Breakups - Ek navi sharuaat - 11 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 11

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(11)

હું પથારીમાં પડ્યો હતો. અને સવારના ફીટ સાડા પાંચ વાગ્યે અલાર્મ વાગ્યો. મારી રોજની આદત હતી વહેલું ઉઠવું. મને ઉગતા સુરજને નીહાળવું ગમતું. હું તેમાં કંઈક શોધવાનું પ્રયત્ન કરતો. દરરોજ કંઈક નવું શોધતો. મને ગમતું. મને ગમતું આ સુરજને ઉગતો અને આથમતું જોવાનું. આ મારી રોજિંદી ક્રિયા હતી. પરંતુ, હજું સૂર્યોદય થવાને સમય હતો. મેં મારી બેગમાંથી મારી ડાયરી કાઢી. અને મારું હૃદય ઢોળી નાખ્યું.

પ્રિય, મેઘના. હા! હું જાણું છું કે, હું મોડો પડ્યો. બે દિવસ તને કંઈજ લખ્યું નથી. પરંતુ, ખરેખર તારા જેવા કેટલાક વ્યક્તિઓ મળ્યા છે. હા! તારી જગ્યા કોઈજ નથી લેવાનું. એ મારા ગુરુ છે. પૂજા મિસ. મારી નવી કોલેજના પ્રોફેસર. તેમના માટે હું અમુક વિધાર્થીઓ સામે લડ્યો હતો. અને આ વાતની જાણ તેમણે થતા તેમણે મારો આભાર માન્યો હતો. પ્રિન્સિપલએ પણ મારા વખાણ કર્યા હતા. ગમ્યું. આ બધું ગમે જ. સારું લાગે વખાણ સાંભળવામાં. પરંતુ, હું તારા સપનાને સાકાર કરવામાં લાગ્યો છું. મેમ એ આજે મને તેમના ઘેર ઈનવાઈટ કર્યો હતો. હું તેમની બહેન ઉર્વીને મળ્યો. તેનો સ્વભાવ પણ સારો છે. એ પણ મારી જુની કોલેજની જ સ્ટુડન્ટ છે. આપણી જુની કોલેજની. ખરેખર કેટલીક યાદો જોડાયેલી છે એ કોલેજ સાથે. એ પણ પેંટિંગ્સને પ્રેમ કરે છે. આર્ટ લવર છે. પૂજા મેમ પણ આર્ટને પ્રેમ કરે છે. ખરેખર તેઓ આર્ટને જીવે છે. તેમની કેટલીક રચનાઓ જોઈ આજે. ખરેખર તેઓ, ખુબ જ સારી પેંટિંગ્સ બનાવે છે. આજે તેમની સાથે કેટલીક વાતો પણ કરી. અને હા! તારા ડ્રિમ પ્રોજેક્ટ વિષે પણ વાત કરી. તને સાંભળીને આનંદ થશે કે, તારો ડ્રિમ પ્રોજેક્ટ આવનાર સમયમાં સફળતા પ્રાપ્ત કરવાનો છે. હા! તેઓ આ પ્રોજેક્ટ સફળ બનાવવા માટે મારી પુરતી હેલ્પ કરવાના છે. અને ફંડની ચિંતા પણ નથી. મારી પેંટિંગ્સ છે જ ને. હું એ વેચી નાખવાનો છું. તારા ડ્રિમ માટે કંઈ પણ. સાચું કહું? તોહ, તારા વિના જીવન અધૂરું લાગે છે. સાથે તોહ, બધાજ છે પરંતુ, સંગાથે કોઈ નથી. અને તારી જગ્યા કોઈ જ લેવાનું નથી. તું જ મારો પહેલો પ્રેમ છે. અને આગળ પણ રહીશ. તારી યાદો હૃદયમાં વશે છે. અને તું પણ. હું તોહ, ખરેખર કંઈજ નથી તારી સામે. તુજ છે પ્રેમનો દરિયો. હું માત્ર તારી સમક્ષ એક કુવો છું. જેમાં પ્રેમ તોહ છે. પરંતુ, દરિયા જેટલો નહીં. તે મને પ્રેમ કર્યો છે. કરતી રહી છો. હું વાયદો આપું છું તારો ડ્રિમ સફળ થશે. તું કેમ જતી રહી? એટલીસ્ટ મને જાણ તો કરી હોત. હું પણ આવત તારી સાથે. આ દુનિયાથી દુર આપણી અલગ દુનિયા વસાવવા. જ્યાં માત્ર પ્રેમ જ હોત. શુદ્ધ પ્રેમ. ખરેખર તો હું તારી માટે જ જીવી રહ્યો છું. તારા ડ્રિમ ખાતર. તારું એ સપનું સાકાર થાય એ ખાતર. વધું નહીં કહું કહી. બસ એટલું જ કહીશ કે, તેં જે પ્રેમ ખાતર કર્યું છે. એ આવનાર સમયમાં મિસાલ બની જવાનું છે. બસ, હવે રજા લઈશ. આજે છુટ્ટી છે. અને આપણી ફેવરેટ જગ્યાએ પણ જવાનું છે. ચલ, ફરી આવું છું.

ફિર ક્યાં થા? હું સૂર્યોદયને માણવા લાગ્યો. એ સુરજ મનને ટાઢક આપી રહ્યો હતો. આ સૂર્યોદયની સુંદરતા વિષે હું શું કહી શકું? હું તો માત્ર એક સામાન્ય વ્યક્તિ છું. પરંતુ, થોડાક શબ્દોમાં આ સૂર્યોદયનું વર્ણન કરું. તોહ, ગમે! હા, ગમે. આ સૂર્યોદયને માણવો બધાંયને ગમે. સવારે વહેલાં ઉઠનાર લોકો આ સૂર્યોદયને માણે છે. ખરેખર જીવે છે. હું જીવું છું. આ સૂર્યોદયને જીવું છું. સાચું કહું તોહ, આ કુદરતનો કારનામો છે. મારા મતે, આજ કુદરત છે. કેટલો સુંદર છે નહીં? સૂર્યોદય જ નહીં પરંતુ, કુદરતની તમામ રચનાઓ સુંદર લાગે છે. આ સવારે ઉઠતાંની સાથે સાંભળવા મળતાં પક્ષીઓના અવાજો. આ કુદરતની સુંદરતા છે. ક્યારેક માણો આ સુંદરતાને મજા આવશે.

હું સ્નાન કરીને નીકળી રહ્યો હતો. અમારી ફેવરેટ જગ્યાએ. મારી અને મેઘનાની ફેવરેટ જગ્યાએ. જગ્યાનું નામ નહીં કહું. પરંતુ, એક ગાર્ડન છે. જ્યાં, ફૂલો અલગ-અલગ પ્રકારના ફૂલો જોવા મળે છે. અમને ગમે છે. આ કુદરતની રચનાઓ જોવી ગમેં છે. હું નીકળી રહ્યો હતો. પરંતુ, ત્યારે જ મેમનો કોલ આવી ગયો. તેમણે મને તરત જ તેમના ઘેર આવવા માટે કહ્યું. હું પરેશાન અને ચિંતિત થઈ ગયો. હું તરત જ બસ દ્વારા તેમના ઘેર માટે નીકળી ગયો. હું પહોંચ્યો તેમના ઘેર. ડોરબેલનો સ્વીચ દબાવ્યો. કોઈ જવાબ નહોતું આપી રહ્યું. કોઈ રિસ્પોન્સ નહીં. મેં ફરીવાર ડોરબેલ દબાવી. ફરી કોઈ રિસ્પોન્સ નહીં. મેં દરવાજો ખખડાવવાનું વિચાર કર્યું. મેં દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, દરવાજો ખુલ્લો હતો. મેમ નીચે પડ્યા હતા. ફ્લોર પર પડ્યા હતા. લોહી થી લથબથ. હું તેમની પાસે દોડી ગયો. મેંમ ઉઠો...ઉઠો મેમ...મેમ... હું તેમને ઉઠાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, તેઓ કોઈ જ રિસ્પોન્સ નહોતા આપી રહ્યા. અને ત્યારે જ એ રૂમની બધી જ લાઈટ બંધ થઈ ગઈ. દિવાલ પર મારા ફોટાઓ આવી રહ્યા હતા. મારા વિડિઓઝ જે પરિવાર સાથે હતાં. એ વિડિઓઝ પણ ચારેય તરફ ફરી રહ્યા હતાં. મારા બધાજ ખુશીઓના પલ એ દિવાલો પર ફરી રહ્યા હતા. મારી આંખમાંથી આંશુ સરી પડ્યા..અને મેં નીચે જોયું તોહ, મેમ ગાયબ હતા. આ ફોટોશ અને વિડિઓઝના ચક્કરમાં હું મેમ ને ભૂલી ગયેલો. ક્યાં ગયા મેમ? એમને થયું શું હતું? કોણે કર્યું હતું આ બધું? હું આવા કેટલાંક વિચાર કરી રહ્યો હતો. ત્યારેજ બધી જ લાઈટો ઓન થઈ ગઈ. અને મારા કેટલાંક મિત્રો અને પૂજા મેમ ત્યાં ઉપસ્થિત હતાં. અને ગાઈ રહ્યા હતા. હેપ્પી બર્થ ડે ટુ યુ.... હેપ્પી બર્થ ડે ટુ યુ....

"હેપ્પી બર્થ ડે યશ. તમે જીવો હજારો વર્ષો. અને આમ જ ભણતરમાં અને મૈંત્રીમાં આગળ વધતા રહો." પૂજા મેમ એ કહ્યું.

"થેંક્યું મેમ. પણ આ બધું? આની કોઈ જરૂરત નહોતી. પણ તમે આ બધું પ્રેમથી કર્યું છે. માટે ફરીવાર થેંક્યું. તમારો આભર કઈ રીતે માનું? મેમ આભાર." મેં કહ્યું.

મેમ કંઈ પણ જવાબ આપે એ પહેલાં શંકર એન્ડ ગેંગએ મને જપટી લીધો. હેપ્પી બર્થ ડે ચોકલેટ બોય. હેપ્પી બર્થ ડે ચોકલેટ બોય. તેઓ મને ચોકલેટ બોય કહેતાં. તેઓ મને ભેટ્યા. મેં બધાયનું આભાર માન્યું. કેક કાપ્યું. પાર્ટી ઓન. ડાન્સ એન્ડ ઓલ ધેટ. પરંતુ, મને આ બધાયમાં કોઈ જ રશ નહોતો. હું બધાય ને જોઈ રહ્યો હતો. તેઓ ડાન્સ કરી રહ્યા હતા. મેમ એ મને ડાન્સ માટે ઈનવાઈટ કર્યો. મારી ઈરછા નહોતી. અને મને ડાન્સ પણ નહોતું આવડતું. અને એમાંય આ કપલ ડાન્સ! બાપા આપણાંથી ન થાય. પરંતુ, મેમ મને ખેંચી લઈ ગયા.

"મેમ મને ડાન્સ નહીં આવડતું. તમે બીજો પાર્ટનર શોધી લો." મેં કહ્યું.

"અરે, ઈઝી છે. કંઈજ ન હોય. ચલ ને તને મારી કસમ છે. આય." મેમ એ કહ્યું.

અંતે હું માની ગયો. લોકો તાલ થી તાલ મડાવી રહ્યા હતા. અને હું! મને તોહ, કંઈજ નહોતું આવડતું. સ્ટીલ મેમ મારી જ સાથે ડાન્સ કરવા માંગતા હતા. તોહ, તમને જાણ તો થઈ જ ગઈ હશે કે, હું એ સ્પેશિયલ જગ્યાએ શા માટે જઈ રહ્યો હતો? અમારી યાદોને માણવા. મારી અને મેઘનાની સાથે વિતાવેલી યાદો. બસ, આ રીતે જ હું મારો બર્થ ડે વિતાવવાનો હતો. પરંતુ, મેમ એ બધો જ પ્લાન ઉલટાવી નાખેલો. ખરેખર આ શોરબકોર મને પસંદ નથી. હું મારા બર્થ ડે ના દિવસે કોઈ શાંત જગ્યાએ જવાનું પસંદ કરું છું. અને છેલ્લાં ત્રણ કે ચાર વર્ષોથી હું મારો બર્થ ડે સેલિબ્રેટ પણ નહોતો કરી રહ્યો. ખરેખર મેઘનાના વિચારો આ બાબતે પણ મારી સાથે મેચ થતાં હતાં. પાર્ટી ઓવર ગો હોમ. પરંતુ, હું હજુ મેમના ઘરે જ હતો. તેમણે મને સાથે ડિનર પર આવવાનું કહ્યું હતું. ખરેખર તોહ, હું ઉર્વી અને મેમ જ જવાના હતા ડિનર પર. અને ડિનર પણ એમણે મારી માટે જ પ્લાન કર્યો હતો. અમે, હસી અને મજાક કરી રહ્યા હતા. ખરેખર મેમ મારા ફ્રેન્ડની જેમ જ વર્તી રહ્યા હતાં. અને ઉર્વી પણ દર શુક્રવારે આવતી. અમે આખો દિવસ સાથે વિતાવતા. ગેમ્સ રમતાં, બહાર જતાં, લાઈબ્રેરી જતાં, પેંટિંગ્સ બનાવતા. મારા જીવનમાં ફરીવાર આનંદ આવી ગયેલો. પરંતુ, ન જાણે કેમ? પરંતુ, મારું જીવન પણ જેઠાલાલ જેવું જ છે. આનંદ આવે સાથે મુસીબતો અથવા દુઃખ લેતો જ આવે. બસ બંનેના જીવનમાં એટલું જ ફર્ક છે. કે, એ રીલ લાઈફ છે. અને આ રીઅલ લાઈફ.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED