SODHU CHHU TANE books and stories free download online pdf in Gujarati

શોધુ છુ તને

નમસ્કાર મિત્રો,

મિત્રો,"શોધુ છુ તને " પુસ્તક એ મારા જિવનનું પ્રથમ પુસ્તક અને કાવ્યસંગ્રહ છે છે .આમ તો સાહિત્ય અને અને મારી સાત પેઢી સુધી કોઈ લેવા દેવા નહોતુ,પણ મારા જિવનમાં એક એવી પ્રરણારૂપી વ્યક્તિ મળી જેને મને સાહિત્યમા લખવાની પ્રેરણા આપી..આ વ્યક્તિ મારી માં,મારા મિત્રથી કોઈ પણ પ્રકારે ઓછી નથી. મારુ આ પ્રથમ પુસ્તક હું મારા એ પ્રેરણાસ્રોતને અને મારી સ્વીટ બેબી દિકરીને અર્પણ કરુ છુ.

મારુ આ પ્રથમ પુસ્તક હોઈ અને સાહિત્ય જગતમાં નવોદિત હોઈ મારી કૃતિમાં કોઈ ભૂલ રહી હોઈ તો ધ્યાને દોરવા વિનંતી સાથે આપનો કિમતી પ્રતિભાવ આપવા મારી નમ્ર વિનંતી છે.

-મહેંદ્ર વાઘેલા (સુજલ)

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

શોધુ છુ તને!!


અહી તહીં શોધું છું તને!!
સવારની સબનમમાં શોધું છું તને!!
ક્યાં છે તું ખબર તો નથી!!
પણ ક્યારેક તો મળીશ??
એવી આશાએ શોધું છું તને!!!
અહી તહીં શોધું છું તને!!........
કંઇક તો હતુ એવું તારામાં !!
નહીતો આમ અહી તહી ના શોધું તને!!
તમતમતા તાપમાને કડકડતી ટાઢમાં !!!
આવે છે યાદ તારી સઘળી મોસમમાં!!
અહી તહીં શોધું છું તને!!......

તારી તો યાદ પરોઢમાં એમ જ આવી ગઈ!!
સવાર સવારમાં આનંદ અપાવી ગઇ!!
દુઃખ અપાવી ગઇ,સુખ કરાવી ગઈ!!
ને એટલે જ !! અહી તહી શોધું છું તને!!
અહી તહીં શોધું છું તને!!
સવારની સબનમમાં શોધું છું તને!!.....

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

જીંદગી ને પ્રેમ કરીએ

ચાલ ને હતી એમ જ જીંદગી ને પ્રેમ કરીએ ,
ચાલ ને એક બીજાને અનહદ પ્રેમ કરીએ,
ચાલ ક્યાંક તુ નમે ક્યાંક હુ નમું,
પણ આપણાં પ્રેમ ને આમ ના મરવા દઈએ,
ચાલ ને એજ રાહ પ્રેમ મા જોઇયે,
તારા વગર ની સવાર બસ નથી જોવી હવે
બસ ચાહવી છે તને અનહદ ,ક્યાંક તુ જ જીંદગી ને જાન છે હંવે
પ્રેમમાં આવસે અનેક અડચણ પણ સમજજે મને દરેક પળ,

ક્યાંક ખોઈ ના બેસતા મને એમ જ કારણ વગર,

નહીં તો જીવનભર રહેશે અફસોસ મારા વગર ,

ચાલ ને એક બીજાને બહુ જ પ્રેમ કરીએ

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

તું રીસાય

તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!
તું મારી રાધા હોય ને હું તારો કાન એજ ગમે!!

તું ગોરીને હું શામળિયો. !!
છતા એ ભેદભાવ એમ જ ગમે!!!
પણ તારો વિરહ તારી જુદાઈ એજ ના ગમે.
તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!...........

રાધાને કૃષ્ણનો પ્રેમ હતો અતૂટ!!!!
છતા ના સંભવી શક્યો પ્રણયમાં!!!
બસ ડર છે કે ક્યાંક,
રાધાને કૃષ્ણની જેમ ના બને .
તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!.....

તારી સાથે ગુજરેલા દિવસોની સ્મૃતિ
એમ જ યાદ રાખવી બહુ ગમે!!!!
છતા વિરહની વેદના વેઠવી નાં પડે એજ ગમે!!!
તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!
તું મારી રાધા હોય ને હું તારો કાન એજ ગમે!!!!

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

હું રાહ જોઇશ

હું રાહ જોઇશ જીવનભર,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
વચન આપ્યું છે તેં કે હું આવીશ તારી જિંદગીમાં,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
રાહ જોઇશ હુ છેલ્લાં શ્વાસ સુધી ,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
શક્ય નથી કે ક્યાંય ઉમ્મીદ પણ નથી,
છતાં એક અજબ વિશ્વાસ છે!!!
કે તુ ચોક્ક્સ આવીશ મારી જિંદગીમાં.
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
તારા આવવાથી જ મારૂ જીવન ઉપવન બની ગયું છે,
તારા આવવાથી જ ક્યાંક કશુંક મળી ગયું છે!!!
ને જીવન જીવવાનો નજરિયો!!!
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
આપ્યો છે તેં કોલ કે હું આવીશ તારી જિંદગીમાં!!
હું રાહ જોઇશ તારી મારી જિંદગીમાં!!!
હુ રાહ જોઇશ જીવનભર,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

તારી જુદાઈ

તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!
તારી જુદાઈ આજે સ્થાન જમાવી ગઇ
જાગીને જોયું આજે નથી તું સામે???
મારી આંખોમાં આસું ટપકાવી ગઇ!!
તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!.....
તારાને મારા સંબંધમાં ક્યાંક તો હતી ગહેરાઈ ,
તેથી જ તારી જુદાઈ આજે તારી યાદ અપાવી ગાઈ!!!
તારું સ્મિત,તારો ચહેરો ,તારો પ્રેમ,
આજે તારી યાદ અપાવી ગઈ!!!!
સવાર-સવારમાં તારી યાદ મને રડાવી ગઇ.
તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!
આજે સમજાયું તારું સ્થાન મારી જિંદગીમાં!!!
જ્યારે તારી જુદાઈ મને દર્દ અપાવી ગઇ!!
મહેસુુુસ કરૂ છું આજે એકલતા તારી જુદાઈમાં!!
હું પળે-પળે રાહ જોઇશ તારી મારી જીંદગીમાં!!
બોલ! થામીશને મારો હાથ તારી જિંદગીમાં ???
તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!
તારી જુદાઈ આજે સ્થાન જમાવી ગઇ!!

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

કેમ બને ?

તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને?
આપણાં સંબધો હતાં આ જન્મના,
પંણ આ સંબધો બન્યાં જન્મોજન્મના,
તો આવતાં જન્મમાં ન મળું એવું કેમ બને??

તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને?..
તરસ્યો હતો હું પ્રેમરૂપી જળનો,
તેં જ વરસાવી દિધું આ પ્રેમરૂપી 'જળ'મારા પર,
તો હું ના ભીંજાવું આ પ્રેમરૂપી જળથી એવું કેમ બને???
તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને?...

દિલથી કહું છું ઓ 'પ્રિયાશી'તુજને,
ચાહું છું મુજ જાતથી વધારે તુજને,
એટલે જ કહું છું તું ચાહે જો મુજને,
ને હું ચાહત ન બનું એવું કેમ બને??
તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને???......

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

રંજ છે!!

તમને મળી ના શક્યો એજ રંજ છે!!
તમને પામી ના શક્યો એજ રંજ છે!!
થવું હતુ તમારુને તમારુ જ !!
પણ કયાંક તમારો ના થઈ શક્યો એજ રંજ છે!!
પ્રેમ,લાગણી, હેતથી જોડાયેલો હતો,
છતા જીવનસાથી બની નાં શક્યો એજ રંજ છે!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે!!............

તરસતો હતો તમારાં પ્રેમને પામવા ,
પણ તમારાં પ્રેમને પામી ના શક્યો એજ રંજ છે!!!
થઈને રહેવું હતુ તમારુ જ,
પણ ક્યાંક હું જ તમારો થઇ ના શક્યો એજ રંજ છે!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે!!.......

ભલે શકય નથી સાથે સદાય રહેવું, પણ છુ તમારોને તમારો જ!!!
છતા પણ તમે મને ઓળખી ના શક્યા એજ રંજ છે!!!
સહી નહીં શકુ તમારી જુદાઈ !!!
છતા નહીં થાય મિલન એજ રંજ છે!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે!!.....
તમને પામી ના શક્યો એજ રંજ છે!!......

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

હૈયા બેઉના અળગા રહ્યાં

હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!
વરસાદ વરસતો હતો છતા ભીંજાયા વિના રહ્યાં !!!
હું અને તું ક્યાંક એકબીજાને સાચવવામાં ,
પ્રેમમાં ગળાડૂબ થયાં વિના રહ્યાં !!!
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!.......
તારી એ મદ મસ્ત આંખો હતી મારી સામે,
છતા એને હું એને માણી નાં શક્યો!!!
તું મારી નજર સામે હોવાં છતા ,
મારો પ્રેમ એમ જતાવી નાં શક્યો!!!
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!....
તારા પ્રેમમાં એમ જ ગાંડાતૂર થવું હતુ મારે!!!
છતા એમ જ ડાયા હોવાના ડોળ કરવા પડ્યાં!!!
તારા એક એક શબ્દને સાંભળવા હતાં મારે !!!
હતી નજરની સામે છતા સાંભળી નાં શક્યો !!!!
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!.......
તારા એ રૂપાળા સોંદર્યને માણવું હતુ મારે!!!
છતા માણી નાં શક્યો તારા રૂપને????
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!..…
વરસાદ વરસતો હતો છતા ભીંજાયા વિના રહ્યાં !!!........

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

શરૂઆત કરીએ


આવો એક નવી શરૂઆત કરીએ!!
અગાઉના વેર-ઝેર ભૂલીને નવી શરૂઆત કરીએ!!
ક્યાંક સમજી ના શક્યા તમે અમને !!
કે ક્યાંક સમજી ના શક્યા અમે તમને!!
તેથી ચાલો બધુ ભુલીને એક નવી શરૂઆત કરીએ!!
સંબધો બનશે ચોક્કસ ગાંઢ આપણાં!!
ચાલો એક નાનો પ્રયાસ તો કરીએ!!
આવો એક નવી શરૂઆત કરીએ!!..........

સમય વણસી જાય એ પહેલા!!
ક્યાંક ગેરસમજ થાય એ પહેલા!!
આવો એક નવી શરૂઆત કરીએ!!
સ્નેહ,પ્રેમ,લાગણીના સથવારે!!
ચાલો એકબીજાના દિલમાં વસી જઇએ!!
આવો એક નવી શરૂઆત કરીએ!!......

બહુ થયું હોવી વેર-ઝેરનું નાટક!!
બસ હવે તમારો સંગાથ જોઈએ!!!
ક્યાંક તમે નમો ક્યાંક હુ નમું!!
ક્યાંક તમે ચાલો ક્યાંક હું ચાલુ!!!!!
ચાલો એમ કરી સંબધ ગાઢ બનાવીએ!!
આવો એક નવી શરૂઆત કરીએ!!
અગાઉના વેર-ઝેર ભૂલીને નવી શરૂઆત કરીએ!!…......

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

સાચવીને રાખજે


સાચવીને રાખજે સંબધો તારાને મારા!!
ક્યાંક જાહેર થાય ના સંબધો તારાને મારા!!
જો જાહેર થશે સંબધો તારાને મારા!!
તો સ્વીકારશે નહીં સંબધો તારાને મારા!!!
પછી તારી જુદાઈ સહી નહીં શકુ એક દિન!!
એટલે જ કહું છુ સાચવીને રાખજે સંબધો તારાને મારા!!....
સંબધો તો હતાં આપણા દિલના પવિત્ર!!
પણ સ્વીકારશે નહીં સંબધો આ દિલના!!
માટે જ કહું છું સાચવીને રાખજે સંબધો તારાને મારા!!....
તું દૂર થાય મારાથી જ્યારે પણ!!
સંબધો સાચવજે એક અણમોલ રત્નની જેમ!!
તુ જો કહે આવો સપનામાં તો સમણુંં બની આવીશ!!
તુ જો કહે આવો વિચારમાં તો એક વિચાર બની આવીશ!!
પણ ખરી ઉતરજે મારા વિશ્વાસમાં !!
કેમ કે વિશ્વાસ રાખ્યો છે મારા વિશ્વાસથી વધારે!!
સાચવીને રાખજે સંબધો તારાને મારા!!
ક્યાંક જાહેર થાય ના સંબધો તારાને મારા!!......

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

તારી ખામોશી

તારી ખામોશીમાં ખામોશ છું ક્યાંક??
તારી જુદાઈમાં જુદો છું ક્યાંક???
દર્દ કબૂલ છે બધા તારા સિવાયના!!!
બસ તારી ખામોશી દર્દ અપાવી જાય છે ક્યાંક???
તારું એ સ્મિત ,તારું -મારૂં ગાંડપણ!!!
યાદ અપાવી જાય છે ક્યાંક????
તો આવી જાવને મારા દિલના એક ખૂણામાં ક્યાંક??
આપી દોને તમારાં દિલના એક ખૂણામાં જગ્યા ક્યાંક??
તારી ખામોશીમાં ખામોશ છું ક્યાંક
તારી જુદાઈમાં જુદો છું ક્યાંક........

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

મને ડર લાગે છે

તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે
ક્યાંક સદાય માટે તને ખોવાનો મને ડર લાગે છે
સાથે રહીશું ,સાથે જિવીશું ,
કરીશું અધૂરા સપના પૂરા ,
એવી અશક્ય કલ્પના ભરી વાતો ના કર મને ડર લાગે છે..
તારી સુંફિયાણી વાતો ના કર મને ડર લાગે છે...
વધારે પ્રેમ,વધારે પોતિકાપણું ના કર મને ડર લાગે છે....
ક્યાંક આ તારા પ્રેમનો વ્યસની ના બની જાવ એજ ડર લાગે છે
ક્યાંક અનહદ પ્રેમમાં ,હૂં જ તારો દુશ્મન ના બની જાવ
એ જ મને ડર લાગે છે
ક્યાંક વિરહની વેદનાને ,જુદાઈની પીડા જીરવી નહિ શકૂ
એ જ ડર લાગે છે.
તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે....

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

યાદ આવી ગઇ

આજે તમને મારી યાદ આવી ગઇ સાચે જ દિલમા ખુશી છવાઇ ગઇ,

રાહ જોતો હતો દરરોજ તમારી ,
સાચે જ આજે દિલમાં ગજબની મોજ આવી ગઇ
આજે તમને મારી યાદ આવી ગઇ.........
જતા નથી આ દિવસો જુદાઈના,
આવોને જિંદગીમાં મારી પાછા,
ક્યાક તમારી રાહ જોવાઈ રહી છે .
આજે તમને મારી યાદ આવી ગઇ.........
કાપુ છુ દિવસો ગણી –ગણીને,
સાચુ ક્ષણ-ક્ષણ પડી રહી છે ભારે,
નહોતી ખબર કે ગમગીની છવાઈ જશે,
તમારા જવાથી મારા જિવનમાં,
પણ સાચુ યાદ કરીને જિવુ છુ,
તમારા વગર મારા જિવનમાં.
કસમ છે તમારી કરૂ છુ યાદ,
પળ-પળને ક્ષણ –ક્ષણ,
લાગે છે ક્ષણ પણ યુગની ભાતી.
આજે તમને મારી યાદ આવી ગઇ.........

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

તમારાં દિવાના

અમે તો તમારાં દીવાના છીએ હવે
નથી થવાના બીજાના!!
પ્રેમ કર્યો છે તમને, હવે નથી કરવાનાં બીજાને !!
રૂપને માણ્યું છે તમારાં
હવે નથી માણવાના બીજાને !!
સાચો પ્રેમ કર્યો છે તમને
નથી કરવાના બીજાને હવે!!
વાટ જોવી છે હવે બસ તમારી જ
નથી જોવાના હવે બીજાની!!
હવે તાકાત નથી સહેવાની દર્દ ને !!
કહી દે" ઇશ્વર "ને હવે કે મળવું જ પડશે હવે એને ,
નહિ તો મળશે નહીં એ જન્મો-જનમ!!

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

ખોવાઇ જવું છે

તારા નયનોમા ખોવાઇ જવું છે આજે !!
તને જોઇ જ રહેવું છે આજે!!
તારા સાથ ને નિભાવી લેવો છે આજે !!
તને મન ભરી માણી લેવી છે આજે!!
કાલે કોને ખબર સમય મળે ના મળે!!!
આજે તુ લાગે છે મારકણી ને મસ્ત!!!!
માટે જ જોઇ લેવી છે તને મનભરીને!!!
કાલે એ સમય પાછો આવે ના આંવે!!!!
તારી સાથે દરેક પળને બનાવી લેવી છે યાદગાર!!!
કાલે એ સમય પાછો આવે ના આવે!!!!
આજે તારા સપનામાં ખોવાય જવા દે મને!!!
કોણ જાણે એવું સપનું કાલે આવે ના આવે!!!!
આજે તારા રુપને માણી જ લેવા દે!!!!
કાલે તુ એમ રૂપાળી લાગે ના લાગે!!!!!
તારી સાથે જીવન જીવી લેવા દે થોડુ!!!!
પછી સાથે જીવવા મળે ના મળે.....!!!
તારા નયનોમા ખોવાઇ જવું છે આજે..
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

હું મુસાફર


મુસાફર હુ મંજિલ સુધી પહોચીસ ખબર નથી!!
પંથ છે કાટાળો છતા પ્રયાસ તો કરીશ જ!!
તારો સાથ જ્યારથી મળ્યો છે વિશ્વાસ છે'
પહોચીસ મંજિલ સુધી!!
નાં મળે મંજિલ છતા ફરીયાદ નથી તને!!!
પણ ઠોકર ખાઈ પડું સાંભળજો મને એજ આશ રાખીશ!!
તારો સાથ અને સંગાથ જોઈએ છે જીવનભર!!
જે મેળવવા ભટકતો હતો દર બદર!!
ખોવા નથી માગતો તને કે એ સુખનું સરનામું!!
તારી આગળ જીતવા કરતા હારવનુ મન થાય છે!!!
તુ આવી છે જ્યારથી મારા જીવનમાં ,
જીવન મારૂ મધુવન બની ગયું છે!!
મુસાફર હુ મંજિલ સુધી પહોચીસ ખબર નથી!!.....

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

-મહેંદ્ર વાઘેલા (સુજલ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED