હું અને મારા અહસાસ
13
યાદો નો બોજો વધી ગયો છે,
આંખ માં થી છલકી રહ્યો છે.
*************************************************
પાંપણો પર ભાર લાગે છે,
આંસુઓનો માર લાગે છે.
*************************************************
જવાબદારી ને બોજો ના સમજો,
ખુમારી થી તેનો ભાર ખમજો
*************************************************
પ્રેમ નો ભાર લાગે છે,
યાદ નો માર લાગે છે.
*************************************************
બાળક પર શિક્ષણ નો બોજો વધી ગયો છે,
જ્ઞાન કરતાં દફતર નો સોજો વધી ગયો છે.
*************************************************
કોરોના નો ભાર વધી રહ્યો છે,
જિંદગી ને માર પડી રહ્યો છે.
*************************************************
સુખનો ભાર લાગે છે,
દુઃખ પચી ગયું છે.
*************************************************
પાંપણો પર ભાર લાગે છે,
સ્વપ્ના ઓનો માર લાગે છે.
*************************************************
ગતિ વિહીન માણસ નો વિકાસ નથી થતો,
દિશા વિહીન માણસ નો વિકાસ નથી થતો.
*************************************************
મન ની ગાડી સાચા ગિયર માં હશે તો,
મન ના વિચારોની ગતિ અકલ્પનીય હશે.
*************************************************
ગતિ અને મતિ સાચી હશે તો,
દુનિયા માં ધાર્યું કરી શકશો.
*************************************************
ટેકનોલોજી ઝડપ થી બદલાઈ રહી છે,
તેની સામે માનવીની ગતિ ધીમી પડી છે.
*************************************************
જીવન થી મૃત્યુ સુધી ની ગતિ એટલી વધારે હોય છે,
કે માણસ ને જીવન જીવવાના ફાફાં પડી જાય છે..
*************************************************
માનવી એટલી ઝડપ થી ભાગી રહ્યો હતો કે,
કોરોના વાયરસ ની બ્રેકે જીવન ઠપ્પ કરી દીધું.
*************************************************
સ્કૂલ ના દાખલા માં પાસ થઈ ગયો,
જિંદગી નું ગણિત સમજ માં ન આયુ.
*************************************************
અગણિત દાખલા ઓ છે નજર સામે જો તો ખરા,
આંખ ખુલ્લી છે છતાં સૂવા નો ડોળ કેમ કરે છે?
*************************************************
પ્રેમ માં દાખલા ના જોવાય,
દરેક ની પ્રીત અલગ હોય.
*************************************************
ઉત્કૃષ્ટ પ્રેમ માણસ ને શ્રેષ્ઠ બનાવે છે,
સારા વિચાર માણસ ને શ્રેષ્ઠ બનાવે છે.
*************************************************
પ્રેમ કરવો હોય તો,
રાધા કૃષ્ણ ની જેમ
ઉત્કૃષ્ટ પ્રેમ કરો.
*************************************************
પ્રેમ તો રાધા નો,
ભક્તિ તો મીરા ની,
સહનશક્તિ તો કૃષ્ણની,
ઉત્કૃષ્ટ પ્રેમ નિશાની ઓ છે.
*************************************************
કઈ પણ કરો ઉત્કૃષ્ટતા થી કરો,
સફલતા તમારા કદમ ચૂમશે.
*************************************************
પ્રેમ ઉત્કૃષ્ટ છે,
તેને પામવા માટે,
શ્રેષ્ઠ બનવું પડે છે.
*************************************************
માં બાપ માટે ના #ઉત્કૃષ્ટ
*************************************************
પ્રેમ નું ઉદાહરણ
એટલે
શિવ પાર્વતી
નો પુત્ર
श्री ગણેશ જી.
*************************************************
ઉત્કૃષ્ટ પ્રેમ આપવા ની ઝંખના છે,
રાધા જેવો પ્રેમ કરવાની ઝંખના છે.
*************************************************
યાદો કતાર માં ઉભી છે,
આંખો વિચાર માં ડૂબી છે.
*************************************************
કટોરો લઈને કતાર માં ઊભો છું,
ક્યાંક તું વ્હાલ વહેંચવા નીકળે તો.
*************************************************
મિત્રો ની લાંબી કતાર થઈ મારી પાસે,
પણ જે છે તે વખત પડે જાન પાથરશે.
*************************************************
અંદર ના અહંકાર ને છોડો,
આત્માને શાન્તિ સાથે જોડો.
*************************************************
મુક્તિ માં આનંદ સમાયેલ છે,
પકડવા ની મમત ને છોડો.
*************************************************
અસત્ય નો માર્ગ છોડો,
રાહ ને સત્ય સાથે જોડો.
*************************************************
કોઈ કામ કાલ પર ના છોડો,
આજ નું કામ આજે જ કરો.
*************************************************
થોડું ભગવાન પર છોડો,
સાંજ સવાર હાથ જોડો.
*************************************************
બાળકો ના ઝગડા માં બાપ એ વચ્ચે ના પડવું જોઈએ,
નાદાન બાળકો નો ઝગડો બે મિનિટ નો જ હોય છે.
*************************************************
ઝગડો અબોલા સુધી પહોંચી ત્યાં સુધી વાંધો નહીં,
સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ જાય ત્યાં વાંધો આવે.
*************************************************
ઝગડા મતભેદ થાય પણ,
મનભેદ ના થવા જોઈએ.
*************************************************
ઝગડો દિમાગ સુધી સીમિત રાખો,
દિલ પર તેની અસર ના પાડો.
*************************************************
આરામ હરામ છે,
રામ નું ફરમાન છે.
*************************************************
પ્રેમ ના નસીબ માં આરામ નથી હોતો,
રાત દિવસની ઊંઘ હરામ થઈ જાય છે.
*************************************************
રાત દિવસ ક્યાં આરામ છે,
ઊંઘ અને ચેન પણ હરામ છે.
*************************************************
આરામ ની આપો બલી,
ઈનામ ની પકડો આંગળી.
*************************************************
મને જિંદગી નું બીક ના બતાવો,
હું હરતું ફરતું ધબકતું જીવન છું.
*************************************************
શ્વાસ પણ વિશ્વસનીય નથી,
કહ્યા વગર સાથ છોડે છે..
*************************************************
સગી આંખે દેખેલું વિશ્વસનીય હોય છે,
બાકી બધું તો કલ્પનીય જ હોય છે.
*************************************************
દુનિયા માં વિશ્વસનીય,
જો કોઈ પ્રેમ હોય તો,
તે છે માં બાપ નો,
પ્રેમ.
*************************************************
દિલ ના નિર્ણયો વિશ્વસનીય હોય છે,
મન ના નિર્ણયો વિશ્વસનીય હોય છે.
*************************************************
વિશ્વસનીય બનવું અઘરું છે,
મન ની નજદીક રહેવું અઘરું છે.
*************************************************
પસ્તાવા નું ઝરણું જીવન પવિત્ર કરે છે,
જીવન મરણ ના ફેરા થી તે ડરે છે.
*************************************************
પસ્તાવા નું એક આસું સરે છે,
આત્મા ને શાન્તિ સુખ અર્પે છે.
*************************************************
પસ્તાવો કરવો પડે તેવી ભૂલ ના કરો,
જીવતર આખું રડે તેવી ભૂલ ના કરો.
*************************************************
પુત્ર ના લક્ષણ પારણા માં,
વહુ ના લક્ષણ બારણાં માં.
*************************************************
વ્યક્તિ ના રૂપ રંગ ના જુઓ,
તેના માં રહેલા લક્ષણો જુઓ.
*************************************************
ગુપ્ત રહી ના શકી રાત આપણી,
અધૂરી રહી ગઈ છે વાત આપણી.
*************************************************
જેટલું ગુપ્ત રાખવા માંગશો,
એટલી વાત છડે ચોક ચર્ચાશે.
*************************************************
અંધારી કોટડીમાં ગુપ્ત રીતે છુપાવી આપણી પ્રેમ કહાણી,
ના જાણે એવી રીતે ખુલ્લે ચર્ચાણી આપણી પ્રેમ કહાણી.
*************************************************
સંઘર્ષ આંખો નો હતો,
સજા દિલ ને આપી છે.
*************************************************
દિલ ને દિમાગ વચ્ચે સંઘર્ષ ચાલે છે,
દિલ કેસ જીતી જશે તેવું હવે લાગે છે.
*************************************************
સંઘર્ષ વગર નું જીવન નીરસ બની જાય છે,
ઉતાર ચઢાવ જિંદગી જીવંત બની જાય છે.
*************************************************
પીડા સહન કરનાર નું મન જાણતું હોય છે,
પીડા આપનાર એક વાર પીડા સહન કરી તો જો.
*************************************************
મંદિર બંધ છે કારણકે,
ભગવાન કામ માં વ્યસ્ત છે.
*************************************************
મંદિર માં ભગવાન ના શોધો,
અંદર છે તેને બહાર ના શોધો.
*************************************************
તન મન એક મંદિર છે,
પવિત્ર અને શુધ્ધ રાખો.
*************************************************
વિશ્વાસ શબ્દ માં વિષ શબ્દ છુપાયેલો છે,
માણસના સંસ્કાર પર આધાર રખાયેલો છે.
*************************************************
વિશ્વાસ નો ઘાત બહુ ઘાતક હોય છે,
જો તૂટે તો તે બહુ મારક હોય છે.
*************************************************
કામચલાઉ લાગણીઓ શું કામની?
કાયમ જરુર તેમાં પડે છે બામની.
*************************************************
સંબંધો કામચલાઉ બની જાય છે,
જરૂરિયાત જ્યારે ઘટી જાય છે.
*************************************************
આપવી હોય તો પૂરી આપો લાગણી,
કામચલાઉ આપણને નથી ફાવતી.
*************************************************
કામચલાઉ સંબંધો પર આધારિત છે જીવન,
વિકટ પરિસ્થિતિ પર આધારિત છે જીવન.
****************************************