બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 17 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 17

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(17)

હોસ્પિટલમાં હું મારા પિતાજીના પડખે બેઠો હતો. મારા મમ્મી અને અમારા કેટલાંક સંબંધીઓ પણ ત્યાં હાજર હતાં. પિતાજી ઊંઘી રહ્યા હતાં. હું તેમને ચાર વર્ષ બાદ જોઈ રહ્યો હતો. તેઓ જાગશે તોહ શું કહેશે? મને જોઈને રાજી થશે? મને ગળે મળશે? મને જોઈને ઉછળી પડશે? કે પછી તેઓ મારાથી ગુસ્સે હશે? મારી પર ગુસ્સો ઉતારશે? મને વઢશે? મને થપ્પડ મારશે? જે કંઈ પણ કર! હું શહી લઈશ. આખરે હું ચાર વર્ષે તેમને મળી રહ્યો છું. તેઓ ક્યારે જાગે? એ સમયની હું રાહ જોઈ રહ્યો હતો. અને અંતે તેમની ઊંઘ ઊડી. અને મને સામે જોતાંની સાથે જ તેઓ મારાથી દૂર ખસવાનું પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ મારી પાસે હતા અને દૂર ભાગી ગયાં. તેઓ, ઉભા થવાની ફિરાકમાં હતાં. પરંતુ, મારા મમ્મીએ તેમને પકડી લીધા. તેમને શાંત પાડ્યાં.

"આ વ્યક્તિને મારી નજરોથી દૂર કરો. કોણે બોલાવ્યો છે આને અહીં? આનું અહીં કંઈજ કામ નથી. એને અહીંથી જવાનું કહી દો. મારે આ વ્યક્તિની શકલ પણ નથી જોવી. જા! મારા નજરોથી દૂર ચાલ્યો જા. અને પડ્યો હો તારા એ પહાડી વિસ્તારમાં." પિતાજીએ કહ્યું.

"તમે શાંત થઈ જાઓ. ચાર વર્ષે એ અહીં આવ્યો છે. એ પણ તમારી માટે. એને પણ તમારી ચિંતા હશે. નહીંતર એ અહીં આવત જ શા માટે? તમે ગુસ્સો નહીં કરો એની પર." મારા માતાજીએ કહ્યું.

" આ નાલાયક પર ગુસ્સો ન કરું તોહ શું કરું? ચાર વર્ષ પહેલાં આ શહેર અને આ એના બાપને મૂકીને જવામાં શર્મ નહોતી આવી. અરે મારું તોહ, વિચાર ન કર્યું એ ભલે ન કર્યું. પરંતુ, એના મિત્ર અને એના ખાસ એના વહાલા દાદાજીનું પણ એણે વિચાર નહોતું કર્યું. આ એપને આ બધા નાટકો કર્યા. ભલે ગરીબો માટે અને તેમની ભલાઈ માટે એ બધું કર્યું હોય તે! સારી બાબત કહેવાય. પરંતુ, આ તારા બાપનું પણ ખ્યાલ ન આવ્યું? તારા દાદાજીનું ખ્યાલ પણ ન આવ્યું? અરે, હું પણ કોણે સમજાવવું છું? બે છોકરીઓની જીંદગી બરબાદ કરીને બેઠો છે. અને હજુ શર્મ નથી. અને આટલું ભણાવ્યું નાલાયકને. કંઈક બને એ માટે સારી કોલેજમાં એડમિશન અપાવ્યો. પરંતુ, ત્યાં જઈને ભાઈસાહેબ પત્રકાર બની ગયાં. અરે, પત્રકાર જ બનવું હતું તોહ આટલા નાટકો શા માટે કર્યા? અને જે મજાલ છે ભાઈને કોઈ કંઈક કહી જાય. કંઈક કહીએ તોહ, એમના માતાજી વચ્ચે ટોકવા મંડે. અરે, આવા બેશર્મોને તો ઘરની બહાર કાઢી મુકવા જોઈએ. આજે જે તું કમાય છે ને? એ પણ તારા બાપની બદોલતે કમાય છે. અને જુઓ! ભાઈસાહેબ બેશર્મોની જેમ ઉભા છે. જાણે કંઈ ફર્ક જ નહીં પડતું." પિતાજીએ કહ્યું.

"સાચું કહ્યું પપ્પા. મને શર્મ નથી. અને મને શર્મ આવવી પણ ન જોઈએ. શર્મ શા માટે? તમારા કહેવા પર તમારી પસંદનું કોર્શ કર્યું. આજસુધી તમે જેમ કહ્યું મેં એમ કર્યું. તમે મને ક્યારેય પુછ્યો? મને શું કરવું છે? મને શું પસંદ છે? મારા મિત્રોને પુછી લ્યો કે, મને પેંટિંગ્સનું કેટલું શોખ છે? મને પત્રકાર બનવાનું પણ શોખ હતું. આ શોખ કદાચ, મારા સિવાય કોઈજ જાણતું નહોતું. અને તમે કહ્યું કે, દાદાજી માટે રોકાઈ ગયો હોત. તમને તો બહાના પણ બનાવતા નથી આવડતા. દાદાજી ગયાં એના એક વર્ષ બાદ, હું આ શહેર છોડીને ગયો હતો. ત્યારે તોહ, દાદાજી આ દુનિયામાં પણ નહોતા. થોડું વિચાર કરીને પછી બોલો તોહ, કદાચ સારું લાગે. અને હા! બે છોકરીઓની જીંદગી મેં બરબાદ કરી છે? એ વાત તમે સો ટકા સાચી કહી. હું તેમને વળતરમાં પ્રેમ આપી ન શક્યો. એનું આજે પણ મને દુઃખ છે. એમના માટે હું સારો વ્યક્તિ ન કહેવાઉં. કારણ કે, મારી માટે મારા પોતાનાઓ કરતાં સમાજ! અને સમાજની ચિંતાઓ મહત્વની છે. પરંતુ, તમારી મને પરવાહ નહોતી? આ વાત તમારી ખોટી છે. મેં તમને યાદ નહીં કર્યા હોય? તમારી સાથે એ વીતેલું બાળપણ યાદ નહીં આવ્યું હોય? અરે હું તોહ તમારી ચિંતા દિવસ રાત કર્યા કરતો. તમને કેટકેટલા યાદ કર્યા છે. ચાર વર્ષમાં એક દિવસ એવો નથી ગયો કે, મેં તમને યાદ નકર્યા હોય. તમારી વાત ન રાખતો હોત તોહ, તમારા કહેવા પર હું શહેર છોડીને પણ ન ગયો હોત. હવે તમે એમ કહેશો કે, મેં શહેર છોડવાની વાત ક્યારે કરી હતી? તોહ, તમને એ ઘટના પણ યાદ દેવડાવી દઉં. યાદ છે? દાદાજી ગયાં એને માત્ર થોડાંક જ દિવસો થયાં હતાં. તમે તમારા પરનો કાબૂ ખોઈ બેઠાં હતાં.તમે દાદાજી માટે રડી રહ્યા હતા. સિગારેટ પર સિગારેટ પી રહ્યા હતા. અને તે દિવસે જ્યારે તમે મારી પાસેથી સિગારેટ માંગી હતી. યાદ છે? ત્યારે મેં તમને સિગારેટ ન પીવાની સલાહ આપી હતી. કારણ કે, એ સેહત માટે હાનિકારક હોય છે. અને ત્યારે જ તમેં ગુસ્સામાં કહ્યું હતું કે, તું મને સમજાવીશ? મારે શું કરવું શું નહીં? એ બધું જ તું મને શીખવાડીશ? અરે, તું તારા બાપને આ બધું સમજાવી રહ્યો છે? મને ખબર છે તારે હવે અહીં વધારે રહેવું નથી. અહીંથી ભાગી જવાના બહાનાઓ શોધે છે. માટે જ મારી સાથે લડાઈ કરવાનો બહાનો શોધી રહ્યો છે. તોહ, જા! હું તને તક આપું છું. વહેલાંમાં વહેલી તકે આ શહેર છોડી દૂર ચાલ્યો જા. અને હું જ્યાં સુંધી ન કહું ત્યાં સુધી મારી સામે આવતો નહીં. ચલ, હવે જા. આ વાક્યો તમને યાદ જ હશે? અને મને તોહ યાદ હતાં જ. માટે હું મેઘનાનું સપનું પૂર્ણ કરી અને નીકળી ગયો એ શહેરથી દૂર. અને ચાર વર્ષ બાદ, આજે તમારી તબિયત નાજુક હોવાના કારણે અહીં પરત ફર્યો છું. હવે કહો હું હજું પણ બેશર્મ છું?" મેં કહ્યું.

"જો બેટા! યશ. તારા પિતાજીની હાલત ઠીક નથી. અને આ સમયે આ બધી વાતો કરવી યોગ્ય નથી. તું કૃપા કરીને ઘેર જા. તારા પિતાજીને કંઈક થઈ ન જાય. તું જા યશ. અત્યારે સમય યોગ્ય નથી. આ બધી વાતો પછી પણ થઈ શકે છે. તારી માંની તોહ, વાત રાખ. પ્લીઝ યશ. પ્લીઝ!" માતાજીએ કહ્યું.

"તમે જ કહો મમ્મી! હું શું કરું? એવું શું કરું? કે જેથી પિતાજી મારી સાથે સારો વ્યવહાર કરે? શું કરું? મારું કંઈજ વાંક નથી. તોહ, આમ અચાનક? આ બધા પ્રશ્ન? એ પ્રશ્ન મારી પર કેમ આવી ગયાં? આ સમયે હું શાંત રહું? અરે, આ સમયે શાંત રહીશ. તોહ, પિતાજીને સમજાવીશ કઈ રીતે? મારું શું વાંક છે? હું તોહ, આવ્યોને? પરત આવ્યોને? કોની માટે? પિતાજી માટે ને? તોહ, હવે શું પ્રોબ્લેમ છે? બધું ભૂલીને પહેલાં જેવું ન થઈ શકાય?"

"અરે, તારી માંને શું પૂછે છે? હું કહું તને. પહેલાં જેવું ન થઈ શકાય? તું અહીં આવ્યો છે મારી માટે? ચલ, માની લીધું. માની લીધું કે, વાંક મારું જ છે. અને હું તારી સાથે સારો વ્યવહાર કરવા માટે પણ તૈયાર છું. અને બધુંજ પહેલાં જેવું કરવા માટે તૈયાર છું. તારે મારી તરફથી સારા વ્યવહારની આશા છે ને? પરંતુ, એક શરતે હું તારી સાથે સારો વર્તન કરી શકું. બોલ શરત માનીશ?" પિતાજીએ કહ્યું.

" શરત? કેવી શરત?"

"કેમ? શરત નહીં જણાવું તોહ નહીં માને? શરત શું છે? એ હું પછી કહીશ. પહેલાં કહે મને કે, તું આ શરત પુરી કરી શકીશ? અને જો હા! તોહ, વાયદો આપજે મને. છો તૈયાર?"

"ચલો ઠીક છે. તમારું વિશ્વાસ જીતવા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું."

"તોહ, ભલે. તારી શરત હું તને કાલે જણાવીશ. અને આ શરત તારે પુરી કરવી જ પડશે. અને જો શરત પુરી ન થઈ! તોહ, હંમેશની માટે તારી શકલ દેખાડતો નહીં. અને હું તારો બાપ છું. આ તારી માં છે. આ બધાજ સંબંધો તું ભૂલી જજે. અને તારી માટે મારા ઘરના દ્વાર હંમેશની માટે બંધ થઈ જશે. અત્યારે તું જઈ શકે છે."

"આ તમે શું કહી રહ્યા છો? આવી શરત?-" મમ્મી આગળ કાંઈ બોલે એ પહેલાં પપ્પાએ ટોકતા કહ્યું.

"આ અમારી વચ્ચેનો મામલો છે. તું વચ્ચે નહીં પડ. એક શરત! અને તારા પિતાજી અને તેમનો સ્વભાવ પહેલાં જેવો! બસ બીજું શું જોઈએ છે? જા હવે અહીંથી."

હું બધું કહેતા કહી તોહ ગયો કે, શરત પુરી કરીશ. પરંતુ, પિતાજીનું કંઈ નક્કી ન કહેવાય. મને કંઈ પણ ચેલેન્જ આપી શકે છે. અહીં રહેવાનું. અહીંજ એમની સાથે વસવાનુંને એવું કંઈક ચેલેન્જ આપશે તોહ? કારણ કે, એ જાણે છે કે મારે અહીં રહેવું નથી. હું માત્ર થોડાજ દિવસો માટે અહીં આવ્યો છું. અરે, આ શરતો તોહ માની પણ લઉં. પરંતુ, કોઈક અઘરી શરત હશે તોહ? મારા મનમાં આવા કેટલાંક વિચારો રમી રહ્યા હતા. અને આ શરત વિષે મેં મારા બે જીગરીઓને જાણ કરી.

"બે! તારા પિતાજીનું કાંઈ નક્કી ન કહેવાય હો! ખતરનાક વ્યક્તિ છે. મારું તોહ, કેટલીક વાર આવી બન્યું છે. એકવાર એ મને મારી ફ્રેન્ડ સાથે જોઈ ગયેલા. હું મારી ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં આમ, આંટા મારી રહ્યો હતો. એવામાં એ આવ્યા. અને પછી! પછી મારા બાપાને આ બધુજ જણાવી દેવાની ધમકી આપી. અંતે તેમણે એક શર્ત મુકી. અને એ શર્ત મેં પુરી કરી. નહીંતર મારું આવી બન્યું હોત." શંકરએ કહ્યું.

"અને શંકરજી તમે મને જણાવશો કે એ શર્ત શું હતી?" મેં કહ્યું.

"અરે, યશ! કંઈ ખાસ શર્ત નહોતી. બસ એવું કંઈ કહેવા જેવું નથી. રહેવા દેને."

" કેવું છે? કે પછી પિતાજી પાસે જાઉં?"

"ના! એમની પાસે ન જતો. હું કહું છું બધુજ. તું શહેર છોડીને ગયો. એના એક વર્ષ બાદની આ ઘટના છે. આ ઘટના બાદ, તેમણે મારી પાસેથી તારા અંગે જાણકારી મેળવી લીધી. તું ક્યાં છે? શું કરે છે? તારું પાસ્ટ, પ્રેજેન્ટ. બધું જ મેં જણાવી દીધું. સોરી ભાઈ. મને માફ કર."

"બે બાંગળુ. તારા લીધે મારી આજે આવી બની. મને થયું કે, પૂજા મેમ અને આ બધીજ જાણકારી કોણે આપી હશે આમને? અને એ સાંપ તું છે! તને તો પીટવાનું મન થાય છે. પરંતુ, છોડને. હવે મને આ ટેન્શનમાંથી બહાર નીકળવું છે. ચલો, ગામડે જઈએ."

અમે, ત્રણેય મિત્રો નીકળી ગયાં અમારું બાળપણ જીવવા માટે. હવે આ શરત શું છે? એ જાણવા માટે મારે અને તમારે બંનેને થોડી રાહ જોવી પડશે. અને મુસીબત શું છે? એ પણ તમને ત્યારેજ જાણ થશે. ખરેખર પિતાજીએ મને કેટલો મુશ્કેલીમાં મૂકી દીધો છે. હવે હું આ વિષેજ વિચારો કરી રહ્યો છું. સ્ટીલ રાહ જોવોને. શું છે? શું નહીં? એ સમય જણાવી દેશે. ચલો, આતે હૈ.

ક્રમશઃ