્યારેક ખબર અંતર પૂછવા ફોન કરતો.બા પણ તેને હવે ભૂલી ગયા હતા.તે કહેતા કે એ મારો છોકરો છે,જ નહીં.હોઈ તો વર્ષમાં એકવાર તો મળવા આવે ને?

ત્રણ મહિના પહેલાની વાત છે.હું રસોડામાં ગંગાબા માટે રોટલા કરતી હતી.અચાનક ફોનની રિંગ વાગી
ગંગાબા નાહવા માટે ગયા હતાં.તે દરરોજ રાત્રે સ્નાન કરતા.સ્નાન કરીને જ ઇશ્વરની આરતી કરતા.તે દિવસે મેં ફોન ઉપાડ્યો.હાલો કોણ?ગંગાબા છે,હું તેમનો છોકરો બોલું છું.નહીં તે સ્નાન કરવા ગયા છે.હમણાં થોડીવાર પછી ફોન કરજો.

તમે કોણ બોલો?હું મંજુ..!!!તમારું મારે એક કામ હતું.બોલોને?તમે કોઈને વાત ન કરો તો તમને કવ.
હા,બોલો હું કોઈને વાત નહિ કરું.અમારી હવેલીમાં કોઈ એક જગ્યા પર ઘણુંબધું સોનું છે.પણ મને ખબર નથી તે ક્યાં છે.તારે ગંગાબા પર ખાસ નજર રાખીને એ સોનાની શોધ કરવાની છે.

હું તો થોડીવાર ડઘાઈ ગઇ.કઇ બોલી જ નહિં.મેં ફરી તેને સવાલ કર્યો.આ કામ બદલ મને શું આપશો.તેમણે મને કહ્યું કે આ જો તું કામ કરીશ તો હું તારી સાથે લગ્ન કરીશ અને તને અમેરિકા લઇ જશ.તને એક રાણીની જેમ રાખીશ.હું તો ખુશ થઈ ગઈ.તેની વાતમાં આવીને.

તે દિવસ પછી હું જમવાનું બનાવા હવેલી પર જાવ ત્યારે ગંગાબા પર હું નજર રાખતી.તે દરરોજ રાત્રે સ્નાન કરીને ઇશ્વરના મંદિરમાં આરતી કરી,હું જ્યાં રસોડામાં રસોઈ બનાવતી ત્યાં આરતી લઇને આવતા જમણી બાજુ ખૂણામાં તે આરતી કરતા પણ મને ત્યાં કોઈ ઈશ્વર દેખાતા ન હતા.મને શંકા ગઈ અહીં દરરોજ ગંગાબા આરતી કરે છે.અહીં જ ખજાનો હોવો જોઈએ.

એ ખજાનાની ઉપર એક પેટી હતી.તેનો એટલો બધો વજન નોહતો.હું દરરોજ ધીમે ધીમે ગંગાબાને ખબર ન પડે તે રીતે થોડો થોડો ખાડો કરતી.ફરી ત્યાં પેટી મેકી દેતી એટલે ગંગાબાને ખબર ન પડે.પંદર દિવસ સુધી ઘણો ખાડો કર્યો ત્યારે અંદરથી એક માટલું ભરીને સોનું નીકળ્યું.હું તે જોઈને ખુશ થઈ ગઈ.

આજથી પાંચ દિવસ પહેલા ફરી મારે ગંગાબાના છોકરા સાથે વાત થઇ.મેં તેમને કહ્યું કે સોનું મળી ગયું છે.એક માટલું ભરીને સોનું હવેલીના રસોડામાંથી નીકળ્યું છે.તે પણ ખુશ થઈ ગયો.

તેમણે મને કહ્યું હું રવિવારે બપોરે આવીશ.તું એ માટલું તૈયાર રાખજે.કોઈને ખબર પડવી જોઈએ નહીં.અને મને તમે નહિ લઇ જાવ તમારી સાથે?હા,કેમ નહિ પણ તમને હું બે દિવસ પછી લઇ જાશ.રવિવારના દિવસે વીજુડી ઘરનું કામ કરીને ગઇ એટલે તરત જ હું હવેલીમાં પ્રવેશી.ગંગાબા માટે ખાવાનું બનાવ્યું.બપોરનો સમય હતો.ગંગાબાનો છોકરો પાછળની બાજુથી હવેલીમાં પ્રવેશ કર્યો.તેને જોઈને મારી સિસ પડી ગઇ ગંગાબા ખાટલામાંથી ઉભા થઇ ગયા,અને તેને જોય ગયા.

