ચાલ જીવી લઈએ - 16 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ જીવી લઈએ - 16



🙂 ચાલ જીવી લઈએ - ૧૬ 🙂


ધવલ , લખન અને એમના મિત્રો કેન્ટીનમાં બેઠા હોય છે એટલામાં જ પૂજા અને એમની બહેનપણીઓ ધવલ પાસે આવે છે.


પૂજા : થેન્ક યુ ધવલ. આજે જે રીતે તે અમને ટેકો કર્યો એ અમને બધા ને ગમ્યું. તું ન હોત તો આજે એ પ્રૉબ્લેમ સોલ્વ ન થઈ શક્યો હોત. ફરી એક વાર અમારા બધા તરફથી દિલથી થેન્ક યુ.


ધવલ : અરે અરે. એમાં શું. મને લાગ્યું કે આ વસ્તુમાં આવાઝ ઉઠાવવો જોઇએ તો બસ મેં ઉપાડ્યો. તમે મને પહેલા જ જો આ વાત કરી હોટ તો પહેલા જ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાત.


પૂજા : હા ધવલ પણ એમાં એવું છે કે આ બધી છોકરીઓ સાથે ક્યારેક ક્યારેક જ આવતી તો મને આ વાતનો ખ્યાલ ન હતો. આજે આવી આમની સાથે તો ખબર પડી કે આવું થાય છે. બાકી આ બધીય છોકરીઓએ તો મને કંઈ વાત કરી જ ન હતી.


ધવલ : હા તો સારું થયું ને તું આજે આવી. બાકી આ પ્રોબ્લેમ હજુ ચાલુ જ રેત.


પૂજા : હા હો એ છે થેન્ક યુ.


લખન : આમ થેંક્યું થેંક્યું જ કહેશો ? તમને નથી લાગતું કે મારા ભાઈને તમારે કઈક પાર્ટી આપવી જોઇએ.


ધવલ : શાંતિ રાખને ભાઈ.


મુસ્કાન : ( પૂજાની ફ્રેન્ડ ) હા યાર. તમે ખરેખર બોવ જ બોલો છો હો.


પૂજા : હા લખન ભાઈ. તમે બોવ બોલ બોલ કરો. તમને એમ ન થાય કે હું ક્યારેક શાંતિથી બેસું ?


લખન : ઓ હેલો. આ બધું જે થયું એમાં મેં પણ તમારી મદદ કરી છે હો !


મુસ્કાન : એ હા હો. અમને ખબર છે તમે કેટલી ક મદદ કરી ને એ.


લખન : ( ધવલને ) ભાઈ આ તો જો ! આપણી તો કઈ કદર જ નહીં.


ધવલ : શુ તું પણ યાર. એ મસ્તીમાં કહે છે બધું અને તું સીરીયસ લે છે.


પૂજા : અરે તું કોને સમજાવે છે ધવલ ! એ નહીં સમજે.


લખન : ઓહ હેલો. કોને સમજાવે છે એટલે ? તમારું કહેવું શુ છે હે ?


ધવલ : યાર તમે બંને બંધ થશો ? જ્યારે હોય ત્યારે એક બીજા સાથે ટક ટક ટક.


લખન : હશે હશે બસ સોરી.


મુસ્કાન : અરે યાર. તમે મસ્તીમાં પણ નહીં સમજતા ?


ધવલ : અરે યાર છોડ ને !


પૂજા : હા મુસ્કાન.


ધવલ : મારે કહી નથી જોઈતું પણ હા એક વાર જરૂરથી કહીશ કે જ્યારે પણ કોઈ છોકરો હેરાન કરે તો મૂંગા થઈ જવાને બદલે સામે આવાઝ ઉપાડો. ખોટી રીતે સહન કરવાનું છોડી દો. તમે જેટલું ઢીલું મુકશો એટલો વધુ પ્રોબ્લેમ તમને થશે. બસ ક્યારેક કોઈ છોકરાથી બીવાનું નહીં. જરૂર પડે તો ક્યારેક ગાલ પર ચિપકાવી પણ દેવાની.


બાકી બીજી કઈ જરુર પડે તો અહીં હું , લખન અને મારા મિત્રો છીએ જ. તમે કોઈ પણ ને કહેશો એ તમારી મદદ કરશે જ.


પૂજા : થેન્ક યુ.


બીજી બધી છોકરીઓ : થેન્ક યુ વેરી મચ.


લખન : હા હા. બસ હવે મુંજાતા નહીં.


બધી છોકરીઓ એટલી વાત કરીને ત્યાંથી ચાલી જાય છે. ચાલતા ચાલતા અમુક છોકરીઓ એક બીજા સાથે વાતો કરતી હોય છે.


છોકરી ૧ : ખરેખર કેવો સારો છોકરો હતો નહીં ?


છોકરી ૨ : કોણ ? પેલો જે વધુ બોલતો હતો એ ?


છોકરી ૧ : અરે ના ના. પેલો ધવલ.


છોકરી ૨ : હા હો. ખૂબ જ સારો હતો. મારે તો એને ફ્રેન્ડશીપનું પૂછી લેવું છે.


છોકરી ૧ : અરે અરે તો મારું શું ?


છોકરી ૨ : મારુ શુ એટલે ?


છોકરી ૧ : હા તો એમ જ ને ! તું ફ્રેડશીપનું પૂછે તો હું શું કરીશ ?


છોકરી ૨ : હા તો તું પણ પૂછી લે જે ને.


આ બધી વાતો પૂજા સાંભળતી હોય છે.થોડી કલાકો બાદ કોલેજ પુરી કરી પૂજા ઘરે જાય છે. ઘરનું કામ કાજ પતાવી ધવલને મેસેજ કરે છે.


Hi Mr..!


( થોડીવાર જતા ધવલ મેસેજ નો જવાબ આપે છે )


ધવલ : હેલો. આખરે અમારી યાદ આવી જ ગઈ એમને ?


પૂજા : ના હવે. એવુ કહી નથી પણ છોકરીઓમાં તારી ઘણી ચર્ચા છે.


ધવલ : ઓહ હો ! ચર્ચા અને એ પણ મારી ?


પૂજા : હા જ તો. આજે બે ત્રણ છોકરીઓ કહેતી હતી કે " મારે ધવલ સાથે ફ્રેન્ડશીપ કરવી છે" એમ.


ધવલ : ઓહ. હા તો ફ્રેન્ડશીપ કરવામાં શુ વાંધો ?

પૂજા : અરે હું ક્યાં ના પાડું છું ! તારે જે કરવું હોય એ કર. મને શું ફેર પડે.

ધવલ : હા એ સાચું હો. સારું પહેલા એ કહે કે જમી લીધુ કે નહીં ?

પૂજા : હા હો. જમીને ઘરનું કામ પતાવ્યું અને ફ્રી થઈ ને તરત તને મેસેજ કર્યો.

ધવલ : સારું કહેવાય ને કે આ નાના એવા જીવ ને યાદ કર્યો.

પૂજા : બસ બસ લ્યો.

ધવલ : સારું કહો કઈ નવીનમાં.

પૂજા : બસ કઈ નહીં. સારું આવજે. ગુડ નાઈટ.

ધવલ : ગુડ નાઈટ. ટેક કેર.

આમ બંને જણા નાની એવી વાત કરીને સુઈ જાય છે. ફરી પાછી સવાર થતા ધવલ ઉઠે છે. ફ્રેશ થઈ નાસ્તો કરી કોલેજ પર જાય છે. કોલેજ પહોંચતા ધવલ પોતાના કલાસ તરફ જતો હોય છે એટલામાં જ...

ક્રમશઃ

Big Sorry For Late Publishing...


More Updates nd More Poetry Follow Me On Instagram..


@ dhaval_limbani_official


Next Part Coming Soon...


for More Update


follow Me On Instagram


@dhaval_limbani_official.


મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.


@dhaval_limbani_official