દીલ ની કટાર… ડ્રગ એક મોટો ઠગ Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીલ ની કટાર… ડ્રગ એક મોટો ઠગ

દીલની કટાર…
"ડ્રગ એક મોટો ઠગ"
કેટલાય સમયથી, વર્ષોથી આપણાં દેશમાં સૌથી મોટો ઠગ ડ્રગ રૂપે પેસી ગયો છે અને એ પગપેસારો એટલી હદે થઇ ગયો છે કે બાળકોની સ્કૂલો અને યુવાનોની કોલેજો બાકાત નથી આ ઠગ આપણો યુવાધનને બરબાદ કરી રહ્યો છે.
હાલમાં મુંબઇમાં એક યુવા અભિનેતાનાં મૃત્યુ.. અપમૃત્યુનાં કારણે એમાં સંડોવાયેલાં પાત્રો બધાંજ આ ડ્રગની ઝપેટમાં છે. આજનાં યુવાન આની નાગચૂડમાં ફસાયો છે.
આ ડ્રગ ઘણાં જુદા જુદા નામે વેચાઇ રહ્યાં છે એનાં નામ અને ઓળખાણ પણ વિચિત્ર છે. કોકેઇન, ગાંજો, હેરોઇન, એલએસ.ડી. બડ, મેરુપુએનાં, કેટા માઇન, ખાટ, MDMA આવાં અનેક ચિત્રવિચિત્ર નામોથી ઓળખાય છે અને વેચાય છે.
આપણે સિનેમાંમાં જે બહાદુર અભિનેતાઓ જોઈએ છીએ છટાદાર લ્હેજામાં ડાયલોગ્સ, સંવાદો બોલે છે હૃદય સ્પર્શી તેઓ અભિનય કરે છે... જાણવા મળ્યુ છે કે આ બધાં ડ્રગનું સેવન કર્યા પછીજ ચોટદાર અભિનય કરી શકે છે.
બોલો ડ્રગ વિનાતો એ લોકો પરફોરમન્સ નથી આપી શકતાં એવા પોણીયા અભિનેતા-અભિનેત્રીને આપણે આપણાં જીવનનાં આદર્શ બનાવી બેસીએ છીએ.
આપણો આજનો સમાજ, યુવાન કઇ દીશામાં જઇ રહ્યા છે. આ ડ્રગનું વ્યસન છોડાવવા માટે કેવા કેવા પ્રયત્ન અને ઉપચાર કરવા પડે છે. અને આટલું ખૂબ મોંઘુ અને નશાકારક દ્રગ ચરસ-ગાંજો કેટલાં બધાં પૈસા આપવા ચૂકવવા પડે છે.
એક વખત એની લત લાગ્યા પછી એ કદી છૂટતી નથી અને નશો કરનાર દિવસે દિવસે બરબાદ થતો જાય છે પોતાની જાત, તબીયત, કુટુંબ, કારકીર્દી, ઇજ્જત બધુજ ગુમાવી બેસે છે.
એક વખત શોખ માટે વાપરેલું ડ્રગ પછી ગળાનો ફાંસો બની જાય છે એની તલપ ટેવ એવી પડે છે કે એ મેળવવા માટે કંઇ પણ સાચું ખોટુ કામ કરવા તૈયાર થઇ જાય એમાં સમાજમાં અનેક ગુનાઓ વધી ગયાં છે. છેડતી આપધાત ખૂન, બળાત્કાર, અપહરણ આવા અનેક ગુનાઓ જન્મ લે છે.
અત્યારે મીડીયામાં બસ આજ ગાજી રહ્યુ છે ખૂબજ પ્રસિધ્ધ અને સફળ અભિનેત્રીઓ આનું સેવન કરે છે અને પોતાનું જીસ્મ-દેહ ચૂંથવા માટે સોંપી દે છે નથી શરમ-સંકોચ કોઈ પસ્તાવો અને ધીમે ધીમે આ ધીમુ ઝેર આખાં સમાજમાં પ્રસરી રહ્યું છે. ફીલ્મી સીતારાઓ અને અભિનેત્રીઓ, ધંધાકીય રોજગારે બધાંજ ડ્રગનાં ચક્કરમાં ફસાયા છે.
કેટલીયે હીરોઇનો આ ડ્રગનું સેવન કરવા માટે પૈસા ઉભા કરવા પોતાનો દેહ સુધ્ધાં સોંપી દે છે અને ધીમે ધીમે બરબાદ થઇ જાય છે.
બધી અભિનેત્રી, અભિનેતાઓ ગ્રુપ બનાવીને ગ્રુપમાં ડ્રગનું સેવન કરે છે અને પરાકાષ્ઠાનો એ છે કે ડ્રગ લે છે તો એ જરૂર મોટો માણસ હશે તો એને પોસાતું હશે. એકબીજાનાં વાદે ચઢીને નવોદીત સિતારઓ પણ બરબાદ થઇ રહ્યાં છે.
બધાને પોતાનું નામ કરવુ છે ઇજ્જત કમાવા માટે ખબર નહીં કેવા કેવા ધંધા કરે છે આને અટકાવવામાં નહીં આવે તો આજનાં યુવાન ખોવાઇ જશે બરબાદ થઇ જશે.
આ એક સાચી રીતે કહીએ તો ડ્રગ છોડો દેશ બચાવો એક બેનર નીચે બનીને ચાલુ કરી લીધો લોકોને જાગ્રત કરવા અનેક ઉપાયો કરવામાં આવે છે.
આજ સુધીમાં ઘણાં યુવાનોએ હારી થાકીને સુસાઇડ કરી લીધાં છે ખબર નહીં આ દેશને ક્યાં દોરી જશે.
આ ડ્રગનાં સેવનમાં અને કૌભાંડમાં રાજકારણીઓ પણ બાકાત નથી ખબર નહીં આ નશામાં શું મળે છે ? શા માટે બરબાદ થઇ રહ્યાં છે ?
બધાને એક પાઠ મળવો જોઇએ અને આ નાગ ચૂડમાંથી છૂટકારો મેળવવો જોઇએ ડ્રગ નામનાં આ ઠગને, શઠને તાત્કાલીક દૂર કરવો.
આપણે આશા રાખીએ કે પોલીસ ખૂબ જ કાળજીથી કોઇનો પક્ષ રાખ્યા વિના આ દૂષણ દૂર કરે આમાં કોઇ ભ્રષ્ટાચારના આચરે નહીતર પોતાનો દેશ સમાજ બદનામ થશે. સંપૂર્ણ સાહજીક બિનપક્ષીય પ્રમાણીક તપાસ થાય અને યુવાનોને નાગચૂડમાંથી છોડાવે..... અસ્તુ...
દક્ષેશ ઇનામદાર.