બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 8 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 8

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(8)

હું પથારીમાં પડ્યો-પડ્યો મેઘના વિષે વિચાર કરી રહ્યો હતો. બારી ખુલ્લી હતી. બહારથી ઠંડી હવા અંદર કમરામાં આવી ચારેય તરફ પ્રસરી જતી. ઘડિયાળની ટિકટોક...ટિકટોક. એવી અવાજ મારા કાનો સુંધી પહોંચી રહી હતી. દિવાલ પર કરોળિયાંનો જાણ બનાવેલો હતો. ત્યાં તેના જાણ પર એ શિકાર આવવાની રાહ જોઈ બેઠો હતો. ત્યાં અલમારી પાછળથી એક ઉંદરડી પસાર થઈ ગઈ. હું આ બધું નીહાળી રહ્યો હતો. ત્યારે જ મેઘનાના પિતા (રાજેશ) એ મને ડિનર માટેનો સંદેશો મોકલાવ્યો. હું ફ્રેશ થઈ અને તરત નીચે ગયો. તેઓ, ટેબલ પર મારી રાહ જોઈ રહ્યા હતા. મેઘનાના મમ્મી મારાથી થોડા ગુસ્સે હતા. હું ત્યાં ટેબલ પર મેઘનાના પિતાની સામે બેઠો. જમતી વખતે તેઓ મૌન રહેતા. તેઓ કંઈજ ન બોલતા. કોઈ જ જાતની ચર્ચા ન કરતાં. જમવાનું એજ હતું જે, જમવા લાયક હતું. કોઈક વ્યક્તિની પુત્રીએ હાલમાં જ આત્મહત્યા કરી હોય. અને એ મને છપ્પન ભોગ પીરશે ખરો? ભોજન પત્યું. મેઘનાના મમ્મી તરત જ અંદરની તરફ જતાં રહ્યાં. હું એમને છેક સુંધી જોઈ રહ્યો.

"બેટા! ખોટું નહીં લગાડજે. એના તરફથી હું માફી માંગુ છું. એનો વ્યવહાર મારી સાથે પણ આવો જ છે. મેઘના પછી એ ભાંગી ગઈ છે. આખો દિવસ રડ્યા કરે છે. પરંતુ, આમ આંશુ વર્ષાવવા નો કોઈજ અર્થ નથી. મેઘના પાછી તોહ, નથી જ આવવાની. અને બેટા, તારું પણ આમા વાંક નથી. વાંક પરિસ્થિતિનું છે. કદાચ, પરિસ્થિતિ યોગ્ય નહોતી. તું ચાહે એટલા દિવસ રહી શકે છે અહીં. તે પણ તારા પ્રેમને ગુમાવ્યો છે. તારી માટે પણ આ દિવસો સરળ નહીં રહ્યા હોય. ચલ, રાત વધારે થઈ ગઈ છે. મારા ખ્યાલથી આપણે જવું જોઈએ."

હું કંઈ બોલું એ પહેલાં તેઓ ત્યાંથી રૂમ તરફ વધી ગયા. હું બેસીને વિચાર કરી રહ્યો હતો. મને મેઘનાના જ વિચારી આવી રહ્યા હતા. મેં હવે નિર્ણય કરી લીધો હતો. કાલે જ અહીંથી નીકળવું હતું. જો નહીં નીકળું તોહ, જીવનમાં મેઘનાની છેલ્લી ઈરછા ક્યારે પુરી કરીશ? રાજેશ! મેં અંકલને એક વખત પૂછેલું કે તમે આજ નામ કેમ રાખ્યું? કોઈ કારણ તોહ, હશે ને? ત્યારે તેમણે કહ્યું હતું કે, બાબુ મોસાઈ નામ મેં ક્યાં રખા હૈ? જૈસે જિંદગી બળી હોની ચહીએ લંબી નહીં. વૈસે હી નામ અચ્છા હો યા ના હો ક્યાં ફર્ક પડતાં હૈ? આ પરથી હું સમજી ગયેલો તેઓ રાજેશ ખન્ના સાહેબના ફેન છે. થોડા વિચારો કર્યા બાદ, હું તરત જ મારો સામાન પેક કરવા લાગી ગયો. સવાર પડતાં જ હું નીકળી જવાનો હતો. બે દિવસનો થાકડો હતો. મને ખબર જ ન પડી હું ક્યારે ઊંઘી ગયો. સવારના છ થયાં હતાં. બધાય ઊંઘી રહ્યા હતા. મેં સમયની ચિંતા ન કરી. અને કોઈને જાણ કર્યા વગર જ નીકળી ગયો.ખરેખર તમે મને પહેલાં દિવસથી જ જોયેલો છે. હું ખરેખર આવો નહોતો. પરંતુ, કહેવાય છે ને? લોકો પ્રેમમાં ગાંડા થઈ જાય છે. હું પણ થઈ ગયો હતો. હવે, જ્યોતીનું ખ્યાલ રાખવાનું કાર્ય પણ પિતાજીના હાથમાં હતું. હું ફોકટ હતો. માત્ર કામ પુરતો ફોકટ હતો. બાકી મારો મન હજુ વિચારોમાં હતો. એ વિચારવાનું કાર્ય લગાતાર કરી રહ્યો હતો. બસ મેઘનાના વિચારો. મેં હવે, ડાયરી લખવાનું વિચાર કર્યું હતું. એ પણ મેઘનાના નામે. મેં મારી જુની ડાયરી અલમારીમાંથી બહાર કાઢી. ધુળ જામી ગઈ છે. પરંતુ, હજું એવીને એવી જ છે. આ ડાયરી મને ઈનામમાં મળેલી. હું વકૃત્વ સ્પર્ધામાં અવ્વલ આવ્યો હતો. હજું ખાલી પડી છે. પરંતુ, હવે ભરવાનો સમય આવી ગયો છે.

પ્રિય મેઘના. આઈ હોપ તું ખુશ હોઈશ. પરંતુ, તારા વગર હું દુઃખી છું. તું મને છોડીને જતી રહી છે. ક્યાંક દુર. હા! પાછી આવવાની હોત તોહ, તારી રાહ પણ જોત. પરંતુ, એ શક્ય નથી. તું મારા ઈંતેજારને પણ ઈંતેજાર કરાવવાની છો. અહીં કદાચ, તારા વગર હું એકલો પડી ગયો છું. કોઈ જ નથી. મિત્ર દેવેન્દ્ર પણ દુઃખમાં છે. તું એની બેસ્ટ ફ્રેન્ડ જે હતી. એ પણ હમણાં મારી પાસે આવતો નથી. એ કાનમાં ભૂંગળા લગાવીને ગમમાં ગોથાં ખાતો હોય છે. હવે, ભૂંગળા એટલે શું? એ પ્રશ્ન ન કરતી. હું હેડફોનની જ વાત કરી રહ્યો છું. મારા પિતાજી જ્યોતીની સંભાળ લઈ રહ્યા છે. દાદાજી એવા જ છે. તંદુરસ્ત. શંકર કોલેજમાં વ્યસ્ત છે. હું હમણાં કોલેજ નથી જતો. જુની કોલેજમાં સ્ટુડન્ટ મને ચિઢાવી રહ્યા છે. કદાચ, હું નવી કોલેજ જોઈન કરવાનો છું. મને ખબર નથી લોકો આવા કેમ હોઈ શકે છે? તારી જગ્યાએ જ્યોતી પાસે હું ગયો માટે લોકો મને પણ ગાંડો...ગાંડો.. કહીને બોલાવે છે. કદાચ, એ સમયે હું બંનેની હેલ્પ કરી શક્યો હોત. પરતું, ત્યારે મને માત્ર જ્યોતીનો જ વિચાર આવ્યો. ચલ, નવો ટોપીક છેળું. કેવી હશે નવી કોલેજ? વિધાર્થીઓ કેવા હશે? અને હા ખાસ અને મેઈન વાત. હું તારા પરથી ધ્યાન કઈ રીતે ખસેડીશ? આ ઘટના એ મને હલાવી નાખ્યો છે. અંદરથી હચમચાવી દીધો છે. તું ક્યાં છે? તને જોવાનું મન થયાં કરે છે. પરતું, અબ દેર હો ચુકી હૈ. સમય વીતી ગયો છે. તું નહીં આવે પાછી. માત્ર મારી યાદ બનીને રહી જવાની છો. મેઘના તને જીવનના છેલ્લાં શ્વાસ સુંધી ચાહતો રહીશ. આવી વાતોના કારણે તું બોર થઈ રહી હોઈશ. પરંતુ, આજે પહેલો દિવસ છે. અને હું લેખક નથી. હું માત્ર સાદો વ્યક્તિ છું. જેને વાંચવું ગમે છે. ન કે, લખવું. ચલ, બાય. હું ફરી આવીશ. ફરી મારા હૃદયની વાત કહીશ. ફરી મારું હૃદય મારી વાતોમાં ભેળવી નાખીશ. માત્ર તારો જ યશ.

મેં ડાયરી સાઈડમાં મુકી. પથારી પર આડો પડ્યો. બહાર મોસમ સારો ખાસો હતો. ચકલીઓની ચી...ચી.. સંભળાઈ રહી હતી. મારી રૂમની બારી પર પાણીનો પ્યાલો તેમની માટે જ લગાવ્યો હતો. આસપાસ વૃક્ષો અને માત્ર વૃક્ષો જ હોવાથી હવામાં ઠંડક વધારે હતી. મારો હાથ વારંવાર મારા વાળને સ્પર્શ કરી રહ્યો હતો. તું પણ આવું જ કરતી. વારંવાર. ના કહેવા છતાં તું આવી કરતી. પરંતુ, હવે તું નથી. તારો એ સ્પર્શ પણ ક્યાંક ખોવાઈ ગયેલો છે. આ લુખ્ખા વાળ પરનો એ સ્પર્શ આનંદદાઈ લાગતો. આવા વિચારોને કારણે હું, ઊંઘવામાં અસમર્થ હતો. ત્યારે જ ફોનની રીંગરણકી. હું ઉભો થયો. ટેબલ તરફ વધ્યો. જોયું તોહ, રાજેશ અંકલનો ફોન હતો. મેં ફોન ઉપાડ્યો. તેમણે મને હજું એક ચિઠ્ઠી અહીં મળી હોવાનું જણાવ્યું. હું ફરી ત્યાં જવા માંગતો નહોતો. અને આ વાત એ પણ જાણતા હતા. માટે ચિઠ્ઠી કુરિયર કરી મુકેલી. તેમણે જણાવ્યું કે, બે દિવસમાં ચિઠ્ઠી પહોંચશે. હું વિચારી રહ્યો હતો કે, શું હશે એ ચિઠ્ઠીમાં? મેઘનાએ બે ચિઠ્ઠીઓ કેમ લખી હશે? એ વિચાર કર્યે બે દિવસ થયાં. ચિઠ્ઠી મારી સુંધી પહોંચી. મેં તરત જ ચિઠ્ઠી ખોલી. અને વાંચવાની ચાલુ કરી.

નામ: મેઘના આર. સરનેમ વગરની. આગળ એડ્રેસ આપેલું હતું. પિન હતું. પ્રિયતમ, યશ. ચિઠ્ઠીની શરૂઆત થાય છે. મને ખબર છે. તું મારી સરનેમ શોધી રહ્યો હોઈશ. પરંતુ, તેજ શીખવાડ્યું છે. કે, નામ ઔર સરનેમમેં ક્યાં રખા હૈ? પહેલી ચિઠ્ઠી! ચિઠ્ઠી જ બની રહે. અને નિબંધના બની જાય માટે બીજી ચિઠ્ઠી લખી હતી. અને આ ચિઠ્ઠી તું તરત જ ન વાંચે માટે પિતાજીના રૂમમાં મુકી હતી. તને જાણીને આનંદ થશે કે, હું તને ફરી એક તક આપું છું. ના અહીં આવી લગ્ન કરવાની ઓફર નહીં. પણ પ્રેમ કરવાની. મારા ગયા પછી તું એકલો ન થઈ જા. એની માટે તને રજામંદી આપું છું. જા કરલે કિસી ઔર સે પ્યાર. ના ચિંતા ન કરજે. મારી આત્મા તારી પાસે નહીં આવે. હું તને ભુતની બનીને ડરાવીશ નહીં. અને હા મારી ખાતર પ્લીઝ જરૂર બીજો પ્રેમ કરજે. જો ન કર્યું તોહ, મારી આત્મ તને વશમાં કરી લેશે. જોઈએ આવનાર ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ કોણ જીતે છે? મુંબઈ કે ચેન્નાઈ? હા, જાણું છું કે આ વર્લ્ડકપ છે. આઈ.પી.એલ નહીં. આતો અમુક છોકરીઓ ઈન્ડિયા અને આઈ.પી.એલ વચ્ચે કંફુઝ હો જાવે હૈ ના. માટે જ મજાકમાં લઈ લીધી આ વાત. જેમ જનતા બોર થઈ રહી છે. એજ રીતે તું પણ થઈ જ રહ્યો હશે. જનતા હસ્તો યશ જોવાની ઈચ્છામાં છે. યશ મારી ખાતર હસ જે. નહીંતર મારી આત્મા તોહ, છે જ. ચલ બાય. હવે નથી એકેય ચિઠ્ઠી. હવે, આજ ચિઠ્ઠીઓ વારંવાર વાંચ્યા કરજે. અને મન ભરાઈ જાય પછી મારી આત્મા આ ચિઠ્ઠીઓ ટપાવી જશે.

ટપ.. ટપ કરતા આંશુ જમીન પર સરીપડ્યા. એક પ્રેમને નથી ભૂલી શક્યો! બીજો પ્રેમ કઈ રીતે કરી શકું? તું જ રહીશ મારી. ફોરેવર લાઈફ માટે. તારા સિવાય કોઈ જ નહીં. અને તારી છેલ્લી ઈચ્છા પર ફોકશ કરવા માટે, કોલેજ જવું જ પડશે.

******

નવી કોલેજ છે. થર્ડ યર છે. જેમ સરનેમ નથી જાણતાં એવી જ રીતે કઈ ડીગ્રી મેળવી રહ્યો છું? એ જાણીને પણ શું કરી લેવાના? મેઘના બાદ, હું એકલો પડી ગયો છું. આ ઉંમરે બોટલો પીવામાં પણ રશ નથી. દાઢી પણ નથી વધારવી. ક્લીનસેવ આશીક આ નવો ટ્રેન્ડ બની જશે. જે મજાકીયા વ્યક્તિને તમે ઓળખતા હતા. એ મજાકીયા વ્યક્તિ ક્યાંક ખોવાઈ ગયો છે. બે વર્ષ સારા ગયા છે. ત્રીજો છે. જોઈએ શું થવાનું છે? નવી કોલેજ પહેલો દિવસ. અને નવા સ્ટુડન્ટસ. હું ફરી જીવવા માંગતો હતો. મેઘના ખાતર. નહીંતર જીવન તોહ, આમેય બદતર છે જ. હું ક્લાસમાં પ્રવેશ્યો છું. અટેન્ડેન્સ ફુલ છે. હવે, કેમ છે? એ હું પણ નથી જાણતો.ચલો, લેક્ચર ચાલું થાય છે. આ પૂરું કરીને આવું છું.

ક્રમશઃ