રેમ્યા 7 - પરિવાર મિલન Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેમ્યા 7 - પરિવાર મિલન

રૈમ્યાને લઈને નીચે આવતા જોઈને પાર્કિંગની બાજુના બાંકડા પર બેઠેલા નીરજભાઈની નજર એમની પર પડી, એ ઉભા થયા અને રેમ્યાને મળવા આવ્યા, રેમ્યા પણ એમને જોઈને ખુશ થઇ ગઈ, એને તો એમ જ કે હવે એમના ઘરે જવાનું હશે. આલેખભાઈએ નિરાજભાઈને મૈત્રીની ઓળખ કરાવી, મૈત્રી એમને મળી, પહેલી વાર મળી એટલે બહુ વાતચિત્ત ના કરી એમને, બસ થોડી ઘણી ઓફિસની અને કોરોનનાં કહેરની. મૈત્રી રૈમ્યાને લઈને ગાર્ડન બાજુ લઇ ગઈ, વડીલો હજી ત્યાં જ ઉભા હતા, જાણે એમને બધાએ માં દીકરીને લઇ જવા હોય રેખાબેનની મુલાકાતે! રેમ્યા એ પણ જાણે એમાં સાથ પુરાવાની તસ્દી લીધી હોય એમ મૈત્રી જોડે ગાર્ડનમાં જઈને રડવા લાગી, બધા ઉભા હતા એ બાજુએ મીટ માંડીને રડવા લાગી, એના એ રુદનમાં દર્દ નહોતો અત્યરે, માત્ર ઢોંગ હતો એની જીદ પુરી કરવા માટેનો.

મૈત્રી એને લઇ ગઈ ત્યાં,'' જોને મમ્મી રેમ્યાને અહીં જ આવવું હતું"

"હા, અમને ખબર, એને શું કરવું છે?"

"શું?" મૈત્રી માં થઈને પણ ના સમજી શકી, એમ નાની ને સમજાવી દીધું.

"એને મયુરને મળવા જવાની જીદ છે એને એમ જ છે કે આપણે એને ત્યાં લઇ જઈશું."

"સારું લઇ જાઓ." મૈત્રીએ રૈમ્યાને પ્રેમલતાબેનના હાથમાં આપી. પેલી પણ ચૂપ એકદમ. પણ મૈત્રીના મનમાં એક સવાલ ઉઠ્યો, કે આ મયુર કોણ છે? શું જાદુ કરી દીધો છે મારી દીકરી પર?

"કેમ દીકરી? તું નહીં આવે અમારા ઘરે? સુ કરીશ ઘરે પણ એકલી રહીને? - નીરજભાઈ એ મૈત્રીને આમંત્રણ આપ્યું.

"ના અંકલ, આ બધા આવે જ છે ને!"

"તો તું આ બધાથી જુદી છે? ચાલ આવને પછી નોકરી ચાલુ હોય ત્યારે મેળ ના પડે."

"સારું." નિરજભાઈની વાતને એ ટાળી ન શકી ખબર નહીં કેમ....બધા ચોથા માળે પહોંચ્યા. રૈમ્યાના મીઠા લવારા અને એની મયુરને મળવાની તલપથી અવાજ મોટો જણાતો હતો.રેખાબેન સોફા પર બેઠા બેઠા કંઈક ચોપડી વાંચતા હતા. રૈમ્યાના અવાજથી દરવાજો ખોલી દીધો. ને રેમ્યાnનેટો આવતાવેંત મેડમ મોકળું મળી ગયું.

વડીલો માટે તો આ બધું સહજ હતું, પણ મૈત્રી માટે નવું, એ તો રૈમ્યાને જોઈ જ રહી ઘડીક. એ નાનીના હાથમાંથી ઉતારીને ભાખડીએ દોડતી મયુરના રૂમ તરફ દોટ મૂકી, દરવાજો આડો હતો એ ધકેલી કાઢ્યો, ને એની પાસે જઈને સવારની જેમ મારવા લાગી, થોડી વાર થઈને એ મયુરને જગાડીને લઇ આવી. મયુર એને ઉંચકીને એના રમકડાઓ સાથે લઇ આવ્યો બહાર, અને બધું ઢગલો કરીને બેસાડી, એ ફ્રેશ થવા ગયો ત્યાં સુધી. એ આવ્યો ત્યાં સુધી તો રેમ્યા એ જાણે એ બધી વસ્તુ પર એની એકલીનો હક હોય એમ રમવા માંડી.

મયુર ફ્રેશ થઈને આવ્યો, રેમ્યા માં મશગુલ એને ખબર જ નહોતી કે આજે જોડે મૈત્રી પણ આવી છે, હવે ધ્યાન ગયું એનું. એક ઘડી એ સ્તબ્ધ થઇ ગયો. પેલા દિવસે તો માત્ર ઓફીસ જતા જોઈ હતી પણ દુપટ્ટો બાંધેલો હતો તો ખબર નતી. આ તો એ જ મૈત્રી છે જે એના ક્લાસમાં હતી સ્કૂલ સમયે. એ જ જે બધા ટીચર્સની માનીતી. એકદમ બિન્દાસ્ત, હોશિયાર, અલ્લડ એની મસ્તીમાં...એ જ જેને એ પસંદ કરતો હતો અંદરખાને, પણ કદી કહી નહોતો શક્યો. આજે એ સામે જ છે છતાં કશું કહી નથી શકતો, છતાં હિમ્મત કરી,"મૈત્રી તું?"

"તું ઓળખે છે આને?" રેખાબેન એ પૂછી લીધું. બધા વડીલો એકબીજાને જોવા લાગ્યા.

"હા, અમે એક ક્લાસમાં હતા સ્કૂલમાં" મૈત્રી એ બધાને જવાબ આપ્યો.

"સ્કૂલિંગ પછી દેખાઈ જ નહિ કોઈ વાર..."

"હા પછી હું બંગ્લોર જતી રહી હતી સ્ટડી માટે."

"ઓકે, કેવું ચાલે છે?"

'બસ ફાઈન, રેમ્યા અને હું ચાલ્યે રાખીએ." અજીબશા ભાવ સાથે એને જવાબ આપ્યો.

"લે આ લોક તો એકબીજાને ઓળખાતા નીકળ્યા, આપણને એમ કે નહિ જાણતા હોય." નિરાજભાઈએ કહ્યું.

"ચાલો તો એ વાત પર ચા થઇ જાય." રેખાબેન એ ઉભા થતા કહ્યું.

"ના હવે, રહેવા દો, આખો દિવસના હોય ચા, સવારે તો પીધી હતી" - આલેખભાઈએ ના પાડી.

"ના મમ્મી બનાવ, મૈત્રી પહેલી વાર આવી છે ને, મૈત્રી ફાવશે ને તને?"

"ના, એન્ટી રહેવું દો, ધમાલ નથી કરવી."

"એમાં શું ધમાલ, ઘરે આવેલા મહેમાન તો બહુ ઓછાનાં ઘરે આવે, અને એમાંય તું તો રૈમ્યાની મમ્મી છું.અમારી ઢીંગલીની લાડકી!'

મૈત્રીતો રેમ્યા માટેના એટલા બધા ભાવ જોઈને અચંબામાં પડી ગઈ. એ જે રીતે મયુર જોડે રમતી હતી એ જોઈ રહી હતી, મયુર એની એક એક પલ જે દરકાર કરતો એ જોતી હતી, એની જોડે કાલીઘેલી ભાષામાં કરવાની છટા એ મંત્રમુગ્ધ થઇ ગઈ, આ એ જ મયુર છે ને પાછળની બેન્ચ પર બેસીને સુઈ જતો હતો, જેને બધા ડફોળ ગણતા છતાં એક્ષામ માં સારું રિઝલ્ટ લાવતો, તોફાન કરવા ચડે તો બધાને સાઈડ પાર મૂકી દેતો એ જ ને....એક વાર એની નોટ ફાડી નાખી હતી એ યાદ આવી ગયું એને, અને ટીચરનો માર પણ ખવડાવેલો પોતે. એટલો બધો સીધો ક્યારે થી બની ગયો? વિશ્વાસ નતો આવતો એને, આજે એ જ એની દીકરીને રમાડે છે, એ પણ પુરા દિલથી.

આજે એના પર એને માન ઉપજતું હતું. એટલે નહિ કે એ એના સ્કૂલનો સહપાઠી હતો એટલે કે એને રૈમ્યાને થોડા વખત માં એની કરીબ લાવી એને પ્રેમ આપ્યો, લાડ લડાવ્યા, એની દરકાર કરી, એટલો વિશ્વાસ કરાવ્યો કે રેમ્યા એની પાછળ દોડતી જાય છે.

બંને પરિવારો બેઠા હતા, રૈમ્યાની વાતો કરતા તો ક્યાંક કોરોનાની, મયુર અને મૈત્રી આમ તો ચૂપ શા હતા, બોલવું તો ઘણું હતું, પણ એક દીવાલ હતી, એક દુરી હતી, આજે એમની વચ્ચે જે સંબંધ હતો રૈમ્યાના કારણે હતો. રેમ્યા ના હોત તો આજે એ કદાચ મળતે પણ નહિ.

..........................................................................................................................................................