બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 6 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 6

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(6)

"બેશર્મ તને ખબર છે તે શું કર્યું છે? આખા સમાજની વરચે મારું નાક કાપી નાખ્યું છે તે. અરે, લગ્ન નહોતા જ કરવા તો આ નાટક શા માટે કર્યા? માન્યું કે આપણે પૈસાદાર છીએ. પરંતુ, એનો મતલબ એ નથી કે તું પૈસાનું પાણી કર. મારી પાસે પૈસાનું ઝાડ નથી. અને પ્રેમને લાગણીને આ બધું શું હતું? આછે તારો પ્રેમ? આ ગાંડી માટે ઓલી મેઘનાને મુકીને ચાલ્યો આવ્યો? બે જુઓ! મોઢા પર શર્મ પણ નથી. શું કરું આ છોકરાનું? પિતાજી તમે જ આને સમજાવો કંઈક. હું તોહ, થાકી ગયો છું." મારા પિતાએ કહ્યું.

"હું શું સમજાવવું દિકરા? આ એનો નિર્ણય છે. અને આના પર હું સવાલ પણ ન કરી શકું. એના મનને જે ફાવ્યું એ એણે કર્યું. હું આમા વચ્ચે કંઈ જ નહીં બોલી શકું." મારા દાદાએ કહ્યું.

"પિતાજી તમે પણ? એટલીસ્ટ તમે તોહ, આવું ન કહો. સમજમાં શું ઈજ્જત રહી જશે મારી? લોકો શું કહેશે? છોકરો પણ ગાંડો છે? છોકરામાં સંસ્કાર નથી? તમને પણ કહેવાનું કોઈ જ ફાયદો નથી. તમારો ઉત્તર બદલવાનો નથી. હું જ ફોન કરું છું એમને. ફરી એક તક આપો. ફરી એક તક આપશો તોહ, આબરૂ તો બચી જશે."

આ વાક્ય બાદ, તેઓએ મેઘનાના પિતાજીને ફોન કર્યો. કેટલીક આજીજી કરી. તેમની સામે હાથ જોડ્યા. તેમની માફી માંગી. અને અંતે તેઓ અહીં આવવા માટે રાઝી થયા. મેઘના મારી સાથે પરણવા તૈયાર હતી. મેઘના સાથે તેમનું પરિવાર અહીં હોસ્પિટલ આવવા માટે રવાના થઈ ગયું હતું. મારા પિતાજી તેમની રાહ જોઈ રહ્યા હતા.

"ક્યારે આવશે આ લોકો? અને તું! આ વખતે કોઈ જ નાટક નહીં જોઈએ મને. છાનોમાનો હા પાડી દેજે. નહીંતર આ જે તું લીલાલહેર કરી રહ્યો છેને? આ બધું જ બંધ થઈ જશે. બંધ શું થશે! તને ઘરમાં જ ઘુસવા નહીં દઉં. પછી આખી જિંદગી અહીંજ પડ્યો રેજે."

મેં મારા પિતાજીના પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. અમે, હોસ્પિટલના બાંકડા પર બેઠા હતા. અને ત્યારે જ ડોકટર ત્યાં આવી પહોંચ્યા.

"શું થયું ડોકટર? એ ઠીક તો છે ને? કાંઈ થયું તો નથી ને?" મેં પ્રશ્ન કર્યો.

"ડોન્ટ વરી. એ બરાબર જ છે. એટલું કંઈ વાગ્યું નથી. પરંતુ, બેભાન થવાનું કારણ અમને પણ નથી ખબર. કારણ કે, બે માળથી કુદવા પર કોઈ બેભાન થઈ શકે ખરું? અને હું તોહ, અવારનાવર તમારા ઘેર આવ્યો છું. તમારું ઘર એટલું પણ ઊંચું નથી. પરંતુ, આ લોહીને બધું? મને લાગે છે કોઈએ જાણીજોઈને આ બધું કર્યું છે. તમે સાવધાની વર્તો. અને ઓમેય આની હાલત ખરાબ છે. વધારે ખરાબ થઈ જશે."

"જી ડોકટર સાહેબ. અમે, આનું પુરતું ધ્યાન રાખીશું." મેં કહયું.

ડોકટર સાથે થયેલી વાતચીત બાદ, પિતાજી મારાથી વધારે ગુસ્સે હતા. અને સ્પેશિયલી મારા છેલ્લાં વાક્ય માટે. અને એ વાક્ય બાદ, ડોકટરના જતાની સાથે જ તેમણે મને કેટલાંક પ્રશ્નો પુછી નાખ્યા.

"ખર્ચો કોણ આપશે? આ ગાંડી પાછળ આટલું ખર્ચ કેમ કરી રહ્યો છે? અને આટલાં પૈસા આવે ક્યાંથી છે તારી પાસે? મેં તોહ, તને ક્યારે આપ્યા નથી. તોહ, ક્યાંથી લઈને આવે છે આ પૈસા? ચોરી કરે છે? નહીંતર આટલા પૈસા? આટલા પૈસા આવે જ ક્યાંથી? મને જવાબ આપ. આ પૈસા કોણ આપે છે?" પિતાજીએ પ્રશ્ન કર્યો.

"હું આપું છું. હવે, મને કોઈ જ સવાલ નહીં જોઈએ. શાંતીથી બેઠો રે અહીં." દાદાજીએ ઉત્તર આપ્યો.

ખરેખર દાદાજીનું આવું રૂપ જોઈને પિતાજી ડરી ગયેલા. કારણ કે, મારા દાદાજીએ તેમને ક્યારેય કંઈજ નહોતું કીધું. ના લડ્યા હતા. ના પ્રશ્નો કર્યા હતા. બસ, તેમને લાડ જ કર્યો હતો. માટે કદાચ, આજે પિતાજી દુઃખી થઈ ગયા હતા. પરંતુ, એ બધી વાત છોડો. મેઘનાનું પરિવાર અહીં આવી પહોંચ્યું હતું. મારા પિતાજીએ તેમને બેસવાનું કહ્યું. અને મારા પિતાજીએ જ ઓર્ડર આપ્યો કે, હમણાં જ લગ્ન માટે પાછા જવાનું છે. અને અત્યારે જ આ બધી પ્રોબ્લેમ સોલ્વ કરવાની છે. એવું પણ તેમણે જણાવ્યું. મને અને મેઘનાને આ મેટર સોલ્વ કરવા સાઈડમાં મોકલ્યા.જેથી અમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ.

"યશ! હજું તક છે તારી પાસે. તું આ જ્યોતી પાછળ આટલો પાગલ કેમ છો? મને ખબર છે તું તેની મદદ કરી રહ્યો છે.પરંતુ, આ તારું કામ નથી. એ છે કોણ? એની માટે તું લગ્ન છોડી ને આવી ગયો? મારા કરતાં પણ એ ઈમ્પોર્ટન્ટ છે? ચલ, તને હજું એક તક આપું છું. હજું મોડું નથી થયું. બધું એવુંને એવું જ થઈ જશે." મેઘનાએ કહ્યું.

"ચલ. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જઈશ. પરંતુ, તારા પપ્પાની કસમ ખાઈ અને મારા કેટલાક પ્રશ્નોના જવાબ આપીશ?" મેં પ્રશ્ન કર્યો.

હું જાણતો હતો કે, તેના પિતા ખાતર એ ક્યારેય ખોટું નહીં બોલે. માટે જ મેં તેને પિતાની કસમ ખાવાનું કહ્યું.

"ઓહકે. હું તૈયાર છું. જે પુછવું હોય એ પુછ." એણે કહ્યું.

"તોહ, તે દિવસે જ્યોતીને તેજ કિડનેપ કરી હતીને?"

"યશ આ કેવો સવાલ છે?"

"આ મારા પ્રશ્નનું ઉત્તર નથી."

"યશ! તને મારી પર શક છે?"

"આ પણ મારા પ્રશ્નનું ઉત્તર નથી. પિતાજીની કસમ ખાધી છે. હવે તોહ, સાચું બોલ. કે તારા પિતાએ સંસ્કાર જ એવા આપ્યા છે? ખોટું બોલવાના?"

"તું હદ પાર કરી રહ્યો છે યશ. તેરે કો સચ સુનને કા હૈ? મેં બતાતી હું. હા, મેં જ આ બધું કર્યું હતું. કારણ કે, હું તને ચાહું છું. અનહદ ચાહું છું. પરંતુ, તું આખો દિવસ જ્યોતી... જ્યોતી.. અને બસ જ્યોતી. એનું જ નામ લેતો. એના જ નામનું રટણ કરતો. તોહ, પ્રોબ્લેમ તો થાય જ ને? માટે મેં તેને અહીંથી દુર મોકલી દેવાનો પ્રયાસ કર્યો હતો. મારો પ્લાન હતો કે, બે કે ત્રણ દિવસ તેને અહીં એક ટ્રકમાં બંધ કરી રાખીશ. અને ત્યારબાદ, બધું શાંત થઈ જતાં દુર શહેરના કોઈ પાગલખાને મોકલી દઈશ. પરંતુ, હું એમાં પણ સફળ ન થઈ. અને ત્યારબાદ, તેને તારાથી દુર કરવાના કેટલાય પ્રયાસો કર્યા. પરંતુ, તું એની સાથે જ રહેતો. તું એની સંભાળ લેતો. માટે મારી માટે આ બધું કરવું અશક્ય હતું. અને તે દિવસે તે મને લગ્ન માટે પ્રપોઝ કરી. ત્યારે જ મને વિચાર આવ્યો. કે, જ્યોતીને એજ દિવસે ક્યાંક ગાયબ કરવી છે. પરંતુ, હડબડીમાં મારા માણસોથી ભૂલ થઈ. અને જ્યોતી ઉપરથી નીચે પડી ગઈ. તેઓ જ્યોતીને ત્યાંથી ઉપાડવા ગયા. ત્યારેજ દેવેન્દ્ર ત્યાં પહોંચી ગયો. એ આ બધું જોવે એ પહેલાં તેઓ ભાગવા ગયા. ત્યારે જ, જ્યોતીએ એક વ્યક્તિનો પગ પકડી લીધો. એ વ્યક્તિએ બચવા માટે જ્યોતીના માથા પર જોરથી બુટનો પ્રહાર કર્યો. જ્યોતી બેભાન થઈ ગઈ. અને તેઓ બચી નીકળ્યા. પરંતુ, આ વખતે પણ અમારો પ્લાન અસફળ રહ્યો. ઓલા દેબુ ના લીધે. ગુસ્સો આવે છે સાલા પર."

મેઘના વધુ કંઈ બોલે એ પહેલાં જ. મેં તેના ગાલ પર એક તમાચો લગાવી દીધો.

"કંઈજ ન બોલજે.સાંભળ. તું એટલે જ મારા લાયક નથી. કારણ કે, તારામાં લાગણીઓ જ નથી. તને બસ તારો સ્વાર્થ જોઈએ છે. શું બગાડ્યું છે એણે તારું? અને બીજીવાર એની સાથે કંઈ પણ થયું તોહ, આ પ્રૂફ છે મારી પાસે. યાદ છે? તે જ મને કહ્યું હતું કે, આપણે બંને એકીસાથે નવા સ્માર્ટફોન લઈએ? મને તોહ, જોકે કંઈજ આવડતું નહોતું. તેજ મને શીખવાડ્યું હતું કે આ ફોન કઈ રીતે યુઝ કરાય. અને ખાસ આ રેકોર્ડિંગ કઈ રીતે કરાય. એ શીખવાડવા માટે આભર. તે મને મારી વોઈશ રેકોર્ડ કરવા માટે આ એપ બતાવેલો. પરંતુ, હવે હું આનો ઉપયોગ તારા કાંડ બહાર લાવવા માટે કરીશ. પુલીશ સ્ટેશન સુંધી પણ વાત પહોંચાડી શકું છું. પરંતુ, હું એવું નહીં કરું. તારી જિંદગી બરબાદ નહીં કરું. અને હવે, મારી જિંદગીમાં ક્યારેય પરત ન આવતી. મારી માટે તું મરી ગઈ છે. ચલ, હવે નીકળ."

"યશ. આઈ એમ વેરી સોરી. હું તારી લાગણીઓને સમજીશ. હું તને પ્રેમ કરું છું. તારા વગર નહીં જીવી શકું. યશ! પ્લીઝ યશ. એક તક આપ મને. હું તને બેટર થઈને બતાવીશ. જ્યોતીનું પણ ખ્યાલ રાખીશ. પ્લીઝ યશ." એ રડતી હતી. અને હું ગુસ્સામાં પાગલ થઈ ગયો હતો.

"એક વાર કીધું ને.સમાજમાં નથી આવતું? અક્કલ છે અક્કલ? હોય તોહ, યુઝ કર. અને આ બધું કરવા પહેલાં આ વિચાર કર્યા હોત તોહ? પ્રેમ તો હું પણ કરતો હતો. પરંતુ, હવે તારી શકલ પણ જોવા માંગતો નથી. તું મારી નજરોથી દુર થઈ જા. અને હા તું છે કોણ? હું તને ઓળખતો પણ નથી."

"યશ પ્લીઝ. આવું ન બોલ યશ. હું સુધરી જઈશ તારી માટે. યશ...યશ.."

એ મને ભેટી પડી. પરંતુ, મેજ તેને ધક્કો મારી દુર ધકેલી દીધી. અને ત્યારબાદ, એ તરત જ મારાથી દુર જતી રહી. એ યશ..યશ.. કરતી. રડતી-રડતી તેના પરિવાર સાથે દુર ચાલી ગઈ. મારા માટે એ ગેરહાજર થઈ ગઈ. તેની હાજરી ન હોવવી મારી માટે અસહ્ય હતી. એનું આવવું મારા જીવનની એક આનંદદાયક પણ હતી. પરંતુ, એનું જવું મારા અસ્તિત્વ પર એક પ્રશ્ન. હું એની માટે તોહ, જીવી રહ્યો હતો. પરંતુ, પ્રેમને પણ ક્યારેક ભુલાવી દેવો પડે છે. મારા પિતાજીને મેં આ બધી જ વાત જણાવી. તેઓ, ખુશ થયાં. તેમણે મારી માફી માંગી. ચલો, કોઈકમાં તોહ માણસાઈ છે. હવે, મારા પિતાએ જ્યોતીની જવાબદારી પોતાના ઉપર લેવાનું નિર્ણય કર્યું. અને દદાજીએ પણ તેમના આ નિર્ણયને સહાર્યો. તેમના વખાણ કર્યા. ચલો, પ્રેમીકા તો ગઈ. હંમેશા માટે. એ કયારેય પરત નથી ફરવાની. કદાચ, હું તેના જીવનમાં ફરી જવા માંગુ તો પણ એ ન આવે. એ ચાલી ગઈ છે. મને કદાચ, એ ભૂલી જશે. અમારી યાદોને એ ભૂલી જશે. અને નવ જીવનની શરૂઆત કરશે. પરંતુ, ક્યારેય પરત નહીં ફરે. હવે, હું પણ જઉં? અરે, કોઈ ગલત કદમ નથી ઉપાડવા નો. કામ છે થોડું. એ કામ કરીને પાછો ફરું છું. ચલો, આતે હૈ.

ક્રમશઃ