Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 10 - છેલ્લો ભાગ

રશ્મિના મગજમાં તેના પિતા વિશે બરાબર ગુસ્સો ઉભરી રહ્યો હતો. તે ગાડીમાં પણ એકદમ ચુપચાપ શાંત રહી હતી. ઘરે પહોંચતા સાંજ પડી જાય છે. ઘરે જઇને અનીતા રસિકભાઈ ને બધી વાત કરે છે. રસિકભાઈ રશ્મિને સાંત્વના આપે છે,

“રશ્મિ તુ ચિંતા ના કર અમે તારી સાથે જ છીએ. અને તું બીજી બાજુ પણ વિચારી જો, તુ અત્યાંર સુધી તો એમ જ માનતી હતી કે તું નાનપણથી જ તારા માતા પિતા હયાત નથી. તો હવે જે શક્યતા હજી સાબિત નથી થઇ એ વિષે વિચારી ને ગુસ્સે શું કામ થાય છે, કાલે હજી આપણે એક વખત અરવિંદભાઈને મળીએ તો ખરા, રશ્મિ એક ઊંડો નિશ્વાસ નાખે છે.

વિદ્યાબેન અનીતા અને રશ્મિ ને દૂધ આપતા કહે છે,

“ તમે હવે આરામ કરો બેટા.”

અનીતા અને રશ્મિ દૂધ પીને પોતાના રૂમ તરફ આગળ વધતા હતા,એટલામાં જ ફોનની રીંગ વાગે છે ફોન ની બાજુમાં બેઠેલા રસીકભાઈ ફોન ઉપાડે છે.

“ હેલો, રસિકભાઈ સાથે વાત કરી શકું? હું નૈનીતાલથી આનંદ નિકેતન સ્કૂલ માંથી અનીતા અને રશ્મિના સંતોષ સર વાત કરું છું.”

“હા હા, સંતોષ સર હું રસિકભાઈ જ વાત કરું છું.”

સંતોષ સરનું નામ સાંભળતા જ રશ્મિ અને અનીતાના પગ સ્થિર થઈ જાય છે. સંતોષ સરનો આટલો મોડા ફોન કેમ આવ્યો હશે? બંને જણા એકબીજાની સામે જુએ છે, અને તરત જ રસિકભાઈ ની બાજુમાં આવીને ઊભા રહી જાય છે.

“સર બધુ બરાબર તો છે ને? આટલી રાત્રે કેમ ફોન કરવો પડ્યો?”

રસિક ભાઈ ને પણ અનીતા અને રશ્મિની જેમ સંતોષ સરનું આટલી મોડી રાતે ફોન આવવાથી નવાઈ લાગે છે. એટલે તે સંતોષ સરને ઉપરા ઉપરી સવાલ પૂછે છે.

“રસિકભાઈ બધું બરાબર છે, પહેલા મને એ કહો કે રશ્મિ તમારી સાથે જ છે ને, રસિકભાઈ તરત જ રશ્મિની સામે જુએ છે, અને જવાબ આપે છે,

“હા, સર એ અમારી સાથે જ છે.”

“તમે એક કામ કરી શકશો, એને લઈને તાબડતોબ અહીં નૈનીતાલ આવી જશો મહેરબાની કરીને.”

“પણ શું કોઈ પ્રોબ્લેમ થયો છે?”

“રસિકભાઈ વાત ઘણી લાંબી છે, ફોન પર થાય એવી નથી મારે તમને ઘણું બધું જણાવવાનું છે, અને હા રશ્મિની તબિયત હવે કેવી છે, મારો મતલબ એની સારવાર કેવી ચાલે છે.”

“સંતોષ સર એને ઘણું સારું છે હવે, મારે પણ તમને રશ્મિ વિશે ઘણી બધી વાત કરવાની છે, અમને જે જાણવા મળ્યું છે તે કોઈ ચમત્કારથી ઓછું નથી.”

“તો પછી તમે જેમ બને તેમ જલ્દી રશ્મિને લઈને આવો, રૂબરૂ જ વાત કરીએ અને સંતોષ સર ફોન મૂકી દે છે”

રશ્મિ અને અનીતા તો જાણે વાત જાણવા માટે ઉંચા નીચા થતા હતા, તેમના ચહેરા પરથી જ લાગી રહ્યું હતું. અનીતા ઉતાવળે તેના પિતાને પૂછે છે,

“શું થયું પપ્પા? સંતોષ સરનો ફોન કેમ આવ્યો હતો?, અને તેમણે રશ્મિની શું વાત કરી?”

“સંતોષ સરે આપણને તાત્કાલિક નૈનીતાલ આવવાનું કીધું છે, એમને કોઇ અગત્યની વાત કરવી છે, મને લાગે છે કે એ રશ્મિ વિશે હશે, એટલે જ એમણે રશ્મિને ખાસ સાથે લઈને આવવાનું કીધું છે.”

“એમને કંઈ કીધું નહીં, શું વાત હતી અંકલ?”

“ના રશ્મિ, એમને બસ એટલું જ કીધું કે તમારે રશ્મિને લઈને આવવું જરૂરી છે, અને વાત ઘણી લાંબી છે. હું એક કામ કરું છું, સમીરને પણ વાત કરું છું, એને પણ આપણી સાથે જ લઈ જઈએ. કારણકે રશ્મિના કેસમાં એમણે ખૂબ જ મદદ કરી છે. અને એ સાથે હશે તો રશ્મિની તબિયતની પણ ચિંતા નહીં રહે."

આટલું કહેતાં જ તે સમીરને ફોન કરે છે અને આખી વિગત સમજાવે છે, અને ફોન મૂકી દે છે,

"તે આપણી સાથે આવવા તૈયાર છે અનીતા હવે, તું અને રશ્મિ આરામ કરો હું કાલે આપણા જવાની તૈયારી કરી રાખું છું."

