mrutyunu madhyantar - 2 books and stories free download online pdf in Gujarati

મૃત્યુનું મધ્યાંતર - 2

પ્રકરણ- બીજું /૨

જાણે કે ઈશિતાની ભીતર છલકાતો સ્નેહ સરોવરનો બાંધ અચાનક કોઈ મોટી તિરાડ પડવાના કારણે જે રીતે તૂટીને આંખના પલકારામાં સઘળું સર્વનાશ કરીને શાંત થઇ જાય કંઇક એવી અનુભૂતિ સાથે ઈશિતા ભીતરથી ભાંગી પડી.’

ભીનાં ગાલને દુપટ્ટાથી લુંછતા ઈશિતા બોલી.
મને એટલું કહીશ કે..
‘ઈશિતામાં અજીત ક્યાં નથી...? અને અજીતમાં ઈશિતા ક્યાં છે.. ?

થોડીવાર ચુપ રહીએ અજીત બોલ્યો,

‘સોરી ઈશિતા, તું ઈકોનોમી અને ઈમોશન્સ બંને મેચ કરીને વાત કરે છે. ઇટ્સ ટોટલી રોગ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ. હું એમ કહું છું અત્યારે આપણી પાસે તક છે, સમય છે, તો સઘર્ષ કરીને કેમ આપણે આપણી ફ્યુચર લાઈફને બેટર એન્ડ સેફ ન કરી લઈએ. ? અને મારા અમેરીકા જતા રહેવાથી શું આપણા પ્રેમ કે લાગણીમાં કોઈ ઓટ કે ખોટ આવી જવાની છે ? અને મારા અમેરિકા જવાનો બીજો કોઈ ઇન્ટેન્સ તો નથી જ ?’

‘બસ, ફરક એટલો જ છે અજીત, કે તું મારા વગર રહી શકે છે, હું નહીં. હવે જ્યારે તે જવાનું મન બનાવી જ લીધું છે, તો હવે આપણી આ ચર્ચા અયોગ્ય સ્થાને છે.’

એટલું બોલીને ઈશિતા અજીતના ગળે વળગીને ચુપચાપ રડ્યા કરી.

‘હાં, પણ અજીત એ તો કહે કે તું જાય છે કઈ વિઝા પર ? ઈશિતાએ પૂછ્યું

‘મને વર્જીનીયાની એક યુનીવર્સીટીમાં સ્કોલરશીપ સાથે એડમીશન મળી ગયું છે, જેની હું છેલ્લાં એક વરસથી મહેનત કરતો હતો.’ અજીતે રીપ્લાઈ આપ્યો

‘ઓ... તો આ હતાં તારા ઓનલાઈન કલાસીસ એમ ને ? ખરેખર તું એક નંબરનો છુપો રુસ્તમ છો, મને પણ ન કહેવાય એમ ? મીઠો ઝઘડો કરતાં ઈશિતા બોલી.

‘સરપ્રાઈઝ, માય ડીયર.’ અજીત બોલ્યો

‘તારી આ સરપ્રાઈઝ આપવાની આદત કોઈ દિવસ કોઈનો જીવ લઇ લેશે. અને સાંભળ અજીત, મારા મમ્મી, પપ્પાને મનાવવાની જવાબદારી તારી રહેશે.’
ઈશિતાએ કહ્યું

‘કેમ ?’ અજીતે પૂછ્યું,

‘કેમ શું કેમ ? એ તો જયારે આ વાતની જાણ તેમને થશે ત્યારે મારું તો કોર્ટ માર્શલ કરી નાખશે જો જે ને. અને મારે પચાસ પ્રશ્નોના જવાબ આપવા પડશે એ અલગથી.
તેઓ હર્ટ થશે એ મને બિલકુલ નહી ગમે.’

‘એ તું ચિંતા ન કર હું સંભાળી લઈશ.
ઠીક છે હવે ઘરે જઈએ. નાઉ ટુ લેટ.’
અજીતે જવાબ આપ્યો,
નેક્સ્ટ ડે.

સાંજના સમયે ઈશિતા ઘરે એકલી અને કંઇક ઘરકામમાં વ્યસ્ત હતી ત્યાં આદિત્યનો કોલ આવ્યો.
‘હા, આદિ, બોલ.’
‘શું, બોલું ? કંઈ બાકી છે બોલવા જેવું ?’ સ્હેજ અકળાયેલા સ્વરમાં આદિત્ય બોલ્યો
‘કેમ આદિ, શું થયું ? એનીથિંગ રોંગ ?’ આશ્ચર્ય સાથે ઈશિતાએ કિચનમાંથી ડ્રોઈંગરૂમમાં આવતાં પૂછ્યું.
‘અજીત, અમેરિકા જાય છે ?
‘હા, પણ તને કોણે કહ્યું ? નવાઈ સાથે ઈશિતાએ પૂછ્યું
‘ઈશિતા, દીક્ષિતે તો નથી જ કહ્યું, એટલી ખબર છે.’
‘પણ,આદિ, કેમ આવા ટોનમાં વાત કરે છે ?’ કંઈ થયું ?’
‘ઠીક છે ચલ, તારી જોડે પછી વાત કરું છું, બાય.’ એમ કહીને આદિત્યએ કોલ કટ કર્યો.
આદિત્યને આ એટીટ્યુડમાં વાત કરીને કોલ કટ કરતાં ઈશિતાને નવાઈ લાગી. પછી વિચાર્યું કે હશે કોઈ કારણ, ફરી કોલ આવશે તો પૂછી લઈશ. એમ વિચારીને તેના કામે વળગી ગઈ.

આમને આમ એક વીક કયાંય જતું રહ્યું.

અજીત, ઈશિતા અને આદિત્યે સાથે મળીને ઈશિતાના પેરેન્ટ્સને ધરપત આપીને સમજાવ્યા અને અંતે માન્યા ખરા પણ એક શરતે કે, અજીતએ સગાઇ કરીને અમેરિકા જવાનું. અને એક દિવસ બન્ને ફેમીલીએ મળીને પારંપારિક વિધિ અનુસાર મિત્રો અને સગાવ્હાલાંની હાજરીમાં રાજીખુશીથી બન્નેના સગાઈની વિધિ સંપ્પન કરી, પછી ઈશિતાના પેરેન્ટ્સના જીવને શાંતિ થઇ.

આવતીકાલે અજીતનો મુંબઈમાં અંતિમ દિવસ હતો.

‘અરે.. યાર, નો... નો.. નો... કાર તો નહીં જ, જવું છે તો બાઈક પર જ પ્લીઝ અજીત. આવતીકાલનો આપણી સંગાથનો છેલ્લો સન્ડે મારે તારી જોડે દિલ ફાડીને જીવવો છે, બસ.’
ઈશિતાએ બન્ને હાથ અજીતની કમર ફરતે વીંટાળીને કહ્યું.

સન્ડે.

ઈશિતાની ફરમાઇશ મુજબ બાઈક પર સવારથી લઈએ છેક રાતના અગિયાર વાગ્યા સુધી ઈશિતાએ અંતિમ દિવસને અજીત સાથે મન ભરીને માણ્યો.
મન્ડે.

રાત્રીના ૧૧:૩૦ વાગ્યે એર ઇન્ડિયાની મુંબઈ ટુ ન્યુયોર્ક સીધી ફ્લાઈટ હતી. ઠીક સાંજના ૭:૩૦ વાગ્યે આદિત્ય તેની કારમાં ઈશિતા સાથે અજીતને તેના ઘરેથી પીકઅપ કરીને કરીને ૮:૩૦ની આસપાસ એરપોર્ટ પર ડ્રોપ કરતાં, છેલ્લી ઘડીએ ઈશિતા, અજીતને ભેટીને ખુબ જ રડ્યા પછી આદિત્યએ માંડ માંડ શાંત પડી. અજીત અંદર ગયો અને આદિત્ય અને ઈશિતા ઘર તરફ આવવા નીકળ્યા.

નેસ્કટ ડે ઈશિતા અને આદિત્યએ ઈશિતાના ઘરેથી વોકિંગ ડીસ્ટન્સ પર આવેલાં મોલની નજીકના એક હનુમાન મંદિરે મળવાનું નક્કી કર્યું હતું. એ મુજબ સાંજના સાતેક વાગ્યાની આસપાસ બન્ને ભેગા થયા.

શાંતિથી દર્શન કર્યા પછી બહારે એક બેન્ચ પર બંને બેઠાં.
‘અજીતનો મેસેજ આવી ગયો ?’ આદિત્યએ પૂછ્યું
‘હાં, વ્હોટસઅપ કોલિંગ પર વાત થઇ ગઈ.’

‘ઓ.કે. ઈશિતા, મને તારા પર ગુસ્સોએ વાતનો આવે કે મારા રીલેટેડ તારી કોઈ વાત મને થર્ડ પાર્ટી પાસેથી જાણવા મળે ત્યારે.’
‘મતલબ ? કંઈ વાત આદિ ?’
‘અજીત અમેરિકા જવાનો હતો એ.’
‘પણ સાચું કહું એ વાતથી હું એટલી અપ સેટ હતી કે, આઈ વોઝ શ્યોર કે તને કહીશ તો તને નહી જ ગમે. એટલે. પણ, તે દિવસે સારું થયું કે તું અજીતની સાથે ઘરે આવ્યો અને મારા મમ્મી, પપ્પાને ખુબ સારી રીતે કન્વીન્સ કર્યા.’ ઈશિતાએ કહ્યું.

‘ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન, હું આવ્યો નહતો મને લાવવામાં આવ્યો હતો. સમજી.’
આદિત્યએ કહ્યું.

‘લાવવાના આવ્યો હતો એટલે શું આદિ ? કોણ લાવ્યું હતું ?
આશ્ચર્ય સાથે ઈશિતાએ પૂછ્યું,

‘તમારાં ભાવી ભરથાર શ્રી અજીત કુલકર્ણીના કહેવાથી. જે દિવસે તને અમેરિકા જવાની વાત કરી તેના બીજા જ દીવસે મને મળ્યો, અને મને આ જવાબદારી સોંપી એ પણ તને જાણ નહીં કરવાની શરતે બોલો.’

‘ઓહ માય ગોડ.. અરે પણ આદિ, અજીતએ આવું કેમ કર્યું ? કોઈ ઠોસ કારણ ?’
ઈશિતાના ધબકારા વધી ગયા.

‘મારા અંદાઝા મુજબ એક જ કારણ કે અજીતને ખાતરી હતી કે તે તારા મમ્મી, પપ્પાને નહી જ સમજાવી શકે એટલે મને આગળ કર્યો.’
‘પણ, આદિ, આ જવાબદારી તો અજીતની છે ને. એ કેમ ન સમજાવી શકે ?
ઈશિતાએ પૂછ્યું
એટલે ઈશિતાની સામું જોઈને હસતાં આદિત્ય બોલ્યો,
‘ઈશિતા, એ જાણવા માટે હવે ઘણું મોડું થઇ ચુક્યું છે.’
‘આદિ, તું જે હોય એ સાફ સાફ વાત કર. મને કંઇક ગભરામણ થાય છે.’
‘અરે,, બાબા એવી કોઈ સીરીયસ મેટર નથી. એ તો જસ્ટ અજીતનો નેચર એવો છે, બસ. તેનો એક માઈનસ પોઇંટ છે, વાત છુપાવવાનો એટલે બીજું કંઈ નથી.’
‘આદિ, આર યુ શ્યોર ? મારાં સમ ? આદિત્યનો હાથ તેના માથાં મુકતા ઈશિતાએ પૂછ્યું.
‘ઈશિતા હું અજીત જેવું તો નહી જ કરું એટલું યાદ રાખજે. સાચે કશું જ નથી.’

થોડીવાર પછી બંને છુટ્ટા પડ્યા.

અજીત અમેરિકામાં ખુશખુશાલ હતો. દરરોજ ઈશિતા પર બે થી ત્રણ કોલ કરતો. એક એક વાત શેર કરતો. થોડા દિવસ પછી તો કોલેજ પણ રેગ્યુલર શરુ થઇ ગઈ હતી. એટલે વ્યસ્ત રહેતા કયારેક કોલ કરવાનો સમય પણ નહતો મળતો. પણ સમયસર મેસેજીસથી ઈશિતાએ અપડેટ આપી દેતો.

સમય સમયનું કામ કરતો રહ્યો. આજકાલ કરતાં અજીતને અમેરિકા ગયાને દસ મહિના જેવો સમય વીતી ગયો. સ્ટડીની સાથે સાથે જોબ પણ સ્ટાર્ટ કરી દીધી હતી. ફ્રેન્ડ સર્કલ પણ સારું એવું થઇ ગયું હતું. જેમાં ઇન્ડિયન, યુંરોપીયન અને અમેરિકન્સ પણ સામેલ હતા.
જોબ જોઈન કર્યા પછી અજીતના કોલ્સ ઈરરેગ્યુલર થવા લાગ્યા. ક્યારેક તો બબ્બે ત્રણ, ત્રણ દિવસથી કંઈ જ નહી. અને હવે દસ મહિના પછી ઈશિતા પણ ટેવાઈ ગઈ હતી. બહુ થાય તો કયારેક કોઈ ખૂણો પકડીને રડી લેતી.

એક દિવસ સવારે આદિત્યનો કોલ આવ્યો.
‘મિત્રતાના દાવે એક રીક્વેસ્ટ કરી શકું ?
‘હાં, બોલ આદિ.’
‘આજે તારી જોડે ડીનર કરવાની ઈચ્છા છે, બોલ, પૂરી થશે ?’
‘હમમમ.. પણ ક્યાં ? કેટલા વાગ્યે ?
‘બસ તારા એરિયાની નજીકમાં જ. હું તને ઘરે પીકઅપ કરવા આવીશ ૮ વાગ્યે ઠીક છે ?’
‘જી, ઠીક છે.’
અજીતના અમેરિકા ગયા પછી આજે ફર્સ્ટ ટાઈમ ઈશિતા ડીનર માટે બહારે જઈ રહી હતી.
આઠ અને પાંચ મિનીટે આદિત્ય આવ્યો. ઈશિતાના મમ્મી,પપ્પાના ચરણસ્પર્શ કર્યા અને સ્વીટનું બોક્ષ તેમના હાથમાં આપ્યું. એટલે ઈશિતાની મમ્મીએ પૂછ્યું.
‘કેમ, આ સ્વીટનું બોક્ષ, આજે કંઇ સ્પેશિયલ છે ?
‘ના, આંટી સ્પેશિયલ તો કંઈ નહી બસ, મારી જિંદગીમાંથી એક વર્ષ ઘટ્યું છે આજે.’
આટલું સાંભળીને ઈશિતાના ફેસ એક્સપ્રેશન્સ જોઇને આદિત્ય હસવાં લાગ્યો.
‘ઓહ્હ.. માય ગોડ. આદિ...’
ઈશિતા હજુ આગળ કંઈ બોલવા જાય ત્યાં આદિત્ય બોલ્યો.

‘હજુ તો એન્ગેજમેન્ટ જ થયું છે, મેરેજ પછી તો શાયદ એમ પણ પૂછે કે કોણ આદિત્ય ? તો નવાઈ નહીં,’
‘અરે.. સાચે જ બે દિવસ પહેલાં મને બરાબર યાદ હતું કે પરમદિવસે આદિત્યનો બર્થડે છે પણ..’ એમ બોલીને આદિત્ય સાથે હાથ મીલાવતાં બોલી.
‘મારા અંતરથી તને જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ..’
આટલું બોલતાં ઈશિતાના આંખોની કોર ભીની થઇ ગઈ.

થોડીવાર પછી બન્ને નીકળ્યાં.

કારમાં બેસતાં જ ઈશિતા રડવા લાગી એટલે આદિત્યએ પૂછ્યું
‘અરે.. શું થયું ?’
‘સોરી, આદિ હું તારો બર્થ ડે ભૂલી ગઈ... પણ આદિ.’
‘પ્લીઝ સ્ટોપ ક્રાઈંગ. એક વાત કહું ઈશિતા યાદગાર બર્થ ડે કોને કહેવાય ? તમારાં જન્મદિન પર તમારી સૌથી નજીકની વ્યક્તિ તમારો બર્થ ડે વિશ કરવાનું ભૂલી જાય એ બેસ્ટ વીશ એન્ડ બેસ્ટ ગીફ્ટ સમજી. એ એટલા માટે કે હજારોની હાજરી વચ્ચે કોઈ એકની ગેરહાજરી તમને ખુંચે તો એ કેટલું મેમોરેબલ કહેવાય નઈ ?
‘હવે તું વધુ રડાવીશ ?’
ઈશિતા, આદિત્યની સામે જોતા બોલી.

આદિત્ય ઈશિતાને તેના ફેવરીટ રેસ્ટોરેન્ટમાં લઇ આવ્યો. એટલે ઈશિતા બોલી.
‘આદિ.. તને યાદ હતું આ રેસ્ટોરેન્ટ ?
‘ઈશિતા આ વાત પર મને મનહર ઉધાસ એ ગયેલી એક ગઝલનો એક શેર યાદ આવે છે. કે..
‘વિસરી જવું એ વાત મારાં હાથ બહારની છે, ને યાદ રાખવું એ તમારો વિષય નથી.’ આવું જ કંઇક છે.’
બન્ને ચેર પર બેસતાં ઈશિતા બોલી,
‘પણ સાચું કહું આદિ, છેલ્લાં એક વીકથી ખબર નઈ પણ એક અલગ જ પ્રકારની બેચેની મહેસુસ થાય છે. ઓન્લી તારો બર્થ ડે જ નહીં પણ આજકાલ તો ઘણાં કામ પણ ઉલટ પુલટ થઇ જાય છે.’
‘યુ આર રાઈટ, તેમાં તારો વાંક નથી.’ ઈશિતાની ફેવરીટ ડીસીસનો ઓર્ડર આપ્યા પછી આદિત્ય બોલ્યો.
‘એવું તું શેના પરથી કહી શકે ?’ ઈશિતાએ પૂછ્યું
‘હમ્મ્મ્મ... કંઈ નહી મેં માત્ર ધારણા કરી.’ આદિત્યએ જવાબ આપ્યો
‘પણ, કઈ વાત પરથી. ? ઈશિતાએ પૂછ્યું
' જેમ કે... કૃષ્ણના વિયોગમાં મીરાં વિષાદમાં પ્રેમદીવાની બની ગઈ હતી એમ તું પણ કયાંય..’ બોલતા આદિત્ય હસવાં લાગ્યો.

‘આદિ, એક વીકથી અજીતનો કોઈ કોલ અથવા એક મેસેજ નથી, અને આવું પહેલી વાર બન્યું છે. મારા મેસેજીસ ડીલીવર્ડ થતાં નથી, અને કોલ લાગવું છું તો કોલ ડાયરેક્ટ ઓટો આન્સરિંગ મેસેજ આપે છે. ઘરમાં કોઈને કહેવાય નહી અને તને કહું તો તું..’ આગળ બોલતા અટકી ગઈ.
‘હું શું ઈશિતા ?’
‘તું પણ શું કરી શકે આમાં ? એટલે હું..’ આટલું બોલતા ઈશિતાની આંખો ભીની થઇ ગઈ.
‘હાં. તારી એ વાત પણ સાચી કે હું શું કરી શકું આમાં ? ચલ કંઇક રસ્તો વિચારીએ, એ
પહેલાં ડીનર ફિનીશ કરીએ.’

‘આદિ, દસ મહિનામાં અજીતમાં ઘણું પરિવર્તન આવી ગયું. મને એક વાત નથી સમજાતી આદિ કે.. અજીતને સમજવામાં મારાથી ક્યાં કમી રહી ગઈ ?
મારા સ્નેહની કે મારાં સમજણની ?’

‘કમી નહીં ઈશિતા, પણ કંઇક વધારે પડતું.’ આદિત્યએ જવાબ આપતાં કહ્યું,
‘એટલે ?’
‘આઈ થીંક કે.. તારી સમજણ અને સ્નેહ બંનેને અજીત ડાયજેસ્ટ ન કરી શક્યો અને સન્માન જનક રીતે અવગણી પણ ન શક્યો.’

‘મને આનંદ પણ થાય છે અને દુઃખ પણ કે.. અમારા બંનેની મનોસ્થિતિનું તું આટલી સારી રીતે કેમ વિશ્લેષણ કરી શકે છે ? આઈ કાન્ટ બીલીવ ધીઝ.' ઈશિતા એ પૂછ્યું

‘આસાન છે ઈશિતા, જો તમે કોઈને જીવાડતાં હો તો, માત્ર ખુદ માટે જીવતા હો તો નહીં’
‘પણ આદિ તું કેમ આવો છે ?
‘આવો એટલે ? મારા માથે કોઈ શિંગડા ઉગ્યા છે ? બોલીને હસવાં લાગ્યો.
‘અરે..આવો એટલે કે..તને દુનિયા કરતાં લોકોના દિલ પર રાજ કરતાં સારું આવડે છે એમ.’ ઈશિતાએ જવાબ આપ્યો
‘પણ, જેણે દિલ જીતતા આવડતું હોય તેને પછી દુનિયા પામર લાગે. દુનિયા કરતાં દિલ જીતવું અઘરું છે.’ આદિત્ય બોલ્યો
‘પણ... અજીત તો દિલ જીત્યાં છતાં દુનિયા જીતવા નીકળ્યો છે, આદિ.’
‘ના, અજીત દિલને જીતીને નહી તેને જરીયો બનાવીને દુનિયાને ખરીદવા નીકળ્યો છે.’
‘મતલબ ?’
એ પછી આદિત્ય ઈશિતાની તરફ જોયા જ કર્યું.
આદિત્ય જે રીતે ઈશિતાને જોઈ રહ્યો હતો તે જોઇને ઈશિતાએ પણ નવાઈ લાગી.
એટલે ઈશિતાએ પૂછ્યું.
‘શું જુએ છે આદિ ?’
‘એ, કે જે હવે હું ફરી જોઈ શકીશ કે નહીં.’
‘શું ?
‘તારું સ્માઈલ’ આદિત્યએ જવાબ આપ્યો
‘ કેમ તું કશે જતો રહેવાનો છે ? મને છોડીને અજીતની માફક.’
‘ ના, હું નહી પણ જે છોડીને ગયું છે તેની વાત કરું છું.’ આદિત્ય બોલ્યો
‘ અજીત ? ‘
‘હાં,’

ઈશિતાને અંદાજો આવ્યો કે આદિત્ય, અજીત વિષે જ કંઇક કહેવા માંગે છે પણ કહી નથી શકતો, ઈશિતાના ધબકારા વધી ગયા. એટલે ગભરાતાં ગભરાતાં પૂછ્યું,

‘આદિ, એનીથિંગ સીરીયસ ?’

એક મિનીટ ચુપ રહીને આદિત્ય બોલ્યો,
‘ચલ, આપણે કારમાં બેસીને વાત કરીએ.’

પાંચ મિનીટ કારમાં બેઠા પછી આદિત્યની ચુપકીદી ઈશિતાને અકળાવવા લાગી એટલે બોલી
‘આદિ, આઈ કાન્ટ કંટ્રોલ માય હાર્ટ બીટ પ્લીઝ, શું થયું છે ?’

આદિત્યએ તેનો મોબાઈલ હાથમાં લઇ, સર્ચ કરી અને ઈશિતાના હાથમાં આપતાં બોલ્યો,
‘પહેલાં, એક ઊંડો શ્વાસ લઈને પછી જોજે.’
આટલું સાંભળતા જ ઈશિતાના હાથ પગ ઠંડા પડી ગયા.
થોડીવાર આદિત્યની સામે જોઈ અને માંડ માંડ હિંમત કરીને મોબાઈલમાં નજર કરી.

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, અને સાત, ફોટોગ્રાફ્સ જોયા પછી તો એક ચીસ સાથે ઈશિતાના હાથમાંથી મોબાઈલ પડી ગયો. અને આદિત્યને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ઈશિતાના હાથ પગ ધ્રુજવા લાગ્યા. રડતા રડતાં રીતસર હીબકાં ભરવા લાગી. ઈશિતાની હાલત જોઇને ગુસ્સાથી લાલચોળ આદિત્યથી બોલાઈ ગયું.

‘આઈ વિલ કિલ હીમ'
ત્રુટક ત્રુટક અવાજમાં બોલવાનો પ્રયાસ કરતાં ઈશિતાએ પૂછ્યું

‘આદિ.. આદિ આ.. કેમ ?’

‘ઈશિતા.... ત્રણ દિવસ પહેલાં જ અજીતએ મેરેજ કરી લીધા છે.’

-વધુ આવતાં અંકે.

© વિજય રાવલ

'મૃત્યુનું મધ્યાંતર ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

Vijayraval1011@yahoo.com
9825364484

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED