બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 14 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 14

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(14)

ફિર ક્યાં થા? હું કોલેજ છોડવાનું વિચારી રહ્યો હતો. પાક્કું નિર્ણય લેવામાં દુવિધા આવી રહી હતી. પરંતુ, કોલેજ છોડવાનું મન નહોતું. મારું મન આ પગલું ભરવા માટે રાઝી નહોતું. અને આખરે મેં મારા દોસ્ત શંકરની સલાહ લીધી.

"કેમ? આમ અચાનક? અબે તને કોલેજ જોઈન કર્યે વર્ષ જ કેટલાં થયા છે? એક વર્ષ. માત્ર એક વર્ષ? અને તે જે પ્રોબ્લેમ જણાવી કે, તારે પૂજા મેમનું મોઢું નથી જોવું. પરંતુ, આ રિઝન કેટલા હદ સુંધી સાચી કહી શકાય? મારા ખ્યાલથી તું મૂર્ખાઈ કરી રહ્યો છે. આમ, દરેક વર્ષે કોલેજ બદલીશ તોહ, ક્યાં સુંધી ચાલશે? તું મેચ્યોર છે. હવે તું નાનો બાળક નથી. એટલીસ્ટ આવા નિર્ણય તોહ, તું તારી જાતે પણ લઈ શકે છે. બી પોઝીટીવ યાર! આમ ક્યાં સુંધી ભાગતો રહીશ? આખી જિંદગી ભાગવાનો જ છો? કેમ? બીજી વાર પ્રેમ કરવામાં શું પ્રોબ્લેમ છે? અને તને મેઘનાએ લખેલી ચિઠ્ઠીમાં પણ બીજીવાર પ્રેમ કરી શકવાનો જીકર એણે કર્યો છે ને? તોહ, ક્યાં પ્રોબ્લેમ હૈ? કબીર સિંહ બનના હૈ? અબે, એની પ્રીતિ જીવંત તોહ હતી. તારી મેઘના જીવતી છે? એણે તારા કારણે એ નિર્ણય લીધો હતો. સો તું એનું માન રાખવા માટે બીજીવાર પ્રેમ ન કરી શકે? શું પ્રોબ્લેમ છે? પૂજા મેમ જેવા વ્યક્તિ તું આખા શહેરમાં દીવો લઈને શોધીશ તોય નહીં મળે. ગ્રોવ અપ કીડ. કે, તને હજું પણ લાગે છે કે તું એજ યશ છે. કે, તને હજુ પણ લાગે છે કે તું એક બાળક છો? કબતક? યાર કબતક? આ કોઈ ફિલ્મ નથી ચાલી રહી. અને નાહીં તું ઈસ ફિલ્મ કા હીરો હૈ. ના તું સ્ટારકીડ છે જેણે કરણ જોહર લોન્ચ કરવાનો છે. સો? ક્યાં પ્રોબ્લેમ હૈ? આમ, મુંગો બેઠો રહીશ તોહ કેમ ખબર પડશે? કંઈક બોલ! કે મોમાં મગ ભર્યા છે?" શંકરએ કહ્યું.

"હા! હા હું જાણું છું કે, હું સ્ટારકીડ કે એક્ટર નથી. અને પૂજા મેમ જેવા વ્યક્તિ આ ગામમાં દીવો લઈને શોધવા નીકળો તોહ પણ મળવાના નથી. પરંતુ, તું જ મને કહે! એ આપણાં ગુરુ છે. અને હું આ બધું... હું રેડી નથી એના માટે. પૂજા મેમની જગ્યાએ બીજું કોઈક હોત તોહ, હું માની પણ જવાનો હતો. પરંતુ, આમ? આમ પરાણે પ્રેમ? પરાણે પ્રેમ હું ન કરી શકું. હું પ્રેમ કરવા માટે તૈયાર જ છું. પરંતુ, તલાશ કોઈ એવી વ્યક્તિની છે. જે, મેઘના અને મારા પાસ્ટને અપનાવે. અને સાથે-સાથે જયોતીને પણ અપનાવી લે. અને દિવસ આખો મારો સાથ આપે. એ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મારી મદદ કરે. પૂજા મેમ આ બધું કરી શકે ખરા? તુજ વિચાર. શું આન્સર મળ્યું? નાહ! કારણ કે, મેમ એક પ્રોફેસર છે. એમની લાઈફ ટફ છે. અને સાચું કહું? સાચું કહું તોહ, મેમ માટે મારામાં જરાય ફીલિંગ્સ નથી. ફીલિંગ્સ છે તોહ, એસ અ ફ્રેન્ડ. બાકી મેમથી જાન- પહેચાન માત્ર એક વર્ષની છે. અને આ એક વર્ષમાં હું એક વાત તોહ, સમજી જ ગયો છું. કે, મેમ ને માત્ર બેજ ચિઝો થી લગાવ છે. એક પેંટિંગ્સ અને બીજું તેમનું કામ. સો તુજ કહે એમને મારી માટે પ્રેમ અને સમય ક્યાં મળવાના છે જ. બસ આજ કારણ છે કે, મેઘનાના એ બીજા પ્રેમના આદેશ બાદ, પણ હું ફરીવાર પ્રેમમાં પડ્યો નથી. અને સાચું કહું? તોહ, મેઘનાનો આ વિચાર પણ ખોટો જ છે. અને હું પણ લક્ષ્યથી ભટકવા માંગતો નથી. મારું લક્ષ્ય માત્ર મેઘના અને તેનું ડ્રિમ છે. બીજું કંઈજ જોઈતું નથી લાઈફમાં. અને હા! જયોતીનું શું થશે? એ પણ ચિંતા છે. ચલ, કોલેજ તો નહીં છોડું. કોલેજમાં આપણે સાથે જ છીએ. પરંતુ, હજું મને વિશ્વાસ નથી આવતું. મેમ એ મને શા માટે પ્રપોઝ કર્યો? મારામાં શું છે એવું? ચલ છોડ. દેવેન્દ્રની આજે મેચ છે. ચલ જોઈ આવીએ."

દેવેન્દ્ર યાદ છે ને? મારો ગામડાઈ ફ્રેન્ડ. જેને હું ભોલાના નામે ઓળખું છું. મેઘના એને દેબુના નામે ઓળખતી. યાદ છે રોનાલ્ડો અને મેસ્સી? એ શાળાની મેચ? જેમાં કોચ પણ અમારાથી ઇમ્પ્રેસ થયા હતા. અમને ટ્રાયલ માટે પણ બોલાવ્યા હતા. દેવેન્દ્ર ગયો હતો ટ્રાયલ માટે. પરંતુ, હું નહોતો જઈ શક્યો.

*ભૂતકાળ*

"હેય યશ. તારે નથી આવવું? આપણા ટ્રાયલ છે આજે. ચલ તૈયાર થઈ જા જટ(જલ્દી)" ભોલાએ કહ્યું.

"બે હું નહીં આઉ. મેઘનાએ હમણાં મારી માટે જીવ આપ્યો છે. અને હું આમ, ફુટબોલ રમતો ફરું? આ મારા જેવા વ્યક્તિઓને શોભના દે. મેઘનાને કેવું લાગશે? એ શું વિચારશે? એનો જીવ ગુમાવવો મારી માટે મજાક છે? હું પ્રેમ કરું છે એને. અને એના માટે ફુટબોલ તોહ, શું? લાઈફ પણ છોડવા તૈયાર છું. આમ, ફુટબોલ રમવું મને હવે નહીં ફાવે. તું જા હું નહીં આઉ." મેં કહ્યું.

"જો! તું નહીં આય તો હું પણ નહીં જઉં. તારા વિના મારે પણ નથી રમવું આ ફુટબોલ. તારે આવવું જ પડશે."

"જો ભોલા. જીદ ન કર. તું જા. તું નહીં જાય તોહ, તને તારા દાદાના સોગંદ છે. પ્લીઝ યાર જા. અને તું સિલેક્ટ થઈ જઈશ તોહ, એક દિવસ જરુર તારી મેચ જોવા આવીશ. પરંતુ, અત્યારે તું જા.તું સમજ પ્લીઝ. અત્યારે હું ફુટબોલ રમવાના મૂડમાં નથી. મારાથી નહીં રમાય. મેઘનાની યાદો વચ્ચે ફુટબોલ પર કઈ રીતે ફોકશ કરું? તું જા ભાયા! તું જા."

"ચલ ઠીક છે. ધ્યાન રાખજે તારું. બધું જ બરાબર થઈ જશે. ચિંતા નહીં કર યશ. ચલ બાય."

*વર્તમાન*

એ દિવસે કોચ સરએ કેટલાક કોલ્સ કર્યા. અને તેમનો એક વ્યક્તિ પણ અહીં મોકલેલો. આ બધું મારી માટે જ હતું. પરંતુ, હું ન ગયો તે નજ ગયો. અને આમ, મારી અંદરનો ફુટબોલ પણ લુપ્ત થઈ ગયો. દેવેન્દ્ર આજે ઉંચાઈ પર છે. અને મને એની પર ગર્વ છે. આખરે છે તો મારો ફ્રેન્ડને. આજે એ ભારતીય ટોપ ટાયર લીગમાં અમદાવાદ તરફથી રમે છે. સંપૂર્ણ નામ છે દેવેન્દ્ર સિંહ જાડેજા. જેમ, ક્રિકેટમાં આપણા બાપુ રવિન્દ્ર સિંહ જાડેજા છે. એજ રીતે ફુટબોલમાં આપણાં દેવેન્દ્રજી છે. બધું જ કરી લે. ઓલરાઉન્ડર છે. આઈ મીન બધી જ પોઝીશનમાં રમી શકે. ડિફેન્સ,મિડફીલ્ડ, અટેક, ગોલી બધું જ આવડે છે એને. અમે, મેચ જોવા માટે ગયાં. સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. એકેએ એરેના સંપૂર્ણપણે ભરેલો હતો. સામે હતી લીગની છ ટાઈમ વિજેતા કોલકાતા. આજ તક હતી અમદાવાદ માટે. તેમને દેખડવાનું હતું કે, અહીં પણ ફુટબોલ ક્લચર છે. મેચની શરૂઆત પહેલાં અમે દેવેન્દ્રને અરેનાની બહાર મળ્યા હતાં. એણે અમારી માટે સ્પેશ્યલ સીટ બુક કરી હતી. અમે તેને ઓલ ધી બેસ્ટ કહ્યું હતું. મેચ સ્ટાર્ટ. અમદાવાદના અટેક પર અટેક બાદ પણ ગોલબોર્ડ ખાલી હતો. અને અંતે હાલ્ફ ટાઈમના બે મિનિટ પહેલાં, કોલકાતાએ એક ગોલની લીડ હાથમાં લીધી. ફેન્સ નિરાશ હતા. પરંતુ, અમદાવાદ સારું રમી હતી. બીજો હાલ્ફ શરૂ થયો. પ્રથમ હાફમાં સાધારણ પ્રદર્શન કરનાર દેવેન્દ્રએ બીજા હાલ્ફની શરૂઆત માંજ બે ગોલ દાગી દીધા. આખરે અમારા મિત્રએ તેની ક્ષમતા દર્શકોને દર્શાવી. મેચ પુર્ણ થતાં સ્કોર લાઈન હતી અમદાવાદ છ અને કોલકાતા ત્રણ. જેમાં દેવેન્દ્રની હેટ્રીક સામેલ હતી. અને આ તેની થર્ડ હેટ્રીક હતી.

******

"મજા આઈ ગઈ હો. આ સ્પોર્ટ જોવા જેવું છે."શંકરએ કહ્યું.

"હા હન્ડ્રેડ પરસેન્ટ. તું આઈ જાજે જોવા. હરેક મેચની ટીકીટ મોકલીશ. આ ભાઈસબ તોહ, બીજીજ હોય છે. પણ સિક્કું(શંકર) તારા માટે દરેક મેચની ટીકીટ મોકલીશ." ભોલાએ કહ્યું.

"હવે તમારું થઈ ગયું હોય તોહ, ડિનર લઈએ?મને જોરદાર ભુખ લાગી છે. પેટમાં ફુટબોલ રમી રહ્યા છે ઓલા ઉંદરડાઓ" મેં કહ્યું.

"હા! હન્ડ્રેડ પરસેન્ટ એમાં કહેવાનું ના હોય. આજે જીત્યા છીએ. માટે ઓનર તરફથી પાર્ટી છે. જેટલું ખાવું હોય એટલુ ખાઓ. મારે જવું પડશે. મારે થોડું કામ છે. આજે ટ્રેનીંગમાં મેં ઘાપચી મારેલી માટે કોચએ સજા આપી છે. અને કોચનું નિર્ણય છેલ્લું નિર્ણય. તમે એન્જોય કરો."

પછી શું? અમે નીકળી ગયા ત્યાંથી. આખા રસ્તે શંકર બસ ફુટબોલ વિષે જ વાત કરી રહ્યો હતો. અને હું પૂજા મેમ વિષે વિચાર કરી રહ્યો હતો. એજ પ્રશ્ન વારંવાર આવી રહ્યું હતું. દોસ્તી શા માટે ના રાખી? આ પ્રેમ? એ પ્રેમ કઈ રીતે? અને શા માટે થઈ ગયું? ચલો, છોડો. હવે હું ઘરે પહોંચી ગયો છું. શંકર વચ્ચે જ તેના મિત્રના ઘેર ઉતરી ગયેલો. તેને કોઈ કામ હતું. ડાયરી લખવાની બાકી છે. ચલો લખીજ લઈએ.

પ્રિય, મેઘના. આજે દેબુની મેચ જોઈ. તું જાણે જ છે કે, એ કેટલું સારું રમે છે. વર્લ્ડક્લાસ પ્લેયર છે. તેને હવે નેશનલ ટીમમાં જતાં કોઈ નહીં રોકી શકે. ખુબજ મહેનત કરે છે. અને સાચું કહું? તોહ, તારી માટે મેં ફુટબોલ છોડી દીધેલો. નહીંતર હું પણ એજ લેવલ પર હોત. પરંતુ, શું થઈ શકે છે? જો હો ગયાં સો હો ગયાં. અબ પસ્તાએ કે હોવત જબ ચકલી ચળ ગઈ ખેતર. પરંતુ, મેમ! મેમનું મને સમજાતું નથી. શા માટે કર્યું આ? એટલીસ્ટ મિત્રતાનું વિચાર કર્યું હોત. ખૈર છોડ. આ બધું વારંવાર બોલવાનું કોઈજ ફાયદો નથી. તેઓ હવે પરત નહીં આવે. અને હા! આજે દેવેન્દ્ર ટોપ લેવલ પર રમી રહ્યો છે. અને ખાસ! તેણે આજે પ્લેયર ઓફ ધી મેચ પણ જીત્યો છે. એના માટે હું અને તું બંને હેપ્પી જ છીએ. ચલ, ફરીવાર લખીશ તને. માત્ર તારો જ યશ.

તમને થતું હશે કે, આ દરરોજ શા માટે ડાયરી લખે છે? અને એ પણ મૃત વ્યક્તિને? કેમ? ન લખી શકાય? કેમ ન લખી શકાય? જરુર લખી શકાય. એ મારી સાથે નથી તોહ શું? મારી યાદોમાં તોહ, છેને? અને મેં લખેલા પત્રો પર તેના રીપ્લાય પણ આવે છે. મારા હૃદયમાંએ રીપ્લાય આવે છે. જે હું સાચવીને રાખું છું. તમને કદાચ, ખબર નહીં હોય. પરંતુ, મારા એક ફ્રેન્ડએ મને ગાંડોજ ગણી લીધેલો. કારણ કે, હું મેઘનાને ડાયરી અને પત્રો લખું છું. અને એ મિત્ર હવે મારી સામું જોતો પણ નથી. શું કરી શકીએ? હું કોઈના વિચાર તો ન બદલી શકુને? ખૈર જાને દો. હું કોઈને સમજવા કે સમજાવવા માંગતો પણ નથી. આપણી લાઈફ આપણે ખુદની રીતે જીવવી જોઈએ. ચલો, આતે હૈ.

ક્રમશઃ