રેમ્યા 5 - ઘરની રોનક Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેમ્યા 5 - ઘરની રોનક



રેમ્યા ગઈ, જાણે રોનક ગઈ, એક ઉદાસી મૂકતી ગઈ હોય એમ ઘરમાં આજે વાતાવરણ તંગ હતું. એનું નિષ્ઠુર નસીબ કેમ આમ રુઠાયું હશે એની વિડંબના ત્રણેયના મનમાં ચાલતી હતી. મયુરને ઈશ્વર પર ઘણી આસ્થા હતી, એ એવું માનતો હતો કે એને કોઈનું કઈ બગાડ્યું નથી તો એને પણ બધું સારું મળી જશે. એ આમ તો શાંત રહીને પણ એને માટે દિલથી અશાંત હતો. ખબર નહિ કેમ એને આટલી બધી લાગણી છે એના માટે? કોઈ અજાણ વ્યક્તિ, બે દિવસની પહેચાન અને આટલી બધી આત્મીયતા એ સમજી શકતો નહોતો.છતાં એનો સાથ એને ગમતો હતો.

રેખાબેન અને નીરજભાઈના મનએ બાળકી પ્રત્યેની સહાનુભૂતિ ઘણી હતી, એનું સારું થાય એની ભાવના જાગૃત હતી. આલેખભાઈ અને પ્રેમલતાબેનના સ્વભાવના લીધે એ એમના શુભચિંતક બની ગયા. હજીય માણસાઈના દિવા બધે પ્રગટે છે અહીં જે ઉજાગર થતા હતા.આલેખભાઈના ગયા પછી મયુર પાછો સુવા જતો રહ્યો.

ને અહીં આલેખભાઈ પણ ઘરે આવીને રૈમ્યાને સુવડાવવા આપી મૈત્રીને, મૈત્રીએ એને થોડું ખવડાવીને સુવડાવી દીધી, એ થાકી હતી એટલે ઘોડિયામાં ઝુલાવતાની સાથે મીઠી નીંદર સંગ વિહરવા લાગી એની માસુમિયત સાથે.

"આજે તો આવવું જ નહોતું રૈમ્યાને ઘરે રોજની જેમ"

"જબરું ફાવી ગયું છે નહિ ત્યાં?" - પ્રેમલતાબેન એ કહ્યું.

"ક્યાં?" - મૈત્રીએ કુતુહલવશ પૂછ્યું.

"હું લઇ ગયો હતો ને રૈમ્યાને રમવા સામેની વિન્ગમાં નિરાજભાઈના ઘરે ત્યાં..."

"રોજ જ જાય છે હમણાં ત્રણ ચાર દિવસથીએમના એમના ઘરે."

"ઓહ્હ એવું છે? કોણ નાનું છે કોઈ એમની ઘરે?"

"ના બેટા, એમનો છોકરો મયુર છે, એ રમાડે એને, બહુ માયા થઇ ગઈ છે એની જોડે." મૈત્રીને એમ કે કોઈ નાનો છોકરો હશે જેની જોડે રમતી હશે.

"જોબ કરે છે એ પણ હમણાં વિકેન્ડ હતું તો ફ્રી હતો તો લઇ જતો."

"સારું, રૈમ્યાને મજા આવતી હશે ને?"

"બહુ જ, એની જોડે હો તો આવતી જ નથી કોઈની જોડે, જાણે એને વર્ષોથી ઓળખતી ના હોય એને એવું કરે છે!"

"આટલું બધું?"

"હા, બે ત્રણ દિવસમાં જ આટલી બધી માયા થઇ ગઈ છે એને...."

"સંભાળ પ્રેમલતા, મૈત્રીને એમના ઘરે લઇ જવાનું કીધું છે, ચા પાણી માટે..."

"હા, એ હા પડે તો જઈશું રૈમ્યાને રામાડવાનાં બહાને."

"શું મમ્મી તું પણ હા.... અત્યરે લોકડાઉનમાં કોઈના ઘરે થોડી જવાય?" મૈત્રીએ વાત વચ્ચેથી કાપીને ના ભણાવી દીધી ટૂંકમાં....

"પણ બેટા, જો રેમ્યા તો રોજ જ જાય છે એને ક્યાં નડે છે લોકડાઉન? અને આમ કૅમ્પસમાં તો ફરી શકાય, એમાં કઈ કોરોના ના આવી જાય."

"પણ મમ્મી કોરોના કઈ પૂછીને નથી આવવાનો આપણા ઘરે!"

"સારું, તને જે યોગ્ય લાગે એ, તું ના આવતી અમે જઈશું રૈમ્યાને લઈને તો.એને તો ત્યાં ગમે છે."

"ભલે, લઇ જજો, પણ સાચવજો." આમ પોતે નહિ અવવાની વાત મનાવી લીધી.બહુ જિદ્દી હતી મૈત્રી એમ તો.એનું ધારેલું કરવાની આદત હતી એને, કેમ ન હોય પહેલેથી એ એકલી હોવાથી બધા કોડ પુરા કરાવ્યા છે તો આલેખભાઈ તો! લાડકી હતી એ ઘરમાં પહેલે થી.પરંતુ એ એમની ભાવના સારી રીતે સમજી જતી. ભલે એને અત્યરે ના પડી દીધી હતી પણ જવાના સમયે એ એમના દયામણા ચહેરામાં થાપ ખાઈને જશે એ પણ નક્કી હતું. એના મન એના માબાપ સર્વસ્વ હતા, એમની વાત ભલેના માને પણ એમને દુઃખ થાય એ પણ ના જોઈ શકે.

હમણાંથી જ્યારથી જીગરકુમારને એવું થયું ત્ત્યારથી એની દશા ખુબજ નાજુક હતી.એની સીધી અસર એના સ્વભાવ પર પડતી હતી, એ ગુમસુમ રહેવા લાગી હતી, એની મસ્તીભરી આંખોમાં ગમના આસુંઓ સુકાતા નહોતા. એના એક બોલથી ઘરમાં આનંદ વ્યાપી જતો એજ સ્વભાવ હવે ચીડચીડીઓ થઇ ગયો છે જરા...એની મુસ્કાનની કામ હવે રોજ વર્તવા લાગી હતી. એને અંતઃકરણ થી હજી એ દુઃસ્વપ્ન દૂર થયું નહોતું. એના મનમાં હજી જીગર જ જીગર છે. એક વર્ષ ઉપર થઇ ગયું છતાં એનો પ્રેમ ઓછો નહોતો થયો, એ એમની યાદોમાંથી ઉભરતી જ નતી, અમુકવાર તો એને રૈમ્યાનો પણ વિચાર નહોતો આવતો અને એ એકલી ગુમસુમ બેઠી હોય, એની આ દશા જોઈને જ આલેખભાઈ એને બીજે થામ મોકલવા માંગતા હતા,જેથી એ બધું ભૂલે ને એની જિંદગી ફરી પહેલાની જેમ જીવવા માંડે.

પહેલાની મૈત્રી એટલે એ જે એકદમ બિન્દાસ્ત, નદીને ઉછળતી હંમેશા, એના હાસ્યથી દરેકના મન પર કાબુ મેળવનારી, એની ચબરાક અંખોમાંની મસ્તી એ જ એની ઓળખાણ, એની સુંદરતા એકદમ કોઈને પણ આંજી નાખે એવી, એની દરેક છટા લયબદ્ધ અને મનમોહક! દિલો પર રાજ કરી દે એવું એની વાણી, એના રૂપ કર પણ એની વાકછટા વધારે કાતિલ હતી. એના જેટલા વખાણ ઓછા કરીએ એટલા ઓછા! એની જ કદાચ એને નજર લાગી ગઈ હશે કદાચ, એની ખુશીઓને જીરવાઈ નહિ હોય ખુદ ઈશ્વરને પણ....એના દુઃખનો સંહાર કરનાર જ અત્યરે તો એની કસોટી કરી રહ્યો છે. એ કસોટીમાં રેમ્યા પણ ક્યાંકને ક્યાંક ભાગીદાર છે...મૈત્રીના બધા ગુણો આબેહૂબ રેમ્યામાં કંડારેલ છે પ્રભુ એ, તો એની કસોટી પણ કંડારશે જ ને! હવે તો રૈમ્યાનું નાસી અને મૈત્રીની કસોટીની જીત થાય એ ઇચ્છનીય રહ્યું.

……………………………………………………………………………………………