Shodh ek Rahshyamay safar sapanathi sachhaini - 2 books and stories free download online pdf in Gujarati

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 2

સ્કૂલ માં રિસેસ ની બેલ વાગતા જ બધા વિધ્યાર્થી ક્લાસ માથી બહાર આવે છે, રશ્મિ અને અનીતા પણ ક્લાસ ની બહાર નીકળે છે, અને સીધા જ ગ્રાઉંડ ફ્લોર પર આવેલી કેન્ટીન તરફ આગળ વધે છે, તેઓ જ્યારે નીચે ગ્રાઉંડ ફ્લોર પર આવે છે તે સમયે ઇન્સ્પેક્ટર ગુપ્તાજીની જીપ સ્કૂલના મુખ્ય દરવાજાની અંદર આવતી દેખાય છે. સ્કૂલમા પોલીસની ગાડી જોઈને બધાને નવાઈ લાગે છે. જીપમાંથી ઉતરી ઇન્સ્પેક્ટર ગુપ્તાજી સીધા જ પ્રિન્સિપાલ ની ઓફિસ તરફ જાય છે, ત્યાંં પહોચતા બહાર બેઠેલો ચપરાસી તેમને જોતાં જ ઊભો થઈ જાય છે.

“તમારા વાઇસ પ્રિન્સિપાલ કોણ છે? અને ક્યાં મળશે?” ગુપ્તાજી બિલકુલ શાંતિથી નરમ અવાજે પૂછે છે,

“સાહેબ આ સામે થી આવે એજ અમારા સંતોષ સર છે, અમારી સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ છે.”

સંતોષ સર પણ બાકી બધાની જેમ પોલીસની ગાડી જોઈને પોતાની ઓફિસ તરફ આવતા દેખાય છે.

"મિસ્ટર સંતોષ મારૂ નામ ઇન્સ્પેક્ટર વિનોદ ગુપ્તા છે, તમને એક માઠા સમાચાર આપવાના છે, અને થોડી વાત કરવી છે, એટલા માટે મારે અહી અવાવું પડ્યું છે.”

“હા હા કેમ નહીં, આવો ને મારી ઓફિસ માં બેસીને વાત કરીએ”

“તેમની ઓફિસ માં બેસતા જ ગુપ્તાજી વાત ચાલુ કરે છે,

“તમને તો ખબર જ હસે આજે તમારા પ્રિન્સિપાલ મેડમ સ્કૂલે આવ્યા નથી“

"જ્યારે હું સ્કૂલે આવ્યો ત્યાંરે મને ખબર પડી કે મેડમ હજી સુધી આવ્યા નથી."

“એમને આજની રજા વિષે તમને કોઈ જાણ કરેલ હતી?" “ના, એવું તો કઈ કીધું નથી, આમ તો જ્યારે એ રજા પર રહેવાના હોય તો મને પહેલા થી જણાવી દેતા હતા, અથવા તેમની તબિયત સારી ના હોય તો સવારે મને ફોન કરી ને જણાવી દેતા, પણ આજ ની રજા માટે એમણે કઈ જાણ કરેલ નથી, મને પણ નવાઈ લાગી એટલે મે આવી ને તેમને ફોન તો કર્યો હતો, પણ એમણે ફોન ઉપાડયો ન હતો, એટલે મે વિચાર્યું કે કદાચ એમની તબિયત વધારે ખરાબ તો નથી થઈ ગઈ ને, એટલે હું થોડું કામ પતાવી ને એમના ઘરે જ જવાનું વિચારતો હતો, એટલાં માં તમે સામે મળ્યા."

“અમે તેમના ઘરેથી જ આવીએ છીએ, તમારા મેડમ નું ખૂન થઈ ગયું છે”

“શું વાત કરો છો ઇન્સ્પેક્ટર સાહેબ? સંતોષ સર નું મોઢું આશ્ચર્યથી ખુલ્લુ જ રહી જાય છે”

"પણ એ કેવી રીતે બને? ગીતા મેડમ નું ખૂન કોઈ કેવી રીતે કરે? એ તો બહુ બહુ જ સારા વ્યક્તિ હતા, એમના જેવા ભલા માણસનું ખૂન કોઈ શું કરવા કરે”

“હા, તમારી વાત સાચી છે, અમને આજે સવારે જ તેમના ઘરે દૂધ આપવા આવેલા મ્ંગુએ પોલીસને ફોન કરીને સમાચાર આપ્યા, તે જ્યારે દૂધ આપવા ગયો ત્યાંરે ઘણી વખત સુધી બેલ વગાડવા છતાં, મેડમે દરવાજો ખોલ્યો નહીં, એટલે તેણે પાછળનો દરવાજો ખખડાવવા માટે પાછળ ગયો, ત્યાંરે તે દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતાં ખબર પડી કે રસોડા માં મેડમની લાસ પડી હતી. એટલે તેણે મેડમ ના ઘરે થી જ અમેને ફોન કર્યો એટલે અમે આવી ને તપાસ કરી, ત્યાંંથી જાણવા મળ્યું કે મેડમના બીજા તો કોઈ સગા હતા નહીં, એટલે અમે સ્કૂલમાં તમને મળવા આવ્યા."

“તમને કોઈ ના પર શક છે?' મેડમનો કોઇની સાથે ઝઘડો થયો હોય તેવું કઈ તમને યાદ છે?

“ના, ગુપ્તાજી મને તો હજી વિશ્વાસ નથી આવતો કે મેડમ નું કોઈએ ખૂન કર્યું, એ તો બહુજ પ્રેમાળ વ્યક્તિ હતા”

"ઓકે, સંતોષજી આપણે કાલે મળીએ” આટલી વાત કર્યા પછી ગુપ્તાજી તેમની ઓફિસ માથી નીકળી જાય છે.

થોડીવારમાં તો આખી વાત સ્કૂલમાં વાયુવેગે ફેલાઈ જાય છે. કેન્ટીનમાં બેઠેલી રશ્મિને તેની એક ફ્રેન્ડ આવીને કહે છે કે તેની મેડમ નું ખૂન થઈ ગયું છે, આ સાંભળતા જ રશ્મિ ને સખત આઘાત લાગે છે અને તે ત્યાંં જ બેહોસ થઈ જાય છે.

◆◆◆

રશ્મિ જ્યારથી નાની હતી ત્યાંરથી, તે આનંદ નિકેતન બોર્ડિંગ સ્કૂલમાં જ ભણતી હતી. તે અનાથ હતી એટલે મેડમે જ તેને મોટી કરી હતી, અને આ સ્કૂલ જ એના માટે એનુ ઘર હતું. ગીતા મેડમ તેને પોતાની દીકરીની જેમ જ રાખતા હતા, અને રશ્મિ પણ મેડમને પોતાની માં સમાન માનતી હતી. જ્યારે ઉનાળુ વેકેસનમાં બધા છોકરાઓ ઘરે જતાં રહેતા, ત્યાંરે તે મેડમ સાથે જ રહેતી હતી. રશ્મિ પહેલા થી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, અને આખી સ્કૂલમાં ચિત્રકળામાં તેની તોલે આવે એવું કોઈ હતું જ નહીં. રશ્મિને તો એ પણ યાદ ન હતું કે તે ક્યારે અહી આવી અને એને કોણ અહી મૂકી ગયું. પોતે સત્તર વર્ષની થઈ પણ કોઈ દિવસ મેડમે તેને પોતે અનાથ છે તેવું મહેસુશ થવા દીધું ન હતું. એટલે જ જ્યારે તેને સમાચાર મળ્યા કે તેની માં સમાન મેડમને કોઈ એ ગોળી મારીને હત્યાં કરી છે, તો તે એ આઘાત જીરવી ના શકી અને ત્યાંં જ બેભાન થઈ ગઈ.

◆◆◆

રશ્મિ એક સોફા પર બેસીને તેના રમકડાં રમી રહી છે. તેની બાજુ માં એક સ્ત્રી બેસીને કોઈ પુસ્તક વાંચી રહી છે, તે પોતાની જાતને નાની પાંચ વર્ષની છોકરીના ર્રૂપમાં જુવે છે, તેને કઈ સમજાતું નથી આ શું થઈ રહ્યું છે. તેને તેનો ચેહરો બરાબર દેખાતો નથી, ખરેખરમાં તેને બધુ જ ધૂંધળું દેખાઈ રહ્યું હતું, તે પોતાની આંખો ચોળે છે પણ કોઈ ફરક નથી પડતો, હજી પણ બસ એવું જ ધૂધળું દેખાય છે, તે તેની પાસે બેઠેલી સ્ત્રી ને બોલાવવાની કોશિશ કરે છે, પણ તે સ્ત્રી પુસ્તક વાંચવામાં એટલી ઊંડી ઉતારી ગઈ હોય છે કે તે રશ્મિની સામે પણ જોતી નથી, આખરે કંટાળીને તે જોર જોર થી રડવા લાગે છે, એટલે પેલી સ્ત્રી કંટાળીને પુસ્તક ટેબલ પર મૂકીને રશ્મિને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે, પણ ધૂંધળું જોઈ ને કંટાળેલી રશ્મિ જોર થી રડવા લાગે છે. આખરે તે સ્ત્રી ઊભી થઈને રસોડામાં જાય છે. તે જેવી રસોડામાં ગઈ કે તરત જ એક જોરદાર કાન ફાડી નાખે એવો અવાજ સંભળાય છે, આ સાંભળી રશ્મિ એકદમ ગભરાઈ જાય છે અને સોફા પર થી ઊભી થઈ ને રસોડા તરફ જાય છે, જેવી તે રસોડા નજીક આગળ વધે છે તેને ફ્રીજનો ખુલ્લો દરવાજો દેખાય છે, થોડી આગળ જઈને જુવે છે તો તે સ્ત્રી પ્લૅટફૉર્મ આગળ નીચે પડેલી છે, અને તેનો ચહેરો લોહીથી આખો ખરડાયેલો દેખાય છે, ચારે બાજુ લોહી પડેલું દેખાય છે, આ જોઈ ને રશ્મિ એકદમ ગભરાઈ જાય છે.તે બૂમ પાડવા પ્રયાસ કરે છે, પણ તેના ગળા માથી અવાજ નીકળતો નથી અને તે ત્યાંં જ બેભાન થઈ જાય છે.

અચાનક રશ્મિની આંખો ખૂલી જાય છે,અને તે જોરથી બૂમ પાડે છે, અને તેને ભાન થાય છે કે તે પોતે પોતાના પલંગમાં હતી, થોડીવાર આજુબાજુ જોતાં તેને લાગે છે કે તેને સપનું જોયું હતું. તેની બૂમ સાંભળી તેની બાજુના પલંગમાં સૂતેલી તેની ફ્રેન્ડ અનીતા એકદમ જબકીને જાગી જાય છે, અને રશ્મિની સામે જુવે છે, રશ્મિનું આખું શરીર પરસેવાથી રેબજેબ થઈ ગયું હોય છે, અનીતા ફટાફટ રશ્મિ જોડે જાય છે, તેને જોર થી ગળે લગાડે છે, રશ્મિ હજી પણ જાણે સપનામાં જ એજ લોહી વાળી લાસ જોઈ રહી હોય એમ અનીતાની સામે શૂન્યમનસ્ક નજરે જોઈ રહે છે.

“રશ્મિ તું સાંભળે છે, મારી સામે જો, કઈ નથી થયું, તું ઠીક છે, મારી સામે જો, અનીતા તેના ગાલે ધીમે થી ટપલી મારે છે અને તેની પીઠ પર ધીરેથી હાથ ફેરવે છે"

થોડીવાર પછી ધીમે ધીમે રશ્મિ ને કળ વળે છે, એટલે તે અનીતાને જોરથી ગળે લગાડીને જોરથી રડવા લાગે છે.

“શું થયું રશ્મિ? કોઈ ખરાબ સપનું જોયું?”

“હા અનીતા, તે એકદમ ખરાબ સપનું હતું”

““તે શું જોયું સપનામાં?" અનીતાએ પૂછ્યું,

“મેં જોયું કે, હું એક નાની પાંચ વર્ષની છોકરીના રૂપ માં છું, હું એક મોટા બંગલામાં હતી, તે બંગલા પર “માતૃસદન એવું લખેલું પણ જોયું, મારી બાજુમાં કોઈ સ્ત્રી બેઠેલી છે,પણ મને તેનો ચહેરો બરાબર દેખાતો નથી, ખરેખરમાં, મને બધુ ધૂંધળું જ દેખાતું હતું. હું સોફા પર બેસીને રમકડાં રમતી હતી, પછી જોર જોર થી રડવા લાગી, એટલે એ સ્ત્રી ઊભી થઈને રસોડા તરફ જાય છે, અને થોડીવારમાં જ એકદમ જોરથી અવાજ સંભળાય છે, હું ઊભી થઈને રસોડા તરફ જોવા જવું છું, ત્યાંં જઈને જોયું તો તે સ્ત્રી રસોડાના પ્લેટફોર્મ પાસે જમીન પર પડેલી હતી, અને તેને કપાળ ની બરાબર વચ્ચે ગોળી વાગેલી હતી, અને ચારે બાજુ લોહી પડેલું દેખાય છે. એ જોઈને હુ, એકદમ ગભરાઈ જવું છું અને ત્યાંં જ બેભાન થઈ જવું છું કે નથી થતી એ ખબર નથી પણ એટલામાં હું જાગી જવું છું.

“રશ્મિ તને અજીબ નથી લાગતું!, આપણાં મેડમને પણ કપાળની બરાબર વચ્ચે ગોળી મારીને તેમનું ખૂન થયું, અને તને આજે સપનામાં પણ એવુજ દેખાય છે.

"મને એવું લાગે છે કે આખો દિવસ મેડમ વિષે વિચારવાથી અને સૂતી વખતે પણ હું એમના વિશે જ વિચારતી હતી, એટલે કદાચ સપનામા પણ મને એવું જ દેખાયું. પણ હું સપના માં નાની કેમ હતી, અને એ માતૃસદન નામના ઘર વિષે કઈ સમજાયું નહીં”

“જે હસે તે એ એક સપનું હતું રશ્મિ, સપનું પૂરું થઈ ગયું હવે શાંતિ થી સૂઈ જા"

"આટલું કહી ને અનીતા તેના પલંગ પર જવા ઊભી થાય છે, પણ રશ્મિ તેનો હાથ પકડી રાખે છે, પ્લીઝ અનીતા મારી પાસે જ સૂઈ જા ને, મારા મગજ માથી એ ચેહરો ખસતો જ નથી મને બહુ જ બીક લાગે છે.

“ઠીક છે, ચલ હું અહી જ તારી પાસે સૂઈ જવું છું, અને રશ્મિ અનીતા પાસે જ સૂઈ જાય છે.

◆◆◆

સવરે જ્યારે રશ્મિ ઊઠે છે ત્યાંરે અનીતા ત્યાં હતી નહીં. રશ્મિ રૂમ માં આજુબાજુ જુવે છે, બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો, એટલેતે બાથરૂમમાં પણ ન હતી. મતલબ તે તૈયાર થઈને સ્કૂલે જતી રહી હસે. રાત્રે મોડા સુવાના લીધે કદાચ અનીતાએ મને નહીં ઉઠાડી હોય એવું રશ્મિ ને લાગ્યું, બાકી રોજ ની જેમ એ વહેલા ઊઠે તો મને પણ જોડે ઉઠાડી દેતી. રશ્મિ પલગ માં બેઠી થાય છે બારી બહાર જોતાં લાગે છે કે સુરજ સોળે કળા એ ખીલેને માથા પર આવવાની તૈયારીમાં હતો. તેણે ઘડિયાળ માં જોયું તો અગિયાર વાગવા આવ્યા હતા, એટલે સ્કૂલ તો ચાલુ થઈ ગઈ હસે એટલે સ્કૂલ જવાનો તો કોઈ મતલબ હતો નહીં. અને આમ પણ આજે તેને સ્કૂલ જવાનો મૂડ પણ હતો નહીં. તેના બાકીના મિત્રોતો તૈયાર થઈને સ્કૂલ ચાલ્યા ગયા હતા, એટલે આજે તે હોસ્ટેલ પર એકલી જ હતી.

તેનું હોસ્ટેલ બિલ્ડીંગ એક મોટી બે માળ ની ઇમારત હતી, જેના બહારના ભાગની દીવાલો પર ખૂબ જ સુંદર ચિત્રો દોરેલા હતા. આ ચિત્રો પણ રશ્મિએ જ દોરેલા હતા. તે નાની હતી ત્યાંરથી જ તેને ચિત્ર દોરવાનો ખૂબ જ શોખ હતો. તેને જ્યારે પણ સમય મળતો ત્યાંરે તે હોસ્ટેલની દીવાલો પર ચિત્રો દોરતી. સ્કૂલેથી આવી ને તેના બાકીના મિત્રો ફટાફટ હોમવર્ક પતાવીને રમવા જવાની ઉતાવળમાં હોય અને રશ્મિને ચિત્રો દોરવાની ઉતાવળ રહેતી. હોસ્ટેલમાં નીચેના માળે એક મોટો હૉલ હતો જેમાં ઘણા બધા પલંગ અને ટેબલ ખુરશી રાખેલા હતા. નવમા ધોરણ સુધીના વિધ્યાર્થી ત્યાં રહેતા. દરેક પલંગ ની બાજુમાં તેમનું એક નાનું ટેબલ ખુરશી અને એક કબાટ આપેલું હતું. રશ્મિ અને અનીતા પણ નવમા ધોરણ સુધી ત્યાંંજ રહી ને મોટા થયા હતા. ઉપરના માળે મેટ્રન મેડમની રૂમ હતી સાથે બીજા ઘણા રૂમની લાંબી લાઇન હતી. જેમાં દસ થી બાર માં ધોરણ સુધીના વિધ્યાર્થીઓ રહેતા. ધોરણ દસ થી બાર ભણવા માટેના અગત્યના વર્ષ હોવાથી તેમને અલગ રૂમ આપવામાં આવતો, જેથી તે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપી શકે, અને પોતાનું ભવિષ્ય ઘડી શકે. રશ્મિ અને અનીતાનો રૂમ સૌથી છેલ્લો હતો. અનીતા અને રશ્મિ નાનપણ થીજ સાથે મોટા થયેલા, રશ્મિ ઘણી વખત ઉનાળુ વેકેસનમાં તેના ઘરે પણ જતી. રશ્મિને તેનો રૂમ ખૂબ જ ગમતો કારણકે ફક્ત તેના જ રૂમમાં જ બાલ્કની હતી, કારણકે તેનો રૂમ સૌથી છેલ્લો હતો. બાલ્કનીમાં બેસી રશ્મિ અને અનીતા આખા મલકની વાતો કરતાં. રશ્મિ તેના ચિત્રો ત્યાંં બેસી ને જ દોરતી, જ્યારે રશ્મિ તેના ચિત્રો દોરતી ત્યાંરે અનીતા ગીતો સાંભળતી. મોટાભાગે રશ્મિ સાંજના આથમતા સુરજ સાથે બાલ્કનીમાં બેસી ચિત્રો દોરતી. સાંજની ખૂસનુમા હવા સાથે બેસીને ચિત્રો દોરવાની લાગણી એ તો કોઈ કલાકાર જ સમજી શકે.

રશ્મિએ ઊભા થઈ ને બાલ્કનીનો દરવાજો ખોલ્યો અને સવારના સુરજના કિરણો રૂમમાં પથરાઈ ગયા અને તેની સાથે એક ઠંડી હવાનું એક જોકું રશ્મિના રોમ રોમને ખીલવી દીધું. તે થોડીવાર સવારને માણી ને ફ્રેશ થવા બાથરૂમમાં જાય છે. તે તેના મનગમતા મોગરાના સાબુ થી જ્યારે નાહી ને આવે છે ત્યાંરે, મોગરાની સુગંધ સાથે રાતે જોયેલા સપનામાં લોહીની ગંધ પણ જતી રહે છે. આછા પરપલ કલર નો ડ્રેસ પહેરીને કેન્ટીનમાં નાસ્તો કરવા જાય છે. કેન્ટિન વાળા મોહનકાકા પણ રશ્મિનો ઉદાસ ચેહરો જોઈ ને સમજી જાય છે કે તે કેટલી દુખી છે.

“હવે કેવું લાગે છે બેટા?, તબીયત સારી છે ને હવે?”

“હા કાકા હવે સારું લાગે છે. “

આજે સ્કૂલમાં એક અજીબ ગમગીની છવાયેલી છે. જે સ્કૂલ બાળકો ના કલકલાટ અને ગણગણાટ સાથે ગુંજતિ રહેતી તે આજે એકદમ પર્વત જેવી શાંત લાગી રહી હતી.સ્કૂલ ચાલુ થતાં જ સંતોષ સરે માઇક પર જાહેર કર્યું કે આજે બે જ પિરિયડ ભરવાના છે, અને પછી સ્કૂલના મેદાનમાં આપણાં પ્રિન્સિપાલ ગીતા મેડમના માનમાં બે મિનિટનું મૌન રાખેલું છે. રશ્મિ પણ નાસ્તો પતાવી ને સ્કૂલના મેદાન માં પહોચી જાય છે. આખું મેદાન વિધ્યાર્થીઑ થી ભરેલું હતું. શાળા ના બધા જ વિધ્યાર્થી અને શિક્ષક, મેડમના ફોટા આગળ ઉપસ્થિત હતા. બધાની આંખોમાં એક દુઃખ છવાયેલું હતું કારણકે તેમના મેડમ નો સ્વભાવ જ એટલો મૃદુ હતો કે તેમનો કોઈ દિવસ કોઈ ની સાથે ઝઘડો થયો હોય અથવા કોઈ ની સાથે બોલાચાલી થઈ હોય તેવું કોઈ ને યાદ હતું નહી. અરે, જ્યારે કોઈ શિક્ષક કોઈ વિધ્યાર્થીની ફરિયાદ કરવા જતાં તો, તેમને પણ પ્રેમથી સમજાવતા અને શિક્ષક ને પણ પ્રેમથી વર્તવાનું કહેતા. આવા મેડમ નું કોઈ ગોળી મારી આટલી ઘાતકી હત્યાં કરે તે કોઈ ના માનવમાં આવતું નહી.

મૌન ચાલી રહ્યું હતું ત્યાંરે ઇન્સ્પેક્ટર ગુપ્તા મેદાન ના છેડે આવીને ઊભા હતા. તેમણે મૌન પૂરું થયું ત્યાં સુધી રાહ જોઈ અને પછી તે સંતોષ સરને મળે છે.

તેઓ સંતોષ સર ની ઓફિસ તરફ આગળ વધતાં જોઈ રશ્મિ દોડીને તેમની પાસે જાય છે.

“ગૂડ મોર્નિંગ સર, “

“ગૂડ મોર્નિંગ રશ્મિ બેટા”

"કંઈ જાણવા મળ્યું, મેડમનું ખુન કોણે કર્યું?” આટલું બોલતા તેની આંખો માથી આંસુ વહેવા લાગે છે અને તે સંતોષ સરને પૂછે છે.

“રશ્મિ બેટા આમ દુઃખી થઈશ નહીં, ઇન્સ્પેક્ટર ગુપ્તા તેમનું કામ કરી રહ્યા છે, તે જલ્દી ખૂનીને શોધી, તેને જેલ ના સળિયા પાછળ ધકેલી દેશે” સતોષ સર ગુપ્તાજીની સામે જોઈ ને કહે છે.

“ગુપ્તાજી આ રશ્મિ છે, અને આ અનીતા છે. રશ્મિ મેડમને તેની મમ્મીની જેમ પ્રેમ કરતી હતી, તે આ સમાચાર સાંભળી ને ઘણીજ દુઃખી છે”

"હા, મને દૂધવાળાએ રશ્મિ વિષે કહ્યું હતું"

“ગુપ્તાજી રશ્મિ ને સાંત્વના આપતા કહે છે, બેટા તુ દુઃખી થઈશ નહીં, અમે મેડમ ના ખૂની ને શોધી ને તેને જરૂર સજા અપાવીશું. મારા પર વિશ્વાસ રાખ”

સંતોષ સર અને ગુપ્તાજી તેમની ઓફિસ તરફ ચાલવા લાગે છે, રશ્મિ અને અનીતા થોડીવાર ત્યાં ઊભા રહીને તેઓને જતાં જુવે છે.

સંતોષ સર રસ્તા માં ચાલતા ચાલતા ગુપ્તાજી ને જણાવે છે કે રશ્મિ અનાથ છે, અને નાનપણ થીજ અહી રહીને મોટી થઈ છે, તે મોટેભાગે મેડમ સાથે જ રહેતી હતી, જ્યારે ઉનાળુ વેકેસન માં બધા છોકરા પોતાના ઘરે જતાં રહેતા ત્યાંરે તે મેડમ સાથે જ રહેતી, એટલે તેને મેડમ માટે ખૂબ જ લાગણી છે, કાલે જ્યારે તેને સમાચાર મળ્યા તો એટલો બધો આઘાત લાગ્યો કે તે બેભાન થઈ ગઈ હતી. વાતો કરતાં કરતાં તેઓ ઓફિસ માં પહોચે છે.

ઇન્સ્પેક્ટર, સંતોષ સર ને માહિતી આપે છે કે, પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે.મેડમના ઘર નો પાછળનો દરવાજો ખુલ્લો હતો એ જોતાં એવું લાગે છે કે ખૂની ત્યાં થી જ આવ્યો હોવો જોઈએ, અને ત્યાં થીજ ગયો હસે. આજુબાજુ પડોસીઓ એ પણ કોઈ ને આવતા જતાં જોયો નથી અને કોઈ જાત નો અવાજ પણ સાંભળ્યો નથી.

“સંતોષ સર ને નવાઈ લાગે છે કે ગોળી ચાલી છે અને તેનો અવાજ કોઈ એ સંભાળ્યો નથી આવું કઈ રીતે બને?”

“ખૂનીએ બંદૂક પર સાયલેન્સર લગાવેલું હોય તો જ એ શક્ય બને. અમે ઘરમાંથી આંગળીઓના નિશાન પણ લેવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાંં મેડમ સિવાય કોઈ ના આંગળીના કે પગના નિશાન મળ્યા નથી.આખા ઘરની તપાસ કરતાં એક વાત ધ્યાનમાં આવી છે કે ખુન કર્યા પછી ખૂનીએ ઘરમાં તલાસી લીધી હતી, પણ ઘરમા બધી કીમતી વસ્તુ એમની એમ જ છે પૈસા પણ ચોરાયા નથી, મતલબ એ કે કોઈ ખાસ વસ્તુ શોધવા આવ્યો હતો. તેણે મેડમની એકદમ સામે આવી ને ગોળી મારી છે તેવું લાગે છે."

“મેડમને હું ઘણા વર્ષો થી ઓળખું છું, મેડમ ને કોઈ સગા છે નહી, કોઈ ની સાથે કોઈ પણ જાત ની દુશમની હતી નહી તો પછી તેમના પાસે થી શું લેવા આવ્યો હશે." સંતોષ સર કહે છે.

“દુશ્મની નહી હોય પણ એમના પાસે જરૂર કોઈ એવી વસ્તુ હશે જે ખૂની ને જોઈતી હતી, અને જે મેડમે આપવાની ના પાડતાં તેણે તેમનું ખુન કરવું પડ્યું હશે.”

