કોલ સેન્ટર (ભાગ-૬૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૬૧)

આઇ લવ યુ ટુ નંદિતા..!!હું પણ તને મારા જીવનમાં કયારેય નહિ ભૂલું,અને તારા જીવનમાં કોઈ પણ પ્રકારની કયારેય દખલ નહિ કરું.

બાય અનુપમ....!!

બાય નંદિતા...!!!


************************************

બંને વર્ષો જુના પ્રેમને ભૂલી ફોન એક બાજુ મુકીને આજ બેડ પર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.અનુપમની પણ થોડો આજ હાશકારો થયો હતો.જો નંદિતા ન માની હોત કે નંદિતા એ સવાલ કર્યા હોત તો આજ હું શું કરી બેસેત મારા જીવનમાં નક્કી ન હતું,પણ આજ નંદિતાએ તેનો નિર્ણય યોગ્ય લીધો હતો.

સવાર પડી ગઇ હતી,આજ દરરોજની જેમ પલવી અનુપમ અને માનસી કોલસેન્ટરમાં હાજર થઇ ગયા હતા,પણ બધા એ ઓફિસમાં નજર કરી તો અંદર કોઈ નવા જ સર આવ્યા હતા.

વાઇરસે નજીક આવીને બધાને કહયું કે આ સંજય વોરા સર છે,હવેથી આ મેડીકોલ કોલ સેન્ટર તે જ સંભાળશે.હજુ હમણા જ વિશાલ સરનો ફોન આવ્યો હતો,અને તમને પણ હમણાં જ ઓફિસમાં બોલાવશે.

ઓકે વાઇરસ..!!!

થોડીજવારમાં અમને બધાને સંજય વોરાએ તેમની ઓફિસમાં બોલાવ્યા,અને તેમની અમને ઓળખ આપી,અમે પણ બધા એ તેમની એક પછી એક અમારી ઓળખ આપી.

એ પછી સંજય સરે થોડી ઘણી અમારી સાથે વાત કરી આજ શનિવારથી આ મેડીકોલ કોલ સેન્ટરની ઓફિસનું કામ હું સંભાળીશ,આજ સુધી મુંબઇમાં રહીને જ વિશાલસર આ ઓફિસનું કામ બધું સંભાળતા હતા,પણ હવે તે આ ઓફિસનું કામ નહીં કરે એમનું બધું જ કામ હું સંભાળીશ.

હા,તમને કોઈને કોઈ પ્રશ્ન હોઈ તો ગમે તૈયાર મારી ઓફીસમાં આવી તમે પ્રશ્ન કરી શકો છો,હું આ ઓફિસમાં નવો છું,એટલે અહીંની વાતાવરણમેં અનુકૂળ થતા મને થોડીવાર લાગશે,પણ ધીમે ધીમે તમારી સાથે અને મારી સાથે તમે અનુકૂળ થઈ જશો.

બસ આજે તમને મળવા માટે જ મેં મેડીકોલ કોલ સેન્ટર પર બોલાવ્યા હતા.કેમ કે આજના દિવસથી મારે આ કોલ સેન્ટર પર હાજર થવાનું હતું,મને તમારી બધાની વાઇરસ ઘણી બધી વાત કરી છે,અને આ મેડીકોલ કોલ સેન્ટરની પણ ઘણી બધી તેમણે મને માહિતી આપી છે.

ઓકે તો આપણે બધા એકબીજા સાથે હળીમળીને આ મેડીકોલ કોલ સેન્ટરમાં કામ કરીશું.કોઈને કોઈ પ્રશ્ન હોઈ તો મને કહી શકો છો.

નહિ સર..!!

ઓકે તો તમે બધા જઈ શકો છો...!!!અમે બધા ઓફિસની બહાર નીકળ્યા.આમ તો અમારે શનિવારે રજા જ હોઈ પણ આજ સંજય વોરાને મળવા માટે અમને બોલાવ્યા હતા.હવે અમે ઘર પણ જય શકતા હતા,આજ અમારું કોલસેન્ટર પર કોઈ કામ હતું નહીં.

અનુપમે પલવીને ઇશારો કરી મેડકોલ કોલ સેન્ટરની ગેસ્ટ રૂમમાં આવાનું કહ્યું,પણ તેણે ના પાડી કે હું નહિ આવું,અનુપમની લાગી રહ્યું હતું કે પલવી મારા અને તેના સંબંધોને હવે ભુલવા માંગે છે.

એટલે અનુપમેં પલવીની પાસે જઇને કહ્યું કે મારે તારું અગત્યનું કામ છે,હું ગેસ્ટ રૂમમાં જઈ રહ્યો છું તું આવજે.પલવી તેનું પર્સ અને ગાડીની ચાવી ટેબલ પરથી લઇને તેના ઘરે જઈ રહી હતી,પણ તેણે વિચાર
બદલ્યો,અને તે અનુપમની પાછળ ગેસ્ટ રૂમમાં ગઇ.

બોલ હવે શું કામ છે મારું?તું તો નંદિતાને પ્રેમ કરે છો તો જા ને નંદિતા પાસે..!!

નહિ પલવી સાંભળ મારી વાત,નંદિતા મને ભૂલી કાલે કેનેડા જઇ રહી છે,માસ્ટર ડીગ્રી માટે,અને તેણે કહ્યું છે કે પલવી તને હમેંશા ખુશ રાખશે.તું તેની સાથે લગ્ન કરી લે જે.

શું તારે મારી સાથે એનગેજમેન્ટ નથી કરવી?શું તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી?શું તું મને પ્રેમ નથી કરતી?હું તો પલવી આજ પણ તને એટલો પ્રેમ કરું છું.જો તું મને પ્રેમ કરતી હો,તો આજ આ સોનાની મારી વીંટીનો સ્વીકાર કરીશ,અને મારા હાથથી જ હું તને આ વીંટીને પેહરાવીશ.

તું ખોટું તો નથી બોલી રહ્યોંને અનુપમ?મારી સાથે મજાક નથી કરી રહયો ને?

નહીં પલવી તારી કસમ અને આપણા બંનેના પ્રેમની કસમ.કે હું દિલથી તારી સાથે લગ્ન કરવા માગું છું.તું મારા પર ભરોસો કર.

બસ..બસ..અનુપમ..હું પણ તને આજ એટલો જ પ્રેમ કરું છું,તને કેવી રીતે ભુલી શકું.પલવી અનુપમની નજીક આવી અને તેનો જમણો હાથ તેની તરફ કર્યો.અનુપમે પલવીને વીંટી પેહરાવી અને બંને એકબીજાને ભેટી પડ્યા.

હજુ એક પ્રેમનો અંત આવ્યો પણ માનસી અને ધવલ હજુ પણ એકબીજા માટે તડપી રહ્યા હતા શું કરવું તે વિચારી રહ્યા હતા.માનસી મેડીકોલ કોલ સેન્ટરથી તેના ઘરે પહોંચી ગઇ હતી.તેણે ધવલને મેસેજ કર્યો કે આજ સાંજે હું તને મુંબઈ હોટલ રોઝમાં તને મળવા માંગુ છું.તું આવીશ કે નહીં મને જવાબ આપજે.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup