રેવા.. - ભાગ૧૩ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેવા.. - ભાગ૧૩

સમયનું ખરીદી કરતાં મા દીકરીને ભાન ન રહ્યું, રેવાએ ઘડિયાળમાં જોયું તો સાંજના છ વાગી ગયાં હતાં. એટલે મા દીકરી ફટાફટ બજારેથી રીક્ષા પકડી ઘરે પહોંચી ગઈ. ઘરે જઈ રેવાએ લાવેલ પાનેતર અને ઘરચોળું બેગમાંથી બહાર કાઢી મોબાઈલ લઈ પાનેતર ઘરચોળાનો ફોટો પાડી તરત એનાં સાસુ શીતલબહેનને વોટ્સએપ સેન્ડ કર્યો અને લખ્યું મમ્મી જોઈને કહેજો બરાબર છે.

આટલો મેસેજ કરી રેવા ફરી કામે લાગી ગઈ અને એક કલાક પછી સાસુ શીતલબહેનનો ફોન આવ્યો અને સીધા ગુસ્સામાં

"બોલ્યાં રેવા તે મને પૂછ્યા વગર શા માટે ચૂંદડી અને પાનેતરની ખરીદી કરી, મેં તારા માટે લગ્નમાં પહેરવાં એક બુટિકમાં ચણિયાચોળીનો ઓર્ડર આપી દીધો છે, આમ પણ એક તો તું સુકલકડી અને બે સાડીમાં તું ડોશી જેવી લાગીશ,અને આમ પણ હવે એવાં જુના રિવાજોમાં કોણ માને છે ? માટે તું તારી મમ્મીને કહી દેજે એ પાનેતર અને પિયરની ચૂંદડીને મામટ મુકીદે. અને એક અઠવાડિયામાં તારા ચણિયાચોળી ઘરે કુરિયરમાં આવી જશે.."

રેવા ફોન પર માત્ર એટલું જ "બોલી શકી સારું મમ્મી હું મારી મમ્મીને જણાવી દઈશ." આટલી વાત કરી શીતલબહેને કોલ કટ કરી નાખ્યો. અને ફોન આવ્યાં પછી રેવા એકદમ ઉદાસ થઈ ગઈ. રેવાને આમ ઉદાસ જોઈ એની મમ્મીએ રેવાને પૂછ્યું શું થયું તારા સાસુનો ફોન એવું બધું શું તને કહ્યું કે તું ઉદાસ થઈ ગઈ છે ?"

" મમ્મી આપણે લીધેલ પિયરની ચૂંદડી અને પાનેતર મારી થનાર સાસુને ન ગમ્યા, એને મને લગ્નમાં પહેરવા માટે ચણિયાચોળી બુટિકમાં બનાવ્યાં છે, અને કહ્યું એ પાનેતર અને ઘરચોળું મામટમાં મૂકી દેજો."

"અરે..!! તારા સાસુ તો વધુ પડતાં મોર્ડન લાગે છે, એને પાનેતર અને ઘરચોળું પહેરે એ જુનવાણી લાગતાં હશે પણ રેવા એ પાનેતર અને પિયરની ચૂંદડી વિશે બહુ જાણતાં નથી લાગતાં, તું ફોન લગાવી આપ મને હું તારી સાસુ જોડે વાત કરી લઉં, અત્યારથી એની મરજી ચલાવવા લાગ્યાં છે એની જાતને એ શું માને છે ? શહેરમાં રેવાથી આપણાં જુનાં રીત રિવાજ ભૂલી જાય એ થોડું ચાલે તું ફોન લગાડ."

"ના....મમ્મી પ્લીઝ કઈ ફોન નથી કરવો નકામી નાની વાતમાં માથાકૂટ થઈ જશે, આમ પણ સગાઈ વખતે જે થયું એનાથી મારાં સાસુ હજુ નારાજ છે, પ્લીઝ આ વાત આપણી બન્ને વચ્ચે જ રહેવી જોઈએ ."

"પણ રેવા તારી સાસુની જીદ ખોટી છે, પણ તું કહે છે એટલે હું ચૂપ થઈ જઈશ બસ... ખુશને મારી દીકરી રેવાની મમ્મીએ રેવાને કહ્યું."

આમ સમય પણ તૈયારીમાં ક્યારે હાથમાંથી સરકી ગયો અને ડિસેમ્બર મહિનો આવી પહોંચ્યો રેવાનાં ઘરમાં પણ મહેમાનો આવવા લાગ્યાં વિનયભાઈને આંગણે રેવાનાં લગ્ન લખાયા, અને લગ્નનાં મંગળ ગીતોની શરૂવાત થઈ ગઈ. અને અગિયાર ડિસેમ્બરની વહેલી સવારે ચાર વાગ્યે રેવા અલ્પા માસી સાથે બ્યુટી પાર્લર પહોંચી ગઈ.

અલ્પાબહેને રેવાને નવવધુના નખશીખ સુંદર શણગાર કરી સજાવી સાસરેથી આવેલી ચણિયાચોળી પહેરાવી અને માથે નેટનો જરીની બોડર વારો દુપટો ઓઢાળી રેવાનાં ઓવારણાં લઈ કાન પાછળ કાજલનું ટીલું કરી ગાડીમાં બેસાડી લગ્નસ્થળ પર પહોંચી ગયાં.

અને સવારે સાત વાગ્યે સાગર પણ જાડેરી જાન લઈ આવી પહોંચ્યો.અને તૈયાર થઈ બગીમાં બેસી મોરબીની ગલીમાં સાગરનું ફૂલેકું નીકળ્યું ગાજતે વાજતે ઢોલ શરણાઈનાં સુરે સહુ ગરબે ઘુમતાં વિનયભાઈને આંગણે સાગર વરરાજો બની આવી પહોંચ્યો.


વિધિની મમ્મીનાં હાથે સાગરનું પોખણું થઈ રહ્યું હતું અને સ્ટેજ પરથી સુંદર મજાનું ગીત ગવાઈ રહ્યું હતું..
"સીતાને તોરણ રામ પધાર્યા લેજે પનોતી પહેલું પોખણું.."