“કારણકે ઘર માં ચોરી થઈ હોય અથવા જોર જબરજસ્તી થઈ હોય તેવા કોઈ નિશાન મળ્યા નથી."

“બીજી એક વાત આ પહેલા, મેડમ ખુની ને મળેલા હોવા જોઈએ એવી શક્યતા લાગે છે.”

“તમે એ કઈ રીતે કહી શકો છો?”

“તેની પાછળ બે કારણ રહેલા છે, એક તો મેડમના ચેહરા પર ડર સાથે આશ્ચર્ય ના ભાવ દેખાય છે, મતલબ તે ખુની ને ઓળખાતા હતા. એટલે તો જ્યાં એમનું ખુન થયું છે એ જગ્યા એ પણ કોઈ હાથાપાઇ થઈ હોય તેવા કોઈ નિશાન મળેલા નથી. અને બીજું કારણ જો કોઈ વ્યક્તિને કોઈ ની પાસેથી કઈ માહિતી અથવા કોઈ વસ્તુ જોઈતી હોય અને જો સામેવાળા ને તે ના આપવી હોય તો સ્વાભાવિક છે કે તે નાજ પાડે, તો એના પર થી સાબિત થાય છે કે આની પહેલા તે મેડમને મળેલો હોવો જોઈએ અને માહિતી કે વસ્તુ લેવાની માગણી કરેલી હોવી જોઈએ જે મેડમે આપવાની ના પાડી હોય એટલે ફરી વખત બંદૂક વડે ડરાવીને લેવાની કોશિશ કરી હોય, પણ આ વખતે પણ મેડમે ના પાડતાં તેણે ગુસ્સામાં ગોળી મારી દીધી હોય. અને બીજી એક વાત કે ખુની બંદૂક ચલાવવા માં પણ માહિર હોય તેવું લાગે છે, તેણે આ પહેલી વખત ગોળી ચલાવી હોય તેવું નથી લાગતું.

“સંતોષ સરને ઇન્સ્પેક્ટર ગુપ્તાની હોશિયારી અને અવલોકન શક્તિ પ્રત્યે માન વધી ગયું, “તમે તે કયા કારણ થી કહી શકો?”

“વારુ, મિસ્ટર સંતોષ એમાં એવું છે કે જ્યારે આપણે કોઈ ની સામે ઊભા રહી ને તેને ગોળી મારતા હોઈએ તો બંને વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું પાંચ થી છ ફૂટ નું અંતર રહે. હવે જે રીતે મેડમ ને બરાબર કપાળની વચ્ચે ગોળી મારવામાં આવી છે, એ જોતાં તે ગોળી કોઈ પહેલી વખત ચલાવનાર ના હાથે ચાલેલી હોય તેવું લાગતું નથી. આ જરૂર કોઈ પ્રોફેસનલ માણસ નું કામ હોઈ શકે અથવા તો કોઈ એવું હોય જે પોતાની પાસે બંદૂક રાખે છે અને તેને ગોળી ચલાવવાની મહારત છે.

પ્રાથમિક તપાસ માં તો આટલું જ જાણવા મળ્યું છે, બાકી પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એટલે હું ફરી મળવા આવીશ."

“ઓકે તો હું હવે રજા લઇશ”

“અરે, હું તમારી વાતમાં એટલો ઊંડો ઉતરી ગયો કે તમને ચા પાણી નું પણ પૂછવાનું ભૂલી ગયો”

“ ના, ના સંતોષજી, એની કોઈ જરૂર નથી હાલ ફરજ પર છું અને ઉતાવળ માં પણ છું, પછી ક્યારેક. અને ઇન્સ્પેક્ટર ગુપ્તા ઓફિસ થી બહાર નીકળે છે. બહાર નીકળતાજ રશ્મિને ત્યાંંથી પસાર થતી જોવે છે અને કઈક વિચારતા પોતાની જીપ તરફ આગળ વધે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED