કોલ સેન્ટર (ભાગ-૬૦) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૬૦)

માનસી એ ફટાક કરતો ફોન મેકી દીધો,અને બેડ પર પડીને સુઇ ગઇ.તે વિચારી રહી હતી કે ધવલ મને કહી રહ્યો હતો કે વિશાલ તને દગો દય રહયો છે,વિશાલ તારા શરીરનો ઉપયોગ કરી રહ્યો છે,પણ મેં એકવાર પણ તે તરફ વિચાર ન કર્યો.


************************************

હવે આવી પરિસ્થિતિમાં મારી સાથે કોણ લગ્ન કરશે.શું ધવલ મને લગ્ન માટે હા,પાડશે.ધવલે તો કહ્યું હતું કે તું ગમે ત્યારે મારી પાસે આવીને તું કહેજે કે હું તને પ્રેમ કરું છું,ત્યારે હું તને એક પણ શબ્દ કહ્યા વગર હા પાડી દશ,પણ શું ધવલ આ બધી પરિસ્થિતિની ખબર પડ્યા પછી પણ મને પ્રેમ કરશે.

આજ માનસીને નિંદર આવી રહી નોહતી.તે ઘડીક વિશાલ સરને યાદ કરી રહી હતી તો ઘડીક ધવલને.તેને ધવલની કહેલ વાતો પણ યાદ આવી રહી હતી હું મરી જશ પણ તારી સાથે લગ્ન નહિ કરું ધવલ..!!આજે તેને અફસોસ થઇ રહ્યો હતો.

આજ પલવીની પણ એ જ હાલત હતી કે શું કરવું કઈ સમજાતું ન હતું.અનુપમને યાદ કરી તે રડી રહી હતી.અનુપમ અને નંદિતાની પણ પલવી જેવી જ હાલત હતી.

રાત્રીના અગિયારનો સમય થઇ ગયો હતો.અનુપમના ફોનમાં રિંગ વાગી,અનપમે જોયું તો નંદિતાનો ફોન હતો.તેણે તરત જ ફોન રિસીવ કર્યો.

અનુપમ હું તને આજ એક વાત કહેવા માગું છું,જેમ કાલે મેં ધ્યાનથી તારી વાત સાંભળી હતી તે જ રીતે.તું પણ આજ મારી વાત ધ્યાનથી સાંભળ.તું મને પ્રોમિસ આપ કે હું વચ્ચે એક પણ શબ્દ નહિ બોલું.

પ્રોમિસ નંદિતા...!!!

અનુપમ દરેક માણસ વધતા કે ઓછા અંશે એવું માનતો હોય છે કે,પોતે જે વિચારે છે એ સાચું છે. બીજી તરફ અમુક લોકો એવા પણ હોય છે જેને પોતાની વાત,પોતાના વિચાર કે પોતાના નિર્ણય પર જ શ્રદ્ધા હોતી નથી.જીવનમાં બેલેન્સ રાખતા જેને આવડે છે,એ માણસ જ ખરો સમજદાર છે.ક્યારેક કોઇની સલાહ લેવી એની સમજ પણ જિંદગીમાં જરૂરી છે.દરેક વખતે કોઇની સલાહ લેવા દોડી જવું એ પણ કાયરતાની નિશાની છે.આપણે જ્યારે નિર્ણય લઇ શકતા ન હોઇએ ત્યારે જ કોઇનું માર્ગદર્શન લેવું જોઇએ.

મને ખબર છે,કે તું મારી અને પલવી સાથે જે બન્યું તેનો નિર્ણય તું લઇ શક્યો નહિ,અને તે અમને કહ્યું અને તે વાત અમને બંનેને કરી એ મને પણ ગમ્યું.

અમુક લોકોને ખોટું લાગે એ પછી મનમાં જ રાખતા હોય છે,પણ હું તે નથી અનુપમ,મનમાં ને મનમાં રાખીને આપણે પોતે જ દુ:ખી થતા હોઈએ છીએ. પલવીને આમ કરવું જોઈએ,અનુપમને આમ કરવું જોઈએ પણ એણે ન કર્યું?પણ હું શું કરું?મારે શું કરવું જોઈએ?એ હું આજ વિચારી રહી છું.

તે હજુ મને હમણાં જ મેસેજ કરીને કહ્યું કે સોરી
નંદિતા..!!મને તો કોઈ સોરી કહે તેને પણ હું મારા જીવનમાં વેલ્યુ કરું છું.એ સોરી એટલા માટે કહેતા હોય છે કે,એને હવે વાત લંબાવવી હોતી નથી.એણે તમને નારાજ કરવા હોતા નથી.નારાજ થયા હોય તો પણ એની દાનત તમને મનાવી લેવાની હોય છે.વાત પૂરી કરતા પણ સમય સર આવડવું જોઈએ.એ અનુપમ આજ તારામાં મને નવી આવડત જોવા મળી.

સંબંધ છે તો ક્યારેક ખોટું, ખરાબ કે અયોગ્ય લાગવાનું છે.આવું થાય ત્યારે વાત કરી લેવી જોઈએ.હું તો એમ કવ છું જરૂર લાગે તો લડી પણ લો.ઝઘડો કરીને પણ વાત પૂરી થઈ જતી હોય તો એમાં કંઈ ખોટું નથી.ધ્યાન માત્ર એટલું જ રાખવાનું કે, એ વાત પૂરી થઈ જાય એની સાથે ખતમ પણ થઈ જવી જોઈએ!મનમાં ભરી ન રાખવી જોઈએ.સાચા,સારા, સ્વસ્થ અને સંવેદનશીલ સંબંધ માટે સ્પષ્ટતા અને નિખાલસતા હોય એ જરૂરી છે!

માટે જ અનુપમ હું બે દિવસ પછી કેનેડા ફરી પાછી જઇ રહી છું.મારે માસ્ટર ડીગ્રી કરવા જવું છે.હું મારા જીવનમાં હજુ પણ આગળ વધવા માંગુ છું.મેં તારી સાથે ત્રણ વર્ષ સુધી પ્રેમની વાત ન કરી એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ હતી,અને એથી મોટી ભૂલ એ હતી કે મેં તને એમ કહ્યું કે મેં કેનેડામાં કોઈ છોકરા સાથે લગ્ન કરી લીધા છે,મને મારી ભૂલ આજ સમજાય રહી છે.

પલવી તારી નજીક આવી તે તારી ભૂલ નથી પણ મારી ભૂલ છે,મેં જ તને પલવીની નજીક આવા દીધો.મેં તારી સાથે વાત ન કરી અને તને પલવી સાથે પ્રેમ થઇ ગયો.આમાં પલવીનો પણ કોઈ વાંક નથી અનુપમ અને તારો પણ કોઈ વાંક નથી.

અમુક સંબધોમાં કયારેક આવું થતું હોઈ છે અનુપમ પણ એ બધું ઇશ્વર પર આધીન હોઈ છે કે હું તને મળીશ કે પલવી.હું તારા સાથેની દરેક વાતો આપણી મૂલાકાત બધું ભૂલીને કેનેડા જઇને મારી નવી જિંદગી શરૂ કરવા માગું છું.

હું અનુપમ તને આજ કહી રહી છું,કે પલવી સારી છોકરી છે,તું તેની સાથે લગ્ન કરીલે.શાયદ પલવીની ભૂલ હોત તો પણ અનુપમ આજ તે મારી જેમ તને મારો હાથ આપી દેત,પણ આજ ભૂલ મારી છે,અને સમય તેનો સારો છે,શાયદ તને પલવીને પ્રેમની વધુ જરૂર હશે,એટલે જ ઇશ્વરે મને તારાથી અલગ કરી હશે.

પણ અનુપમ હું જીવનભર તને પ્રેમ કરતી રશ.અમુક વાતો ભુલવાનો પ્રયત્ન કરીએ પણ ભૂલી શકાતી નથી અનુપમ પણ હું ભૂલવાની કોશિશ કરીશ.હું તને છેલ્લી વાર કંઈક કહેવા માંગુ છું.

બોલ નંદિતા..!!!(અનુપમ તું રડી રહ્યો છે)

નહિ નંદિતા તું બોલ શું કહેવા માગે છે?

(નંદિતા પણ રડવા લાગી)જેમના વર્ષો જુના સંબંધો એક ભૂલના કારણે વિખરાય જતા હોઈ તેમને છુટા પડતા કેમ જીવ ચાલે,અનુપમ નંદિતાને રોકવા માંગતો હતો,તેને કેહવા માંગતો હતો કે તું કેનેડા ન જા,પણ તે એકવાર પણ નંદિતાને ન કહી શક્યો કે તું મને છોડીને ન જા.

અનુપમ આઇ લવ યુ....!!હું હમેશા તને પ્રેમ કરીશ,અને આજ પછી તને ક્યારેય ફોન કે કોલ કરવાની કોશિશ કે તને મળવાની કોશિશ નહિ કરું.

આઇ લવ યુ ટુ નંદિતા..!!હું પણ તને મારા જીવનમાં કયારેય નહિ ભૂલું,અને તારા જીવનમાં કોઈ પણ પ્રકારની કયારેય દખલ નહિ કરું.

બાય અનુપમ....!!

બાય નંદિતા...!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup