વાયરલ તસ્વીર (ભાગ ૧૭) - સંપૂર્ણ આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાયરલ તસ્વીર (ભાગ ૧૭) - સંપૂર્ણ


રુહની તડપ વધતી દેખાઈ રહી છે વર્ષો અધૂરી તરસ છીપવવા ખાતર રૂહ પોતાના ખુનથી લથપથ શરીરને ઇશી પર ધરબી દે છે. ઇશી પોતાની જાતને બચાવવા ઘણા પ્રયાસ કરે છે પણ બધું વ્યર્થ લાગી રહ્યું છે.
ધીરે ધીરે રૂહ પોતાના અંતિમ ચરણોમાં હવસની એ આંધળી ઈચ્છાની પૂર્તિ માટે હાથ દ્વારા ઇશીના કોમળ જીસ્મને ધારદાર ચપ્પુની માફક પકડીને નિચોવે છે.
ઇશીના હોઠ પર પોતાના હોઠ મૂકી શારીરિક મિલનની પહેલી ક્ષણમાં પોતે હવે સફળ થશે એ ઈચ્છાથી આગળ વધી રહ્યો છે ઇશી પણ પોતે ઘણા પ્રયત્નો કરી આખરે હાર માની વશ થઈ જાય છે. હેલ્પ મી....હેલ્પ મી હેલ્પ મી....
પોકારી રહેલી ઇશી બચાવના શબ્દો પોકારી રહી છે,એટલામાં જ અચાનક એક વીજળીના લીસોટા માફક કોઈ ભગવાનનો શરીફ બંદો ઇશીને બચવવા માટે રૂહ ઉપર આક્રમણ કરે છે. પોતાની ઈચ્છા અધૂરી રહી ન જાય અને ખુદને અટકાવનાર આ રૂહને ગુસ્સો આવી જાય છે અને તે ઇશીને છોડીને પેલા તેજસ્વી તેજ વાળા સફેદ કપડામાં સજ્જ નેક બંદા તરફ
હુંફ ફેંકતો આગળ વધે છે. નેક બંદાના તેજ આગળ રૂહનુ એકપણ ચાલતું નથી. ના છોડશો એને ના છોડશો મારી જિંદગી નર્ક કરી નાખી જીવતે જીવત તો ખરાબ રહ્યો પણ મર્યા પછી પણ પોતાની અધૂરી તરસ છીપવવા આજે અહીં સુધી મને હેરાન કરી રહ્યો છે.
ઇશી ઉભી થઈને પેલા માણસ આગળ રુહને છુટકારો અપાવવાની માંગણી કરી રહી છે.
બેટા ! તું જા અહીંથી એ તને હવે ક્યારેય હેરાન નહિ કરે અને પેલો રહ્યું પવિત્ર પુસ્તક એ લઈને અહીંથી ચાલી જા અને ફરી ક્યારેય આ માણસને યાદ ના કરીશ, પેલો નેક બંદો જાણે ઇશીના દુઃખોને દૂર કરવા આવ્યો હોય તેમ ઇશીને ત્યાંથી આટલું કહી જવા કહે છે.
રૂહ પોતાની તલબને સંતોષવા તથા આ માણસને હણી નાખવા તમામ કોશિશ કરે છે પણ નકામી રહે છે અને આખરે પેલા માણસ દ્વારા ભણેલા મંત્રથી ભસ્મ થઈ આકાશમાં વિલીન થઈ જાય છે.
***
અનિ !! હાંફતી ફફળતી ઇશી પોતાની દીકરી સુધી આવી જાય છે.
મમ્મી શુ થયું...એક ઝૂંપડી જેવા ઘરમાં બેસેલા અનિ રુદ્ર સલોની અને જેનું ઘર છે તે શ્રિત ઇશીની દરવાજા આગળ નિર્દય હાલતમાં દેખતા જ ઉભા થઈને કહે છે.
શુ થયું મમ્મી ?? પેલું કોણ હતું??
આ લે પાણી....અને આ પુસ્તક તારા હાથમાં ક્યાંથી આવ્યું,
કાળા ઘાટા અક્ષરમાં 'અઘોરી - સત્ય' નામનું પુસ્તક જોતા પૂછે છે.
ઇશી જવાબ આપે છે દીકરા મને ખબર નથી પેલી રૂહએ મારા પર આક્રમણ કર્યું એક માણસ ત્યાં આવ્યો અને એણે મને બચાવી સાથે કહ્યું આ પવિત્ર પુસ્તક લઈ જા. હું નથી જાણતી એ માણસ ત્યાથી કેવી રીતે આવ્યો અને કોણ હતું આ પુસ્તક કેમ મને આપ્યું. આ બધું માં ગંગાના પવિત્ર આદેશથી થયું છે. સામે રહેલ મા ગંગાના પવિત્ર ફોટાને જોઈને નમન કરે છે.
મા ગંગાના દર્શન કરીને બધા ઘરે પાછા વળે છે પણ આ વખત મુસાફરીમાં સાથે અનિનો સાથી પણ આવે છે,
યાર તું કેમ આ રીતે મને મળ્યો ? પહેલા ના મળે... શુ ખબર આવી જ રીતે મળવાનું લખ્યું હશે શ્રિતએ જવાબ આપ્યો. ઓહો ઓહો.. હવે તમને તમારો દીકૂ મળી ગયો એટલે મને ભૂલી જવાનો એમને??
ના ના રુદલા તને ભુલાય તું તો અડધી જાન છું મારી ગાંડા,
પાછા આવી અનિ અને શ્રિતના લગ્ન થાય છે.
( 4 વર્ષ પછી)

ફોનની રિંગ વાગતા જ રુદ્ર ઉઠીને હેલો કહે છે.
" રુદલા સલોનીને કોન્ફરન્સમાં લે ફટાફટ,
પણ થયું શુ એ તો કે તું.. નવરી લે ને પહેલા પછી કહું તને,
હેલો સલું કયા છે હમણાં?? ઘરે...સલોની જવાબ આપે છે.
તમે બન્ને ફટાફટ બરોડા આવી જાવ. તું રુદલા આજની ફ્લાઇટ બુક કર અને સલોની તું જીજાજીને કહીને હમણાંને હમણાં અહીં આવવા નીકળ
પણ છે શુ એ તો બોલ?? રુદ્ર પૂછે છે.
રુદલા તું મામા બની ગયો.
ઓહઃહઃહહ....ખુશીનો માર્યો રુદ્ર ઉછળી પડે છે.
હમણાં જ બુક કરું અત્યારે જ નીકળું છું સલોની પણ હા કહીને ત્રણે ફોન કટ કરી દે છે.
શ્રિત....મમ્મી ક્યાં છે??
અનિની સામે આવીને ઉભી રહેલી માથામાં સફેદ વાળ હવે શરીરની અડધી ઉંમરે આવીને ઉભેલી સ્ત્રી જેણે જીવનમાં અત્યાર સુધી ફક્ત દુઃખો જ જોયા છે. તેના મોઢા પર નિર્મળ અને ખુલ્લું હાસ્ય નજર આવી રહ્યું છે. નજીક આવને ત્યાં કેમ ઉભી છે જો તારા જેવો જ છે.
અનિ કહે છે. હા......
પોતાની છોકરીના છોકરાને હાથમાં લઈને ઇશી.....

( થોડા વર્ષો પછી અભય મોટો થાય છે અને મમ્મીના કહેલા પેલા પુસ્તકની ઘરમાં શોધ કરે છે,
તે જાણવા માંગતો હોય છે કે બધું મને મમ્મી એ કહ્યું પણ આ પુસ્તક વિશે કશું ના કહયું એમા શુ એવું હતું અને પવિત્ર કેવી રીતે ? પેલો માણસ કોણ હતો ?
જો દાદીના કહેવા મુજબ એ કોઈ ભગવાનનું સ્વરૂપ હતું તો એ પુસ્તક ઘણું પવિત્ર હશે મને વાંચવુ છે પણ મમ્મીને કહીશ તો એ મને આપશે નહિ મારે જ શોધવું પડશે.)


આ વાર્તાનો અંતિમ ભાગ અહીં પૂરો થાય છે પણ કહાનીના બીજા અધ્યાયમાં આપણે પુસ્તક 'અઘોરી' ના રહસ્યોને જાણીશું.
વાયરલ તસ્વીરના અમુક તથ્યો જે તમને હજી મુંઝવતા હશે તે જવાબ આગળની નવી રચનામાં મળશે.
આ રચનાનો તમે આવકાર આપ્યો અને જોડાયેલ રહ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

- સમાપ્ત -