DIL NI KATAAR - BHIKHARI books and stories free download online pdf in Gujarati

દીલ ની કટાર- ભીખારી 

દીલની કટાર
"ભીખારી"
ભીખારી એટલે ભીખ માંગે એ. માંગણી કરે એ.. કોણ છે ભીખારી ? કોણ નથી ? કોણ નક્કી કરશે ? મારી દ્રષ્ટિએ જગતમાં વસતો દરેક માનવી ભીખારી છે અને દેવલોકમાં વસતાં દેવ પણ માંગણી કરે છે મદદ માંગે છે.
માંગણી કરનાર, મદદ માગનાર અંતે તો ભીખારીનોજ સ્વાંગ રચે છે ને ? અપેક્ષા એ ભીખનું મૂળ છે. અને અપેક્ષા રાખનાર ભીખારીમાં પરીણામે છે.
ભીખારી જે ફુટપાથ રોડ કે કોઇપણ કોસીંગ પર ઉભા રહીને ભીખ માંગે અથવા મંદિર, મસ્ઝિદ, ગુરુદ્વારા, દેવળ બધાની બહાર બેસી માંગે એજ ભિખારી ?
આપણામાં બધાંજ જાણે છે કે મંદિરની અંદર ધનપત્તિઓ અને મંદિરની બહાર ગરીબ ભીખ માંગે છે. ભીખ તો બંન્ને માંગે છે બંન્ને જુદા જુદા લેવલનાં ભીખારી છે કોઇ સત્તા, ખૂબ ધન, સ્ત્રી, પ્રેમ, ઐશ્વર્ય, આબરૂ, આરોગ્ય, હીરા મોતી સોનું ચાંદી, શું નથી માંગતો કોઇને કાંઇ માંગતા જ હોય છે.
ઝૂંપડામાં વસનાર ઘર, પાકુ ઘર સારું ઘર, સારું ઘર, મોટો બંગલો, ખૂબ સરસ ફલેટ, જમીન, જાયદાદ શું નથી માંગતાં બધાં કંઇને કંઇ ભીખ માંગે છે કોઇ ઇશ્વરના ચરણોમાં કોઇ માનવનાં આંગણે પણ ભીખ માંગે છે.
હું પણ આ જગતમાં જન્મ્યો ત્યારથી ભીખ માંગવાનું શીખીને જ આવ્યો, હાથમાં કટોરો લઇને ભીખ માંગી એજ ભીખ છે ? ના કોઇને કોઇ અપેક્ષા અનુસાર ફળ કે સુખ માંગવુ એ ભીખ જ છે.
ભીખ એ મારો મૂળભૂત હક્ક છે. કારણ કે જરૂરીયાત કોને નથી ? જરૂરિયાત રોજે રોજ વધતી જાય છે જરૂરીયાત અપેક્ષા બધે છે અને અપેક્ષા અંતે ભીખ મંગાવે છે ભલે સ્વરૂપ જુદા છે અંતે તો ભીખ છે.
હા મહેનતનું ફળ સીધુ જ જે માંગ્યા વગર મળે છે એ સારુ ફળ, સાચુ સુખ છે એ ભીખ નથી જ. પણ પોતાની હેસીયત વિનાનું મહેનત વિનાનું કર્મ કરતાં વધુ ફળ માંગવું એ ભીખ છે.
ખરેખર તો વિવશતા ભીખ મંગાવે અથવા અપેક્ષાઓ ઉભી કરે. ભીખ લાચાર માંગે, અશક્ત માંગે, ગરીબ માંગે, એવાં લાચાર, ગરીબ, વિવશને ભીખનાં રૂપમાં મદદ મળે છે. મદદ લેવી અને ભીખ લેવી એમાં ખૂબ ફરક છે.
કોઇપણ વ્યક્તિ કર્મ કરે છતાં ફળ અપુરતુ મળે અથવા ના જ મળે એ વિવશ બને છે એ ગરીબ કહેવાય છે, લાચાર છે એને મદદ મળવી જોઇએ એ ભીખ નથી.
પણ આજે આપણે જોઇએ છીએ કે મંદિરોની કે ધાર્મિક સ્થળો, ચાર રસ્તા, ક્રોસીંગ, કે રોડ પર ફુટપાથ પર ભીખ માંગતાં માણસો સાચાં લાચાર ભીખારી છે ?
ના એ લોકો સાચાં ભીખારી નથી પણ તેઓ આ હળાહળ કળીયુગમાં ભીખનો ધંધો ચલાવે છે. ભીખ આજે એક ધંધો બની ગયો ચે એમાં કેટલાય ગુન્હાહીત બનાવો બને છે લોકો બાળકોને ઉઠાવી જઇને બળજબરીથી ભીખ મંગાવે છે એ લોકો હાથ પગમાં ઇજા પહોચાડી વિવિશ કરે છે અથવા ષડયંત્રથી પ્રેરાઇને આખી વાર્તા વિવિશતાની ઘડી નાંખે છે અને ભીખ માંગે તથા મંગાવે છે શોષણ કરે છે.
આ એક સામાજીક દુષણ અને ગુન્હો બની ગયુ છે છડેચોક ધંધો થઇ રહ્યો છે એમાં બાળકો અને લાચાર વૃદ્ધોનું શોષણ થાય છે ત્યારે ભીખ અને ભીખારી બંન્ને માંગે ધૃણા અને તિરસ્કાર આવે છે.
ક્યાંય ક્યારે વિવશ, લાચાર, કે ગરીબીમાં ના સડવું કારણ કે સાચાં ગરીબો આજે શોધ્યાં જડતાં નથી જે ખરેખર તકલીફમાં છે તેઓ કંઇ બોલતાં નથી.
ગરીબી અભિશાપ છે એ ઝેરી શ્રાપ છે એમાંથી જ ગુન્હા, ગુન્હેગાર, પેદા થાય છે કારણ કે જરૃરીયાત ઘટાડી શકતી નથી દેખાદેખમાં બધાંને બધુ જ જોઇએ છીએ ભલે ધન પૈસો કે હેસીયત ના હોય.
સાચાં સુખની કોઇને ખબર જ નથી એનો એહસાસ નથી એટલે જ પીડાય છે. કહેવત છે સંતોષી નર સદા સુખી. સંતોષી નર ક્યારેય દુઃખી નથી થતો નથી કદી ભીખારી થતો નીજાનંદમાં જીવનાર સારું જીવી જાય છે. જીવવું જ જોઈએ.
દક્ષેશ ઇનામદાર.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED