દિલમાં વસાવી છે....... Bhagvati Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલમાં વસાવી છે.......

" દિલમાં વસાવી છે. "

દિલમાં મારા વસાવી છે.
તને કોઈ છીનવી ન જાય એટલા માટે ,
હું કોઈને કહેતી નથી ,
હું ચાહું છું અપાર તને નારાજ થઇ ન જાય એટલા માટે ,
હું કોઈને કહેતી નથી ,
હરપલ આંખમાં વસાવી છે.
તમે આંખમાંથી વહી ન જાય એટલા માટે ,
હું રડતી નથી,
તમે તો એક નાજુક ફુલ છે ,
પાંખડીઓ વિખરાઈ ન જાય,
જેથી ફુલને-છોડથી અલગ કરતી નથી.
આંખો બિછાવી છે મારી રાહ માં,
તમે આવીને ચાલી ન જાય એટલે હું સળગું છું.
તમારી વિરહની આગમાં,
તમે અંધકારમાં ખોવાઇ ન જાય એટલા માટે,
હું બુઝાતી નથી.
દિલમાં તમારી તસ્વીર છુપાવી રાખી છે,
તમારી તસ્વીર ઝાંખી ન થાય એટલા માટે ,
હું કોઈને બતાવતી નથી.....

-ભગવતી પટેલ
...................................................................

મને તું સાચવી રાખજે.

દિલના એક ખૂણામાં, મને તું સાચવી રાખજે.
તારી એ દુનિયા, ભલે તું વિસ્તરતી રાખજે.
સંબંધોના દરિયામાં સફર સજાવી,
સ્મરણોના દરિયા, તું ઠાલવી નાખજે.
થાપાઓની દુનિયા છે જ નિરાળી,
હેતથી હસી, આંગળીને તું અળગી રાખજે.
સુખને ભરી ખોળામાં આંગણું સજાવી,
હેતથી હસી, દર્દ મને તું મોકલી આપજે.
ખીલવજે આંગણામાં તું રોજ જિંદગી,
સવારી- શણગારી, મૌત મને તું મોકલી આપજે.

....................................................................

તમારો સાથ

બસ ઇતના માંગતી હું આપસે
જો ખુશી આજ મુઝે મીલી હે,
વો કભી મુજસે દુર ના હો.
વો ઇન્સાન મેરે લિયે બના હે ,
હર કદમ પર મેરા સાથ દે.
મેરી તકદીર ઉસકી હાથો મે લીખી.
જો વો પાસ હો તો કિસી ચીઝ કા ડર ના હો મુઝે,
મોત કા ભી નઈ..........

....................................................................

યાદ કરે

જીવનમાં કંઇક એવું કરી લે ,કે દુનિયા તને યાદ કરે.

પણ એવું ભુલથી ન કરતા કે , દુનિયા તને બાદ કરે.

મિત્રો રાખ, પણ એવા ન હોય કે તને બરબાદ કરે.

કે તારા કાર્યમાં કંઈક એવું કરજે , કે લોકો તને સાદ કરે.

કોઇકના દિલમાં એમ વસી જજે, કે તારા ન હોવાની ફરિયાદ કરે

જીવનમાં કંઈ ન થાય તો આત્માને કહેજે,

ખુદાનો નાદ કરે ..............

.....................................................................

મુલાકાત ક્યારે થશે?


હવે દિલની વાતો ઘણી થઈ

હવે મિલનની વાતો કયારે થશે?

નજરો નજર ક્યારે મળી એ ખબર ના રહી!

દિલ તો થયું ક્યારે કેદ એ ખબર ના રહી!

અહિયાં મળ્યાં, ત્યાં મળ્યાં, મળ્યાં ન ક્યાં?

હવે દિલને દિલનો દીદાર ક્યારે થશે?

ગમનો પ્યાલો ક્યારે મળ્યો એ ખબર ના રહી!

ગમ બન્યો ક્યારે શરાબ એ ખબર ના રહી!

દિલ લીધું,દિલ દીધું થવાની હતી તે થઇ.

હવે , જિંદગી ને જિંદગીની મુલાકાત ક્યારે થશે?

.....................................................................

"મમ્મી- પપ્પા"


મમ્મી એ જન્મ આપ્યો,પપ્પા એ ઓળખ.
મમ્મી એ વિચાર આપ્યો,પપ્પા એ આઝાદી.
મમ્મી એ શબ્દ આપ્યો, પપ્પા એ અર્થ.
મમ્મી એ પ્રેમ આપ્યો,પપ્પા એ કઠોર-સ્નેહ.
મમ્મી એ ભક્તિ આપી, પપ્પા એ શક્તિ.
મમ્મી એ કરુણા આપી,પપ્પા એ વીરતા.
આજ કઠોર પરિશ્રમના બળ પર.
આજે મારી અલગ ઓળખ છે,

ભગવતી પટેલ..............

....................................................................


આ જગમાં.....
હે..માં ! દયાની દેવી તું છે આ જગમાં
દેહમાંથી દેહ દેનાર તું છે. આ જગમાં
તારા ખોળે જ્ન્મ લઇ ધન્ય બની આ જગમાં
વંદન કરતા શિશ નમાયું,યાદ આવે બાળપણ મુજને
હે..માં પગ કેરી પાટલીએ,તું ગવરાવતી મુજને
આંખમાં કાજળ આંજી ટપકુ કરતી મુજને
મીઠાં-મીઠાં હાલરડાં ગાતી...ગાતી..પારણે ઝૂલાવતી મુજને
હું રડતી જ્યારે,તું દોડી આવતી પાસ.
હે..માં કૃપા તારી રહી મુજ પર.
કયાંય ન મળે જગમાં ભેટો.
દિલમાં સદાય રહેશે તારા વાત્સલ્યનો ફોટો.
તારો ઉપકાર છે, રૂડું જતન કર્યું અમારું.
ચરણસ્પર્શની સેવા કરીને કૃતાર્થ હું થઇ જાવ છું.
અમી ભરેલી આંખલડીમાં પ્રીત તારી.
ભગવતી કહે.........
માતૃવંદના ગાતાં ગાતાં હૈયું હરખાય મારુ.
કોટી કોટી વંદના કરતાં ન ચુકવાય ઋણ તારું..


......................................................................


- ભગવતી પટેલ