ફરી મળીશું !! - પ્રકરણ - ૧ ભાવેશ રોહિત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ફરી મળીશું !! - પ્રકરણ - ૧

ફરી મળીશું !!
પ્રકરણ - ૧

શુ એક સ્ત્રી પોતાના જીવનમાંથી ચાલી જાય, તો જીવન નિરર્થક બની જાય છે? ના, ધવન એવું નથી. તું તારા જીવનને એક નવો ઉપદેશ આપ અને તારી જિંદગી નો નવો રસ્તો શોધ.ઘણા બધા લોકો જીવનમાં પોતાના પ્રેમને પામી શકતા નથી. દરેક ના જીવનમાં કંઇક ને કઈક લખાયેલું જ હોય છે અને કુદરત એ પ્રમાણે જ ચાલતી હોય છે.

કદાચ તે એને જેટલો પ્રેમ કર્યો છે. તેટલો એ તને પાછો ના આપી શકી હોય તેનો મતલબ એ નથી કે તેણે તને પ્રેમ નથી કર્યો. તેની પણ કઈક મજબૂરી છે, જેમ તારા માટે તારા માં-બાપ પરિવાર છે તેમ એનો પણ પરિવાર છે. તેને પણ હક્ક છે પોતાના પરિવાર ભરોસો જાળવી રાખવાનો અને નિભાવી જાણવાનો. તેના માં બાપ પણ તેના માટે એટલાજ મહત્વના છે જેટલો કે તું છે.

ખોટી જીદ છોડી ને તારા જીવનને આગળ ધપાવ એને રોકીશ નહીં જો અહીંયા અટવાઈ જઈશ તો પછી ક્યારેય આગળ નહીં વધી શકે. માટે ખુશીથી જીવન જીવ.

દરેક માણસ જેને પ્રેમ કરતો હોય છે તેને પામી નથી શકતો. નિયતિ સામે જીદ કરીને કોઈ ફાયદો નથી. બળજબરી થી મેળવેલું ક્યારેય સંતોષ આપતું નથી. જો જીદ થઈ પ્રેમ મળતો હોય તો દુનિયાનો દરેક વ્યક્તિ પોતાનો પ્રેમ મેળવી શક્યો હોત.

બસ, હું નીચું મો રાખીને બેસી રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને કૃણાલ મને આ બધું સંભળાવી રહ્યો હતો.

" હું એને ભૂલી નથી શકતો. મેં તેને ચાહી છે, દુનિયાની કોઈપણ ચીજ કરતા વધુ ચાહી છે. એ પ્રેમ ક્યારેય ભૂલવાનો નથી. જન્મોજનમ હું તેને ચાહતો રહીશ. હું તેને ક્યારેય નહીં ભૂલું.... ક્યારેય નહીં....હું એના વગર ક્યારેય નહીં જીવી શકું. આ જીવન મને નર્ક સમાન લાગશે." આટલું બોલવાની સાથેજ મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. હું આગળ બોલવા ગયો પણ મોમાંથી શબ્દો નીકળતા નહોતા. મારા આંસુ સામે શબ્દો નાના લાગી રહ્યા હતા.

કૃણાલ મારી નજીક આવ્યો અને મને ગળે વળગીને મારી પીઠ પર હાથ ફેરવતા કેહવા લાગ્યો." જો એ તારા નસીબમાં હશે, તો તને મળ્યાં વગર રહેવાની જ નથી. દોસ્ત તું આમ તારી જિંદગી ના બરબાદ કર. મારાથી તારી આવી હાલત જોવાતી નથી. તારા માં-બાપ નો તો વિચાર કર. કેટલા દિવસ થાય તે એક ફોન સુધ્ધા કર્યો છે? તારા મમ્મી તારી કેટલી ચિંતા કરતા હશે, એમનો વિચાર કર્યો છે? તને આવી પરિસ્થિતિમાં જોઈ ને તેઓ ઉપર શુ વિતશે તેનો તને ખ્યાલ છે. તારા પપ્પા ની કેટલી અપેક્ષાઓ છે તારા પર એનો તો વિચાર કર. તારી એકની એક લાડકી બેન કીસુનો વિચાર કર"

આ બધું સાંભળીને મને પણ મમ્મી પપ્પા ની ચિંતા થવા લાગી. તેમની યાદ આવવા લાગી હતી. મને લાગ્યું કે કૃણાલ સાચું કહે છે થોડા દિવસ ઘરે જતો રહું જેથી કરીને મન અને દિલને મનાવી શકું. પછી વિચાર આવ્યો કે મમ્મી પપ્પા તો આ બાબતે કશું જાણતા જ નથી. તે મને આવી સ્થિતિમાં જોઈ ને શુ વિચારશે? મેં સ્વસ્થ થઈને નિર્ણય કર્યો. ઘરે જઈને મમ્મી પપ્પા ને બધી વાત જણાવી દઈશ અને હવે આગળ શુ કરવું છે તેનો પણ નિર્ણય કરીશ.

કૃણાલ ત્યાંથી નીકળી ગયો હતો. હું થોડીવાર આમજ બેસી રહ્યો. મારી આંખો સામે છેલ્લા પાંચ વર્ષમાં ઈશા સાથે વિતાવેલી એ દરેક ક્ષણ યાદ આવી રહી હતી. હું એ સ્વીકારવા જ તૈયાર નહોતો કે ઈશા મને આમ અધ્ધવચ્ચે છોડીને ચાલી જશે. તેણેતો મને પ્રોમિસ કરી હતી કે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડીને પણ તે મારી સાથે જ રહેશે. અને અત્યારે આમ મધદરિયે એકલો મૂકીને ચાલી ગઈ.

અત્યારે મારી સ્થિતિ મધદરિયે ઉભેલી નાવિક વિનાની હોડી જેવી હતી. જે બસ પાણીમાં તારી રહી હતી તેને ખબર નહોતી કે કઈ તરફ જવાનું છે. બસ તેમ મારી જિંદગી પણ નિયતિ પર છોડી દીધી હતી.
મેં મોડા કૃણાલ ને ફોન કર્યો "મેં ઘરે જવાનું નક્કી કરી લીધું છે. હોવી હું ગામડે જ રહીશ."

"સારું કર્યું કે તે આ નિર્ણય લીધો. ઘરે જઈને તારા દિલ અને મન બંનેને ઠંડક મળશે. તું એક કામ કર ટેરો સામાન પેક કાર હું થોડીવાર માં તારી રૂમ પર આવું છું." આટલું કહી ને કૃણાલે ફોન કટ કર્યો.

થોડા સમય માટે હું રૂમમાં એકલો ખૂબ જ રડ્યો. મારી આંખોમાંથી બોર બોર જેવડા આંસુ વહી જતા હતા. આખું શરીર ધ્રુજવા લાગ્યું હતું. મારો સામાન પણ પેક કરી શકતો નહોતો. મારી આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. મને શું થઈ રહ્યું હતું તેનું મને કંઈ ભાન જ નહોતું. એકદમ મારી આંખો બંધ થઈ ગઈ અને હું જાણે ગાઢ નિદ્રામાં પરોવાઈ ગયો.

આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલના પલંગમાં સૂતો હતો. ઉભો થવા ગયો પણ મારા હાથમાં થોડો દુખાવો થયો. જોયું તો ત્યાં સોય લગાવેલી હતી. બાજુમાં સ્ટેન્ડ પર બોટલ લટકાવેલી હતી. મારી બાજુમાં અતુલ અને કૃણાલ બેઠા હતા. તેમને જોતા લાગી રહ્યું હતું કે એતો ઘણા સમય થી ઊંઘ લીધી નહોતી. તેમની આંખો ઉજાગરાને લીધે લાલ થઈ ગઈ હતી.

મારા મોં માંથી શબ્દ નહોતા નીકળતા છતાં પણ હું જોર કરીને બોલ્યો." મને શુ થયું છે? કેમ મને અહીંયા લાવ્યા છો? "

અતુલ સફાળો જાગીને મારી પાસે આવી ગયો. ટેબલ પરથી પાણીની ગ્લાસ લઈને મને આપ્યું.

" તું બે દિવસથી હોસ્પિટલમાં છે. કૃણાલ તારો ફોન મૂકી ને મને લેવા આવ્યો હતો. ત્યાંથી અમે તારી રૂમ પર આવ્યા. ત્યાં આવીને જોયું તો તું બેહોશીની હાલતમાં બારીની બાજુમાં પડ્યો હતો.અમે ડરી ગયા હતા કે તે કઈક ના કરવાનું ના કરી લીધું હોય. પછી અમે તને લઈને હોસ્પિટલમાં આવ્યા. અહીંયા ડૉક્ટર એડમિટ કરવા પણ તૈયાર નહોતા, એમને એમ હતું કે આ આત્મહત્યાનો કેશ છે. ઘણી બધી સમજણ પછી તેમને અમારા પર ભરોસો આવ્યો. ત્યારે જઈને તેમને તારી ટ્રીટમેન્ટ સારું કરી ત્યાં જાણવા મળ્યું કે તે છેલ્લા ત્રણ દિવસ થી કંઈજ ખાધું નહોતું જેથી તારું બ્લડપ્રેશર ઘટી ગયું હતું. ટેન્શન માને ટેન્શનમાં તું બેભાન થઈ ગયો હતો." અતૂલે પાણીનો ગ્લાસ મારા હાથમાંથી પાછો લેતા બોલ્યો.

" તને હોશ આવી ગયો,હવે મારા દિલને ટાડક મળશે. કદાચ સાંજ સુધીમાં તને રજા મળી જશે" કૃણાલ બાજુમાં ખુરશીમાં બેઠા બેઠા બોલ્યો. તેને જોઈને લાગી રહ્યું હતું કે તેને છેલ્લા ઘણા સમયથી ખાધું નહીં હોય. તેની નજર મારી સામે તાકી રહી હતી. તેની આંખોમાં આંસુના બુંદ બંને ખૂણે ઉપસી આવ્યા હતા.

*

ઘરે તો આવી ગયો હતો પણ હજુ મમ્મીપપ્પાને કોઈ વાત કરી નહોતી. મમ્મી મને વારે વારે પૂછ્યા કરતા હતા કે ધવન તને કાંઈ ટેન્શન સે? તું કોઈ તકલીફ માં સે? તું જ્યારથી આવ્યો સે ત્યારનો બદલાયેલો લાગે સે? તારું શરીર તો જો હાવ માંદો હોય એમ હુકાઈ ગયું સે.

કદાચ આ છોકરાને વળગણ બણગણ તો નાઈ ચોટયું હોય ને....કોઈની નજર લાગી હોય એવુંએ બને... કોઈએ કાઈ કરાવ્યું તો નહીં હોય ને... મારા પિટયા આમેય મારા છોકરથી આખું ગામ લાયું બાળે સે... કદાચ મમ્મીના મનમાં આવા વિચારો ચાઇ રહ્યા હતા.

થોડા દિવસ આમજ ચાલ્યા કર્યું. હું કોઈની સાથે ખાસ કંઈ વાત કરતો નહીં. સવારથી વાડીએ ચાલ્યો જતો. વાડીએ આખો દિવસ ઇશાના વિચારોમાં પડ્યો રહેતો.

ચારેબાજુ લીલાછમ ખેતરોની વચ્ચે માળવે ચડીને બેઠો હતો. હોલા અને તેતર ઉડાડવા માટે પપ્પાએ ખેતરમાં ચાડિયો બનાવ્યો હતો. તે આજે જાણે મારી સામે જોઇને હસીને ચાળા કરી રહ્યો હોય તેમ લાગ્યું. જાણે નજીક આવીને કહેતો હોય " શુ થયું બહુ ઈશા...ઈશા... કરતો હતો ને મૂકીને ચાલી ગઈ ને.... હવે શુ કરીશ ઈશા વગર.. આ જિંદગીનો દરિયો તેના વગર પાર કરી શકીશ ખરો...." અને પછી પાછો હસવા લાગતો.

પારકી ને પોતાની કરી લીધી અને પોતાની ગણીને પ્રેમ કર્યો છતાં પણ તે છોડીને ચાલી ગઈ એ અજંપો મનને પીડા આપે છે. ખબર નહીં કેમ પણ સદાય જાણે પોતાની બંનેને રહેશે એવી આશા મનમાં બંધાય છે.

આ વાડી, આ ઢળતી સાંજ, આ કુવેથી આવતા પાણી નો અવાજ, આ ચકલાઓની ક્લબલ, આ ગામના મંદિરેથી આવતા ઘંટનો અવાજ, આ વાડીએથી ઘર તરફ જતા ટ્રેક્ટર નો અવાજ જાણે મને કહેતા હોય કે ધવન એ પાછી નથી આવવાની ભૂલી જા તું એને તે જીવનમાં આગળ નીકળી ગઈ છે. તેનો નવો સંસાર શરું થઈ ગયો છે. તેના વિરહની વેદનમાં તારો સંસાર બગડવાની જરૂર નથી.

ઈશા મારુ સર્વસ્વ હતી હું ક્યારેય તેને ભૂલી શકવાનો નથી. ઈશા સિવાયનું મારુ જીવન નિરર્થક છે. તેના વિનાની જિંદગીનો મેં ક્યારેય વિચાર જ નથી કર્યો. આવી જિંદગી નો કોઈ અર્થ જ નથી. મારુ હવે આ દુનિયામાં કોઈ કામ જ નથી. હું નાલાયક છું. ના માતાપિતાના સ્વપના પુરા કરી શક્યો કે ના પોતાના પ્રેમને પામી શક્યો. મમ્મીપપ્પાની પણ ક્યાં કોઈ મોટી અપેક્ષાઓ હતી. તેમની ઈચ્છતો એટલીજ હતી કે હું ભણીગણીને સારી નોકરી મેળવું. જીવનમાં પ્રગતિ કરું પણ હું એટલું પણ તેમના માટે ના કરી શક્યો. હું કયો ચહેરો લઈને તેમની સામે જાવ... વાત કરું.. શુ આટલા માટે તેમણે મને પેટે પાટા બાંધીને ઉછેર્યો હતો. લોનો લઈને વ્યાજ ભરીને મને ભણવા માટે શહેરમાં મોકલ્યો હતો.. ના હું ક્યારેય તેમને મારો ચહેરો નહીં બતાવું." મનમાં આવા વિચારો રમી રહ્યા હતા. હું પાગલ થઈ રહ્યો હતો. મને સમજાતું નહોતું મારે શુ કરવું જોઈએ. ઇશાનો ચહેરો દિમાગમાં ફરી રહ્યો હતો. મમ્મીપપ્પાનો ચહેરો વારેવારે સામે આવી રહ્યો હતો. કિસુ મને દેખાય રહી હતી બધાના ચહેરા મારી સામે ફરવા લાગ્યા હતા. મારુ માથું ફાટી રહ્યું હતું. મને કંઈજ ખબર નહોતી પડતી કે હું શું વિચારી રહ્યો છું. થોડીવાર હું ત્યાં માંડવા પર જ સુઈ રહ્યો.

આંખ ખુલી ત્યારે મોડી સાંજ થઈ ગઈ હતી. માથું ભારેભારે લાગી રહ્યું હતું. આંખોમાં બળતરા થઇ રહી હતી. હું ક્યારનો અહીંયા સુઈ રહ્યો હતો તે પણ મને યાદ નહોતું. ઘરે જવા ઉભો થયો પણ ચાલીને ઘરે પહોંચાય એટલી પણ હિંમત મારામાં નહોતી. મારા પગ તૂટી રહ્યા હતા. હું ગમેતેમ કરીને ઘરે પહોંચ્યો.

મમ્મીપપ્પા મારીજ રાહ જોઇને બેઠા હતા. કદાચ તેઓ હજુ જમ્યા પણ નહોતા. મમ્મી મને આમ જોઈ ડઘાઈ ગઈ હતી.તેઓ બંને મને વળગી પડ્યા. " શુ સે બેટા કહે અમને આમને આમ ક્યાં સુધી તું દુઃખી થયા કરીશ. અમારાથી તારી આવી હાલત જોવાતી નથી " આટલું બોલતાની સાથે મમ્મીની આંખમાં આંસુ આવી ગયા.

મેં કાઈ પણ જવાબ આપ્યો નહીં. હું સીધો મારી રૂમ માં જતો રહ્યો. મારા આવા વર્તનથી મમ્મીપપ્પા ને ખૂબ દુઃખ પહોંચ્યું હતું, પણ માબાપ છે બિચારા છોકરાઓની ગમેતેવી ભૂલ હોય પણ માફ કરી દેય, આજતો માબાપની સૌથી મોટી ખાસિયત છે.

આખી રાત મને ઊંઘ નહોતી આવી રહી. મારુ મન વ્યાકુળ થઈ રહ્યું હતું. જે વિચારો મેં વાડીએ કર્યા હતા એજ પાછા મારા દિમાગમાં આવી રહ્યા હતા. મારી આંખોમાંથી પાણી વહી રહ્યું હતું. બધાના ચહેરા વારફરતી મારી આંખો સામે ફરી ઉપસી રહ્યા હતા. હું ભાંગી રહ્યો હતો. મને જીવવાનો કોઈ મોહ રહયો નહોતો. મારુ શરીર એકલું જીવતું હતું મારો આત્મા ક્યારનો મારી પરવાર્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. મારુ શરીર ઢીલું પડી રહ્યું હતું. હું શૂન્યવત થઈ ગયો હતો. મને કંઈ સંભળાઈ રહ્યું નહોતું કે ના કંઈ દેખાઈ રહ્યું હતું.

મેં પલંગની ચાદર કાઢી અને પંખા ઉપર બાંધીને ફાંસો તૈયાર કર્યો. મને કસી ખબર નહોતી પડી રહી કે હું શું કરી રહ્યો હતો. મગજમાં અત્યારે કોઈજ વિચાર આવતો નહોતો. બનાવેલો ફાંદો હાથમાં લીધો, ટેબલ મૂકીને તેની ઉપર ચડ્યો. ફાંદો ગળામાં ભરાવીને ટેબલને લાત મારી દીધી. ફાંદાની ભીંસ મજબૂત થઈ રહી હતી. મારો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. મોઢામાંથી લાળ ટપકી રહી હતી. ચહેરો એકદમ લાલઘૂમ થઈ ગયો હતો. આંખો બહાર આવી રહી હતી. ગળું દબાઈ રહ્યું હતું. જીભ બહાર આવી ગઈ હતી તેમાંથી લાળ ટપકી રહ્યું હતું. ચીસ પાડવી હતી પણ ગળામાંથી અવાજ નિકળી જ નહોતો શકતો.

થોડી ક્ષણો માટે હું બીજી દુનિયામાં જતો રહ્યો હતો. તું ડરપોક છે? તું ફ્લોપ છે? તું બાયલો છે? જીવનમાં તે કદી તારા સિવાય બીજા કોઈનો વિચાર સુધ્ધા કર્યો છે? મમ્મીનો ચહેરો યાદ આવ્યો. આંસુ અટકી ગયા હતા. મમ્મીપપ્પાનું સુ થશે? ધવન તું આટલો બધો ડરપોક છું. તું કાયરની જેમ આત્મહત્યા કરી રહ્યો છું. એક છોકરી માટે તારા માબાપને જીવનભર દુઃખી રાખવા માટે તૈયાર થઈ ગયો છું. શુ આટલા માટે એમણે તને જન્મ આપ્યો હતો. મારુ શરીર ધ્રુજી રહ્યું હતું. મારી આંખો બહાર નીકળી ગઈ હતી. ઇશાનો ચહેરો હજુ પણ તે આંખોમાં દેખાઈ રહ્યો હતો. એક સમયે મમ્મીપપ્પાના દુઃખી ચેહરા દેખાયા અને શરીરમાંથી જીવ જતો રહ્યો હોય તેવો એહસાસ થયો.

દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને પપ્પા દોડતા મારી નજીક આવીને ઉચકી લીધો. તેઓ આ સમયે મુગ્ધ બની ગયા હતા. તેમને મને મહામહેનતે ફાંદામાંથી કાઢીને નીચે ઉતાર્યો. તેમને મમ્મીને બૂમ પાડી. મમ્મી દોડીને મારા રૂમમાં આવી ગઈ. આવીને આ દ્રસ્ય જોતાંની સાથેજ જાણે તેના માથા પર આભ ફાટ્યું હોય તેમ એ સ્થિર ત્યાંની ત્યાંજ ઉભી થઇ ગઇ. પપ્પા એ નીચે ઉતારી મને પલંગ પર સુવડાવ્યો અમે ફટાફટ ડૉક્ટર ને ફોન કર્યો.
ડૉક્ટર ગામમાંજ રહેતા હતા તો જલ્દીથી તે આવી પહોંચ્યા. તેમણે મારા હાથની નાળી ચેક કરી. બેટરી મારીને મારી આંખોમાં જોયું. મારો શ્વાસ ચેક કર્યો પછી તેમને પપ્પાને જણાવ્યું કે જો થોડો સમય વધારે થઈ ગયો હોત તો છોકરો હાથમાંથી નીકળી જાત. પછી થોડી દવા ગોળી આપી અને ચિંતા કરવા જેવું કંઈ નથી તેમ કહ્યું.

"ડૉક્ટર સાહેબ એક વિનંતી છે કે આ વાત ગામમાં કોઈને જણાવશો નહીં. અમારી જે થોડી ઘણી આબરૂ છે તેને જાળવી રાખશો. જો ગામમાં જાણશે તો ભાતભાતની વાતો થશે અને છોકરો એ તણાવ વેઠી નહીં શકે." પપ્પાએ ડૉક્ટર ને કહ્યું

"અરે... ધનસુખભાઈ તમે એ બાબતે બિલકુલ બેફિકર રહો. આપણા ઘરની વાત છે." ડૉક્ટરએ વિશ્વાસ આપ્યો અને ઉમેર્યું કે ધવનની બિલકુલ ચિંતા ના કરશો તેને સવાર સુધીમાં ઠીક થઈ જશે.
*

સવારે આંખ ખુલી તો જાણે મારો બીજો જન્મ થયો હોય તેવું લાગી રહ્યું હતું. પલંગમાં સૂતો હતો. મમ્મી મારી બાજુમાં માથું મૂકીને ઝોકા ખાઈ રહી હતી. તેનો ચહેરો જોઈને લાગતું નહોતું કે તે આખીરાત ઊંઘી હશે. રૂમમાં પપ્પા દેખાયા નહીં લાગ્યું કે બહારની રૂમમાં સુતા હશે પણ તે પણ મારી રૂમમાંજ નીચે આડા પડ્યા હતા.

હોશ આવતાની સાથે જ હુ રડવા લાગ્યો. મારા અવાજથી મમ્મીપપ્પા પણ જાગી ગયા. મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી તે જોઈને તેઓ હેબતાઈ ગયા હતા.

પપ્પાએ મને ઉભો કરીને પાણી પીવડાવ્યું. મને ભાન આવી ગયું હતું. બધુજ સત્ય મને સમજાઈ ગયું. કોઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય એવું લાગ્યું. એક સીધોસાદો જિંદગી જીવતો છોકરો એક છોકરી માટે જિંદગીના અંતિમ સુધી જય આવ્યો હતો.

અત્યારે મારા દિમાગમાં કોઈ સવાલ જવાબ નહોતા.આંખો જાણે હજુ પણ ફાટેલી હોય તેમ લાગી રહ્યું હતું. ફાટેલી આંખોએ એકીટશે દીવાલ સામે જોઈ રહ્યો.

મારા ગળામાંથી શબ્દ નહોતા નીકળી શકતા છતાં પણ જોર કરીને બોલ્યો "પપ્પા, મને માફ કરી દેજો " બસ આટલું બોલાયું અને આંસુ વહેવા લાગ્યા.

" બેટા, મને નહોતી ખબર કે ધનસુખ નો દીકરો આટલો માયકાગલો અને ડરપોક નીકળશે. આવું આત્મહત્યા જેવું કૃત્ય કરે તે મારો દીકરો હોઈજ ના શકે." આટલું બોલીને ઘણીવાર સુફહી તે મમ્મીની સામે જોઈ રહ્યા.

" તને શું તકલીફ સે, બીટા હાચુ કેજે બેટા " મમ્મી ધ્રુજતા અવાજે આટલું બોલી.

શુ સમજાવું મમ્મીને ? શુ જવાબ આપું? હું મમ્મી સામે જોઈ રહ્યો.

ઘરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. બસ ત્રણ હૈયા ના ધબકારા અને આંખોમાંથી વહેતા આંસુ ના અવાજ આવી રહ્યા હતા. કોઈ કોઈની સામે આંખ ઉઠાવીને જોઈ પણ નહોતું શકતું. સારું હતું 'કિસુ' મામાના ઘરે હતી નહીતો તે આ દ્રસ્ય જોઈ જ ન શકતી.

" મમ્મીપપ્પા મેં તમારાથી ઘણું બધું છુપાવ્યું છે " બસ એટલુંજ બોલી શક્યો.

મેં મમ્મીપપ્પાની આંખોમાં જોયું. તેમની આંખોમાં દુઃખ હતું. આટલું સાંભળીને ચિંતા હતી. મમ્મીએ બાજુમાં પડેલી પાહીની બોટલમાંથી ગ્લાસ ભરીને માથે હાથ ફેરવીને પાણી પીવડાવ્યું. આખો ગ્લાસ પાણી પીધા પછી મારામાં થોડી હિંમત આવી. મમ્મી મારી બાજુમાં આવીને બેઠી અને કેહવા લાગી " જો બેટા તારા મનમાં જે કંઈપણ હોય તે કહી દે મનમાં કસો ખચવાટ રાખીશ નહીં."

" કારણ શું છે કે તારે આટલું મોટું પગલું ભરવું પડ્યું. નાપાસ થયો છે? જો એવું હોય તો બીજી વાર પરીક્ષા આપજે. જરૂરી નથી કે દરેક લોકો પહેલા પ્રયત્ને જ સફળ થઈ જતા હોય છે." પપ્પા બોલ્યા.

" એવું કંઈ નથી મેં કહ્યું" મેં ટૂકમાંજ જવાબ આપ્યો. હજુ પણ મારામાં હિંમત નહોતી થઈ રહી કે સાચી હકીકત તેમને જણાવું.

" તો પછી તને થયું છે શું ? તું જણાવીશ તો ખબર પડશે. નથી ભણવાણી તકલીફ કે નથી નોકરીની તકલીફ તો પ્રશ્ન સાનો છે? કોઈ છોકરીની વાત છે?" પપ્પા આટલું બોલ્યા અને મારો ચહેરો સતેજ થયો. એટલે તે સમજી ગયા કે છોકરીની વાત છે.

" મમ્મીપપ્પા કદાચ તમે મને સમજી નહીં શકો... આ વાત પાંચ વર્ષ પહેલાં જ્યારે હું વિદ્યાનગર ભણવા ગયો ત્યાંથી શરૂ થાય છે " મેં આટલું કહ્યું.

*

................................(ક્રમશઃ )..................................

- રોહિત ભાવેશ