“બાની”- એક શૂટર - 32 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 32

“બાની”- એક શૂટર

ભાગ : ૩૨



"બાની જબાન સંભાળીને બોલ. તારા કરતાં વધુ મને કોઈ જાણતું નથી. આપણે બંને એકમેકને બચપણથી ઓળખીયે છે. બસ તું મને એટલું જ ઓળખી શકી!! જેણી સાથે ઈશ્ક લડાવ્યો એને હું જાનથી મારી નાખું?? તું હોશમાં આવ સમજી." ઈવાને બાનીને ઊંચકીને વ્હીલચેરમાં બેસાડી. બાની બંને હાથેથી મોઢું ઢાંકીને રડી પડી. બાનીને એટલી વિચલીત અને દુઃખી લાઈફમાં ક્યારે પણ ઈવાને જોઈ ન હતી. કડક મિજાજની બાની પાસે એટલું નાજુક દિલ પણ હશે એ ઈવાન આજે જોઈ શકતો હતો.

ઈવાનની આંખો પણ ભરાઈ આવી હતી. પણ એને પોતાને રડતાં રોક્યો. એ પોતાના બંને પંજા પર બેઠો. ડાબો હાથેથી બેલેન્સ માટે વ્હીલચેરનો હાથો પકડ્યો અને જમણે હાથેથી બાનીનો ચહેરો ઊંચો કર્યો, "બાની હું તને એટલું તો જાણું છું કે તું હાથ પર હાથ રાખી બેસી જનારી વ્યક્તિ નથી. તું જાસ્મિનનાં કાતિલ સુધી કેવી પણ રીતે પહોંચી વળશે એના માટે શું કરશે એ જાણતો નથી. પણ તું કશુંક તો એવું કરશે જ...!! અને હું તારા એ બધા જ પ્લાનમાં મદદ કરવા ઈચ્છું છું. કેમ કે હું તારા જેટલો દિલ ફાડી નાંખે એટલો કડક મિજાજ નથી ધરાવતો. અને એટલે જ કદાચ...!! હું જાસ્મિનને પ્રેમ તો કર્યો પણ એને સંભાળી ન શક્યો.!!"

બાનીએ પોતાના આંસુ લૂછી દીધા. એને તરત જ બીજો સવાલ કર્યો, " તને કોઈના પર શક છે???"

"અવિનાશ...!!" ઈવાને ઝટથી કહ્યું.

"બીજું...?? શું જાસ્મિને તને કશી જ વાત કરી નથી?? એના લાઈફમાં શું ચાલી રહ્યું હતું?? કે એની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એને કોઈ સતાવતું હોય કે પછી ડિવોર્સ બાદ અવિનાશ એને સતાવી રહ્યો હતો એવું કશું એટલે કશું પણ જણાવ્યું નહીં??" બાનીએ હૈયું ફાટી જાય એવી રીતે પૂછ્યું.

"બાની અમારા પ્રેમમાં વાતોએ સ્થાન લીધું ન હતું..!! અમે બંને મુગ્ધ મને ચાહતા હતાં. અમે વાતો કરવામાં સમય વેડફતાં ન હતા. કેમ કે જાસ્મિન સફળ મોડેલ અભિનેત્રી હતી. એ પ્રેમમાં છે એવી વાતોનું વતેસર નીકળે એવું એ ચાહતી ન હતી. એ ચાહતી ન હતી કે અમારા બંનેના ફોટા છપાય કે મીડિયામાં પ્રેમને લીધે નામ ચગવા લાગે. અમારું મળવાનું ચોરી ચુપકેથી હતું. એટલે જેટલો પણ સમય મળતો અમે લવ કરવામાં કાઢતાં." ઈવાને ટૂંકમાં વાત કરી કેમ કે એ જાણતો હતો કે પૂરી લવ કહાની કહેવાનો સમય જ ક્યાં હતો.

બાની ઊંડા વિચારમાં પડી ગઈ. નાછૂટકે હવે ઈવાનને ડાયરી વાંચવા આપી દેવું જોઈએ એવો વિચાર આવ્યો. વિચારોથી અળગી થઈને બાની વ્હીલચેર ફેરવતી ટેબલ સુધી પહોંચી. ખાનામાં રાખેલી ડાયરીને કાઢી. ઈવાન ચૂપચાપ જોતો રહ્યો.

