ગાંધી સરિતા mahendrakumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાંધી સરિતા

ગાંધીગીરી.

તું મને મારે ને હું ધરૂ ગાલ,એજ તો છે સાચી ગાંધીગીરી.
તારા સત્ય,અહિંસાના સિધ્ધાંતો હોય મારા જીવનમાં,
એજ તો છે સાચી ગાંધીગીરી.
કોઈ સાથે લડવું નથી, બસ હારીને પણ જીતવું છે,
એજ તો છે સાચી ગાંધીગીરી.
તારી સાંદગી,તારા સિધ્ધાંતો હોય 'ગાંધી' મારા જીવનમાં,
એજ તો છે સાચી ગાંધીગીરી.
તારા અન્યાય સામેના ઉપવાસ ઉતારું મારા જીવનમાં,
એજ તો છે ગાંધીગીરી.
તારા ગયા પછી પણ તારું જીવન એજ મારા માટે સંદેશ 'બાપુ',
એજ તો છે સાચી ગાંધીગીરી.
તારો સંદેશ હું ઉતારું અને હું બનું "વિશ્વમાનવી",
એજ તો છે સાચી ગાંધીગીરી...
તું મને મારે ને હું ધરૂ ગાલ,એજ તો છે સાચી ગાંધીગીરી......

આવને ગાંધી


આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!
તારા સત્ય,અહિંસા,અપરિગ્રહના મૂલ્યોને,
અવમૂલ્યન કરી દીધાં છે અમે!!!
આવને ગાંધી આ મૂલ્યોને ફરી મૂલ્યવાન બનાવને!!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!....

તેં આપેલાં ખાદી ને સત્યાગ્રહનો અર્થ થાય છે અહી ઉંધો!!!
આવને ખાદી ને સત્યાગ્રહનો સાચો અર્થ કરી બતાવને !!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!.....

તેં સત્ય,અહિંસાથી દેશને કર્યો છે આઝાદ!!!
આવને ફરીવાર આ દેશને કૂબંદીઓ,દંભ-દેખાડાથી
ફરી કરને આઝાદ!!!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!......

સૂતરના તાંતણે બંધાયા ગાંધી

તારા સૂતરના તાંતણે બંધાયા ગાંધી!!
તારી લાકડીંના સહારે ચાલ્યા ગાંધી!!!
તેં આપેલી સ્વતંત્રતા સાચવિશુ ગાંધી!!
તેં આપેલા સત્ય,અહિંસાના નિયમો પાળીશું ગાંધી!!
જો ક્યાંક મળશે નહીં ન્યાય ગાંધી??
તો સત્યાગ્રહથી લડીંશુ ગાંધી!!!
તારા સૂતરના તાંતણે બંધાયા ગાંધી!!.......
તારા જીવન ચરિત્રને જીવનમાં ઉતારીશું ગાંધી!!
સત્યના પંથ પર ચાલીશું ગાંધી!!

તું એટલે અમૂલ્ય વારસો ગાંધી!!
તારૂં જીવન એજ અમારો સંદેશ ગાંધી!!!
તેં બતાવેલા રસ્તા પર ચાલીશું ગાંધી!!
તું એટલે સત્યનો જયકાર ગાંધી!!
એક જ શબ્દમાં કહું તુ એટલે સત્યનો પૂજારી ગાંધી!!!
તારા સૂતરના તાંતણે બંધાયા ગાંધી!!
તારી લાકડીંના સહારે ચાલ્યા ગાંધી!!!...........

સર્જનહાર તુ ગાંધી

નવભારતનો સર્જનહાર તુ ગાંધી

દુખિયાનો દાતાર તુ ગાંધી

છુત –અછૂત મિટાવનાર તુ ગાંધી

સત્ય,અહિંસાને પચાવનાર તુ ગાંધી

આધુનિક દુનિયાનો તારણહાર તુ ગાંધી

સુખિયા સમાજનો સર્જનહાર તુ ગાંધી

દેશ દૂનિયાની ઓળખાણ તુ ગાંધી

સત્યને પામનાર તુ ગાંધી

સમાજ સેવાનુ પ્રતિક તુ ગાંધી

ભારતની પહેચાન તુ ગાંધી

સેવાનો પર્યાય તુ ગાંધી

ધર્મોથી પર તુ ગાંધી

એકતાની મિશાલ તુ ગાંધી

આઝાદીની ઈમારત તુ ગાંધી..

રંજ છે બાપુ

તમને મળી ના શક્યો એજ રંજ બાપુ છે!!
તમને પામી ના શક્યો એજ રંજ છે બાપુ!!
થવું હતુ તમારુને તમારુ જ !!
પણ કયાંક તમારા જ ના થઈ શક્યો એજ રંજ છે બાપુ!!
સત્ય અહિંસાના સિંધ્ધાંતોથી જોડાયેલા હતા,
છતા એ સિંધ્ધાંતો જીવનમા ઉતારી ના શક્યા એજ રંજ છે બાપુ બાપુ!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે બાપુ!!............

તરસતા હતા તમારાં સિંધ્ધાંતોને પામવા ,
પણ તમારાં સિંધ્ધાંતોને પામી ના શક્યા એજ રંજ છે બાપુ!!!

તમારી આપલી સ્વતત્રતાને ક્યાક ખરા અર્થમાં પચાવી ના શક્યા એજ રજ છે બાપુ

તમે આપેલા ભાઈ ચારાને ક્યાક નિભાવી ના શક્યા એજ રજ છે બાપુ
થઈને રહેવું હતુ તમારુ જ,
પણ ક્યાંક અમે જ તમારા થઇ ના શક્યા એજ રંજ છે બાપુ!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે બાપુ!!.......

શોધુ છુ તને!!


અહી તહીં શોધું છું તમને બાપુુ!!
સવારની સબનમમાં શોધું છું તમંંને બાપુ!
ક્યાં છે તું ખબર તો નથી!!
પણ ક્યારેક તો મળીશ??
એવી આશાએ શોધું છું તમને બાપુુ!
અહી તહીં શોધું છું તને!!........


કંઇક તો હતુ એવું તમારામા!!
નહીતો આમ અહી તહી ના શોધું તને!!
તમતમતા તાપમાને કડકડતી ટાઢમાં !!!
આવે છે યાદ તારી સઘળી મોસમમાં!!
અહી તહીં શોધું છું તને!!......

તારી તો યાદ પરોઢમાં એમ જ આવી ગઈ!!
સવાર સવારમાં આનંદ અપાવી ગઇ!!
દુઃખ અપાવી ગઇ,સુખ કરાવી ગઈ!!
ને એટલે જ !! અહી તહી શોધું છું તને!!
અહી તહીં શોધું છું તનેબાપુ!
સવારની સબનમમાં શોધું છું તમને બાપુ!!.....