ગંગાબા હજુ ખાટલા માંથી ઉભા થતા હતા ત્યાં જ તેણે દોડીને બાજુમાં પડેલી લાલ કલરની ચૂંદડીથી ગળું દબાવી દીધું.ગંગાબાના ખાટલા પર જ રામ રામ રમી ગયા.મેં તેમને કહ્યું માટલું આ રસોડામાં છે.તે લઇને વહી ગયા.મને કહ્યું કે હું તને બે દિવસ પછી લેવા આવીશ.પણ તારે એક કામ કરવાનું છે હું તને જે એક માટલું આપું તે તારે પહેલા પરષોત્તમના ઘરે મેકવા જવાનું છે.મેં તેને કહ્યું હું આ કામ નહીં કરું તો તેમણે મને કહ્યું તારે મારી સાથે લગ્ન કરવા છે ને?
મેં હા પાડી દીધી.તરત જ હું તે માટલું માથે લઇને પરસોત્તમના ઘરે ગઇ. પરષોત્તમના પત્ની ઘરની અંદર કામ કરી રહ્યા હતા.હું ઘણીવાર પરષોત્તમના ઘરે જતી એ મારું જ ઘર હોઈ એવું મને લાગતું.મેં પરસોત્તમના પત્નીને કહ્યું કે મારે પાણી પીવું છે.મને ખબર હતી એ દરરોજની જેમ આજ પણ કહેશે ઘરમાં માટલું ભર્યું છે પી લે.હું એ પાણી પીવાનો લાભ લઇ ઘરમાં ખાટલો ઢાળી માચડા પર માટલું મેકી દિધું.
એ પછી હવેલી પર આવી તો સાહેબ હજુનલ ત્યાં જ હતા.મને કહ્યું કે કામ થઈ ગયું મેં ડરતા ડરતા હા પાડી.હું એ પછી ઘણી ડરી ગઈ.શું કરવું એ કઈ સમજાતું ન હતું.હું દોડીને બહાર ગઇ અને બધાને વાત કરી ગંગાબાનું ખૂન થઈ ગયું છે.

પણ ગંગાબાના દીકરા એ તેનું ખૂન શા માટે કર્યું?સોનાનો માટલું તો એ લઇ જવાનો જ હતો?
નહિ ગંગાબા દૂરથી જ ઓળખી ગયા હતા.કે આ મારો છોકરો છે.ગંગાબાના છોકરાને લાગ્યું કે બા જીવીત છે,ત્યાં સુધી આ માટલું મને નહિ લઇ જવા દે.એટલે ગંગાબાનું તેણે ત્યાં જ ખૂન કરી નાખ્યું.

તો શું આજ તે અમેરિકાથી નથી આવ્યો.નહિ તે અહીં કહીં આસપાસ જ હતો.તમારી સાથે ફોન પર વાત તેમણે ખોટી કરી હતી કે હું બે દિવસ પછી આવીશ.ગંગાબાનું ખૂન તેના દીકરાએ જ કર્યું છે.હું તો તેની વાતમાં આવી ગઈ હતી.

મુખી દોડીને બહાર ગયા.ગંગાબાનો છોકરો હજુ ત્યાં જ ઉભો હતો.જઇ ને બે લગાવી દીધી.અમેરિકાનો વકીલ ત્યાં જ ઉભા ઉભા લથડીયા ખાવા લાગ્યો.
પણ શું થયું શા માટે મને મારો છો તમે?તમે કારણ તો કહો.તે જ તારી "બા" નું ખૂન કર્યુંને અમને તું કારણ પૂછે છે.

ફોન કરીને પોલીસને જલ્દી બોલવો અને આને અહીંથી લઇ જાવ.જે દીકરો આ ગામમાં તેની "બા"નું પૈસા અને સોના માટે ખૂન કરે તેનું હું મોં પણ જોવા નથી માંગતો.અને હા,વકીલ તને કહી દવ કે આ હવેલી પર હવે તું નજર પણ કરતો નહિ.જો અહીં આવ્યો તો અહીંથી તને હું જીવતો નહિ જવા દવ.
થોડીજવારમાં પોલીસ આવી અને ગંગાબાના દિકરાને ગામમાંથી લઇ ગઇ.

સમાપ્ત..સમાપ્ત


લિ.કલ્પેશ દિયોરા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED