Amiability books and stories free download online pdf in Gujarati

ભલાઈ

ભલાઈ

પ્રિય વાંચક મિત્રો,
એક પરિવાર હતો.જેમાં Dr.સુધા અને Dr.કેવિન હતા. Husband- wife બંને doctor હતા.આખા શહેરમાં બંન્નેની ખ્યાતિ સેવાભાવી ને સફળ surgeon તરીકેની હતી.એમના Nursing home માં હંમેશા ભરતી જ રહેતી.એક રાતની વાત છે.
Dr.સુધા સાંજે પોતાના ક્લિનિક થી થાક્યા-પાક્યા ઘરે આવ્યા,ઘરના કામકાજ આટોપી સુતા હતા.દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી.
પરંતુ રાત્રે 12:00 વાગ્યે વારંવાર mobile માં Ring વાગી.એ જાગ્યા.આંખ ઉંઘડતી નો'તી. તો'ય નંબર જોયો,તો પોતાના Nursing home થી જ sister નો ફોન હતો.એમણે ફોન receive કર્યો.
Nursing home થી sister એ કહયું,"Doctor ! આપ જલ્દી આવો.એક patient ને પેટમાં ભયાનક દુઃખાવો ઉપડ્યો છે.please, મોડું ના કરતાં," Dr.સુધા ઉઠ્યા.કમનસીબે ઘરમાં આજે Doctor સાહેબ પણ ન હતા.
નાની ઘોડીયામાં સૂતેલી દિકરીને જોઈ એકવાર થયું.હું જઇશ ને આ જાગશે, તો એને દૂધ કોણ પીવડાવશે ? પણ... પાછો તુરંત પેલી પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યો. ને ડૉકટરે તુરંત હાથ ધોયા,ને એક બોટલ દૂધ ભરીને ઘોડીયા માં મૂકી દીધી.નાનકડી દિકરીને એકલા મૂકીને જતાં તેનો જીવ નહોતો ચાલતો પરંતુ ત્યાં જ ફરી ફોન આવ્યો,જલ્દી આવો.Dr.સુધાએ એકવાર દિકરીને માથે હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતરી ગાડી દોડાવી Nursing home તરફ Nursing home માં આવીને જોયું તો
પેલી સ્ત્રી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.બીજી જ મિનિટે Dr.સુધાનો જાદુઈ હાથ કામે લાગી ગયો ને 3 કલાકના સફળ ઓપરેશને બાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી.પીડાતી બાઈનો પીડામાંથી છૂટકારો થયો.ને
સ્વજનો એ આંસુ ભરીને ગળગળા સાદે Dr.સુધાનો ખુબ-ખુબ આભાર માન્યો.ને કહ્યું. "અમારી પુત્રવધૂ અને પૌત્રીના જીવનદાતા Doctor !!! ભગવાન તમારું ભલું કરશે." ડૉકટરે સ્મિત આપી.Thank you કહીને જરૂરી સૂચના આપી,
ગાડી full speed માં દોડાવી. જો કે ગાડી કરતા પહેલા એમનું દિલ દિકરી પાસે ક્યારનું'ય પહોંચી ગયું હશે.Dr.સુધા પોતાના બંગલે આવી સીધી જ દોડી ગઈ ઘોડીયા પાસે. ઘોડીયામાં બાળકી નિરાંતે સૂતી હતી.
Dr. સુધાનો જીવ હેઠો બેઠો.પરંતુ ત્યાં જ જોયું તો,બાજુમાં ખુલ્લી બેગ પડી હતી,કપડા વેરાયેલા હતા, તિજોરી તૂટેલી હતી.એક પોટલું બાંધેલું પડ્યું હતું.ડૉકટરે તુરંત પોટલું ખોલ્યું, તો એ દાગીનાની પોટલી હતી.
Dr. સુધા હેબતાઈ ગયા.ગભરાતા પગે એ સુતેલી દિકરી પાસે દોડયા.એને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો. ત્યાં જ ડૉક્ટરની નજર દૂધની બોટલ પર પડી. દૂધ ઘણુ-બધું ખાલી થઈ ગયેલું હતું.ડૉકટરે ને થયું."આ બધુ શુ ? ચોર ચોરી કરવા આવ્યો. કશુ જ લીધા વગર ચાલ્યો ગયો." ત્યાં જ દિકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ.
ડૉક્ટર એ ચિઠ્ઠી ખોલી.
એમાં બે-પાંચ વાકયો લખેલા, " હું આવ્યો 'તો ચોરી કરવા. પણ......ઘોડીયામાં સૂતેલી દિકરી રડતી હતી.એટલે મેં એને બોટલમાંથી દૂધ પીવડાવ્યું. દાગીના ને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મરી ગયેલી દિકરીની યાદ આવી , ને મારા મને કહયું, આ જીવતી દિકરીને દૂધ પીવડાવ્યું. હવે દિકરીને ઘેર ચોરી કેમ કરાય ? ને હું ચોરી ના કરી શક્યો.બસ ! દિકરીને સંભાળજો." ને... આટલું જ વાંચતા તો doctor ની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા.
થોડીવાર સુધી શહેરની પ્રખ્યાત Gynecologist Dr.સુધા.જગ્યાએથી હલી જ ન શક્યા.એમણે ભીની આંખે,બે હાથે, ઘોડીયા પાસે જઈ દિકરીને ઉંચકી લીધી ને બોલ્યા, " પ્રભુ કો'કની દિકરીને મેં અડધી રાતે બચાવી, તો તમે ચડતી સવારે મારી દિકરીને બચાવી લીધી.
' હે પ્રભુ ! મને માફ કરજો'.એકવાર તો મારા મનમાં થયું. ભલું કરવા અડધી રાતે ઊંઘ છોડી દોડીને operation કર્યું. ને મા- દિકરીને બચાવ્યા.ને એ જ સમયે મારા ઘરમાં ચોરી-લૂંટ, પણ...'God is great !' પ્રભુ ! તમે મહાન છો. મને માફ કરો.મેં તો કોઈ દિકરીને બચાવી. પ્રભુ ! તમે તો મારું ધનને દિકરીનું જીવન, રે...મારું આખું ઘર બચાવ્યું.પ્રભુ ! તમે વ્યાજ સાથે બદલો આપો છો !"
ને..Dr.સુધા ભાવાવેશમાં પ્રભુના ફોટા સામે , કર જોડી ઘૂંટણીયે પડી ગયા. ને બોલ્યા , " તારી દયાનો નહિ પાર , તે તો વિસાર્યા મારા દોષને." મિત્રો વાત તો અહીં પૂરી કરીએ. પણ... એટલું નક્કી કરજો કે ,કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછા ના પડીએ.
જો Dr.સુધા અડધી રાતે ગયા ન હોત ને ચોર આવ્યો હોત....તો Dr.સુધાનું શું થાત.Dr. સુધા safe રહયા, એક ભલાઈ ના પ્રતાપે યાદ રહે , ભલું કરનારનું ભલું થાય જ !!

🙏 આભાર 🙏
.......................................................................

- ભગવતી પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો