હિંમત હારશો નહિ.!! Bhagvati Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંમત હારશો નહિ.!!

હિંમત હારશો નહિ!!
આપણામાંથી લગભગ સૌના જીવનમાં કેટલીક વાતો હોય છે.જેના વિશે વિચાર કરીએ તો પસ્તાવો થયા વિના રહેતો નથી.તમે ક્યાંક સાંભળ્યુ હોય કે મોટા ભાગના લોકોને તક હાથમાંથી સરી જવા દેવા બદલ અફસોસ થતો હોય છે. સમયને સારી રીતે પસાર ન કરવો.સારી ટેવો ન પાડવી ,થોડી વધારે સફળતા કે સ્કિલ પ્રાપ્ત ન કરવી વગેરે વગેરેનો સમાવેશ થાય છે.પણ તમે યુવા છો તો એવા અનેક પગલાં ભરી શકો છો. પણ વાસ્તવમાં આપણે લીધેલા નિર્ણયો હોય છે.જે નક્કી કરે છે કે આપણને ભવિષ્યમાં કોઈ વાત નો અફસોસ થશે કે નહીં..
સૌ પ્રથમ તો તમારી જાતને પસંદ કરતાં શીખો.પોતાની દુનિયામાં મનગમતું પરિવર્તન લાવવા માટે તમારા કામ પ્રત્યે જવાબદારી દાખવવી પડે. સમાપ્તિ નહીં કે શરૂઆત કરવી.પોતાને પસંદ કરવાનો અર્થ છે કે રાહ ન જોવી. ભલે પરિણામ નજર સામે જોવા ન મળે ,પણ એટલું તો ચોક્કસ છે કે રાહ જોવાથી કોઈ પરિણામ નથી મળતું.' જેનાથી તમે તમારી જાતને પસંદ કરી તમારું કામ સૌને બતાવી શકો છો.તમારું લક્ષ્ય ગમે તે હોય, તમે તે પ્રાપ્ત કરવા માટે મદદરૂપ મળી શકે છે. તેથી કોઈ વ્યક્તિ તરફથી પસંદગી પમાવની રાહ ન જોતા તમારી જાતને પસંદ કરો.
જરા વિચાર કરો ઈશ્વર તમને મદદ કરવા તૈયાર છે તમે પડી જાઓ ત્યારે તે તમને ઊભા કરશે.એ તમને સારી રીતે ઓળખે છે.તમારી ઊંડી લાગણીઓ ને ચિંતાઓ જાણે છે.કદાચ બીજાઓ તમારી મુશ્કેલીઓ કે ચિંતાઓ ન સમજે, પણ ઈશ્વર સમજે છે.એ તમને પ્રેમ કરે છે.તમને મદદ કરવા માંગે છે.એટલે હિંમત હારશો નહિ.
કોઈવાર જીવનમાં એવા બનાવો બને જેમાંથી જીવન અઘરું બની જાય. આપણે જાણે જીવનથી હારી જઈએ.એવું લાગે કે કોઈને આપણી પડી નથી,આ બોજો ક્યાં સુધી ઉંચકીને ફરીશુ ? પણ હિંમત ન હારો,ઈશ્વર તમારી સાથે જ છે.તે તમારું દુઃખ,તમારી પીડા જાણે છે. તેમની નજરે તમે અમૂલ્ય છો..
યોગ્ય સમયની રાહ જોતા બેસી ન રહો.બધું બરાબર થઇ જશે તે સમયની રાહ ન જુઓ.તમારી સામે કાયમ પડકારો અને અવરોધો સાથે એવા સંજોગો પણ આવશે જે માનસિક રીતે તમારા માટે પ્રતિકૂળ હોય.અત્યારથી જ શરૂઆત કરો.તમારા પ્રત્યેક ડગલાં સાથે મક્કમ અને આત્મવિશ્વાસુ બનવાની સાથે જ વધુમાં વધુ સફળ થતા જશો..
કોઈ પણ કામ શરૂ કરવા માટેનો યોગ્ય સમય નથી હોતો.તમે ભલે કોઈ પુસ્તક લખવું હોય કે કોઈ નવી આદત અપનાવવી હોય.જો તમે એ વાત સ્વીકારતાં હો તો તમે દરરોજ કંઈકેટલુંય વધારે કામ કરી શકવા સક્ષમ બનશો.ભલે તમને તમારા પહેલા કામમાં સફળતા ન મળે,પણ આજથી દસ વર્ષ પછી તમને ખુશી જરૂર થશે કે તમે એ કામ કર્યું અને આગળ વધ્યા..
ઈચ્છાનુસાર જીવન જીવો..તમારી પાસે સમય હોવાથી એને અન્ય વ્યક્તિનું જીવન જીવવામાં વેડફી ન નાખો.દુનિયામાં સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો એ કે તમે કોણ છો અને બીજો સૌથી મોટો પડકાર છે,પોતાને મળેલી વસ્તુઓથી ખુશ થવું અને તેનો પૂરતો લાભ લેવો.તમારે તમારા પ્રોજેક્ટ પાછળ પડી જવું જોઈએ.ભલે ગમે તેટલા તમે વ્યસ્ત હો.જો તમે સતત સમણાંનો જ પીછો કરતા રહેશો, તો જ તમે ઘણુંબધું પ્રાપ્ત કરી શકો છો...
હાર ન સ્વીકારતાં તમારા વિચારો પર સતત કામ કરતાં રહો.નિષ્ફળતાનો સામનો કરવા જતાં તમે ક્યારેય હાર નથી માનતા તો તમારા વિચારોથી વધારે મક્કમ છો.જો તમે સતત પ્રયત્ન કરતાં રહેશો તો તમને ચોક્કસ માર્ગ મળી રહેશે.વાસ્તવમાં નિષ્ફળતાથી સૌ ગભરાય છે.પણ તમારું વર્તન એના પ્રત્યે કેવું છે.તે જ તમને અન્ય થી અલગ પાડે છે.કોઈ પણ પ્રકારની નિષ્ફળતાનો સામનો કરવા માટે જરૂરી છે કે તમે તેની પાછળ રહેલું કારણ જાણો અને તમારી જાતને એમાંથી બહાર કાઢો..તમે જે દુનિયા જોઈ શકો છો.એનું નિર્માણ કરવાનું ન છોડો.માત્ર તમે જ તમારા અંતરાત્માના અવાજને સાંભળો. આ અવાજ સારો અને યોગ્ય હોય છે...

-ભગવતી પટેલ