Featured Books
શ્રેણી
શેયર કરો

દીલ ની કટાર - અભિવ્યક્તિનું અંધારું

દીલની કટાર
"અભિવ્યક્તિનું અંધારું"
પ્રિન્ટ મીડીયા અને ડીજીટલ મીડીયા અત્યારે જોરશોરથી ગાજી રહ્યાં છે જાગી રહ્યાં છે બધાંને જગાડી રહ્યાં છે સુશાંતસિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા ? એ પ્રશ્ન ઘણો જટીલ થઇ રહ્યો છે અને એની તપાસ અંગે મુંબઇ પોલીસનાં માથે માછલાં ઘોવાઇ રહ્યાં છે. એ લોકોએ તટસ્થ પણે કોઇ તપાસજ નથી કરી.
જ્યારથી સુશાંતનાં પિતાએ બિહાર પોલીસ એટલે કે પટણામાં એનાં ખૂન થયાની ફરિયાદ નોંધાવી કારણ કે મહારાષ્ટ્ર પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ હતી અને છેવટે બિહાર સરકારની વિનંતીથી આ કેસ સીબીઆઇને સપ્રુત કરવામાં આવ્યો.
ક્યાંય સુધી કાયદાકીય પેચ લડાવ્યા છેવટે સુપ્રિમકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે સુશાંતસિંહનો કેસ મહારાષ્ટ્ર એટલે કે મુંબઇ પોલીસ પાસેથી લઇ લેવામાં આવે અને સીબીઆઇને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવે અને સુંશાંતને અનુલક્ષીને જે કોઇ બીજા કેસ હોય તે પણ સીબીઆઇ જ જોશે તપાસ કરશે.
જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ એમાંથી જાણે રહસ્યનો પીટારો ખૂલ્યો હોય એમ નવા નવા ફણગાં ફૂટી રહ્યાં છે. રીયા મુખર્જી જાણે સાવ નિર્દોષ હોય એમ એણે કોઇ ચેનલ પણ ઇન્ટરવ્યુ આપવો અને એ ઇન્ટરવ્યુ જોતાં સમજાઇ જતું હતું કે આખો ઇન્ટરવ્યુ સ્ટ્રીપટેડ છે પ્રીપ્લાન કરેલો છે જાણે રીયા સતિસાવીત્રી છે.
પરંતુ સત્યનો હંમેશા વિજય થાય છે ભલે ધીરજ રાખવી પડે... એ ઇન્ટરવ્યૂનાં 4 દિવસમાં તો બધો ભાંડો ફૂટી ગયો અને NCB નાકોર્ટીસ સેન્ટ્રલ બ્યુરોનાં અધિકારીઓ સામે પોપટની જેમ કબૂલાત કરવા માંડી એનું કારણ એ હતું કે એનો ભાઇની NCB દ્વારા ઘરપકડ થઇ ચૂકી હતી અને એની સાથેનાં બીજાં મળતીયાં પેડલર્સને પણ એલોકોની વોટ્સએપ ચેટ દ્વારા સાબિતી-પુરાવા મળ્યા અને ઘરપકડ થઇ ગઇ બધાની જુબાની લેવાઇ સવાલ જવાબ થયા અને સતિ રીયાને બધાની સામે પ્રશ્ન પૂછાતાં કબૂલાત કરવી પડી...
કોર્ટ સામે રજૂ કરતાં કોર્ટ 15 દિવસની જ્યુડીશીયલ કેદની સજા ફટકારી અને ભાયખલા જેલમાં સતિ બધાં પ્રશ્નોનાં જવાબ આપી રહી છે. અને એનાં સંપર્કમાં આવેલાં અને એ જેનાં સંપર્કમાં આવીને ડ્રગસનો ઉપયોગ - હેરાફેરીએ અને એનો ભાઇ કરી રહેલાં બધી લીડ મળી ગઇ ચે હવે નવા નવા ફીલ્મી સ્ટારોની અંદર સંડોવલી બહાર આવી રહી છે જેમ જેમ નામ બહાર આવતાં જાય છે એમ સોંપો પડી ગયો છે અને રાજકારણીઓ પોતાનાં હિતેચ્છુ ફીલ્મી સ્ટારોનો બચાવવા પાછલા બારણે મેદાને પડ્યાં છે પરંતુ આ વખતે કોઇ બચે એવું લાગતું નથી કારણ કે શેરની સામે સવાશેર મોદી સરકાર માથે બેઠી છે બધુ જોયાં કરે છે એ પ્રમાણે સાચું મોનેટરીંગ થતું હોય એવું લાગે છે.
આજે સવારે તો દીપીકા પાદુકોણ, શ્રધ્ધા કપુર સારા અલીખાન, જેવાં ધુરંધર પ્રસિધ્ધ નામોનો ઘટસ્ફોટ થયો છે ત્યાં અત્યાર સુધી સમ સમીને ચૂપ બેઠેલાં બોલવા માંડ્યા છે એમાં પોતાની આગવી અભિવ્યક્તિ રજૂ કરવા ટેવાયેલાં શ્રીમતી જ્યા બચ્ચને ત્યાં સુધી કહી દીધું યુ.પી.નાં સાસંદને કે જે થાળીમાં ખાવ છો એમાં છેદ કરો છો ?
એટલે જયાજી કહેવા શું માગે છે ? કે જેમ ચાલે છે એમ ફીલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં ડ્રગ્સનું ચાલવા દેવાનું ? એમને જાણ નથી કે આ સામાજીક દુષ્ણ છે અને કોણ ફેલાવે છે ?
અંધારી આલમનાં ખરેખાં ભાઇલોક દુબઇથી દાઉદનાં માણસોનો એકચક્રી શાસનનો આ ડ્રગનો ધંધો છે ?
તમે ડ્રગ એડીક્ટ બની કોને પૈસા ચૂકવો છો ? અને દેશનું યુવા ધન બરબાદ થઇ રહ્યું છે અને આખુ બોલીવુડ એ નાપાક હાથોમાં જકડાઇ રહ્યું છે ખબર નથી ?
જ્યાજી ને ખબર છે એમની દીકરી શ્વેતાનાં કેવાં કેવાં ફોટાં મીડીયામાં ફરી રહ્યાં છે ? બેફામ નશો કરી ભાન ના રહે એવાં અને પાર્ટીઓમાં મશગૂલ કેવાં બિભસ્ત ચાળા કરે છે.
અભિવ્યક્તિ સાચી અને ઉજાસવાળી ભલુ કરનારી હોય અંધારી નહીં બોલવું એટલે બોલવું પણ શું બોલવું એનુ ભાન છે ? આજનાં કહેવાતાં બુધ્ધીજીવીઓને કે સેલીબ્રીટીને ? અંતે સત્યમે જય જ છે સત્યમેવ જ્યતે ભારત માતાકી જય... જયહિંદ....