Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

રેમ્યા - 3 - રૈમ્યાની માસુમ ઊંઘ

મયુર એ ડોરબેલ વગાડ્યો, પ્રેમલતાબેનને ખબર જ હોય એમ બારણું ખોલીને આવકાર આપ્યો. એમને જોતાવેંત રૈમ્યા તો જાણે એએ તો મની જોડે જઈને એવી ચોંટી ગઈ કે જાણે ક્યારની વિખુટી વાછરડી જ ન હોય એ! એને ભૂખ લાગી હતી તો મમ મમ કહીને એમને કિચન તરફ ઈશારો કરી રહી હતી એ. પણ પ્રેમલતાબેન ને એના ટાઈમની ખબર હતી એટલે દૂધની બોટલ રેડી જ રાખી હતી. એને ઘોડિયામાં સુવડાવીને બોટલ આપી દીધી. રેમ્યા પણ આમ સ્વભાવે શાંત જણાઈ, ડાહી બનીને દૂધ પીવા માંડી. રૈમ્યાને સાચવવામાં એને મુકવા આવેલા મયુર પર ધ્યાન આપવાનું ભૂલી ગયા એ. અચાનક એની બાજુ જોતા," અરે બેટા, સોરી હા, આ રેમ્યાના ચક્કરમાં તારા પર ધ્યાન જ ના ગયું. આવ બેસ અહીં, હું પાણી લઇ આવું."

"ના આંટી, રહેવા દો...તમે રેમ્યાને સાંભળો."

"એ તો સુઈ જશે દૂધ પિતા પિતા એનો સુવાનો ટાઈમ થઇ ગયો છે, હમણાં અડધો કલાક સુઈ જશે ને પાછી ઉઠીને રમવા લાગશે."

"અડધો કલાક? એટલું જ?"મયુરે કુતુહલવશ પૂછી લીધું.

"હા, હમણાંથી રમીને થાકી જાય એટલે સુઈ જાય ઘડીક, બહુ રમતિયાળ બની ગઈ છે, એની મમ્મીની જેમ,મારી મૈત્રી પણ આવી જ હતી નાની હતી ત્યારે."

"ઓહ્હ….ગજબ છે મોટા માણસોની જેમ થાક ઉતારે એમ નઈ!"

"હા.....અરે દીકરા બેસ તો ખરા પહેલી વાર આવ્યો છે તું. તારા અંકલને બોલાવું."

"ના આંટી, આવા લોકડાઉનમાં ના જવાય કોઈના ઘરે.આતો રેમ્યાના લીધે આવી ગયો." એક જાગરૂક નાગરિકની જેમ મયુરે ઘરે બેસવાનીના પાડી.

"સારું તો દૂર ઉભો રહે સારું લાગશે અમને પણ. તે અમારી રેમ્યાને કલાક રાખી એના માટે તારો આભાર."

"ના એ તો આજે સવારે એને રડતા જોઈ હતી એટલે મમ્મીને કીધું હતું કે લઇ આવજે માટે"

"હા એ કહેતા હતા રેખાબેન, બેટા તારું નામ શું છે?"

"મારુ નામ મયૂર મહેતા."

"શુ કરે છે આજ કાલ ઘરમાંને ઘરમાં? કંટાળી નથી જતો?"

"ના, મારે તો જોબ ચાલુ હોય એટલે ટાઈમ નીકળી જાય છે."

"ઓહ્હ એવું છે?"

ત્યાં જ તો રૈમ્યાના નાના આલેખભાઈ આવી ગયા.એમને મયૂરને પહેલી વાર જોયો હતો, આમ તો મયંકને ફ્લેટમાં બધા ઓળખાતા, પરંતુ હવે નોકરીના કારણે એ બહુ નીકળતો નહિ એટલે નવા આવેલા આમને નહોતો જોયો કોઈ વાર."આ તો આપણા સામે નીરજભાઈ અને રેખાબેન રહે છે ને એમનો છોકરો. રૈમ્યાને રમાડવા લઇ ગયા હતા તે મુકવા આવ્યો હતો." પ્રેમલતાબેન એ ઓળખાણ કરાવતા ઘણું બધું કહી દીધું એકી શ્વાસે.

"હા, તું આઈ ટી ફિલ્ડમાં છે ને? એક દિવસ વાત થઇ હતી નીરજભાઈ જોડે મારે એ કહેતા હતા."

"હા અંકલ."

"સરસ, અત્યરે તો બહુ બોલંબોલા છે હા આઈટી વર્કની."

"પણ અત્યરે તો ડોક્ટર્સ અને ફાર્મા જ સાચવે છે કોરોના સામે તો!"

"હા એ પણ છે.આ જુઓને અમારી મૈત્રી રોજ જાય જ છે ને. રજા પણ નથી મળતી એને તો, વિક માં ચાર દિવસ ફરજીયાત છે એને હમણાં તો."

"એ તો રહેશે હમણાં, પણ સાચવજો રૈમ્યાને અને તમે બધા, કેસ વધતા જાય એટલે ચિંતા થાય છે."

"શું કરીએ, ડ્યૂટી તો ડ્યૂટી હોય ને, એ પણ નિભાવાવી રહી!"

"હા ચાલો, હવે હું જાઉં, નહિ તો રેમ્યા ઉઠી જશે અવાજથી." મયુરને આ બધામાં પણ એની ઊંઘની પરવા હતી.

"હા ભલે, આવતો રહેજે રૈમ્યાને મળવા." પ્રેમલતાબેને એને કહ્યું.

"ચોક્કસ, એ તો મારી હવે ફ્રેન્ડ બની ગઈ છે." અનાયાસે જ મયુરે એમની મૈત્રીનું બંધન બાંધી લીધું.એણે રજા લીધી ત્યાંથી. ઘરે આવ્યો.આવતાની સાથે રેખાબેન,"મૂકી આવ્યોને બરાબર?"

"હા, સુઈ પણ ગઈ પાંચ મિનિટમાં તો એ, બહુ ડાહી છે હા...."

"ભલે."

"અંકલ આંટી જેન્ટલમેન છે....દિલના ભોળા લાગે છે."

"હા દીકરા, ભોળા જોડે જ ભગવાન કસોટી વધારે કરે!"

"અને ભોળાનો ભગવાન હોય! એવું પપ્પા રોજ જ કહે છે ને..."મયુરે તરત જ હકારાત્મક જવાબ કહી દીધો. એની આ હકારાત્મકતા હવે રૈમ્યાના જીવનમાં આશિષ લઈને આવે તો સારું!

……………………………………………………………………………