DIL NI KATAAR -BIJANI NAJRE books and stories free download online pdf in Gujarati

દિલ ની કટાર...-“બીજાની નજરે

દિલની કટાર...
“બીજાની નજરે”...
આપને થશે..આ કેવો વિષય? બીજાની નજરે? આજ સાચો વિષય છે..આપણાં વ્યવહારમાં ,સમાજમાં, ન્યાતજાતમાં બધાને એકજ પ્રશ્ન હોય છે..બીજાની નજરે..બીજા શું વિચારશે કહેશે..આવું થાય ? કે નહીં?..
આ બીજાની નજરે..બીજા શું વિચારશે કહેશે એ મોટો રોગ છે. એજ આપણી સ્વતંત્રતા છીનવી લેતો પ્રશ્ન છે.
બીજા શું વિચારશે કે એમની નજરોમાં કેવા દેખાઈશું એ બધી ચિંતામાં આપણી આગવી લાક્ષણિકતા અને સ્વતંત્રતા ખોઈ બેસીએ છીએ. જીવનશૈલી જ ગુમાવીએ છીએ જે આપણે વિચારી હોય. એક લાક્ષણિક કર્મ અને ક્રિયાને બગાડી બેસીએ છીએ.
સ્વયંભૂ થતાં સારાં સાચાં વિચારને કચડી બેસીએ છીએ જે આપણી આગવી લાક્ષણિકતા ગુમાવી દંભ થઈ જતો હોય છે. જે કરવું હોય એ ના કરી બધું વ્યર્થ કરીએ છીએ. આપણું કર્મ બગાડી બેસીએ છીએ.
સામે વાળો આપણાં માટે શું વિચારે છે? એ આપણી નજરે જુએ છે? ના એ એના સ્વાર્થ પ્રમાણે જ વર્તશે. કોઈ કોઈ માટે જીવતું મરતું નથી.
બીજાની નજરે અને અભિપ્રાય જોઈને કામ કરશું તો સફળતા નહીં મળે ના સંતોષ. જેમાં આત્મવિશ્વાસ હોય એ કાર્ય અટક્યા વિના કરવુંજ. નહીંતર દુનિયા આગળ નીકળી જશે અને આપણે ત્યાંનાં ત્યાં જ.
સમાજમાં અમુક વ્યક્તિઓ અને આખો સમૂહ એવો હોય છે કે જેઓ બીજાની પંચાત અને કુથલીમાંથી ઊંચા જ નથી આવતા. વહાણ એમનું ડુબે છે સલાહ આપણને આપતા હોય છે.
કોઈ કંઈ સારું કરી રહ્યું હોય એની ઈર્ષા કરી નિંદા કરવી..એનાં ટાંટિયા ખેંચી નીચે પાડવો એનીજ ચિંતામાં હોય છે. ના પોતાનુ ભલું કરે ના બીજાનું..
“બીજાની નજરે” સ્ફુરતો વિચાર જ કાઢી નાંખો. આ દુનિયામાં એકલા આવ્યા છીએ એકલાજ જવાના છીએ. જયાં સુધી ખિસ્સામાં માલ છે બધાં તમારાં છે જેવો માલ ખલાસ એવાં બધાં સબંધ ગાયબ.
સ્વાર્થની આ દુનિયામાં સજાગ રહો..તમારે કરવું છે એજ કરો તમારાં મનથી સાચું છે એને જ વળગી રહો..કોઈનો અભિપ્રાય કંઈ પણ હોય તમારાં નિર્ણય પર અસર ના થવા દો..
સર્જનાત્મક વિચારોમાં નિર્ણયત્મક રહો.. કુદરતને અપાર પ્રેમ કરો.. પ્રેમ કરો છો પ્રેમ કરો ફરી મળશે કે કેમ એવો પ્રેમ કરો. તમારાં પ્રેમને લક્ષ્યાંકને સમર્પિત થાવ.. બીજાના વિચારોને તમારાં પર હાવી ના થવા દો.. તમે માનેલાં સત્યને વળગી રહો.
યા હોમ કરી કૂદી પડો ફત્તેહ છે આગે...કહેવત છે. “ માંહી પડ્યાં એ મહાસુખ માણે દેખણહારા દાઝે જોને”.. “ બીજાની નજરો” ને ખંખેરી લગે રહો...તમારાં લક્ષ્યને જ ધ્યાનમાં રાખો.
ખુદના વિચાર ખાસ હોય છે એવો આત્મવિશ્વાસ રાખીએ. સામે કંઈ પણ આવે ના ડરીએ ના અટકીએ.. કોને ખબર છે કોણ સાચું? આજે સાચો નિર્ભિક અભિપ્રાય આપનાર ક્યાં છે? નીચે પડે એને ઉઠાવી ફરી ચાલતો કરનાર ક્યાં છે? સહુ બસ દોડમાં છે.. કેમ દોડે છે કોઈને ખબર નથી..બસ કંઇક મેળવવું છે..શું ખબર નથી અને એ ગાજર લૂંટવાની દોડમાં સહુ ચરિત્ર પણ ભૂલે છે અને ખુદની નજરમાંથી પણ ઉતરે છે.. કોઈ કામનાં કે ચારિત્ર્યનાં રહેતાં નથી.
જેવી તમને સફળતા મળશે “બીજાની નજર” પણ બદલાઈ જશે. બીજાની નજરે તમે જોતાં હશો તો તમારી શ્રુષ્ટિ અને દ્રષ્ટિ બન્ને બદલાઈ જશે. બીજાની નજર નીચી કરાવી તમારી નજર ઊંચી રાખો.
જેનાં લક્ષ્ય હિમાલયથી પણ ઊંચા છે એને કોઈની નજર કે વિચાર ટોકી નથી શકતાં રોકી નથી શકતાં. સમય ઓછો છે અરમાન ખૂબ છે બસ વળગી રહો..કર્યા કરો જે મનમાં છે પૂરું કરો.
જે પોતાની નજરમાં ગૌરવ અનુભવે એને ઈશ્વર પણ પસંદ કરે છે. જે પોતાની જ નજરમાંથી ઉતરી જાય છે એને ક્યાંય સ્થાન હોતું નથી. “પોતાની નજરે” જુઓ “બીજાની નજર” ને ભૂલો.
બીજાની નજરમાં દિવસ હોય કે રાત..
આપણે માનીએ એજ દિવસ એ રાત..
કર્મમાં નિષ્ફળતા કે મળે સફળતા...
એ આગવી છે આપણી ઓળખાણ...
ખુદની નજર હિમાલયથી ઉંચી...
સફળતા ચુમતી ચરણોને ગમતી.
દક્ષેશ ઇનામદાર.”દિલ”..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED