મારુ બાળપણ Jadeja Pradipsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારુ બાળપણ

ફળીયા માં હું રમતો ભમતો,કિલકીલાત અને શોર કરતો
શુરા શાખામાં અમે જન્મેલા છી એટલે ડખો તો હું રોજ કરતો...

મને યાદ નથી પણ સાંભળેલ વાત આપડા ઘર તરફથી ....
હરએકના જીવનમાં પોતાના બાળપણમાં માં અને બાપ કરતા પણ વધારે મુલ બા અને દાદા નું હોય છે.....

એમ મારા દાદા અમને ચાર ભાઈ બહેન સાથે ખેતરે લઈ પોતાના કુણા હાથથી બોર વીણી આપતા અને બધાને સરખા ભાગે વેચી આપતા....થોડું ઘણું તો યાદ છે...મારા દાદા લાડવા ના શોખીન હતા જેથી એ લાડવો ખાય ત્યારે હું પોહચી જતો અને દાદાનો લાડવો ખાઈ જતો....

નાનપણમાં મારી વાઈડાઈને લીધે ઘણી વખત માર પણ પપ્પા તરફથી મળતો પણ મારા દાદીમા જેનું હું આજે પણ માં જ કહું છું.......

મને નાનપણમાં સૌથી વધારે રમાંડનાર પણ મારા મોટા બહેન હતા..તેથી સહુથી વધુ લાગણી મને મારા મોટા બહેન પ્રત્યે જ રહી છે ..આજે પણ દિવસમાં એકાદ વખત તો બહેન સાથે વાત કરવી જ પડે......

હું ધોરણ પ્રથમમાં આવ્યો ત્યારે સ્કૂલ જતો નહિ તેથી મને મારા પપ્પા મારી મારી ધોઈ નાખતા 🤣🤣🤣🤣

રોજ હું કોઈની સાથે તો ઝઘડો થયો જ હોઈ...પણ નાનપણ જ સારું હતું

થયો ડખો હું ભૂલી ગયો
ફળી પાછો ભેગો ભળી ગયો
જ્યારે માણસ મોટો થયો
ત્યારે જ અભિમાનમાં ચડી ગયો

નાનપણ માં આપડે માટીના રમકડાં હોય કે કાગળના એ પ્લેન....સાલી ફિલિગ તો આપને એક વૈજ્ઞાનિક ની જ આવતી...બિલોરી કાચ લઈને આપડે કરેલ ભડકા...હોય કે સૂટ દલી કે નારગોલ..રમત ભૂલી નહિ શકાય...

નાનપણમાં પણ ipl અમે રમતા ...ક્રિકેટ તો રગે રંગમાં હતું....એ રમતા હોય તો ભૂખ પણ ક્યાં જાય એ ખબર નહિ...

ક્રિકેટ રમવા માટે આપણી પાસે બેટ તો હોઈ નહિ એટલે ખેતરેથી લાકડાનું હાથે બનાવેલ એ બેટ...અને દડો લેવા માટે બધા પાસે પૈસા ઉઘરાવના....બાકી રમાંડવાનો નહિ...અને જે દડો ખોવે અથવા તોડે એને નવો દડો લઈ આપવો......પ્રથમ બોલ ટ્રાયલ જ હોઈ ......ક્રિકેટના સ્ટુમ્પ હોય નહીં એટલે સાઈકલની રીગ અથવા તેનું પૈડું ગોઠવી દેવાનું......

નાનપણમાં ગરબા આવડતા નથી છતાં વચ્ચે કૂદી પડી બીજાને નડવાનું એ આપડો શોખ હતો..એટલે જ આજે હું રમતો હોવ ત્યાં બીજા નાનાં છોકરા પગમાં ફંગોળાઈ જાય....

દિવાળી આવે એટલે નવા કપડાં ,નવા બુટ અને તૈયાર તો એવું થવાનું કે લોકો આપને જોવે....દિવાળીમાં રાતે ફટાકડા સામે થોડા મિત્રનું ઝુંડ અને આ તરફ અમે બે ત્રણ મિત્રો હોય ....વાગે બાગે લોહીની ધાર ,મારા ઉપર વાંક નહિ....
એ સૂત્ર ઉચ્ચારણ બાદ આ બાજુથી લવીંગ ફટાકડાના છુટા ઘા કરવાના.....અને ક્યારેક ઘા કરે તો આપણી ઉપર ફૂટે ક્યારેક એની ઉપર ફૂટે.....અને હાથમાં રોકેટ અને ઝાડવું કરવાનું જ.....રોકેટ ક્યારેક આકાશની બદલે દિશા બદલી કોઈક ના ઘરે પણ ઘુસી ગયેલ......અને મોટા બૉમ્બ તો ગાય અને ભેંસના મળમુત્રમાં જ મુકવાનો અને ભાગી જવાનું....

બીજે દિવસે સવારે વહેલા ઉઠી રિવાજ પ્રમાણે બધાના ઘરે રામ રામ કરવા જવાનું.....એમાં અમુક ઘરે સારો મુખવાસ હોય તો મૂઠા ભરવાના......


ઘણી વાતો બાળપણ ની થઈ શકે પણ બીજી વાતો ક્યારેક બીજી વખત કરીશું......

પૂછો નહિ કોઈ મુજને નાનપણ તમારું કેવું હતું
નતું અભિમાન પા ભાગનું નાનપણ નિરાલુ હતું...

સંતાકૂકડી ભેગા રમતા,રોજ બરોજ ઝઘડા કરતા
વધારે મોટો ડખો થતા એકબીજાની ફરિયાદ કરતા...

શિક્ષકનો તો માર ખાતા, ઘરે આવી કદી ન કેતા
ડોડડાયા તો ઘણા હતા.ઘરે આવીને છતું કરતા...

પપ્પા ના હાથનો માર ખાતા,બંને ભાઈ બાજી પડતા
ત્યારે મમ્મી વચ્ચે પડ્યા ફરી અમને ભેગા કરતા...

બદનામ આજ બાળપણને યાદ કરતા
એ કેવા નિરાળા આપડા દિવસ હતા....