Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 19 - છેલ્લો ભાગ

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(19)

હું હંમેશાથી કહેતો આવ્યો છું. કે, મારી કિસ્મત જેઠાલાલ જેવી છે. મુસીબતો વરસાદની જેમ વર્ષ્યા કરે છે. હું હેપ્પી હતો. આટલા વર્ષે બાળપણના મિત્રોને મળ્યા બાદ, કોણ હેપ્પી ન હોય? બાળપણની યાદોને તાજા કરીને અમે ચાર કે પાંચ દિવસ અહીં જ રહેવાનું વિચાર કરી રહ્યા હતા. પરંતુ, ત્યારે જ મારા પિતાજીનો કોલ આવ્યો. ડોક્ટરે તેમને હોસ્પિટલ માંથી રજા આપી દીધેલી. અને તેઓ મને તરત જ ઘેર આવવાનું હુકમ કરી રહ્યાં હતા. હવે, ડોન જેવા મારા પિતાની વાત હું ન માનું તો મારી આવી બને. પરંતુ, હું તો એજ વિચારથી કાંપી ઉઠ્યો હતો કે, શરત પુરી કરવાની છે. અને શરત શું છે? એ વાત તોહ, કોઈ પેન્ડિંગ પડેલાં કેશની જેમ હતી. જેમાં આરોપી કોણ છે? એની જાણ પોલીસને હોતી નથી.તેમજ અહીં શરત શું છે? એ વાતની મને જાણ નહોતી. અમે પહોંચ્યા મારા ઘરે. સાથે મારા યોદ્ધાઓ મૌજુદ હતા. દેવેન્દ્ર અને શંકર. આ બંને વ્યક્તિઓ આ મુશ્કેલ જંગના સમયે મારા સૈનીકો હતા. અને સામે મારા જ પરિવારના રાજા મારી પર આક્રમણ કરવાના ઇરાદામાં હતા. પછી શું? તેમની શરત સાંભળીને સામેનો શત્રુ! એટલે કે, હું ચિત્ત થઈ ગયો. હું ભૌચક્કો રહી ગયો. જેમ સાઉથની ફિલ્મોમાં એકી સાથે વિશ વ્યક્તિઓ હવામાં ઉછળી પડે છે. એજ રીતે અમે ત્રણેય હવામાં ઉછળી પડ્યા. ફરક એટલો જ હતો કે, ગામ આખું આનંદમાં હતું. અને હું શોકમાં હતો. ઈવન મારા સૈનીકો પણ રાજી હતા. અને પિતાજીની શરત મારા માટે જ્વાળામુખી સમાન હતી. જેટલો ઊંડો ઉતરું એટલો અહેસાસ થવા લાગે. અને તેમની શરત શું હતી ખબર છે? તેઓ મારા લગ્ન કરાવવાના હતા! કેમ? તમને લાગતું હશે ને કે આ વાતમાં શોક લાગવા જેવું શું છે? અરે, જેના જીવનમાં પ્રેમ નામનો શબ્દ જ એક શ્રાપ સમાન છે. એના જીવનમાં લગ્ન? આ તો કેમ શક્ય છે જ? ઓલરેડી બે મહત્વપૂર્ણ વ્યક્તિઓને ખોઈ બેઠો છું. હવે, ત્રીજી પણ મારા લીધે જતી રહી તો? મારી અને પ્રેમની આજ સુધીમાં બની જ નથી. પરંતુ, શું કરી શકાય? પિતાજી કા આદેશ નહીં માના તો પિતાજી કો ખો દુંગા. અને આટલા વર્ષો સુધી દુઃખ અને દર્દ જેલ્યા બાદ, હવે ફરીવાર હું દર્દ અને દુઃખથી પીડાવા માંગતો નથી. ન ચાહતે હુએ ભી મુજે હા બોલના હી પડેગા.

"પપ્પા હું તૈયાર છું. તમારી ખાતર આ કાર્ય પણ કરી નાખીશ." મેં કહ્યું.

"અરે, ગધેડા આ તો જોઈતું હતું મને. આવ ગળે મળ. તારા બાપને વર્ષો બાદ ગળે મળ." પપ્પાએ કહ્યું.

ખરેખર પિતાજીને ઘણાં વર્ષો બાદ, આટલાં ખુશ જોયા હતા. શંકર તેમના વિષે વર્ષોથી મને જાણ કરતો આવ્યો છે. તેઓ મારા લીધે દુઃખી હતા. પરંતુ, આ વખતે હું તેમની હેપ્પીનેસનું કારણ હતો.

"દિકરા! તે તો મને ખુશ કરી નાખ્યો. મારા જુના મિત્રની એક છોકરી છે. નામ પ્રિયા છે. એજ બનશે હવે તારી પ્રિયતમા."

બોલા થા ના? લાઈફમાં જેટલાં ટેન્શન જેઠાલાલના છે. એટલાં મારા પણ છે. પરંતુ, પિતાજી કે લીએ કુછ ભી. આ બધી કહેવાની વાતો છે.

"અરે, ભાઈ કોંગો!કોંગો! તું તો પરણવાનો છે. આખરે તારા પણ ચાર હાથ થવાના છે." દેવેન્દ્રએ કહ્યું.

"મારા તરફથી પણ વધામણી. અંતે તારી દુનિયામાં એક યુવતી આવશે. અને તને ચંદ્ર પર લઈ જઈને તારા જીવનમાં ચાર ચંદ્ર ભરી મુકશે." શંકરએ કહ્યું.

"બે તોતે! સમજાય એવું કંઈક બોલ. આ શું જીંકવા બેઠો છે. જે થશે એ જોયું જશે. અત્યારે આ વાતને મુકો." મેં કહ્યું.

અમારી વાતોની વચ્ચે મારા પિતાજીનો એલાન પણ આવી ગયો. કે, મારા લગ્ન બે અઠવાડિયામાં જ થવાના હતાં. સાલું એક તોહ, અહીં જીંદગી હજુ રમી રહી છે મારી સાથે. અને લગ્નની તારીખ પણ આવી ગઈ.

"ભાઈ દિવસો ગણવાના ચાલુ કરી દે. તારી આઝાદી માત્ર પંદર દિવસની જ છે. ઉસકે બાદ, તો લગને વાલે હૈ તેરે." શંકરએ કહ્યું.

ભગવાનને એક પ્રાર્થના છે. આગલા જીવનમાં શ્વાનનું જીવન આપજો. એટલીસ્ટ હું મારા મનની તોહ, કરી શકીશ. અને જો માનવી જ બનાવવો હોય! તોહ, સહેવાગ બનાવજો. જો સુનતે સબકી હૈ! લેકીન કરતે અપની હૈ. બસ ઔર ક્યાં ચાહીએ? લગ્નની તૈયારીઓ થવા લાગી હતી. મહેમાનોનું આગમન થઈ ચુક્યું હતું. ચાચા ઔર ચાચીઓને ગાલ ઇતને ખીંચ લીએ થે કી, મૈં ગાલી બન ગયા થા. અરે, જેમ ગોલી છે જે ગોળ છે. એમ જ ગાલી! જેના ગાલ મોટા હોય. બાકી ઉંધું નહીં વિચારો. હા તોહ, મેરી લાઈફ કી લગના તય થી.

"ઔર ભાઈ. હવે તોહ, મળવા પણ નહીં આવે અમને. અને આ તારી જ્યોતી? એને પણ લગ્નમા બોલાવજે. નહીંતર એકલી પડી જશે બેચારી." શંકરએ કહ્યું.

"બે એક તોહ, મારી આમેય લાગી પડી છે. અને એમાં તું મારી લેવા બેઠો છે. શાંતી રાખ થોડી." મેં કહ્યું.

"બસ! આટલા માં સળગી ગઈ? અરે, આમ નહીં જો મારી સામે. હું ઓલા કાકાને કઉ છું. માચીસ હવામાં પણ આટલામાં એટલે કે, એક જ પ્રયાસમાં સળગી ગઈ?"

"તું પણ મજા લે. દિવસો છે તમારા. તને ખબર છે? મારી હાલત ફિલ્મના એ અભિનેતા જેવી છે. જે દેખાવે તોહ, સુંદર છે. પરંતુ, એક્ટિંગના કારણે લોકો તેની ફિલ્મ જોવાનું પસંદ નથી કરતાં. સમજ્યો કાંઈ? ના સમજ્યો ને? હું પણ ન સમજ્યો. હું ભાન ભૂલી ગયો છું. શું બોલવું? શું નહીં? એનું ભાન નથી હમણાં. માટે જ કહું છું કે, જતી રેજે!"

સાલું એક તોહ, પરિવારમાં સદસ્યો એટલા હતા કે, મારા ગાલની.... થઈ ગઈ હતી. અગર આજ ભી આ ટપકાનું મિનિંગ સમજાયું ના હોય! તોહ, જઈને આગળના ભાગ વાંચો. સમજાઈ જશે. અને અંતે એ દિવસ આવી જ ગયો. જીસકા બેસબ્રી સે ઇનકાર થા. મારું જીવન દયા અને જેઠાની અંગ્રેજી જેવું છે. એમને ખબર છે તેઓ, ઈંગ્લીશ નથી જાણતા. સ્ટીલ ઈંગ્લીશમાં ટોપા જીંકે છે. એજ રીતે મને પણ ખબર છે કે, પ્રેમથી કંઈ થવાનું નથી. સ્ટીલ હું પ્રેમ કર્યે જ જાઉં છું. ન સમજાયું?મને પણ. આજે તોહ, ક્યાંકથી ચોરાવેલી લાઈનો પણ યાદ નથી આવતી. આજ મારી બનાવેલી લાઈનો બોલવાનું પ્રયત્ન કરી રહ્યો છું. પરંતુ, દિમાગમાં ભુસો ભરાઈ ગયો છે. હું મારા કમરામાં હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી જ્યોતીને જોઈ નહોતી. પરંતુ, આજે! ખબર નહીં કેમ? પણ જ્યોતીને જોવાનું મન થઈ આવ્યું. હું એના કમરામાં ગયો. અને એ! અને એ મને જોઈને ડરવા લાગી. ખબર નહીં કેમ? પરંતુ, મને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું.

********

લગ્નના મંત્રો ચારેય કોર ગુંજવા લાગ્યા હતા. દુલ્હન મંડપ મેં પહોંચ ગઈ થી. પરંતુ, એમાં પણ એક ટ્વિસ્ટ હતું. મને લાગ્યું કે, જનતા પણ હવે કંટાળી ગઈ છે. માટે આ બધું અહીં જ સમાપ્ત કરી નાખું. અને એકાદ ટ્વિસ્ટ સાથે મસાલો પણ ભરુ. અને એવું જ કંઈક થયું.

"અરે! મીના બહેન. લાડો ગાયબ છે." એક રિલેટિવનો અવાજ આવ્યો.

********

આ પહાડોની હવા મને ફરી અહીં ખેંચી લાવી હતી. પરંતુ, આ વખતે હું એકલો નહોતો. આ વખતે મારા બાળપણની ફ્રેન્ડ, ક્રશ, પ્રિયતમા મારી સાથે હતી. જ્યોતી! ઓળખો જ છો ને? પરંતુ, આ જ્યોતી હવે એ જ્યોતી રહી નહોતી. આ જ્યોતી હવે સાવ સાજી થઈ ચુકી હતી. અને અમે લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન તોહ, મેં એની સાથે તે દિવસે જ કરી લીધેલા જે દિવસે હું એને લઈને ભાગ્યો હતો. પરંતુ, તેને સાજી કરવી અને તેને ટ્રીટમેન્ટ આપવી! આ બધી જ જવાબદારી મેં મારી પર લીધી હતી. અને ચમત્કાર! થોડાં જ સમય બાદ, જ્યોતીની તબિયતમાં સુધાર આવ્યો. અને એ ફરી પહેલાં જેવી બની ગઈ. એ મારી બાળપણની ફ્રેન્ડ જ્યોતી! જેની સાથે હું ઘર-ઘર રમ્યો છું. આજે અમારા લગ્નને છ વર્ષ વીત્યા. માટે અમે બંને જવાના છીએ એક રેસ્ટોરન્ટમાં. જ્યાં સારું ગુજરાતી ભોજન મળે છે.

"બંને? રાહુલને કોણ લઈ જશે સાથે? અને મમ્મી?" જ્યોતીએ કહ્યું.

"ઓહ! હું તોહ, ભૂલી જ ગયેલો. આપણો ચેમ્પ પણ સાથે છે. અને હા! મમ્મીજી કો કોન ભૂલ શકતાં હૈ? કમ ઓન રાહુલ! પપ્પા પાસે આવી જા. કમ ઓન. અને મમ્મી પૂજા બાદ મેં કર લેના. હાલો મોડું થાય છે.પછી સીટ નહીં મળે." મેં કહ્યું.

*ભુતકાળ*

"સાહેબ આ પત્ર.યશ સાહેબ એ તમને આપવા માટે કહ્યું હતું." રામું કાકાએ કહ્યું.

પપ્પા મને તમારી ચિંતા હતી. માટે હું અહી આવ્યો હતો. તમારો વિશ્વાસ ફરી જીતી શકું માટે લગ્ન માટે પણ હા પાડી. પરંતુ, મારી અનઉપસ્થિતિને તમે એક તક ગણીને શું કરી નાખ્યું? મને તોહ, બધું લખતા પણ શરમ આવે છે. તમને તોહ, ખબર જ છે કે તમે જયોતી સાથે શું શું કર્યું છે? મને તમારા તરફથી આ ઉમ્મીદ નહોતી. મમ્મી તું આ પત્ર વાંચી રહી હો તોહ, ધ્યાન રાખજે. આ વ્યક્તિ કોઈનો સગો નથી. થોડાં જ સમયમાં પોલીસ આવી આમની ગુનાહની સજા આમને આપશે. પરંતુ, તમે ચિંતા નહીં કરજો. હું તમારી સાથે જ છું. હંમેશા માટે. અને પપ્પાને મેં દેવતા સમજ્યા હતા. પરંતુ, તેઓ શૈતાન નીકળ્યા. બસ આનાથી વધુ હું કંઈજ લખી નહીં શકું. મમ્મી તમને હું મારી સાથે લઈ જવા માટે આવીશ. એ શહેરથી દુર. એ યાદો થી દુર. મારો ઇંતેજાર કરજો. તમારો યશ.

*વર્તમાન*

તો કેવી હતી કહાની? અરે, ચપ્પલો પછી ઉપાડજો. એક વાર મને પૂરો સાંભળી તો લો.મેં તમને કહ્યું હતું ને? કે યશના જીવનમાં ચાર ઘટનાઓ ઘટી હતી. તોહ, ગણાવી દઉં? મેઘના, પૂજા, લગ્ન અને જ્યોતી. અને ચોથી ઘટના એક નવી શરૂઆત હતી. યશ માટે એક નવી શરૂઆત હતી. હવે તમે પ્રશ્ન કરશો કે, હું કોણ છું? અને યશ ક્યાં છે? ન ઓળખ્યા? હું શંકર! લેખક! યાદ આવ્યું કંઈ? ખૈર છોડો. આ મારી કહાની છે. આઈ મીન મેં લખી છે. અને મારા મિત્ર યશના જીવન પર આધારીત છે. જે મારી પાસે જ બેઠા છે. અને આજે એમની આ બુકનો લોન્ચ છે. અને હુંજ આ કહાની અહીં ઉપસ્થિત મીડિયા સમક્ષ વાંચી રહ્યો હતો. યશ એક મહાન વ્યક્તિ છે. જેણે તેના પિતાના ખરાબ કાર્યોને ઢીલ ન આપી. અને જાણ થતાં જ પોલીસના હવાલે કર્યા. તેમણે શું ગુનોહ કર્યો હશે? એ તમે સમજી જ ગયા હશો. માટે આગળ વધતા કેટલાંક વધુ શબ્દો જોડીશ. કે, સમાજ સેવા કરવીએ સારી બાબત કહેવાય. અને યશ એ જીવનભર એજ કર્યું છે. સો તમારી પાસે વધારે હોય. ભગવાનસ વધુ આપ્યું હોય તોહ, બીજાની સાથે શેર કરવામાં કોઈ ખરાબી નથી. ને શેર પણ એમની સાથે કરો જેને જરૂરત છે. માત્ર પબ્લીસીટી માટે ક્યારેય દાન કરશો નહીં. અને યશની લાઈફ પરથી કેટલાંક ઈંસ્પીરેશન મળે જ છે. તોહ, આ પાત્ર આ વ્યક્તિમાંથી પણ કેટલુંક સીખી શકાય છે.

*******

સો! આ હતી મારી કહાની. જેને બુક સ્વરૂપે શંકરએ લોન્ચ કર્યું હતું. બુકનું નામ હતું બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત. અને શંકરના લખાણના કારણે કદાચ, બુક ફ્લોપ જાય. પરંતુ, જીવન મારું હીટ છે. મારા મમ્મી, રાહુલ જે અમારો બાળક છે અને જ્યોતી જે મારું પ્રેમ છે. અમે ચારેય એક સાથે રહીએ છીએ. પિતાજીનું શું થયું? શું નહીં? એની મને પરવાહ નથી. જે પાછળ રહી ગયું એ રહી ગયું. હવે અમે જીવનમાં આગળ વધી ગયા હતા. દેવેન્દ્રનું નેશનલ ટીમમાં સિલેકશન થઈ ગયું હતું. શંકર લેખક તરીકે સ્ટ્રગલ કરી રહ્યો હતો. પરંતુ, તેની કેટલીક સ્ટોરીસને લોકોએ પસંદ પણ કરી હતી. મેં બનાવેલો એપ આજે વિશ્વભરના જરૂરત મંદોને હેલ્પ કરી રહ્યો હતો. એનું કારણ એ હતું કે, એ એપને યુ.એસ.એ. ની કંપનીએ ખરીદી લીધું હતું. અને હા! મારી પેંટિંગ્સના કારણે આજે હું કેટલાક અનાથ આશ્રમોને મદદ પુરી પાડી રહ્યો છું. ઉર્વી જે પૂજા મેમની બહેન હતી. એ કેનેડા શિફ્ટ થઈ ગયેલી. અને આજે એ ત્યાંની એક મોટી કંપનીમાં ફરજ બજાવે છે. બસ! હવે વધું સમય નહીં લઉં. હવે જવાનું સમય થઈ ગયું છે. અને હવે હું એમ પણ નહીં કહી શકું કે, ચલો આતે હૈ. અને હા! આ હુંજ છું. આ શંકર નથી બોલી રહ્યો. ચલો જાતે હૈ.

સમાપ્ત...