કરુક્ષેત્રના મેદાનમાં Jadeja Pradipsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરુક્ષેત્રના મેદાનમાં

કુરુક્ષેત્ર નું રણમેદાન મહાવીનાશક યોદ્ધાઓનું ભરચક ભરાયેલ છે...ત્યારે અર્જુન કહે છે
હે કેશવ તમે મારો રથ બન્ને સેનાની મધ્યમાં લઈ જાવ હું મારા શત્રુનું નિરીક્ષણ કરી લવ....

ત્યારે અર્જુન સામે પક્ષ જોતા જ પોતાના શરીરમાં ધુજારી ઉપડી જાય છે..હાથમાંથી ગાંડીવ પડી જાય છે અને પોતે રથના ટેકે બેસી જાય છે ...હે કેશવ આ યુદ્ધ રસિકોમાં મને મારા ભાઈ,કાકા,બનધું, પિતાસમાન ભીષ્મ,ગુરુ વગેરે મારા વડીલ જ દેખાય છે... મારે મારા પોતાના લોકો સાથે જ યુદ્ધ કરવું...પડશે....જો મારે આ કીર્તિ અને રાજમહેલ માટે આ સંહાર મારે નથી કરવો...

ત્યારે યશોદા નંદન કૃષ્ણ બોલ્યા હતા...હે અર્જુન તારા જેવા વિરને આવી વાણી શોભા નથી દેતી...અને યુદ્ધ તો એક ક્ષત્રિય માટે ધર્મ છે...એ ક્ષત્રિય ભાગ્યશાળી છે જે યુદ્ધમાં લડતાં લડતાં મુત્યુ પામે....

હે અર્જુન એક ક્ષત્રિય તરીકે તારે આ યુદ્ધ કરવું જ જોઈએ .....

ત્યારે અર્જુન કહે છે હે કેશવ તમે ધર્મની વાત કરો છો..પોતાના વડીલ પ્રત્યે આદર ભાવ એ શું ધર્મ નથી...

ખરેખર આ પ્રશ્ન સરસ છે વડીલ ને મારવા યોગ્ય નથી...

દ્રૌપદી ના ચીર હરણ સમયે એ જ વડીલ અને તારા ભાઈ ,બંધુ બધા જોઈ રહ્યા હતા ત્યારે તેનો ધર્મ ન હતો કે એક અબળા પર થતા અત્યાચાર રોકી...ત્યારે ગુરુજન ક્યાં હતા...વડીલ નીચું જોઈ કેમ બેસી રહ્યા હતા....

હે અર્જુન એક ક્ષત્રિય તરીકે આવી દુબળી વાત તને ન શોભે...જો તું વિજય થઈશ તો રાજ કરવા મળશે અને તમારી કીર્તિ રહેશે અને જો તું મરણ પામીશ તો તું વીરગતિ પામીશ...તારા જેવા યોદ્ધાને વીરગતિ તો સ્વર્ગમાં સ્થાન આપશે.....


હે કેશવ તમને ખબર છે જો યુદ્ધ થશે તો આ હજારો યુવાનો મરી જશે અને તેની બધી પત્ની વિધવા થશે અને વિધવા સ્ત્રી એ સમાજ માટે સંકટ છે...તેનાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે....

હે અર્જુન તારી દુર્બળતા છોડ અને આ ધર્મનું યુદ્ધ કર...

જો કોઈએ ગીતાજી વાંચી હોય તો કૃષ્ણ ભગવાને આ પછી જવાબ નથી આપ્યો એવું ટીકાકારો કહે છે........

પરંતુ કૃષ્ણ એ કહ્યું હતું ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે અવતાર લવ છું...આ યુદ્ધ પછી ઘણા વર્ષો સુધી લોકોમાં ધર્મની સાચી પરિસ્થિતિ બનાવવા માટે યુધિષ્ઠિર દ્વારા અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવ્યો માત્ર યુદ્ધ કરવાથી કામ પૂરું થયું ન હતું ...એ યુદ્ધ બાદ પણ ઘણા વર્ષો સુધી આ લોકોએ ધર્મની સ્થાપના કરી હતી.....

અને नष्ट मोह समूर्तिलबधा करिस्यम तव वचने.... અંતે અર્જુન કહે છે મારો આ મોહ હવે નષ્ટ થઈ ગયો હવે તમારા વચન પ્રમાણે કરીશ.....

પણ આપણને પ્રશ્ન થવો જોઈએ કે અર્જુન નો ધર્મ હતો વડીલનો સન્માન કરવો અને એકબાજુ ધર્મ હતો ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવું...

ત્યારે જાણકારો ટીકાકારોને જવાબ આપે છે કે

ધર્મ બે જાત ના છે એક વ્યક્તિગત ધર્મ અને બીજો સામાજિક ધર્મ....

અર્જુનનો વ્યક્તિ ગત ધર્મ હતો યુદ્ધ કરવું અને બીજુ વડીલો પ્રત્યે આદર એ પણ વ્યક્તિગત ધર્મ હતો..તો કઈ રીતે અર્જુને યુદ્ધ કર્યું....

પરંતુ યુદ્ધ એ વ્યક્તિગત ધર્મની સાથે સાથ સમાજના હિત સાથે જોડાયેલ હતું...ધર્મની સ્થાપના માટે સામાજિક ધર્મ પ્રથમ ગણી અર્જુને વ્યક્તિગત ધર્મનો ત્યાગ કર્યો......

એ જ રીતે કહું છું કે આપણે હમેશા આપના વ્યક્તિગત ધર્મ કરતા સામાજિક ,દેશ માટે પ્રથમ ઘટતું બધું જ કરવું જોઈએ.....

હરએક કર્તવ્યમાં સ્વ નો ત્યાગ કરવો પડે છે...હર હમેશા જ્યારે દેશ અને મારી વાત આવે ત્યારે દેશ ધર્મ પ્રથમ હોય છે...

દેશ મારા માટે શુ કર્યું કરતા મેં દેશ માટે શું કર્યું એ મહત્વનો વિચાર છે...આપડા હજારો લોકોએ પોતાનો સ્વ ત્યાગીને ભારતને આઝાદ કરાવ્યું છે તો આપડે એ લોકોની કિંમત કરવી જોઈએ ....

મારો દેશ મારા માટે પ્રથમ રહેશે એ હમેશ યાદ રાખવું....

યુગાયુગાધીશ દ્વારકાધીશ નમો નમઃ🚩🚩🚩🚩🚩🚩🚩