અનહદ પ્રેમનો અંત mahendrakumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અનહદ પ્રેમનો અંત

ડર લાગે છે

તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે
ક્યાંક સદાય માટે તને ખોવાનો મને ડર લાગે છે
સાથે રહીશું ,સાથે જિવીશું ,
કરીશું અધૂરા સપના પૂરા ,
એવી અશક્ય કલ્પના ભરી વાતો ના કર મને ડર લાગે છે..
તારી સુંફિયાણી વાતો ના કર મને ડર લાગે છે...
વધારે પ્રેમ,વધારે પોતિકાપણું ના કર મને ડર લાગે છે....
ક્યાંક આ તારા પ્રેમનો વ્યસની ના બની જાવ એજ ડર લાગે છે
ક્યાંક અનહદ પ્રેમમાં ,હૂં જ તારો દુશ્મન ના બની જાવ
એ જ મને ડર લાગે છે
ક્યાંક વિરહની વેદનાને ,જુદાઈની પીડા જીરવી નહિ શકૂ
એ જ ડર લાગે છે.
તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે....

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

તારી યાદમાં

તારી યાદમાં શાયર બની ગયો !!
તારી યાદમાં સાહિલ બની ગયો!!
ક્યાંક નામી તો ક્યાંક ગુમનામ બની ગયો!!
ક્યાંક તારા માટે દુઃખોને ગટગટાવી ગયો!!!
તારી યાદમાં શાયર બની ગયો .....

એ અનહદ પ્રેમનો અંત કાઈ એમ જ આવી ગયો,

જેમ સુરજ ભર બપોરે જ આથમી ગયો.

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

એકલો જ રેવા દે

હુ તારા વીના એકલો રહી જઇશ!!
હવે સાથ છોડી દે મારો મને એકલો જ રેવા દે!!
જીવી લઇશ તારા વગર હવે જીવન ના બનીશ મારા માટે!!
નહીં તો જીવી નહીં સકુ તારા વીના મને એકલો જ રહેવા દે!!
શકય તો ક્યા છે તારું મારા જીવનમાં આવવાનું!!
એટલે જ કહું છું સમય રહેતાં મને છોડી દે!!
બેવફાઈ નથી એ મારી પણ સમજણ છે મારી!!
જો પાછી આવીશ તુ મારી જિંદગીમાં તો,
હુ જીવી નહીં શકુ તારા વગર!!
હુ તારા વીના એકલો રહી જઇશ!!
હવે સાથ છોડી દે મારો મને એકલો જ રેવા દે!!....

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

નયનોમા ખોવાઇ જવું છે

તારા નયનોમા ખોવાઇ જવું છે આજે !!
તને જોઇ જ રહેવું છે આજે!!
તારા સાથ ને નિભાવી લેવો છે આજે !!
તને મન ભરી માણી લેવી છે આજે!!
કાલે કોને ખબર સમય મળે ના મળે!!!
આજે તુ લાગે છે મારકણી ને મસ્ત!!!!
માટે જ જોઇ લેવી છે તને મનભરીને!!!
કાલે એ સમય પાછો આવે ના આંવે!!!!
તારી સાથે દરેક પળને બનાવી લેવી છે યાદગાર!!!
કાલે એ સમય પાછો આવે ના આવે!!!!
આજે તારા સપનામાં ખોવાય જવા દે મને!!!
કોણ જાણે એવું સપનું કાલે આવે ના આવે!!!!
આજે તારા રુપને માણી જ લેવા દે!!!!
કાલે તુ એમ રૂપાળી લાગે ના લાગે!!!!!
તારી સાથે જીવન જીવી લેવા દે થોડુ!!!!
પછી સાથે જીવવા મળે ના મળે.....!!!
તારા નયનોમા ખોવાઇ જવું છે આજે
તને જોઇ જ રહેવું છે આજે.......

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

જુદાઈ જુદાઈ રમીએ

આવને જુદાઈ જુદાઈ રમીએ!!
જુદાઈમાં મે જોયો છે જે પ્રેમ, જે લાગણી,વિરહનો ઉન્નત પ્રેમ!!
એ નથી મિલનના પ્રેમમાં!!
તો આવને પ્રેમની જુદી ભવાઈ રમીએ!!
મારે તને આમ જ ઉત્કૃષ્ટ પ્રેમ કરવો છે!!
જે મે જુદાઈમાં જોયો છે!!
મિલન થકી તો ક્યાંક પ્રેમ ઓછો થવાનો ડર છે!!
આવને જુદાઈ જુદાઈ રમીએ!!........
જુદાઈ પછીનું એ મિલન!!
વિરહ પછીનું એ મિલન!!
તને જોવાની એ તડપ!!
તારું સપનું જોતી આખો!!
ક્યાંક મિલન પછી ભુલાઈ ના જાય એ ડર છે!!
તો ચાલને પ્રેમની જુદી ભવાઈ રમીએ!!.....
પ્રેમીઓ તો મિલન માટે તડપે છે!!
મને તો જુદાઈ જ વહાલી છે!!!
જે તારાને મારા પ્રેમનું અતૂટ તત્વ છે!!
ચાલને જુદાઈ જુદાઈની ભવાઈ રમીએ.....

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

વિરહની ઘડી

કાલ સવારના ના થાય વહેલી
મસ્ત હ્ર્દયના વિરહની ઘડી લઈ આવશે કાલ
બે એક જીવોની છટા પડવાની ઘડી આવશે કાલ
માટે કાલ સવારના થાય વહેલી,
રોકાઈ જાને આજની રાત ,
માણી લેવા દે એ સ્મિતભર્યા ચહેરાને !!
કોણ જાણે એ ચહેરો ક્યારે જોવા મળે??
એ ચાંદ થંભી જાને આજની રાત !!
જેથી કાલ સવાર ના થાય વહેલી.

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

દૂર થતા ગયા

જેમ જેમ નજીક આવ્યાં તમારી ,દૂર દૂર થતા ગયા તમારી.
ક્યાંક હ્ર્દયની ભાવના સમજી ના શક્યા તમે,
ક્યાંક અમારી ભાવના જણાવી ના શક્યા અમે,
નથી જવું એક પળ પણ દૂર,
પણ તમે જ કરી રહયા છો પળે પળ દૂર,
અમારા એ અનહદ પ્રેમને તમે સમજો છો ગાંડપણ,
પણ એ નથી ગાંડપણ ,
એ છે એક નિસ્વાર્થ હ્ર્દયમાથી નિકળતુ અવિરત પ્રેમનું ઝરણું...
જેમ જેમ નજીક આવ્યાં તમારી ,દૂર દૂર થતા ગયા તમારી.
ક્યાંક હ્ર્દયની ભાવના સમજી ના શક્યા તમે.....

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜

ભૂલી જા મને હવે

તારી અમી ભરેલી યાદ નથી ભુલાતી મારાથી!!
તારી સાથે ગુજારેલ સમય નથી ભૂલાતો હવે!!
તારી બીજા સાથેની કલ્પના પણ નથી હવે સહી સકાતી!!
તું એમ કર હવે મને ભૂલી જા હવે!!
કેમ કે નહીં જીવી શકુ તને પામ્યા વગર!!!
કેમ કે એમ તને બીજાની જોઇ શકીસ નહીં હવે!!
એટલે જ તુ મારા મોતનું કારણ ના બનીસ હવે!!!
એટલે જ ભૂલી જા મને હવે
ગુનો તો કર્યો મે પ્રેમ કરીને તમને
પણ ખબર નહોતી કે પ્રેમનો અંજામ આમ જ હોય!!
પ્રેમ તો કર્યો હતો તમને અનહદ ને પાર વગરનો!!!
એટલે જ રહી નહીં સકુ હવે તમારાં વગર!!!
એટલે જ કહું છું છોડી દો ગુમનામ મને હવે!!!

મહેંદ્ર વાઘેલા(સુજલ)

˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