Viral Tasvir - 16 books and stories free download online pdf in Gujarati

વાયરલ તસ્વીર (ભાગ ૧૬)


ત્રણે ગંગા નદીના પવિત્ર દર્શનાર્થે નીકળે છે. એકેય ને ખબર નહોતી આ પવિત્ર યાત્રા તેમના માટે કેવી બનવાની છે પણ જે ભાગ્યમાં લખાયેલું છે તે બનવા થકી કોણ રોકી શકવાનું.
અનિ જો આ તો પેલા રેસ્ટોરન્ટ જેવુ જ છે જ્યાં બહાર બોર્ડ મારેલું હતું ને ??
યાદ છે તને કંઈક !! હા યાદ તો છે પણ એનો કલર આવો નહોતો છોડ ને શુ તું પણ રુદલા..હવે તો મોટો થા.
શુ કામ ? મોટા થઈને જવું ક્યાં?
સલોનીએ ધીરેથી ઈશારો કરી કહ્યું,
રહેવા દે ને અનિ તું પણ ક્યાં લવારી કરવા બેઠી છું.
કારમાં બેઠેલ ચાર એ જણ મજાક મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા.
કેટલો ટાઈમ લાગશે અંકલ ? અનિએ પૂછ્યું.
વધારે નહિ બસ થોડો જ...મલલબ ઇશીએ પૂછ્યું કેટલો સમય લાગશે એમ બોલોને ?
અનિ સમજી નહોતી શકતી કે તેમને જેટલા પણ મળ્યા એ બધા ગુજરાતી કેવી રીતે જાણે છે.
પેલા માણસ એ પાછળ વળીને જવાબ આપ્યો બસ મેડમ પહોંચી જશું 10 મિનિટનો રસ્તો છે.
ઇશીએ પેલા માણસને જોયો અને
આશ્ચર્યચકિત થઈ ગઈ !!
અનિને ઈશારો કરી કહ્યું
આ તો એ જ છે.
ગાડી રોકાવ ગાડી રોકાવ....
શુ થયું અનિ રુદ્ર અને સલોની બોલવા લાગ્યા, સામે ઇશી દૃજવા લાગી અને એક જ શબ્દ બોલતી ગાડી રોકાવ ગમે તેમ કરીને પણ શું થયું એમ તો કે ? તું બસ ગાડી રોકાવ. અંકલ ગાડી રોકો, પેલા માણસ એ જવાબ આપ્યો મેડમ ગાડી નહિ રોકાય. મતલબ અનિએ ફરીથી પૂછ્યું,પેલા માણસ એ કઈ જ જવાબ ન આપ્યો અને પાછળ ફરીને હસવા લાગ્યો. મેં તને કહ્યું ને આ એ જ છે પણ કોણ છે એ તો બોલ?
આ એ જ છે જેણે...ટ્રેનમાં તારી સાથે દુષ્કર્મ કર્યું હતું. હે ભગવાન !! અનિના પસીના છૂટવા લાગ્યા રુદ્ર પણ ડરેલો હતો હવે શું કરીશ એમ કરીને પણ
હિંમત ભેગી પેલા માણસ ઉપર તૂટી પડ્યો.
ગાડી પર કાબુ ગુમાતા ગાડી રસ્તાની નીચે ખાડા પર ઉતરી ગઈ અને પેલો ડ્રાઇવર લોહીથી ભીંજાઈ ગયો રુદ્ર પણ થોડો જખમી થયો પણ તેણે બધાને ઉતારીને પેલા માણસના શ્વાસ ચેક કર્યા તે હવે રહ્યો નહોતો.
હવે શું કરીશું ?? ના રુદ્ર હવે તારે જ આ લોકોને બચાવવા પડશે હિંમત રાખ અને કોઈક રસ્તો શોધ પણ પેલું છે ને સકર્મને રસ્તો સામેથી શોધે
એમ જ ભલે અનિ અને ઇશીથી કંઈપણ થયું છતાં રસ્તો જડી આવ્યો.
થોડા આગળ ચાલીને જતા જ એક ટ્રકમાં બેસી ગયા.
***
ડરેલા ત્રણે એક જંગલ નજીક પહોંચી ગયા. હમણાં 5 મિનિટ પહેલા બનેલી ઘટના જાણે માન્યામાં ન આવતી હોય એમ બધા એકબીજાને જોઈ રહ્યા હતા આ શુ થઈ ગયું અને અચાનક આમ કેવી રીતે ?
પ્રશ્ન ઘણા થઈ રહ્યા હતા પણ વિશ્વાસ કરવો જ રહ્યો. હે ભગવાન !! હવે કેટલી પરીક્ષા લઈશ તું કેટલા દુઃખ આપીશ. શુ ભૂલ કરી છે મેં અને મારી દીકરીએ ??
એટલામાં જ અચાનક.....

જે માણસનું હમણાં જ મૃત્યુ થયું હતું તે દેખાય છે. મેડમ કયા જવાનું? ત્રણે ડરી જાય છે આ માણસ !! રુદ્રના શરીર પર પસીના છૂટવા માંડે છે અને ત્યાંથી છટકવાની કોશિશ કરે છે પણ પેલો માણસ એમ જવા દેવા માંગતો ન હોય એમ વારંવાર પૂછે છે.
આગળ બધા પાસે કોઈ રસ્તો ન હોવાથી ગાડીમાં બેસી જાય છે.શુ કરીશુ હવે? આ એક જ સવાલ વારંવાર બધાના મગજમાં ફર્યા કરતો હતો. ડરેલા ચારે વિશ્વાસ નથી કરી શકતા આ માણસ હમણાં તો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો અને જીવતો કેવી રીતે આવ્યો? થોડા આગળ જતાં પેલો માણસ પોતાના માથાને ગોળ ફેરવી અનિ સામે જોવે છે. અનિની નજર ત્યાં જતા જ તે બેહોશ થઈ જાય છે.
કંપારી છૂટી રહી છે ઇશીના શરીર પર આખરે તે સમજી જાય છે કે આ એક આત્મા છે.
જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિશ તીહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા
હનુમાન ચાલીસા બોલીને રુદ્ર ભગવાનજી ને યાદ કરે છે. સલોની એકલી જ હિંમત રાખીને બેઠી છે.
* * *
ખૂબ જ ભયાનક સ્થિતિ હતી એ આજેપણ યાદ કરું છું તો આંખ આગળ ધ્રુજારી આવી જતી હોય છે સલોની પોતાના દીકરાને કહી રહી છે.
મમ્મી શુ થયું આગળ ? એ રૂહ હતી દીકરા જે મારી મમ્મી અને મારી પાછળ પડી હતી. એ માણસ બીજું કોઈ નહિ મારા પપ્પા હતા.
પછી ??
કેવી રીતે તમે ત્યાંથી ઘરે આવ્યા એ તારા પપ્પાના લીધે, હું અને તારા પપ્પા ત્યાં જ મળ્યા હતા પહેલી વખત અને એમણે અમને સૌને બચાવ્યા હતા. કેવી રીતે ?? ચલ તું હવે કોલેજ જવા નીકળ પછી ક્યારેક વાત કરીશુ આ વિશે હમણાં તો જા તું મોડું થશે.
હા જાવ છું પણ તું કહેજે મને સાંજે પ્લીઝ તું રોજ એવું કરે છે કઈક કહેતી નથી અને પછી વાત ને ભુલાવી દે છે આ એક વર્ષથી આવું જ..
અરે કહીશ બાપા આજે બસ તું જા ચલ હવે.
અભયના ગયા પછી અનિ સામેની દીવાલ પર ફૂલોની હાર ચઢાવેલો ફોટો હાથમાં લઈને
મિસ યુ ઇશી....આજે તું હોત તો કેટલી ખુશ રહેતી આખી જિંદગી મારે માટે તે મુશ્કેલી સહન કરી હવે તારે સારા દિવસો હતા તો તું નથી.
કાશ એ રાત્રે તું જીવી લેતી શુ કામ તે આવું કર્યું??
બેટા અનિ તું નીકળ તું રુદ્ર અને સલોની શ્રિત સાથે એના ઘરે નીકળી જાવ હું આ રૂહ સાથે લડીશ ના મમ્મી હું તને છોડીને નહિ જાવ.
તને મારી કસમ જા તું, શ્રીત અનિને ખેંચીને ભાગે છે. પાછળથી આવતી રૂહ ઇશીને રોકે છે,
આંખ કાળી લોહી વાળી ઊંધા પગે ચાલનાર એ રૂહ થોડી વારમાં ઝાડ પર ચઢી જતી તો થોડી વાર ઊંઘી લટકીને હા હા હા હા....
હસી રહી હતી,
ઇશી ખૂબ ડરી ગયેલી હતી પણ હવે તેણે મન મક્કમ બનાવી લીધું હતું કે આજથી 20 વર્ષ પહેલાં મેં જ આને માર્યો હતો ને આજે પણ મારે જ લડવું પડશે.
રૂહ પોતાની આટલા વર્ષોની અધૂરી રહેલી હવસ પુરી કરવા ખાતર ઇશી પર હુમલો કરી ઇશીના બ્લાઉઝ પર પકડી તેને જમીન પર સુવડાવી દે છે.

ક્રમશ :


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED