Featured Books
શ્રેણી
શેયર કરો

રેમ્યા - 6 - મૈત્રીની વેદના

રેમ્યા સાંજે રમતી હતી બધા જોડે, મૈત્રી એની જોડે બેઠી હતી, એની નટખટ અને નિર્દોષ રમત સંગ. જરા ઉદાસ હતી, ઉદાસીનું કારણ હવે કોઈ નવું નહોતું એની પાસ. એ ભલે રેમ્યા જોડે બેઠી હતી પણ એનું ચિત્ત બીજી દુનિયામાં નિસાસા સાથે ભ્રમણ કરતુ હતું. પ્રેમલતાબેન ને એનો અણસાર હતો છતાં એ કઈ કહી સકતા નહોતા, એના મગજને બીજે ક્યાંક પરોવવા એમને પ્રયાસ કર્યો.," મૈત્રી, સંભાળને...."

"હા...." જરા હબકીને કોઈ સ્વપ્નમાંથી જાગી હોય એમ મૈત્રીના વિચારવંટોળમાં ભંગ પડ્યો.

"મારે તને કંઈક કહેવું છે."

"શું?"

"પણ દિકરા, તું ગુસ્સોના કરતી હા મારા પર..."

"બોલ ને, મને ક્યાં ગુસ્સો આવે છે હવે તો."

"તારા માટે નહિ પણ રેમ્યા માટે થઈને આગળ કંઈક વિચારને બેટા...."

"શું વિચારું?" જરા ગરમ થઈને મૈત્રીએ જવાબ આપ્યો.

"જો પછી મને કહે છે કે હું ગુસ્સો નથી કરતી." પ્રેમલતાબેન એ જરા કટાક્ષમાં એને કહી દીધું.

"સોરી, મને આ વાતને લઈને તું ઘડી ઘડી કહે છે એટલે...."

"પણ દીકરા, હું તારા માટે જ કહું છુ ને! તારી આ દશા મારાથી નથી જોવાતી."

"પણ મમ્મી મને સામે વાળું પાત્ર સારું જ મળશે એની શું ગેરંટી? અને હું જીગરને નથી ભૂલી સકતી, મારા માટે એ હજીય જીવે છે."

"તારી વાત સાચી, જીગરકુમાર જ છે તારા દિલમાં,પણ પ્રભુને જે યોગ્ય લાગ્યું એ સ્વાકાર્યએ છૂટકો છે તું જ કહે?"

"તો હું ભૂલી પણ જાવ રૈમ્યાને માટે થઈને, પણ એવું કોઈ પાત્ર છે તારી નજરમાં જે મને અને રૈમ્યાને અમારો ભૂતકાળ ભૂલીને સ્વીકારી શકે?"

"એ તો તું હા પડે તો અમે શોધીએ ને! અને અમે એવું પણ નથી કહેતા કે અમે કહીએ એ જ સાચું, તારી નજરમાં કોઈ હોય જેના પર તને વિશ્વાસ હોય તો અમને સ્વીકાર્ય છે."

"મારા મન તો જીગર થી વધારે વિશ્વસનીય કોઈ નહોતું મારા માટે, મેં કોઈ દિવસ એવું વિચાર્યું પણ નહોતું."

"બેટા, પણ કુદરતના કાળને કોણ રોકી શકે? જ થયું એ દુઃસ્વપ્ન સમજીને ભૂલી જા."

"ને એની યાદોનું શું? અમારા પ્રેમનું શું?'

"બેટા એ તારે આગળ વધવું હોય તો સમેટી લેવું પડે એક મુઠ્ઠીમાં, રૈમ્યાનું ભવિષ્ય જો હવે, ભૂતકાળ ભૂલવામાં જ તારું ભલું છે."

"તમને યોગ્ય લાગે એમ." એકદમ વિવશતા સાથે અને રૈમ્યાને લઈને એને જવાબ આપ્યો. હજીય મનમાં અચકાટ જ હતો.

"તારું ભલું થાય અને તું ખુશ રહે એ જ અમારે જોવું છે, તારા આંસુઓ લુછવાવાળું કોઈ મળી જાય અને તને અને રૈમ્યાને ખુશીઓથી સજાવી દે એના માટે હું રોજ જ પ્રાર્થના કરું છું ઈશ્વરને!"

મૈત્રી મૌન રહી, એ હજી આ બધું સહજતાથી સ્વીકારી શકે એમ નથી. રેમ્યાનું જીવન હવે એના હાથમાં છે એ વિચારીને અત્યરે એ ચૂપ થઇ ગઈ, એને હા તો પડી પણ એ દિલ થી કોઈને સ્વીકારી શકશે કે નહીં એને ખબર નહોતી. એને બસ રૈમ્યાની જ ચિંતા હવે સતાવ્યે રાખતી હતી, એ જેમ જેમ મોટી થતી હતી એમ એમ એના પણ સવાલો ઉઠશે, એના વિચારો હવે મૈત્રીના દિલને ઠંઠોરતા હતા. અત્યરે તો એ ફૂલ અણસમજ છે, સમજાણી થશે બીજા બાળકો સાથે એના પપ્પાને જોડે એટલે એની પણ ખેવના એ જંખસે. એને પણ પેરન્ટ્સ મિટિંગમાં લઇ જવા સથવારો જોઈશે, એની જોડે રમવા માટે એક એવો સાથ જોશે જે એને કશું કહ્યા વગર સમજી લેશે, એને દર લાગે એ વખતે પાછળ છુપાવા માટે એ સાથ જોશે જેમાં એ પોતાની જાતને એકદમ સલામત જાણી શકે, આ બહુ મૈત્રી પોતે પણ આપી શકતે, પણ એક પાપાની ગરજ એક પાપા જ કરે એ ઉત્તમ હોય! આવા બધા વિચારોમાં ખોવાયેલી એ જરા રૈમ્યાને વશીભૂત થવા માંડી.

આલેખભાઈ આવ્યા, એ અંદર રૂમમાં એમની ડાયરી લખતા હતા, માં દીકરીની વાતો સાંભળતાતી હતી એમને શી પાતળી, એમને અણસાર આવી ગયો હતો કે પ્રેમલતાબેન એને સમજાવે છે, એમને મોકાનો લાભ લઈને એની સમજાવટના સુર રેલયા, એ કઈ બોલ્યા નહીં પણ સવારની મહેતા ફેમિલીની સમજાવટવાળી વાતને લઈને તાપસી પુરી,"પ્રેમલતા શું કરો છો?"

"કઈ નહિ, જોવો બેઠા હતા રૈમ્યાને લઈને." પણ પ્રેમલતાબેનની આંખ વાંચી લીધી હોય એમ બધું સમજી ગયા એ.

"તો ચાલો ફ્રી હોઈએ તો જઈએ રૈમ્યાને લઈને આંટો મારતા આવીએ ક્યાંક."

"ક્યાં જવાનું આવા વાતાવરણમાં? પોલીસ ડંડા મારશે હા." એમને પતિદેવની ફીરકી લેતા હોય એમ મજાકમાં કહ્યું, અને જોડે સમજી પણ ગયા એ રેખાબેનના ઘર તરફ જવાના ઇશારાને પણ!

"ના હવે, અહીં નીચે ગાર્ડનમાં ફેરવી લાવીએ બચ્ચાને." કહીને રૈમ્યાને બાબા જવાનો ઈશારો કર્યો. એ પરી તો બહાર જવાના ઇશારાથી જ ઉછાળવા માંડી, મૈત્રીના ખોળામાં હતી તે સીધી ભાખોડીએ દોડતી આલેખભાઈના પગ પાસે, ઉભી થઈને એમને ઉંચકવાનો ઈશારો કરવા માંડી.

"આ જોતો ફરવાવાલી, કેવી જતી રહી મારી જોડેથી, તમે આને ફરકણી કરી નાખશો." -મીઠો ઠપકો આપતા મૈત્રીએ કહ્યું.

એ દંપતી રૈમ્યાને લઈને જવા તૈયાર થઇ ગયું, એમના પહેલા રેમ્યા! આલેખભાઈ એ મૈત્રીને આવવા આમન્ત્ર્ણ આપ્યું, પહેલા તો એનેના પડી દીધી, પણ વધારે કહેવા પર એ ગઈ નીચે એમની સાથે.

........................................................................................................................................