Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની પ્રકરણ 1

શોધ

એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની


નીરજ મોદી










Published by Niraj Modi

Copyright © Niraj Modi 2020

Author Name asserts the moral right to be identified as the author of this work.This book is a work of fiction and any resemblance to actual persons, living or dead, events and locales is purely coincidental.All rights reserved. No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electrical, mechanical, photocopying, recording or otherwise) without the prior written permission of the author or publisher. Any person who does any unauthorized act in relation to this publication may be liable to criminal prosecution and civil claims for damages.




1 પ્રિન્સિપાલનુ ખુન

નૈનીતાલમાં સૂર્યોદય સાથે સુરજ તેના કોમળ કિરણો પ્રસવારી રહ્યો છે, અને એક ખૂશનુમા સવાર ખીલી રહી હતી. પણ ઇન્સ્પેક્ટર વિનોદ ગુપ્તા ની સવાર તો સુરજ ઉગતા પહેલા પરોઢિયે ચાર વાગે પડી જતી હતી. આખા પોલીસ વિભાગમાં ગુપ્તાજી તેમનું સટીક દિનચર્યા અને પ્રમાણિકતા માટે વખણાતા હતા. સવારે ચાર વાગે ઉઠી જવું, વહેલા ઉઠીને ચાલવા જવું અને પછી પાછા આવી તૈયાર થઈ ભગવાનની પુજા પાઠ કરી બરાબર નવ વાગે જવાહર પોલીસ સ્ટેશન માં પહોચી જવું. આજ દિન સુધી નિયમ માં કોઈ ફેરફાર આવ્યો હતો. આજે પણ એજ નિયમ અનુસાર ગુપ્તાજી હાથ માં નાનો દંડો લઈ ને મોટા મોટા પગલાં ભરતા તળાવ પર પહોચે છે, અને રોજ ની જેમ તેમના પસંદીદાર છોટુ ની કીટલી પર પહોચે છે.

"કેમ છોટું મજામાં

"આવો ગુપ્તાજી

"લાવ આપડી આપૂડી ચા, છોટું રોજની જેમ હસે છે "કાકા તમે ચા નું પણ અજીબ નામ રાખ્યું છે "આપૂડી ચા

"અરે ભાઈ આની પાછળ આપડા જૂના વડવાઓની એક નાની વાર્તા છે"

"શું વાત છે કાકા ચા માટે ની પણ વાર્તા મને પણ કહો મારા જેવા ચા વાળાને તો ખબર હોવી જોઈએ આવી વાર્તા."

"ભાઈ જો પહેલાના જમાનામાં મોટે ભાગે બધા સંયુક્ત કુટુંબ માં રહેતા હતા. અને આજ ની જેમ નહિ કે ઘરમાં બે ટાબરિયા આવે એટલે બસ માતપિતા સંતોષ માનીલે, પહેલા તો પાંચ ટાબરિયા તો બધાના ઘર માં હોય એક સામન્ય વાત હતી અને અત્યાંરના જમાના જેવી પહેલા આવક પણ ક્યાં હતી, એટલે હમેશા ચાદર ટૂંકી પડે પણ માં ને તો બધા છોકરા ને મોટા તો કરવા પડેને."

"પણ આમાં ચા ક્યાં આવી,”

"અલ્યા ભાઈ તુ ભારે ઉતાવળિયો, જરા શાંતિ તો રાખ આવશે તારી ચા પણ."

"મોટે ભાગે ઘરમાં વહેલા માં ઊઠે, એટલે પોતાના માટે ચા મૂકે, જે આખા દૂધની હોય, જે ખાલી પોતાના માટે મૂકે એટલે એને કેહવાય આપૂડી ચા જે ખાલી આપડા પોતાના માટે હોય, પછી બાપા ઊઠે એટલે એમની ચા મુકાય એને કહેવાય બાપૂડી ચા અને પછી ટાબરિયા ઊઠે એટલે એમના માટે મુકાય એને કહેવાય જીગુડી ચા (જગ માટે મુકાય એને જીગુડી કેહવાય).જેમ જેમ ચા બનતી જાય તેમ તેમ દૂધ માં પાણી નું પ્રમાણ વધતું જાય, હવે સમજ્યો આપૂડી એટલે શું?"

"વાહ, કાકા આજે તો મજા પડી ગઈ આપૂડી, બાપૂડી અને જીગુડી."

"લો, રહી તમારી આપૂડી ચા અને તમારું છાપું."

યાર છોટું તારી ચા પીધા વગર જાણે દિવસ નથી ઊગતો, અને ચાની ચૂસ્કી મારી સવાર ની ઠંડી ઉડાડી થોડીવાર છાપા માં આમતેમ નજર મારી ગુપ્તાજી ઊભા થાય છે,

ચલ છોટું કાલે મળીશું, કાલે આપડી આપૂડી તૈયાર રાખજે.”

◆◆◆

ત્યાંં થી ઘરે આવીને ફરી એજ નિયમ પ્રમાણે તૈયાર થઈ ને સીધા પોલીસ સ્ટેશન જવા નીકળે છે.ગુપ્તાજી જેવા સ્ટેશન પહોચે કે આખૂય પોલીસ સ્ટેશન જાણે જીવંત થઈ જાય છે. જેવા તેઓ પોતાની ખુરશી પર બેસે છે તેવોજ ટેબલ પર પડેલો ફોન રણકે છે.

હેલ્લો, જવાહર પોલીસ સ્ટેશન?

"સાહેબ, જલ્દી આવો અમારા મેડમ નું ખૂન થઈ ગયું છે.”ફોન ઊપડતાં મંગુ એકદમ ગભરયેલા અવાજે બોલવા લાગે છે.

અરે ભાઈ, પહેલા તું શાંત થઈ જા, શાંતિ થી બધી વાત કર, તુ કોણ છે ક્યાંથી બોલે છે, તારુ સરનામું આપ અમે ત્યાંં તરત પહોચી જઈશું

"સાહેબ, હું મંગુ દૂધવાળો બોલું છુ, અમારા મેડમ નું કોઈ ખૂન કરી દીધું છે

"કોણ છે તારા મેડમ?

"અમારા મેડમ આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ ગીતા મેડમ છે

"ઓકે, તુ શાંત થા મને એમનું સરનામું આપ અમે ત્યાંં પહોચીએ છીએ

"સાહેબ, હું મેડમ ના ઘરે છુ, મે ત્યાંં થી ફોન કર્યો છે, તે શાંતિનિકેતન સોસાયટી માં દસ નંબર ના બંગલા માં રહે છે સાહેબ જલ્દી આવો

"ઓકે, તુ ત્યાંં રહેજે અને કોઈ ને પણ ક્યાય અડવાદેતો નહિ, મારી વાત ધ્યાન થી સંભાળજે કોઈ ને પણ ક્યાય અડવાદેતો નહિ

"હા સાહેબ, મેડમ તો એકલા રહે છે અહી મારા સિવાય કોઈ નથી

"ઓકે, અમે આવીએ છીએ

ફોન મૂકતાં હવાલદાર નાથુરામ ગુપ્તાજી ના ટેબલ પાસે આવી ને ઊભો રહે છે, ગુપ્તાજી સાથે વર્ષોથી કામ કરતો હતો, એટલે ફોન પરની ગુપ્તાજીની વાતચિત સાંભળી તરત સમજી ગયો કે કઈક ગરબડ છે"

"ગાડી કાઢ નાથું,આપણે જલ્દીથી શાંતિનિકેતન સોસાયટી જવું પડસેઆટલું કહેતાજ બંને સ્ટેશનની બહાર રાખેલી જીપ માં ગોઠવાય છે અને નાથુરામ જીપ ને શાંતિનિકેતન તરફ મારી મૂકે છે.

ગુપ્તાજીના મગજ માં વિચારોનું ઘમાસાણ ચાલી રહ્યું હતું, નૈનીતાલ જેવા નાના શહેર માં સવાર સવાર માં ફોન આવે તો કોઈ ના ઘરે ચોરી થઈ હોય અથવા તો સવારે ઉતાવળે ગાડી ચલાવવામાં કોઈ અકસ્માત થયો હોય એનો ફોન આવે પણ ખૂન માટે આવે થોડું અજુગતિ વાત હતી. અને ખૂન પણ કોઈ સામાન્ય માણસ નું નહિ, નૈનીતાલ ની સારામાં સારી ગણાતી સ્કૂલના પ્રિન્સિપાલનું. આમાં જરૂર કોઈ મોટી વાત હોવી જોઈએ.

દસ મિનિટ માં તો ગુપ્તાજીની ગાડી શાંતિનિકેતન બંગલાનો ગેટ વટાવી અંદર આવી ને સોસાયટીની ગલીઓ ગુંજવતી દસ નંબર ના બંગલા આગળ આવી ને ઊભી રહે છે. મેડમ નો બંગલો સૌથી છેલ્લો હતો, એટલે બધા થી અલગ હતો. બંગલા ની ચારે બાજુ ખુલ્લી જગ્યા હતી. તેનો દરવાજો સામાન્ય લાકડાના પાટિયા માંથી બનાવેલો હોય તેવું લાગી રહ્યું હતું. ગુપ્તાજીએ જીપમાથી ઉતરતાજ બંગલા નું નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું હતું, પોલીસની નોકરી માં રહી ને ગુપ્તાજીને દરેક વસ્તુનું નિરીક્ષણ કરવાની આદત પડી ગઈ હતી. અંદર ઘુસતા એક મોટો વરંડો પાર કરીને સામે મુખ્ય દરવાજા તરફ જવાનો રસ્તો દેખાતો હતો, ડાબી બાજુ ગાર્ડન માં હોય તેવો બે બેઠક વાળો એક નાનો હીંચકો મૂકેલો હતો, ઇન્સ્પેક્ટરની બારીક નજર તેની આગળ પડેલા ગોળ ગડી વાળેલા છાપા ઉપર પડે છે, હજી છાપું બહાર પડ્યું છે, મતલબ સવારથી કોઈએ દરવાજો ખોલ્યો નથી તેમ લાગે છે, જમણી બાજુ નાના ગાર્ડન જેવો માહોલ તૈયાર કરેલો હતો, જેમાં નાના કુંડા માં ફૂલો ના છોડ તેની શોભા વધારી રહ્યા હતા. ગુપ્તાજીએ ચાલતા ચાલતા એક નજરમાં ઘર ની બહારનું નિરીક્ષણ કરી લીધું અને સીધા ઘરના મુખ્ય દરવાજા આગળ પહોચે છે, જ્યાં મંગુ તેમની રાહ જોતો ઊભો હતો.

સાહેબ, હું મગું છું, મે તમને ફોન કર્યો હતો, જુવોને અમારા મેડમનું કોઈએ ખૂન કરી દીધું છે, તે રોતા રોતા કહે છે

ગુપ્તાજી તેના ખભા પર હાથ મૂકીને તેને શાંત થવા કહે છે"

"પહેલા તું ચૂપ થઈ જા, અને મને વિગતે વાત કર, શું થયું હતું?”

સાહેબ, હું રોજ ની જેમ મેડમ ના ઘરે દૂધ આપવા આવ્યો હતો, મે દરવાજે આવી ને બેલ માર્યો, પણ ઘણી વાર સુધી મેડમે દરવાજો ખોલ્યો નહીં, ઘણીવાર મેડમ બાથરૂમમાં હોય તો એમને આવતા વાર લાગતી મને ખબર હતી, એટલે હું થોડીવાર રાહ જોઈ ને ઊભો રહ્યો, પણ ઘણો સમય વીતવા છ્તા મેડમ આવ્યા નહીં, એટલે મે ફરીથી બે ત્રણ વખત બેલ માર્યો, તો પણ તેમણે દરવાજો ખોલ્યો નહીં, એટલે હું પાછળ ના દરવાજે ગયો, પાછળના દરવાજે ગયો તો મે જોયું કે ત્યાંં દરવાજો ખુલ્લો હતો, મને નવાઈ લાગી એટલે હું અંદર ગયો, ડ્રૉઇંગ રૂમમાં જઈને જોયું તો કોઈ દેખાયું નહીં એટલે મે રસોડામાં નજર કરી, તો મેડમ ત્યાંં જમીન પર પડેલા હતા અને તેમના માથા ની આજુબાજુ લોહી પડેલું હતું, જોઈ હું એકદમ ગભરાઈ ગયો, એટલે મે ડ્રૉઇંગ રૂમમાં આવી ને તરત તમને ફોન કર્યો

તેં પડોસીઓ ને કશું કહ્યું નથી ને, અને તારા સિવાય બીજું કોઈ આવ્યું નથી ને ઘર માં

ના, સાહેબ તમે ના પાડી એટલે હું બહાર ઊભો રહ્યો હતો

ઓકે, તું અહીં ઊભો રહે અમે અંદર જઈ ને જોઈએ છીએ

આટલું કહી ઇન્સ્પેક્ટર ગુપ્તાજી મુખ્ય દરવાજા થી અંદર જાય છે અંદર દાખલ થતાં ડાબી બાજુ સી આકાર માં સોફા સેટ મૂકેલો હતો, અને એની વચ્ચે એક નાનું ગોળ ટેબલ અને તેના ઉપર થોડા મેગેજિન પડેલા હતા, સોફા ની સામે ની દીવાલ પર બેંતાલીસ ઇંચનું ટીવી લગાવેલું હતું, ટીવી ની દીવાલ ની પાછળ થઈને એક સીડી ઉપર ની તરફ જઈ રહી હતી, અને સીડી ની સામે માણસ બેસી સકે તેવું મોટું ડાઈનિંગ ટેબલ હતું અને તેની પાછળ ની દીવાલ રસોડાની હોય તેવું લાગતું હતું, ડ્રૉઇંગ રૂમમાં થી રસોડાની અંદર શું ચાલી રહ્યું છે તે જોઈ શકાતું હતું, રસોડા ની સામે બાથરૂમ અને તેની બાજુમાં વોશબેસિંગ લગાવેલું હતું, વોશબેસિંગની બાજુ માં એક નાનો પેસેજ હતો, જેના અંતમાં ઘર નો પાછળ નો દરવાજો દેખાઈ રહ્યો હતો, જે હાલ ખુલ્લો હતો. રસોડા માં ઘુસતા સામે એક ફ્રીજ દેખાતું હતું અને તેની બાજુ માં પ્લૅટફૉર્મ શરૂ થતું હતું તેના પર ગેસની સગડી હતી, અને તેના પર તપેલી મૂકેલી હતી, અને સગડી આગળ એક કપ તૈયાર કરી ને મૂકેલો હતો. અને પ્લૅટફૉર્મ ની આગળ ગીતાબેનની લાશ પડેલી હતી, જેમાં કપાળ ની બિલકુલ વચ્ચે કોઈ ગોળી મારી હતી, અને તેમાંથી લોહી નીકળી નાક પર જામી ગયું હતું. પહેલી નજરે જોતાં ખૂન રાત્રે થયું હોય તેવું લાગતું હતું એટલે સવાર સુધી માં લોહી જામી ને કાળું પડી ગયુ હતું. લાશની તપાસ કરી ને ગુપ્તાજી ઉપરના માળે જાય છે, ઉપર પહોચતા સામે બે રૂમ દેખાય છે, જેના દરવાજા કોઈએ તોડી નાખ્યા હતા, અને રૂમમાં બધુ વેરવિખેર પડ્યું હતું, રૂમના કબાટ ખુલ્લા પડ્યા હતા, પહેલી નજરમાં જોતાં કોઈએ રૂમની તલાસી લીધી હોય તેવું લાગતું હતું.નીચે આવીને નાથુરામ ને ફોરેન્સિક વાળા ને ફોન કરવાનું કહે છે પછી બહાર આવી ને મંગું જોડે આવી ને ઊભા રહે છે.

મેડમ ના કોઈ સગાવહાલા નથી?

ના, સાહેબ હું આટલા વર્ષો થી મેડમ ના ઘરે દૂધ આપવા આવું છું, મેં આજ દિન સુધી કોઈને આવતા જોયા નથી, હા, ઉનાળુ વેકેસનમાં ખાલી રશ્મિ આવતી હતી, એમના માટે તો એમની સ્કૂલ સર્વસ્વ હતી

"રશ્મિ કોણ છે?"

રશ્મિ મેડમની સ્કૂલમાં ભણે છે, મેડમ એને પોતાની દીકરીની જેમ રાખે છે, સ્કૂલ ચાલુ હોય ત્યાંરે ત્યાંં હોસ્ટેલ માં રહે છે, અને વેકેસન માં અહીં મેડમ જોડે રહેવા આવી જાય છે"

નાથુરામ તું મંગુંનું સ્ટેટમેન્ટ લઈ ને એને જવાદે, અને કંટ્રોલ રૂમ માં ફોન કરી બીજી ટીમ ને બોલાવી કામે લગાડી દો"

"નાથુરામ બીજી ટીમ આવે ત્યાંં સુધી આપણે આજુબાજુમાં રહેતાં પડોસીઓની પૂછપરછ કરી લઈએ"

"પણ પડોસીઓની પૂછપરછમાં ખાસ કઈ જાણવા મળ્યું નહીં"

થોડીવાર પછી બીજી ટીમ આવી એટલે ગુપ્તાજી અને નાથુરામ તેમની જીપ માં નીકળે છે.

રસ્તામાં ગુપ્તજીએ નાથુરામને જીપ આનંદ નિકેતન સ્કૂલ તરફ લઈ જવા કહે છે

◆◆◆

વધુ આવતાં અંકે.

આભાર