સોશિયલ મીડિયા સંગાથે આજનું યુવાધન rajesh parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સોશિયલ મીડિયા સંગાથે આજનું યુવાધન

" સોહનભાઈ તમારી ટપાલ આવી છે. સોહનભાઈને ગામનો ટપાલી હાથમાં ટપાલ આપે છે અને સોહનભાઈ ટપાલીનો આભાર માનીને ટપાલ વાંચવાનું ચાલુ કરે છે. સોહનભાઈ તમારી ટપાલ આવી છે. સોહનભાઈને ગામનો ટપાલી હાથમાં ટપાલ આપે છે અને સોહનભાઈ ટપાલીનો આભાર માનીને ટપાલ વાંચવાનું ચાલુ કરે છે. પોતાનો પરમ મિત્ર વેદાંત કે જે ગાંધીનગરમાં છે તેની ટપાલ વાંચીને સોહનભાઈ આનંદથી ઝૂમી ઉઠે છે. પોતાના પરિવારજનોને આ વાત કરતા તેમના આનંદની કોઈ સીમા નથી. " આવો મીઠો મધુરો સંવાદ આજના આ સમયમાં હવે લગભગ કોઈપણ જગ્યાએ સાંભળવા મળતો જ નથી.આવી બાબતોનું મુખ્ય કારણ વિચારીએ તો એ છે સોશિયલ મીડિયા. એક ટચની ટીક માત્રથી જ પોતાના સગા-વ્હાલા અને મિત્રો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર શક્ય બનાવતુ આ માધ્યમ એટલે સોશિયલ મીડિયા. વર્તમાનમાં નાના હોય કે મોટા કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી અંજાયા વિના રહી જ ના શકે. આ સોશિયલ મીડિયા આજના સમયમાં દરેકજણ માટે જાણે જીવાદોરી સમાન બની ગયું છે.

ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા અનેક માધ્યમોથી આજે કોઈપણ વ્યક્તિ અજાણ હોય તેવું બનતું નથી. કદાચ કોઇપણ વ્યક્તિએ આ નામ જો સાંભળ્યું ના હોય તો એને અભણ માનવામાં આવે એવી આજની વાસ્તવિકતા છે. આ માધ્યયમોએ જ આજના સમયમાં માહિતીની આપ-લે કરવાની રીત-ભાતમાં ધરમૂળથી બદલાવ કરી નાખ્યો છે. આ માધ્યમો આજે વિશ્વના કોઈપણ સ્થળે રહેલા બે વ્યક્તિઓને કોઈપણ સમયે એકબીજા સાથે જોડી શકે છે, એ પણ સરહદોની મર્યાદા વિના.
પત્ર-વ્યવહારમાં પણ ઈમેલના કારણે સેકંડોના સમયમાં સંદેશોની આપ-લે થઈ જાય છે. ફેસબુક, ટ્વિટર જેવા માધ્યમો પર તો દરેક જણ પોતાની દરેક પ્રકારની વિગતો અને વાતો મૂકીને જાણે પોતાની જાતને જ ખુલ્લી કરી રહ્યા છે. દરેક લોકો આજે જાણે લાઇકની માયાજાળમાં ભમતા થઈ ગયા છે. જેટલી લાઇક વધારે એટલો જ આનંદ વધારે એવો માહોલ આજના સમાજમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના જ કારણે સમગ્ર વિશ્વમાં ક્યારેય પણ બનતી સારી કે નરસી એવી તમામ બાબતોની જાણકારી તરત ક પ્રાપ્ત થઈ જાય છે. માણસો આજે જાણે ફોરવર્ડની પરંપરામાં જીવતા થઈ ગયા હોય એવું લાગે છે.

સોશિયલ મીડિયાના આ સચોટ માધ્યમને કારણે આજે વિશ્વમાં ક્રાંતિકારી બદલાવો આવી રહ્યા છે. લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે અને વિવિધ જાણકારીઓની આપ-લે થાય છે. આ જ સોશિયલ મીડિયાના કારણે શિક્ષણ, સ્વાસ્થ્ય, બિઝનેસ અને બધા જ ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જાઇ છે. લોકો પોતાના મનની વાત વિના સંકોચે જણાવતા થઈ ગયા છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ નવી-નવી પદ્ધતિઓ આ સોશિયલ મીડિયા થકી જ લોકો સુધી પહોંચી રહી છે. યુટ્યૂબ જેવા માધ્યમ થકી તમે સમગ્ર દુનિયમાં રહેલા કોઈપણ સારામાં સારા શિક્ષક અને પ્રોફેસરના ક્લાસ અટેન્ડ કરી શકો છો. સ્વાસ્થ્ય અને આરોગ્ય જેવી ઘણી બધી માહિતી વિવિધ સાઇટ્સ અને અલગ-અલગ એપ્લિકેશન થકી મેળવી શકાય છે. ઘણા બધા રોગો અને બિમારીઓની તકેદારીઓના પગલાઓ માટે પણ કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.

કોઈપણ વ્યવસાય કે બિઝનેસનાં માર્કેટિંગ અને પ્રમોશન માટે પણ ફેસબુક, ટ્વિટર કે વૉટ્સઅપ જેવા માધ્યમોની મદદથી સરળતાથી તમારી કોઈપણ પ્રોડક્ટ અને સેવાઓ કે સર્વિસની જાણકારી સમગ્ર વિશ્વ સુધી મોકલી શકાય અને વ્યવસાયને આગળ વધારી શકાય છે. સોશિયલ મીડિયા તો જાણે માર્કેટિંગનો પ્રાણ બની ગયો છે. એમેજોન અને ફ્લિપકાર્ટ જેવા માધ્યમોએ તો જાણે લોકોને ઘર બેઠા જ મનગમતી વસ્તુઓ પણ ડિસ્કાઉન્ટ સાથે મેળવતા કર્યા છે. જેના થકી સારી એવી નોકરીઓ પણ નિર્માણ થઈ છે, જે આ મધ્યમોના ઉપયોગની બાયપ્રોડક્ટ ગણી શકાય.

હવે આપની જાણકારી જાણકારી પ્રમાણે જે વસ્તુઓની સારી બાબતો થકી પ્રગતિ કરી શકાય તો એના જ ઉપયોગમાં જો બેદરકારી દાખવવામાં આવે તો સમસ્યાઓ પણ એટલી જ આવી શકે છે. આજે આ સોશિયલ મીડિયાના કારણે જ માણસો સતત માનસીક તાણનો અનુભવ કરે છે. સતત ને સતત ફોન ચેક કર્યા કરવાની આદત થઈ જાય છે. એક સર્વે અનુસાર ભારતના યુવાનો દરરોજના સરેરાશ ૩ થી ૪ કલાક આ સોશિયલ મીડિયાની પાછળ બગાડે છે. નકામી એપ્લિકેશન અને સાઇટ્સને સર્ચ કરવામાં કે નકામાં સંદેશાઓને મોકલવામાં માણસો એકબીજાનો સમય પણ બરબાદ કરે છે. મોકલવામાં આવતો દરેક સંદેશ બધા જ લોકોને ઉપયોગમાં આવી શકે એવું જરાપણ હોતું નથી ને.

આ સોશિયલ મીડિયાને કારણે જ લોકોની ઊંઘમાં પણ ઘટાડો થઈ ગયો છે. જ્યારે જાગે ત્યારે મોબાઈલ ચેક કર્યા કરવાનું તો જાણે વળગણ થઈ ગયું છે. આવી જ આદતોને કારણે સામાજીક સંબંધોમાં પણ તાણા-વાણાઑ વધી ગયા છે. લોકો ફોન પર હજારો મિત્રો રાખે છે, પણ હકીકતમાં એકબીજાને મળવા માટે સમય ફાળવી શકતા નથી. ફેસબુક પર ૫૦૦ કર ૧૦૦૦ મિત્રો વાળાને પણ જઈને પૂછો કે કેટલા જણને તમે વાસ્તવિક રીતે જાણે છે કે મળ્યા છો તપ એમ જ કહેશે ૫ કે ૧૫. અહિયાં વિચારવાની વાત એ છે કે આ સોશિયલ મીડિયાના કારણે જ સંવાદિતા ઘટવા લાગી છે. પોતાના જ ઘરમાં સાથે રહેતા યુવાન કે બાળકો સતત ફોનમાં મચી રહેવાના કારણે મોટા વડીલોથી દૂર થઈ રહ્યા છે એમ લાગે છે.

નાના બાળકોને પણ આ સોશિયલ મીડિયાનું તો જાણે વળગણ થઈ પડ્યું છે. મોબાઈલ અને એમાં આ સોશિયલ મીડિયાંના કારણે ખૂબ જ નાની ઉંમરમાં આ બાળકો વિવિધ પ્રકારના નવા નવા રોગોના શિકાર બની રહ્યા છે. અરે કરુણતા તો એ વાતની છે કે ઘણા માતા-પિતા પણ એમ ફરિયાદ કરતાં રહે છે કે સાહેબ અમારા બાળકો ફોન વિના જમતા નથી ને ફોન ન આપીએ તો સૂતા પણ નથી. આવી નાની મોટી પારિવારિક તકલીફો વધવાને કારણે જ સમાજમાં વિસંવાદિતા થાય છે. સોશિયલ મીડિયા પર બિનજરૂરી માહિતી મોકલવાના અભિગમને કારણે સમયનો બગાડ તો થાય જ છે પણ વર્તમાન સાયન્ટિસ્ટના તારણો પ્રમાણે જે કચરો આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમ અને મીડિયા થકી ફેલાય છે તેના જ કારણે ગ્લોબલ વાર્મિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. આવા તો ઘણા બધા ગેરફાયદાઓ પણ ગણાવી શકાય.

અંતમાં એટલું જ કહેવાનું કે જે માધ્યમો કે ઉપકરણો માનવ સમાજની ઉન્નતિ અને વિકને ગતિ આપવા માટે બનાવવામાં આવ્યા છે તેનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો માણસને તે પ્રગતિ અને ઉન્નતિના શિખર પર બેસાડી શકે છે અને એક નાનકડો એવો પણ દુરુપયોગ સમગ્ર માનવજાતનો વિનાશ નોતરી શકે છે.

#તણખો : બીજા વિશ્વયુદ્ધ બાદ જે અણુશસ્ત્રો વિશ્વશાંતિની સ્થાપના કરવા માટે બનાવવામાં આવ્યા હતા તેણે જ માનવોની શાંતિ હણી નાખી છે.

રેટ કરો અને રિવ્યુ આપો

Urmi Chauhan

Urmi Chauhan માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

rajesh parmar

rajesh parmar 2 વર્ષ પહેલા

Gohil Mahipalsinh

Gohil Mahipalsinh 2 વર્ષ પહેલા