અનીતા અને રશ્મિ તેમના રૂમમાં આવી જાય છે. રૂમમાં આવતાજ રશ્મિ અનીતા ને કહે છે,

“અનીતા આપણે કાલે તો અરવિંદ ભાઈ ના ઘરે જવાનું હતું ને?”

“પણ સંતોષ સરે અત્યાંરે આટલું અર્જન્ટ કીધું છે, તો જવું તો પડશે ને, બની શકે આપણને જે તારા ભૂતકાળ વિશે જાણવા મળ્યું છે, એવી જ રીતે એમને પણ કંઈ માહિતી મળી હોય, અથવા કદાચ ગીતા મેડમના ખૂની વિશે કંઈ ખાસ જાણકારી મળી હોય. જે હશે તે એ તો ત્યાંં ગયા પછી જ ખબર પડશે, અને એમ પણ આપણે છેલ્લા કેટલાય દિવસથી અરવિંદભાઈ ને મળવાનો પ્રયત્ન કરી જ રહ્યા હતા, તો એમાં થોડા દિવસ વધારે.”

“અનીતા, ખબર નહી હજી કેટલા રહસ્ય મારા ભૂતકાળ માં છુપાયેલા છે. મારું જીવન તો રોજ નવા રહસ્ય મારી સામે લાવે છે, કયા સુધી આમ ને આમ ચાલ્યા કરશે"

"તું ખોટી ચિંતા ના કર. હું હંમેશા તારી સાથે જ રહીશ કોઈપણ પરીક્ષા હશે તો આપણે સાથે જ પાર પાડીશું."

અને અનીતા રશ્મિ ના ગળે લાગી જાય છે, અને તેઓ સુઈ જાય છે.

◆◆◆

રશ્મિ સોફા પર બેસીને રમકડાં રમી રહી હતી, અને તેની મમ્મી રસોડામાં કંઈક કામ કરી રહી હતી. તે ઘરનો મુખ્ય દરવાજો ખૂલતાં જુએ છે. દરવાજો ખૂલતાજ એક વ્યક્તિ અંદર પ્રવેસે છે, રશ્મિ તેને તરત જ ઓળખી જાય છે, કારણકે આની પહેલા તે ઘણી વખત તેના ઘરે આવી ચૂક્યો હતો. આવનાર વ્યક્તિ પહેલા તેની તરફ આવે છે તે એકદમ ચૂપચાપ દબાતા પગલે તેની તરફ આગળ વધે છે. અને ધીમેથી પોતાના જાકીટના ખિસ્સા માંથી એક બંદૂક કાઢે છે, અને રશ્મિની સામે નિશાન તાકીને ઊભો રહે છે. રશ્મિ તેની સામે બરાબર જોઈ રહે છે, અને આવનાર વ્યક્તિ પણ રશ્મિની સામે જોઈ રહે છે, તેણે ગોળી ચલવવા માટે નિશાન તો લીધું, પણ તે ગોળી ચલાવી શક્યો નહીં, અને ત્યાંંથી રસોડા તરફ જવા લાગે છે, રશ્મિ તેને જતા જુએ છે. અને તે રસોડામાં જેવો પહોંચે છે ને તરત જ જોરદાર ધડાકો થાય છે. ધડાકાનો અવાજ સાંભળીને રશ્મિ રડવા લાગે છે, અને પછી તેને પોતાની પાછળ કોઈના આવવાનો અવાજ સંભળાય છે, અને બીજી જ ક્ષણે તેને માથામાં જોરદાર ફટકો વાગે છે. અને તે બેહોશ થઈ જાય છે, અને તરત જ તેની આંખો ખૂલી જાય છે.

રશ્મિ એકદમ પલંગ પર બેસી જાય છે. તેના બેસી જવાથી અનીતાની ઊંઘ પણ ઉડી જાય છે. તે તરત જ સમજી જાય છે કે રશ્મિને ફરીથી કોઈ સપનું આવ્યું હોવું જોઈએ, તે તરત જ તેને પૂછે છે,

“રશ્મિ તુ ઠીક તો છેને?, ફરી કોઈ સપનું જોયું?”

રશ્મિની હાલત પહેલાં જેટલી ખરાબ ન હતી તે ગભરાયેલી જરૂર હતી, પણ પહેલાના સપનાઓ જોઈને જેવી ગભરાઈ જતી એવી ગભરાયેલી ન હતી.

અનીતા તેને પૂછે છે,”શું સપનામાં ફરી કોઈએ તારી મમ્મીને એ જ રૂમમાં, એ જ પલંગ પર ગોળી મારી?”

“ ગોળી તો મારી છે, અનીતા. પણ હું એ રૂમમાં ન હતી પણ નીચે સોફામાં હતી, અને હું નાની પાંચ વર્ષની છોકરીના રૂપમાં હતી. અને આ વખતે તેનો ચહેરો બરાબર જોયો છે, અનીતા, એ જ વ્યક્તિએ મારી મમ્મીનું ખૂન કર્યું છે. પછી રશ્મિ આખું સપનું અનીતા ને કહી સંભળાવે છે. અનીતા રશ્મિને પાણી પીવડાવે છે અને પછી પોતાની પાસે સુવડાવી દે છે.

◆◆◆

બીજા દિવસે સવારથી જ રસિકભાઈ નૈનીતાલ જવાની તૈયારીમાં લાગી ગયા હતા. તેમણે તેમના ટિકિટ એજન્ટ ને કહીને તાત્કાલિક પ્લેનની ટિકિટ કરાવવાની સૂચના આપી હતી. રસિકભાઈએ એને બપોરની કોઈ ફ્લાઇટ માટે ટીકીટ કરાવવાની સૂચના આપી હતી. અત્યાંરે સવારના અગિયાર વાગી ગયા હતા અને રસિકભાઈ અધીરા જીવે ફોનની બાજુમાં જ તેના ફોનની રાહ જોઇને બેઠા હતા. પણ તેનો ફોન હજી સુધી આવ્યો ન હતો. વિદ્યાબેન સવારથી જ મંદિરે જવા નીકળી ગયા હતા. રશ્મિ અને અનીતા તૈયાર થઈને જેવા નીચે ડ્રોઇંગરૂમમાં આવે છે કે વિદ્યાબેન ઘરની અંદર પ્રવેશતા દેખાય છે, તે આવીને તરત જ રશ્મિને પ્રસાદ આપે છે, અને કહે છે,

“લે બેટા, હું સવારે જ મહારાજ કૃષ્ણદેવને મળીને આવી છું. તેમણે તારા માટે આશીર્વાદ મોકલાવ્યા છે, હવે બધું જ સારું થઈ જશે, તું ચિંતા કરીશ નહીં”

રશ્મિ તેમની સામે જુએ છે અને હળવું સ્મિત કરે છે. અનીતા સોફામાં તેના પિતાની બાજુમાં બેસે છે અને તેમને પૂછે છે,

“પપ્પા શું થયું નૈનીતાલ જવાનું કંઈ ગોઠવાયું?”

“ના બેટા, હું સવારનો પેલા લબાડ એજન્ટને કહી ને બેઠો છું કે અમારે એકદમ અર્જન્ટ છે, પણ હજી સુધી એનો ફોન આવ્યો નથી”

રશ્મિ અને વિદ્યાબેન પણ તેમની સામે સોફા પર આવીને બેસે છે. અને તરત જ ફોનની રીંગ વાગી છે,

રસિકભાઈ તરત જ ફોન ઉપાડીને સામે કોનો ફોન છે, એ જાણ્યા વગર જ સવાલ પૂછવાનું ચાલુ કરી દે છે,

“શું થયું અનિલભાઈ ટિકિટ કરી કે નહીં?, મેં તમને સવારથી જ કીધું હતું કે અમારે બપોરે નીકળવું છે, અને હજી સુધી તમે ટિકિટનું કન્ફોર્મ કર્યું નથી?

“રસિક તું ભારે રઘવાયો, પહેલા સાંભળ તો ખરી ફોન કોનો છે?”

“ઑહ સમીર તુ છે, માફ કરજે યાર સવારથી જ ટિકિટ કરવાની મથામણમાં પડ્યો છું, પણ હજી સુધી થઈ નથી જેવી થાય એવું જ હું તરત તને ફોન કરીને જણાવું છું.”

“ઠીક છે, એ તું કરજે, પણ મેં એ કહેવા ફોન કર્યો હતો, કે મેં ઇન્સ્પેક્ટર મહેતાને અરવિંદ ઝવેરીને મળવા માટેની વાત કરી લીધી છે. અને રશ્મિના સપનાની અને આપણે જે શક્યતા વિચારીએ છીએ, એના વિશે પણ વાત કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી રશ્મિની મમ્મીનો કેશ ઓફિસયલ રીતે ફરી ઓપન ના થાય, ત્યાંં સુધી હું ઓફિશિયલ રીતે કોઈ એક્શન લઈ શકું નહીં, અને કેશ ઓફિસિયલ ઓપન કરવા માટે મારે પુરાવાની જરૂર પડે. એને માટે પણ હું પહેલા તો આની અનઓફિસિયલ રીતે તપાસ કરવા તમારી સાથે અરવિંદ ઝવેરીને મળવા તો જરૂર આવીશ,પછી જો કોઇ શંકા લાગશે તો, હું મારા ઉપરી અધિકારી સાથે વાત કરીને, કેસ ફરી ઓપન કરી, કાર્યવાહી આગળ વધારીશ.”

“સમીર આ સારું કહેવાય, મહેતા સાહેબ આપણને મદદ કરવા તૈયાર છે, આપણે નૈનીતાલ જઈ આવીએ પછી કામ ચાલુ કરીએ. ઠીક છે, હું ટિકિટ આવે એટલે ફોન કરું.” અને રસિક ભાઈ ફોન મૂકી દે છે.

રસિકભાઈ અનીતા અને રશ્મિને સમીર સાથે થયેલી બધી વાત કરતા હતા, તે દરમિયાન ફરીથી ફોન વાગે છે, અને રસિક ભાઈ ફોન ઉપાડીને વાત ચાલુ કરે છે,

“હેલો, રસિકભાઈ નૈનીતાલ માટેની ટીકીટ માટે તો આજે થઈ શકે એવું નથી, આજે કોઈ ફ્લાઇટ છે જ નહીં એટલે મેં કાલે સવારની જ ટિકિટ બુક કરાવી છે.”

“અનિલભાઈ અમારે અરજન્ટ હતું, રસિકભાઈ મુંજવણમાં પડી જાય છે, અને બાકીના શબ્દો ગળી જાય છે.”

“ઠીક છે કાલની તો કાલની તમે ટિકિટ ઘરે મોકલાવી આપો, અને તે ફોન મૂકી દે છે.

આપણે કાલે સવારે નૈનીતાલ જવા નીકળવાનું છે. આજે ટિકિટનું કઈ થયું નથી. ચારે જણા સોફા પર બેસીને ડોક્ટર સમીરની મહેતાજી સાથે થયેલી વાત વિશે ચર્ચા કરે છે, અને પોત પોતાના કામે લાગી જાય છે. આજે ક્યાંય જવાનું હતું નહીં, એટલે રશ્મિ તેની ડ્રોઈંગ બુક લઈને રાત્રે જોયેલા સપનાનું ચિત્ર દોરવાના કામે લાગી જાય છે.

◆◆◆

બીજા દિવસે સવારે અનીતા, રશ્મિ, રસિકભાઈ અને ડોક્ટર સમીર લગભગ અગિયાર વાગે નૈનીતાલ એરપોર્ટની બહાર નીકળે છે. અને ત્યાંંથી સીધા જ આનંદ નિકેતન સ્કૂલ પર જવા નીકળે છે. ગાડીમાં રશ્મિના મગજ માં એક જ વસ્તુ ના વિચારો ચાલતા હતા કે આખરે ગીતા મેડમનું ખુન કોણે કર્યું હશે? કે પછી સંતોષ સરને બીજું કઈ કામ હશે આવા અનેક સવાલોના વિચારોમાં ખોવાયેલી રશ્મિ સ્કૂલમાં છોકરાઓનો અવાજ સાંભળતા જ ભાન માં આવે છે, કે પોતે પાછી પોતાના ઘર જેવી સ્કૂલ માં આવી પહોંચી છે. તેઓ ગાડીમાંથી ઉતારીને ચાલતા ચાલતા સંતોષ સરની ઓફિસમાં પહોંચે છે. સંતોષ સરની ઓફિસમાં દરવાજો ખોલતા જ તેઓ બધાને આવકારે છે.

રસિકભાઈ વાતની શરૂઆત કરે છે,

“સંતોષ સર આ ડોક્ટર સમીર છે, એમની પાસે જ રશ્મિનો ઈલાજ ચાલી રહ્યો છે એમને રશ્મિને સરઆ થવામાં ઘણીજ મદદ કરી છે એટલે મને લાગ્યું કે એ સાથે આવે તો સારું.”

રસિકભાઈ ડોક્ટર સમીરની ઓળખાણ કરાવે છે એટલે સંતોષ સર કહે છે, “ તમે એ સારું કર્યું એમને તમારી સાથે લાવ્યા, અમને જે જાણકારી મળી છે એ જાણ્યા પછી કદાચ બની શકે કે રશ્મિ ને ફરી આઘત લાગે તો એવા સમયે ડોક્ટર હાજર હોય તો સારું.”

સંતોષ સર ની વાત સાંભળીને બધાને નવાઈ લાગે છે,રસિકભાઈ પૂછે છે,

“ સર, એવું તો શું જાણવા મળ્યું છે?, મેડમના ખૂની વિષે કઈ જાણવા મળ્યું?”

“હા, રસિકભાઈ જાણવા મળ્યુ છે, ગીતા મેડમનો ખૂની પકડાઈ ગયો છે, ખરેખરમાં, મેં તેના વિશેના સમાચાર આપવા માટે જ તમને અહીં બોલાવ્યા હતા.”

“રશ્મિ અધીરાઈ પૂર્વક વચ્ચે જ પૂછે, “કોણ છે એ ખૂની? સર.”

“ મેડમના ખૂનના ભેદ સાથે તારા જીવનના ભૂતકાળ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો પણ જાણવા મળી છે. આપણે એક કામ કરીએ જવાહર પોલીસ સ્ટેશન પર જઈને ઇન્સ્પેક્ટર ગુપ્તાજીની સાથે જ બધી વાત કરીએ, ત્યાંં જઈને રશ્મિને કોઈને મળાવવાનું પણ છે.

આગળ રશ્મિ અધીરાઇથી બીજો કોઈ સવાલ પૂછે એ પહેલા સંતોષ સર ઊભા થઈને ઓફિકેની બહાર નીકળે છે અને તેમની પાછળ બધા જ નીકળે છે.

થોડીવારમાં જ બધા જવાહર પોલીસ સ્ટેશન માં પહોંચે છે. સૌથી પહેલા સંતોષ સર અને તેમની પાછળ રસિકભાઈ અને ડોક્ટર સમીર અને છેલ્લે અનીતા અને રશ્મિ સ્ટેશન માં પ્રવેસ કરે છે. સ્ટેશન માં ઘૂસતા જ સંતોષ સર જમણી બાજુ ગુપ્તાજીના ટેબલ તરફ આગળ વધે છે અને તેમની પાછળ બધા જતાં હતા ત્યાંરે, રશ્મિ પોલીસ સ્ટેશન માં એક નજર નાખી રહી હતી ત્યાંરે તેની નજર સ્ટેશનના ખૂણામાં આવેલી ગુનેગારોને રાખવા માટેની કોટડી પર પડે છે, તેમાં કોઈ વ્યક્તિ વિલા મોઢે બેઠેલો દેખાય છે, તે કોટડીના સળિયાને અઢેલીને માથું ઢાળીને બેઠો હતો, એટલે તેનું ધ્યાન ગયું નહીં કે કોઈ તેને બહુ જ ધ્યાન પૂર્વક જોઈ રહ્યું હતું, પણ રશ્મિ તેને જોઇને જ ઓળખી જાય છે, તેને જોતાં જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે, તે ગુસ્સાથી લાલચોળ થવા લાગે છે. તે ધીમેધીમે પગલાં ભરતી કોટડીની નજીક જઈને ઉભી રહે છે, અને આંખોમાં ગુસ્સાની નજરથી તેની સામે જુએ છે. રશ્મિના કોટડીની નજીક આવીને ઉભા રહેવાથી તે વ્યક્તિ નું ધ્યાન રશ્મિ ઉપર જાય છે. તે ફરીને નીચેથી ઉપર નજર કરે છે, અને જેવું તે રશ્મિના ચહેરાને જુએ છે, તેના ચહેરાનો રંગ ઊડી જાય છે, તે બહાવરો થઈને રશ્મિની સામે એકધારું જોઈ રહે છે, તે રશ્મિને તરત જ ઓળખી જાય છે, રશ્મિ પણ તેને એકદમ ગુસ્સાથી જોઈ રહી હતી, અને જ્યારે રશ્મિના મગજનો જ્વાળામુખી ફાટે છે ત્યાંરે, તે જોર થી બૂમ પાડીને સળિયા બહારથી જ તેનો કોલર પકડી ને કહે છે,

“ તુ અહી શું કરે છે ખૂની?”

રશ્મિનો ઉગ્ર અવાજ સાંભળતા જ બધા તેની તરફ જોવે છે, બધાના ચહેરા પર એકદમ આશ્ચર્યના ભાવ આવી જાય છે, દરેકના મનમાં એક જ સવાલ થાય છે કે રશ્મિ એને કેવી રીતે ઓળખે છે? તેટલી વારમાં અનીતા દોડીને તરત જ તેની પાસે આવી જાય છે, “ શું થયું રશ્મિ કેમ બૂમો પાડે છે?, શાંત થઈ જા.”

“ શાંત કઈ રીતે થઈ જવું અનીતા, જ્યારે મારી નજર સામે જ મારી માનો હત્યારો હાજર હોય!"

રશ્મિના આ ઘટસ્ફોટ થી ઇન્સ્પેક્ટર ગુપ્તા સહિત બધા જ તેની નજીક દોડી આવે છે.

"ઇન્સ્પેક્ટર ગુપ્તા તરત જ રશ્મિ ને પૂછે છે, "તું આ વ્યક્તિને કઈ રીતે ઓળખે છે રશ્મિ? અને તું કયા આધાર ઉપર એવું કહે છે કે એને જ તારી માંતાનું ખૂન કર્યું છે?"

ઇન્સ્પેક્ટર ગુપ્તા જાણતા હતા કે રશ્મિ અનાથ છે, પણ છેલ્લા કેટલાક દિવસથી રશ્મિના જીવનમાં ચાલતા બદલાવ થી તે અજાણ હતાં.

ઇન્સ્પેક્ટર ગુપ્તા રશ્મિ ને જ્યારે સવાલ પૂછી રહ્યા હતા ત્યાંરે, અનીતા પણ એક નજર કોટડીની અંદર રહેલા વ્યક્તિ ઉપર નાખે છે ,અને તે તરત જ બધું સમજી જાય છે.

અને રશ્મિની જગ્યાએ અનીતા જ ઇન્સપેક્ટર ગુપ્તાને જવાબ આપે છે,

"ગુપ્તા સાહેબ, રશ્મિ જે કહે છે તે સાચું જ છે, આજ વ્યક્તિએ રશ્મિની માતાનું ખૂન કર્યું છે."

" તું પણ ઓળખે છે અનીતા એને?"

" અમે એને નામથી નથી ઓળખતા પણ ખાલી ચહેરાથી ઓળખીએ છીએ"

"એનુ નામ અરવિંદ ઝવેરી છે" ઇન્સ્પેક્ટર ગુપ્તા અનીતા ને કહે છે.

" અરવિંદ ઝવેરીનું નામ સાંભળતા જ ડોક્ટર સમીર રશ્મિ અને અનીતાને કહે છે,

"પણ તમે બંને કઈ રીતે એનો ચેહરો ઓળખો છો, આપણે હજી સુધી એને મળ્યાં નથી."

"ડોક્ટર સમીરના પૂછવાથી રશ્મિ તેની બેગ માં રાખેલી તેની ડ્રોઈંગ બુક કાઢે છે અને તેને છેલ્લે દોરેલું ચિત્ર બતાવે છે અને ચિત્ર જોતા જ ડોક્ટર સમીર બધી જ વાત સમજી જાય છે.

"આ સપનું ક્યારે આવ્યું તને?"

" એ બે દિવસ પહેલા જ આવ્યું છે ડોકટરસાહેબ, એટલે મારે તમને એના વિષે વાત કરવાની રહી ગઇ હતી"

"હું" ડોક્ટર સમીર એક ઊંડો શ્વાસ લે છે.

આ દરમિયાન કંઇ સમજાતું ન હોવાથી ઇન્સ્પેક્ટર ગુપ્તા થોડા અકળાઇ જાય છે અને કહે છે,

"કોઇ મને સમજાવશો આ શું ચાલી રહ્યું છે?"

આવો ઇન્સ્પેક્ટર ગુપ્તા, ટેબલ પર બેસીને વાત કરીએ હું તમને બધું જ સમજાવું છું. મારું નામ ડોક્ટર સમીર છે હું એક સાઇકિયાટ્રિસ્ટ છું. હું રશ્મિ ની સારવાર કરી રહ્યો છું. "

ડોક્ટર સમીર અને ગુપ્તાજી ટેબલ પર બેસે છે, અને ડોક્ટર સમીર તેમને અત્યાંર સુધી જાણેલો રશ્મિ વિષેનો બધો જ ભુતકાળ વિગતવાર કહે છે.

" એટલે અમને શક તો હતો કે અરવિંદ ઝવેરીએ જ રશ્મિની માતા નું ખૂન કર્યું છે, અમે છેલ્લા એક અઠવાડિયાથી એને મળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ તે અમને મળ્યા જ નહીં" ડોક્ટર ઈન્સ્પેકટરને કહે છે.

"ડોક્ટર સમીરની વાત કરવાથી ઇન્સ્પેક્ટર ગુપ્તાજીને બધું જ સમજાઈ જાય છે અને તે ડોક્ટર સમીર ને કહે છે કે,

"તમારી વાત પરથી એક વસ્તુ તો નક્કી થઈ જાય છે કે અરવિંદ ઝવેરીએ જ રશ્મિ ની માતા માધુરીબેનનું ખૂન કર્યું છે અને તેના પુરાવા રૂપે રશ્મિએ દોરેલા ચિત્રો પણ આપણી પાસે છે જ.

પણ ડોક્ટર સમીર ના ચહેરા પર હજી પણ મૂંઝવણ જ દેખાતી હતી તે જોઇને ઇન્સ્પેક્ટર ગુપ્તા તેમને પૂછે છે,"

" શું થયું ડોક્ટર સાહેબ હજી કોઈ તકલીફ?"

" ગુપ્તાજી મને હજી એક વાત નથી સમજાતી કે અમે જેને અમદાવાદમાં એક અઠવાડિયાથી મળવાની રાહ જોઈ રહ્યા હતા તે અરવિંદ ઝવેરી અહીં નૈનીતાલમાં તમારી પાસે કઈ રીતે પહોંચી ગયો?."

" ડોક્ટર ની વાત સાંભળી ને ગુપ્તાજી થોડું હસે છે,

"ડોક્ટર સાહેબ તેને એક નહીં પણ બે ખુન કર્યા છે, રશ્મિ, અનીતા અને ડોક્ટર ત્રણેય જણા ગુપ્તાજીની વાત સાંભળી ને અચંબા માં પડી જાય છે,

" બીજું કોનું ખૂન કર્યું છે સાહેબ?, રશ્મિ પૂછે છે,"

" એને જ તમારા પ્રિન્સિપાલ મેડમ ગીતાબેનનું ખૂન કર્યું છે"

" મેડમ નું ખૂન એમને કર્યું છે? પણ કેમ?

" તમારા બધા જ સવાલોના જવાબ એને આપવાના છે, ઇસ્પેક્ટર ગુપ્તા આટલું બોલતાં જ નાથુરામ ને બૂમ પાડે છે અને કહે છે,

" નાથું લાવ એ હરામીને અહીં આપણી સામે"

નાથુરામ હાથમાં હથકડી પહેરેલા અરવિંદ ઝવેરીને કોટડીમાંથી લાવીને ઇન્સ્પેક્ટર ગુપ્તા સામે ઉભો રાખે છે.

તે સામે આવતાં જ ઇન્સ્પેકટર ગુપ્તા ઉભા થઈને તેના ગાલ પર એક જોરદાર તમાચો ઝીંકી દે છે અને કહે છે,

"ચલ તારી રામ કહાની ચાલુ કર."