" હું એબ્રોડથી આવી પછી જેસ્સીને મળવા ગઈ. જેસ્સી એના ઘરે ન હતી. પણ ચુનીલાલે આ ડાયરી મને સોંપી. આ ડાયરી વિશે કશું ખબર છે તને. ??" બાનીએ પૂછ્યું. ઈવાન ડાયરીનો જોતો નજદીક આવ્યો. એ પિછાણી ગયો તરત જ.

"ઓહહ આ મીની ડાયરી તો મેં જ બર્થ ડે ગિફ્ટ આપી હતી જાસ્મિનને..!!" ઈવાને કહ્યું.

"હા એમાં તારી હૈર રબરબેન્ડ પણ પડીને ચીપકી ગઈ છે. એટલે મને સમજતા વાર ના લાગી કે તારું કનેક્શન જરૂર મારી જેસ્સ સાથે હતું..!!" બાનીએ કહ્યું.

" યસ બાની ફક્ત લવનું કનેક્શન હતું..!! અમે વાતો તો વધુ કદી કરતા ન હતા. એટલે મેં જ એને કહ્યું હતું કે મારા માટેની તારી ફીલિંગ્સ આ મીની ડાયરીમાં ઉતારી લેજે. હું એને વાંચી જઈશ. એ મીની ડાયરીમાં રહેલી ફીલિંગ્સને તેમ જ અમારા પ્રેમને હું મારા ખિસ્સામાં મોબાઈલની જેમ રાખી શકું જેથી જ્યારે પણ મને જેસ્સની યાદ આવે ત્યારે આ ડાયરી વાંચી લઈશ. એને આ માટે હા પાડેલી. તે જ દિવસે અમે મસ્તી કરતા રહ્યા. જેસ્સીએ મારી રબરબેન્ડ કાઢી નાખી હતી મારા વધી ગયેલા લાંબા વાળો સાથે ખેંચીને મસ્તી કરી હતી. એટલે એ હૈર રબરબેન્ડ એ ખુલ્લા પાનામાં રહી ગઈ હશે." ઈવાને કીધું.

"લે ધ્યાનથી વાંચ. યાદ રહે તારા અત્યારના ફિંગરપ્રિન્ટ આ ડાયરી પર પડવા ન જોઈએ. સાવચેતીથી વાંચ." બાનીએ કહ્યું.

ઈવાને ઝડપથી ધ્યાનથી ડાયરી વાંચી. વાંચીને એ કશાક વિચારમાં પડી ગયો પછી કહ્યું, " આટલું બધું થયું હતું અને મને કશું ના જણાવ્યું?? પણ કેમ...!!"

"એ કેમ પ્રશ્ન નો જવાબ તો જાસ્મિન એની સાથે જ લઈ ગઈ...!!" બાનીએ કહ્યું કેમ કે આજ પ્રશ્ન તો બાનીને પણ કોરી ખાધો હતો જ્યારે જેસ્સીએ બાનીને પણ કશું જણાવ્યું નહીં.

"પણ બાની ડાયરી અધૂરી છે...!!" ઈવાને કહ્યું.

"હા પણ કાતિલ સુધી પહોંચવા માટે પુખતો સબૂત છે. વાંચ્યું?? એમાંનું કશું જાણતો હોય તો કહી દે...!!" બાનીએ કહ્યું.

"બાની એમાં કહેવાની વાત શું છે?? અમન અને જાસ્મિનનું નામ તો ક્યારનું ચગ્યું હતું. મીડિયા પર તો કેટકેટલું દેખાડ્યું હતું. પણ મીરાનું સસ્પેન્સ..!! જાસ્મિનને કેમ મારી નાખવામાં આવી....!!" મનમાં ગુંચવાળો અનુભવતો ઈવાન કહેવા લાગ્યો.

"ખૈર, હવે તને નીકળવું જોઈએ. આ ડાયરી હું પોલીસને સોંપવાની છું." બાનીએ કહ્યું.

"આપી દેજે. પોલીસને કાતિલ સુધી પહોંચવામાં મદદ મળશે." ઈવાને કહ્યું, " ટેક કેર...પૂછતાછ તો ચાલુ જ રહેશે. ઈન્વેસ્ટિગેશન કેટલીક આગળ પહોંચે છે એ તો હવે સમય જ બતાવશે..!!" ઈવાને કહ્યું. જતા પહેલા એ અટક્યો, " બાની હું તારી સાથે જ છું. હરહંમેશ..!!" કહીને ઈવાન ઝડપથી જતો રહ્યો.

****

બાનીની તબિયતમાં હવે સુધારો થયો હતો. બાનીએ વ્હીલચેરનો સાથ છોડ્યો હતો તે ધીરે ધીરે ચાલતી થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશન જઈને એને પહેલું કામ પોલીસના હાથમાં ડાયરી સોંપવાનું કર્યું હતું જેથી જાસ્મિનનો ખૂનનો આરોપી પકડી શકાય.

પરંતુ એ ઇતફાક કહેવાય કે સાજીઝ જે પણ હોય પરંતુ જે ઈન્સ્પેકટર ગૌતમ જૈસવાલના હાથમાં ડાયરી સોંપી હતી એના જીપનું એક્સીડેન્ટ થઈ ગયું હતું. ઈન્સ્પેકટર જૈસવાલનું આ એક્સીડેન્ટમાં મૌત નીપજ્યું હતું. આ સમાચારે હાહાકાર મચાવી દીધો હતો . મીડિયાવાળાઓએ તરહ તરહના તર્ક લગાડ્યા ખરા..!! પણ અસલી કહાની બહાર આવી જ નહીં...!!

બાનીને આ સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. બીજા દિવસની વહેલી સવારે જ ટિપેન્દ્ર બંગલાના પાછળના રસ્તેથી સ્વિમીંગ પૂલને ત્યાં બાનીને મળ્યો. ટિપેન્દ્ર આજે પણ ઓળખી ન શકાય એવો પોશાક પહેરીને મોઢું ઢાંકીને આવ્યો હતો.

"ટીપી...!! આપણી પાસે એક જ સબૂત હતો...ડાયરી...!! ઈન્સ્પેકટર જૈસવાલનું એક્સીડેન્ટથી મૌત...!! આ એક સાજીશ કે ફક્ત કૉઈંસિડેન્ટ...!!" બાનીએ આઘાત સાથે પૂછ્યું. કેમ કે મામલો સૂલઝાવાના બદલે વધારે પેંચીદો થઈ રહ્યો હતો. ટીપી આટલું બધું સાંભળીને પણ ચૂપ હતો.

"ટીપી હવે હું થોબી ના શકું. મારી ધીરજ ખૂટી રહી છે. હું હવે જેસ્સીના કાતિલને નહીં છોડું. હું જ હવે એનો બદલો લઈશ. તો જ મને સૂકુન મળશે. ટિપેન્દ્ર પ્લીઝ મારી હેલ્પ કર એ કાતિલ સુધી મને પહોંચી વળવું છે." બાની એવી રીતે કહેવા લાગી જાણે એની સામે જ જાસ્મિનનો કાતિલ ઊભો હોય અને અત્યારે જ એ મારી નાખવા માંગતી હોય તેમ ક્રોધથી ધ્રુજતાં કહી ઊઠી. ટિપેન્દ્ર એવો જ મૌન હતો.

" ટિપેન્દ્ર ....!! તું સાંભળી રહ્યો છે...!! હું શું કહું છું...!!" ટીપીનું મૌન ખટકતા જ બાનીએ ગુસ્સામાં કહ્યું.

" આ જગ્યાના સીસીટીવી ચાલુ છે ને...!! એનામાં ટેક્નિકલ ખરાબી લાવવા પડશે. હું આ જ સમયે આવતીકાલે તારા બેડરૂમમાં મળીશ. ઓકે. ટેક કેર." ટિપેન્દ્ર શાંતિથી કહીને જતો રહ્યો.

"ટીપી તું અધૂરી ચર્ચાને છોડીને જાય છે." બાની ખીજવાઈ.

" બાની..!! આવતીકાલે સવારે મળું. ડાયરી તને એટલે જ સોંપવા કીધું હતું પોલીસને જેથી આ મામલો ક્યાં સુધી પહોંચેલો છે એની જાણ થાય. સાદી વાત છે જેણે તે ડાયરી સોંપી એનું જ બે દિવસ બાદ મૌત થયું...!! આ મોટું ચક્રવ્યૂ.. કાવતરું છે. એની તહેત સુધી પહોંચવા માટે આપણે હવે ષડ્યંત્ર રચીશું. ટેક કેર..!!" શાંતિથી કહીને ટિપેન્દ્ર જતો રહ્યો.

બાની અવાચક થઈને સાતીર ટિપેન્દ્રને જોતી રહી ગઈ.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)