વાયરલ તસ્વીર (ભાગ ૮) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાયરલ તસ્વીર (ભાગ ૮)


ડોરબેલ વાગતા જ કિચનમાં કામ કરી રહેલી ઇશી દરવાજો ખોલી રુદ્ર અને સલોનીને આવકાર આપે છે, આવો બેટા અનિ રેડી જ થાય છે જાવ તમે ઉપર હું નાસ્તો લઈને આવું પછી નીકળીએ આપણે. હા આંટી આટલું રુદ્ર ઉપર જાય છે.
ઓય હોય !!!! આજે તો જોરદાર લાગુ છે ને કોઈને મળવા જવાની??
યાર તું મારું સેટ કર બરાબર,
પેલી હજી ભાવ ખાય મારો, રુદ્રના આવા મજાકીયા મૂડ પર આજે ઘણા દિવસો પછી અનિ હાથમાં રહેલા રાઉન્ડ કોમ્બ ફેંકીને પોતાનો એ જ સ્વાભાવ હોવાની પ્રતીતિ કરાવે છે. ચલ જલ્દી તૈયાર થા મને કોલેજ જવાનું છે બરાબર અને હું તારા માટે મોડું કરીશ એવો ના સમજતી બરાબર છોડીને જતો રઈશ.
આજે તો સલોની પણ જોડાય છે ઓહ જતી રહીશ વાળી શાયદ તને એ વાત નથી ખબર કે તું કોની ગાડીમાં આવું છું બરાબર, તું જતો હોય તો જા હું તો આંટીને લીધા વગર અહીંયાથી હલીશ નહિ. ના ના યાર એવું ના કરીશ હને પ્લીઝ, હું રોકાઈશ એમ પણ આંટી હમણાં એમના મસ્ત હાથનો બનાવેલો નાસ્તો લઈને આવતા જ હશે.
આવતા હશે નહિ આવી ગયા તમારા ત્રણેના ફેવરિટ પકોડા અને ચાહ છે. ખાઈ લો પછી આપણે નિકડીએ હું એટલા માં રેડી થઈ જઈશ.
અનિ તને કઈ થાય છે??
રુદ્ર પૂછે છે. અનિ માથું હલાવી ના પાડે છે પછી રુદ્ર એના ફોનમાં જે પેલો ફોટો વાયરલ થયેલો હોય છે એ અનિને બતાવે છે. અચાનક જ અનિનો મૂડ ફરી જાય છે ક્યારની શાંત બેઠેલી અનિ હવે શાંત દેખાઈ નથી રહી ના જાણે પેલા ફોટોને જોતા જ કંઈક અજીબ પ્રકારનું બીહેવ કરવા લાગે છે ક્યારેક હસે છે તો થોડા સમયમાં રડે છે. સલોની અને રુદ્ર સમજતા નથી અને આંટી આંટી કહી બુમો પાડે છે,
ઇશી આવે છે તે શાયદ સમજી ચુકી હોય છે કે શું થયું,
તે અનિ પાસે જાય છે અને થોડું પાણી છાંટી તેને બેહોશ કરી દે છે પછી રુદ્ર અને સલોનીને કહે છે,
આવું જ થાય છે શું કરું એ જ નથી સમજી શકતી હું તો એટલા માટે આજે ડોકટર પાસે લઈ જવાની છે.
ક્યારેક હસતી હોય છે ક્યારેક નોર્મલ મૂડમાં આપણી સાથે આપણી અનિની માફક વર્તે છે ક્યારેક તો હદ બહાર તેના વર્તન જોવા મળે છે જે જોઈને મને તો થાય છે કે આ મારી અનિ નથી.
હવે ડૉક્ટર જ કૈક રસ્તો બતાવી શકે છે.
રુદ્ર કહે છે આંટી ચલો ફટાફટ આપણે ડૉક્ટર પાસે જઈએ હું નથી જતો કોલેજ આજે સલોની પણ સાથે હામી ભરી કહે છે હું અને રુદ્ર અનિ સાથે જ રહીશું.
( ત્રણે હોસ્પિટલ જાય છે)
ડોક્ટર અનિને ચેક કરો જલ્દીથી તેને શું થયું છે.
હા તમે હમણાં બહાર બેસો,
આંટી ચિંતા ના કરશો અનિ ઠીક થઈ જશે એ તો એને મગજમાં વાગ્યું છે ને એટલે ક્યારેક એવું થતું હશે હમણાં ડૉકટર આવીને ચેક કરશે.
થોડી વારમાં બાહર આવેલ ડૉક્ટર પાસે રુદ્ર જાય છે અને પૂછ છે,
શુ થયું છે સર અનિને?
કેમ આવું થાય છે?? તમે પહેલા પેશન્ટને મળી લો એ હોશમાં છે અને પછી મારી કેબીનમા આવજો મને કઈક ડિસ્કસ કરવું છે. રુદ્ર સલોની અને ઇશીને કહે છે તમે અનિ પાસે જાઓ હું ડોકટર સરને મળી આવું, રુદ્ર ડોક્ટર પાસે જાય છે.
બેસો....કેટલા સમયથી આવું થાય છે??
સર આંટી કહેતા હતા કે દરરોજ આવું થાય છે. તમે મને આટલું મોડું કેમ કહ્યું દવા તો ચાલુ જ રાખવાની હતી પણ સાથે સાથે તેને અહીંયા લાવવાની જરૂર હતી, અનામિકાને જે પ્રોબ્લેમ હતો તે હવે ઘણો ક્રિટિકલ સિચ્યુએશનમાં પહોંચી ગયો છે ના જાણે તે હવે ક્યારે ઠીક થશે કારણ કે મેડિકલમાં અત્યાર સુધી આ રોગ જે અનામિકાને થયો છે તે પહેલી જ વખત જોવા મળી રહ્યો છે.
કઈક ખાસ છે તેના શરીરમાં જે દવાની અસર થવા જ નથી દેતું જ્યારે દવા પોતાની અસર બતાવવાની શરૂઆત કરે છે ત્યારે જ તે એક્ટિવ થઈ જાય છે અને સાજી થઈ રહેલી અનામિકા પાછી આ રીતે થઈ જાય.
મતલબ ડોક્ટર શુ કહેવા માંગો છો તમે??
મતલબ સાફ છે દીકરા હું હવે કઈ જ કરી શકું એમ નથી ઘણું મોડું થઈ ચૂક્યું છે.
મોડું મીન....સર પ્લીઝ તમે તો આવું ના બોલો અમે કયા જઈશું??તમે ભગવાન છો અમારા તમારે કઈક કરવું પડશે તમે રસ્તો બતાવો અમારી અનિ ઠીક થઈ જવી જોઈએ.
હું સમજુ છું તમારી લાગણીઓ પણ હવે તમારે સમજવાની જરૂર છે,
અનામીકાની હાલત ખૂબ જ ગંભીર છે અને હું કોઈ જ આશ્વાસન આપવા નથી માંગતો તમે બની શકે એમ ભગવાન ભરોસો રાખો હવે.
રુદ્ર ત્યાં જ રડવાનું ચાલુ છે અને કહે છે સર પ્લીઝ સેવ....મારી ફ્રેન્ડને કશું ના થાય અને તમે આંટીને કહેશો નહિ એ નહિ જીવી શકે અનામિકા વગર.

રુદ્ર પાછો જાય છે. ઇશી પૂછે છે,
શુ કીધું રુદ્ર ડોકટર એ?? કઈનહિ બસ એ જ કે થોડા સમયમાં ઠીક થઈ જશે આપણી અનિ હવે ઘરે લઈ જઈએ અને જે દવા કીધી છે તે સમયપર લેવી પડશે પણ આખરે ઇશી એક માં છે તે બધું સમજી જાય બોલ્યા વગર,
રુદ્ર તું કઈક છઉપાવી રહ્યો છું રુદ્રને અનિથી થોડી દૂર લઇ જઈને પૂછે છે.ના ના આંટી હું કઈ જ નથી છુપાવી રહ્યો તમે ભરોસો કરી શકો છો મારા પર,દીકરા મને તારા પર ભરોસો પૂરો છે પણ જો તું મને નહિ કહે તો ઘણું થઈ જશે તું સમજી શકે છે ને મારી વાત?? હા આંટી પણ શાયદ મારી વાત પણ તમારે સમજવી જોઈએ જે મારાથી જણાવી શકાય એમ નથી તમે તૂટી જશો પ્લીઝ સમજવાની કોશિશ કરો. નહિ તુંટુ તું બોલ,
આંટી ડોકટર સર એ એવું કીધું છે કે અનિનો પ્રોબ્લેમ ખૂબ જ મોટો છે અને તે ખુદપણ સમજી શકતા નથી કે તેને શુ થઈ રહ્યું છે. તેમણે તો એમ પણ કહ્યું છે કે અનિને જે રોગ લાગુ પડ્યો છે તે મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી કોઈએ જાણ્યો નથી આ પહેલી વખત પેશન્ટ જોવા મળ્યો છે જેનું શરીર કા તો તેને સાજા થવામાં મદદ નથી કરી રહ્યું અથવા તો કોઈક શક્તિ છે જે તેને સાજા થવામાં વિઘ્નરૂપ છે.આપણી પાસે ફક્ત હવે એક જ રસ્તો છે આપણે અનિને ઘરે લઈ જવી જોઈએ.
તું ચિંતા ન કરીશ દીકરા હું કઈક રસ્તો શોધીશ આપણે આપણી અનીને કઈ જ નહીં થવા દઈએ.
આમ કહી ઇશી અને રુદ્ર બન્ને અનામિકાને ઘરે લઈ જવા માટે હોસ્પિટલના એ વૉર્ડમાં જાય છે જ્યાં અનિ દાખલ છે દાખલ થતાં પહેલાં બન્ને એકબીજાને પ્રોમિસ કરે છે કે આ વાત કદાપિ અનિ સુધી ન પોહનચવી જોઈએ નહિતર એ મનથી તૂટી જશે અને કઈ જ નહીં કરી શકીએ આપણે. ચલો ચલો સલોની અનિને ઉભી કરી એ ઠીક છે ડોકટર સાહેબ એ કીધું છે કે આપણે તેને હવે ઘરે લઈ જઈ શકીશું અને થોડી દવા આપી છે એ લેશે એટલે થોડા દિવસોમાં ખૂબ જ સારી થઈ જશે. ઓહ !!! હવે મારી અનિ ઠીક થઈ જશે રુદ્ર બોલ્યો.
(પછી ત્રણે અનિને લઈને ઘરે જાય છે)
તમે બન્ને થોડી વાર બેસો હું ચાહ લઈને આવું છું ઠીક છે? હા આંટી પણ નાસ્તો ના લાવતા ફક્ત ચા અરે ! એમ જ થોડી તમને બન્નેને ભૂખ્યા જવા દઇશ હું ચલો બેસો લાવુ છું.
આજે રોકાઈ જાવ તો તમે બન્ને તમારા ઘરે હું વાત કરી લઉં છું બરાબર??
ના ના આંટી આજે હું કોલેજ નથી ગયો અને મારે કાલે પ્રોજેકટ સબમિટ કરવાનો છે. અને મારે પણ ઓફિસ કાલે જવું પડશે આજનું અધૂરું કામ કાલે પૂરું કરીશ ને !
હા એ પણ છે સાચવીને જજો અને પોહનચીને કોલ કરી દેજો હન....રુદ્રને થોડો નજીક બોલાવી ઇશીએ કહ્યું, " બેટા એક વાત હું કહીશ તને તારે કોઈને જણાવાની નથી",
હા આંટી, એક બે દિવસમાં હું અનિને લઈને ગંગા ઘાટ જઈશ ત્યાં જ તેનો ઈલાજ શક્ય છે.
ગંગા ઘાટ? રુદ્ર ચકિત થઈને બોલી ઉઠ્યો.
ત્યાં એક બાબા છે અમારા તે અનિને ઠીક કરી દેશે મને પૂરો વિશ્વાસ છે.તારે મારી અને અનિની ટીકીટ બુક કરાવી આવની છે કાલે,
હા આંટી ચોકકસ..
***
અનિના સુવાની રાહ જોઈ રહેલી ઇશી પોતાના ફોનમાં થોડી થોડી વાર પછી સમય જોઈ રહી છે.
આખરે અનામિકા જેવી સુઈ ગઈ કે તરત જ થોડી પણ રાહ જોયા વગર ઇશી કોલ લગાવી કહે છે,
હેલો......જય ભોલે બાબા !!
હા દીકરા જય ભોલે.....
બોલો, હું તને ફોન કરવાનો જ હતો કાલે મહાશિવરાત્રી છે અને હું આવી જઈશ તો તું દીકરીને લઈને પરમદિવસ આવી શકીશ??
હા બાબા મેં એટલે જ ફોન કર્યો છે તમને
મારી અનિ વધારે બીમાર છે અને ડૉકટરએ પણ હવે ના પાડી દીધી છે.ચિંતા ન કરીશ બેટા ભોલેનાથ પર વિશ્વાસ રાખ તે ઠીક થઈ જશે.
હા બાબા....
ચલ જય ભોલે આટલું કહી સામેથી ફોન કટ થતા જ ઇશી થોડી શાંત થઈ ફોન મૂકી આંખો બન્ધ કરે છે.


ક્રમશ :