અને તે રોતા રોતા વાત કહેવાની શરૂઆત કરે છે,

" આ વાત આજથી અઢાર વર્ષ પહેલા ચાલુ થાય છે. જ્યારે હું ફાઈન આર્ટસની કોલેજમાં ભણતો હતો, અને માધુરી મારી બાજુની જ કોમર્સ કોલેજ્માં ભણતી હતી. એ વખતના જમાનામાં પણ માધુરી ઠાઠથી તૈયાર થઈને ગાડીમાં આવતી એટલે, આખી કોલેજમાં તે કેટલી પૈસાવાળી છે તે બધા જ જાણતા હતા, બાકી બધા છોકરાઓની જેમ મને પણ એ પહેલી નજરમાં ગમી ગઈ હતી. પણ બીજા છોકરાઓને એની ખૂબસૂરતી ગમતી, જ્યારે મને એની ખૂબસુરતીની સાથે એના પૈસા પણ ગમતા હતા. ખબર નહીં એ વખતે મારા નસીબ જોર કરતાં હસે કે કેમ પણ આટલા બધા છોકરાઓની લાઇનમાં એને મને પસંદ કર્યો. મારૂ તો જાણે નસીબ જ ખૂલી ગયું. ધીમે ધીમે અમે એક બીજાની નજીક આવતા ગયા, ત્યાંરે મને ખબર પડી કે તેના પિતાજીને સાઉથ આફ્રિકામાં હીરાની ખાણનો વેપાર છે. મે ત્યાંરથી જ નક્કી કરી નાખ્યું હતું કે એ વેપારનો માલિક માધુરીના પિતાના ગયા પછી હું જ હાથ માં લઈશ. એટલે મે માધુરીને મારી પ્રેમ જાળમાં ફસાવીને તેને મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી લીધી. તે અમદાવાદ માં માતૃસદન માં એકલી જ રહેતી હતી કારણ કે તે તેના પિતાની એક એક દીકરી હતી. તેના પિતા ક્યારેક ક્યારેક તેને મળવા માટે અમદાવાદ આવતા બાકી તે સાઉથ આફ્રિકા જ રહેતા, મોટેભાગે અમે તેના ઘરે જ મળતા હતા અને એક દિવસ માધુરીએ મને જણાવ્યુ કે તે માં બનવાની છે. એ સાંભળી મારા હોશ ઊડી ગયા. હું સંસાર માંડવા હાલ તૈયાર ન હતો મારે તો તેના પિતાનો ધંધો જ હાથ માં લેવો હતો, અને પછી એક વખત ધંધો હાથ માં આવી જતાં માધુરીને મૂકીને જતાં રહેવું હતું, પણ માધુરીએ મારી વાત માની નહીં. તેને જીદ કરી કે પોતે માં બનવા માટે તૈયાર છે. અને મારી જાણ બહાર તેના પિતાને પણ અમદાવાદ બોલાવી લીધા અને અમારા લગ્ન કરવાં માટે મનાવી પણ લીધા. હવે મારી પાસે તાત્કાલિક લગ્ન કર્યા વગર કોઈ ઉપાય જ ન હતો, એટલે ના છૂટકે મારે માધુરી સાથે લગન કરવા પડ્યા, લગન કર્યા ના થોડા દિવસ પછી તેના પિતા થોડા દિવસ અમાંરી સાથે જ રહ્યા, તે દરમિયાન મે માંરાથી બંનતા બધાજ પ્રયાસ કર્યા કે હું તેના પિતા ને ખુશ કરી શકું અને તે મને તેમની સાથે તેમના ધંધા માં જોડાવા માટે સાથે લઈ જાય, પણ તેના પિતા જમાનાના ખાધેલ માણસ હતા. તેમણે મારી નિયત પર શંકા જતાં તે અમને મૂકીને પાછા ચાલી ગયા, લગભગ સાત મહિના પછી સમાચાર મળ્યા કે તેમનું અવસાન થયું છે. મારા મનમાં તો ખુશી નો જ્વાળામુખી ફાટી નીકળ્યો, મને લાગ્યું કે આખરે મારી મહેનત નું ફળ હવે મને મળષે. પણ મારી ખુશી પર પાણી ફરી વળ્યું જ્યારે હું તેમના મેનેજર ને મળ્યો અને હવે ધંધો આગળ કોણ ચલાવસે તેના વિષે ચર્ચા કરી ત્યાંરે મને જાણવા મળ્યું કે તેના પિતાએ તેમની બધી વસિયત તેમની છોકરીના નામે આપીને ગયા છે, અને તેના પછી મારી દીકરી રશ્મિને મળશે પણ જો રશ્મિ અઢાર વર્ષની થાય એ પહેલા માધુરી હયાત ના હોય તો જ્યાં સુધી તે અઢાર વર્ષની ન થાય ત્યાંં સુધી તેના પિતા ધંધો ચલાવી શકશે. પણ તેના માટે તેમણે માધુરીબેનના પિતા દ્વારા બનાવેલી વસિયત કંપની માં બતાવવી પડશે અને પછી તેમને તેમનો હક મળશે. હું મેનેજર સાથે આના વિષે ચર્ચા કરતો હતો ત્યાંરે માધુરી અમારી વાત સાંભળી જાય છે, એટલે તે દિવસ પછી તેને મારા પર ક્યારેય ભરોસો મૂક્યો નહીં, અને મને તેની સાથે ઘરે પણ ના રહેવા દીધો, પણ મારી પાસે એને સમજાવવા સિવાય કોઈ રસ્તો હતો નહીં, હું એને ઘણી વખત સમજાવવા ઘરે આવતો પણ તે મારી સાથે વાત કરતી નહીં અને આખરે એક દિવસ કંટાળીને મે એને મારા રસ્તા માથી હટાવવાનું નક્કી કર્યું અને હું તેના ઘરે ગયો. ઘર માં ઘૂસતાજ મે જોયું રશ્મિ સોફા પર રમી રહી હતી પહેલા મે એને મારવા માટે તેની સામે ગયો પણ કોણ જાણે એને ચહેરો જોઈ ને મારા હાથ જ ગોળી ચલાવા માટે ચાલ્યા નહીં, એટલે હું રસોડા માં ગયો અને ત્યાંં માધુરીને ગોળી મારીને તેની હત્યાં કરી. ગોળી ચલાવવાના અવાજ થી રશ્મિ એકદમ રોવા લાગે છે, મને બીક લાગી એટલે મે તરત જ તેની પાછળ આવીને તેના માથા પર બને એટલા જોરથી બંદૂકની પુંઠ મારી, મને લાગ્યું કે એનાથી એ મરસે નહીં પણ બેભાન થઈ જશે. મને ડર હતો કે તેનો અવાજ સાંભળીને પડોસીઓ આવી જશે, એટલે મે વસિયત શોધવાનો પણ મોકો ના મળ્યો, અને હું ત્યાંંથી નાસી ગયો અને પોલિસની તપાસ શાંત થાય ત્યાંં સુધી છુપાયેલો રહ્યો, પણ એ દરમિયાન જાણવા મળ્યું કે એ દિવસે માધુરી સાથે રશ્મિ પણ મરી ચૂકી હતી અને પોલિસ દ્વારા મકાન પણ સીલ કરી દેવામાં આવ્યું હતું. એટલે મારા હાથમાં આવેલો કોળિયો જતો રહ્યો. અને હવે મારી પાસે મારૂ ચિત્રકામ જ હતું, જેના દ્વારા મારૂ જીવન ચાલી શકે એવું હતું. એટલે મે તેના પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે એમાં મને પ્રગતિ મળતી ગઈ.

થોડા મહિના પહેલા હું જ્યારે અમદાવાદ એરપોર્ટ પર થી બાહર નીકળતો હતો ત્યાંરે મેં રશ્મિને અનીતાની સાથે જોઈ. હું તેને જોતાં જ ઓળખી ગયો હતો, કેમ કે મોટી થઈ ને રશ્મિ લગભગ માધુરી જેવી જ લાગવા લાગી હતી.અને મે એનો પીછો કર્યો તો જાણવા મળ્યું કે તે નૈનીતાલ માં ભણે છે એટલે મેં નક્કી કર્યું કે જો હું રશ્મિને મનાવી લવું તો, હું ફરી વસિયત મારા નામે કરી શકું કારણ કે જ્યારે માધુરી મરી ત્યાંરે રશ્મિ નાની હતી, એટલે હવે જ્યારે આટલા વર્ષો પછી એ જાણે કે તેના પિતા હયાત છે તો એ મારી બધી જ વાત માનવા તૈયાર થઈ જાય. એમ વિચારી ને હું સ્કૂલમાં ગીતા બેન પાસે મળવા ગયો અને તેમને વિશ્વાસ અપાવ્યો કે પોતે રશ્મિના પિતા છે, એટલે એ ખુશ થઈ ગયા કે રશ્મિ અનાથ નથી એમને મને સાંજે સ્કૂલ છૂટે એટલે સાંજે મળવા આવવા માટે કીધું અને ત્યાંરે રશ્મિને અને તેનો અમુક સામાન જે રશ્મિના હક નો છે જેમાં તેના દાદાનું વસિયત નામું પણ છે તે મને સોંપી દેશે. તેમના જોડેથી એ પણ જાણવા મળ્યું કે ઇન્સ્પેક્ટર ગોહિલ રશ્મિને અહી કેવી રીતે લાવ્યા. પણ જ્યારે હું સાંજે ગયો તારે એમને મને રશ્મિને સોંપવાની ના પાડી દીધી. એટલે મને ગુસ્સો આવતા હું રાતે એમને બંદૂક લઈને ડરાવીને તેમની પાસેથી વસિયત અને રશ્મિનો હક લેવા માટે ગયો. પણ તે એ વખતે પણ માન્ય નહીં એટલે મારે એમને પણ મારવા પડ્યા પછી મેં એમના ઘરની તલાસી લીધી પણ મને વસિયત ક્ક્યાંય ના મળી એટલે મારે ફરી ખાલી હાથે પાછા આવવું પડ્યું.

હવે આગળ શું કરવું એ હજી નક્કી કરવાનું હું વિચાર તો હતો એટલામાં જ ડોક્ટર સમીર રશ્મિ ને લઈને મને મળવા મારા ઘરે આવી ગયા, મારી પાસે હજી વસિયત આવી ન હતી અને ત્યાંં સુધી હું રશ્મિ ને મળવા માગતો ન હતો, મને બીક હતી કે કદાચ રશ્મિ મને ઓળખી જાય તો મારો ભાંડો ફૂટી જાય. મે બરાબર વિચારવાનો પ્રયાસ કર્યો કે જ્યારે મેડમને હું પહેલા મળ્યો ત્યાંરે એ તૈયાર થઈ ગય હતા અને પછી ના કેમ પાડી? અને ત્યાંરે મને વિચાર આવ્યો કે તેમણે વસિયત વાંચી હોવી જોઈએ અને તેના મુજબ રશ્મિના જીવને ખતરો હોઈ શકે છે, એટલે તેમણે મને રશ્મિને સોંપવાની ના પાડી હોવી જોઈએ. પણ મેં એમના ઘરે તો તપાસ કરી હતી, મને કાઈ જ મળ્યું ન હતું એટલે મને શક ગયો કે કદાચ વસિયત ના પેપર સ્કૂલ માં એમની ઓફિસ માં જ ક્યાંય હોવા જોઈએ. એટલે મે છેલ્લી વખત મરણિયો પ્રયાસ કર્યો તે મેળવવાનો અને જ્યારે હું સ્કૂલમાં ચોરી કરવા ગયો ત્યાંરે સંતોષ સર ના હાથે પકડાઈ ગયો.

અરવિંદભાઈની વાત સાંભળી થોડીવાર સુધી બધા ચૂપ થઈ જાય છે, અને થોડીવાર રહીને રશ્મિ તેના પિતાને એક પછી એક લાફા મારવા લાગે છે,

"તું મારો બાપ નથી તું જલ્લાદ છે, તેં મારી બે મા ને મારી નાખી, એક જેને મને જનમ આપ્યો અને બીજી જેને મને મોટી કરી'

અનીતા રશ્મિને શાંત પાડવા માટે તેને ગળે લગાડી લે છે.રસિકભાઈ પણ તેને સાંત્વના આપે છે, " બેટા તું દુઃખી ન થા અમે તારો જ પરિવાર છીએ."

વાતાવરણ થોડું ભારે થઈ જતાં ઇન્સ્પેક્ટર ગુપ્તા મજાક કરે છે, " લાગે છે હવે મારે રશ્મિની કાયમની ફરજ પર લાગી જવું પડશે"

" રસિકભાઈ ને કઈ સમજાતું નથી"

"કેમ સાહેબ, હજી મારી દીકરી પર શું સંકટ છે? હવે તો એ ખૂની તો પકડાઈ ગયો છે"

" હવે જેલ માં જ એની જિંદગી પૂરી કરશે,રશ્મિ હવે મોટી માણસ થઈ ગઈને, એ તો ડાયમંડ કિંગની પૌત્રી છે, અને મોટા માણસોની સુરક્ષા કરવી પડે"

ઇન્સ્પેક્ટર ગુપ્તાની વાત સાંભળીને બધા હસી પડે છે.

ડોક્ટર સમીર ગુપ્તાજીને કહે છે કે તે અમદાવાદ પોલિસ સ્ટેશનમાં પણ ઇન્સ્પેક્ટર મહેતાને પણ જાણ કરી દો કે એમનો કેશ પણ હવે બંધ થઈ ગયો છે.

અને પછી બધા ત્યાંંથી નીકળે છે અને સ્કૂલ પર આવે છે.

સંતોષ સરની ઓફિસ માં બેસી ને બધા વાતો કરતાં હતા એટલે સંતોષ સર રશ્મિને પૂછે છે, "હવે પાછા જવાનું છે કે અહી જ રોકાઈ જવાનું છે રશ્મિ"

" તેના જવાબ માં ડોક્ટર જ કહે છે મને નથી લાગતું હવે રશ્મિને મારી જરૂર પડે અને તે રશ્મિ સામે જોઈને હસે છે. "

અને રશ્મિ અને અનીતા ત્યાંં સ્કૂલમાં જ રોકાઈ જાય છે અને રસિકભાઈ અને સમીર પાછા જવા માટે નીકળી જાય છે.

અનીતા અને રશ્મિ ફરી તેમની હોસ્ટેલની રૂમ માં આવી જાય છે અને મજાક કરવા લાગે છે અનીતા તેને હવે ડાયમંડ ક્વીન જ કહીને જ બોલવતી હતી તે રાતે તેના બધા મિત્રો મળી ને ખૂબ મસ્તી કરે છે અને થાકી ને પોત પોતાના રૂમ માં સૂઈ જાય છે.

જ્યાંરે રશ્મિની આંખો ખૂલે છે ત્યાંરે...................

સમાપ્ત

પુસ્તક કેવું લાગ્યું તેનો અભિપ્રાય મેલ કરી જરૂર થી જણાવવા વિનંતી.

nirajmodi20985@gmail.com