હું અને મારા અહસાસ
આત્મા એ પરમાત્મા સાથે એકરૂપતા કેળવી જોઈએ,
ત્યારે આનંદ થી પરમ આનંદ ની અનુભૂતિ થશે.
*****************************************
દુનિયા વિવિધતા થી ભરેલી છે,
વિવિધતા માં એકરૂપતા છે.
*****************************************
શબ્દો ની એકરૂપતા એટલે ગઝલ,
છંદો ની એકરૂપતા એટલે ગઝલ.
*****************************************
લાગણીઓ અસ્પષ્ટ ના હોવી જોઇએ,
માગણીઓ અસ્પષ્ટ ના હોવી જોઇએ.
*****************************************
પ્રેમ માં અસ્પષ્ટ રહ્યાં આપણે,
શ્વાસ થી અજાણ રહ્યાં આપણે.
*****************************************
અસ્પષ્ટતા માં ગેરસમજ સર્જાઈ,
જિંદગી નાદાની માં આમ ગવાઈ.
*****************************************
માણસ જન્મ થઈ દુષ્ટ નથી હોતો,
તેનાં સંજોગો તેને દુષ્ટ બનાવે છે.
*****************************************
દેખાવ ભલે દુષ્ટ જેવો હોય,
કર્મ થી માણસ ઓળખાય છે.
*****************************************
દુષ્ટ વિચારો પણ કર્મ ના,
બંધન માં બાંધે છે,
મન થી પણ કોઈનું પણ,
અહિત ના વિચારો.
*****************************************
સજ્જન માણસ દુષ્ટ હોઇ શકે છે,
દુષ્ટ માણસ સજ્જન હોઇ શકે છે.
*****************************************
ગુસ્સો, ક્રોધ લોભ લાલચ મોહ અને માયા થી પર થાય,
ત્યારે ખરેખર વિજય ની ઉજવણી કરવી જોઈએ.
*****************************************
ખેલદિલી થી મેળવેલ વિજય નો આનંદ અનેરો હોય છે,
મહેનત થી મેળવેલ વિજય નો આનંદ અનેરો હોય છે.
*****************************************
વિજય હજમ કરવો અઘરો છે,
અભિમાન ને હરવો અઘરો છે.
*****************************************
સાથે જીવેલી દરેક ક્ષણ દ્રશ્ય બની આજે નજર સામે આવે છે,
તારી યાદો નો દરિયો આજે ફરી
મારા દિલમાં ઉભરાય છે.
*****************************************
તું દ્રશ્ય ની જેમ કેમ ટીંગાયો છે મારા દિલ ની દિવાલ પર,
ત્યાં તો લોહીના જાળાં બાઝી જશે તારા દ્રશ્ય ની દિવાલ પર.
*****************************************
માં ના ખોળા માં રમતું બાળક,
સૌથી પવિત્ર દ્રશ્ય જોવા મળે છે.
*****************************************
લાગણીઓ નો શિકાર ના કરશો,
વાદળી ઓ નો શિકાર ના કરશો.
*****************************************
પહેલી વાર માગ્યું છે તમારી પાસે,
માગણીઓ નો શિકાર ના કરશો.
*****************************************
આંખો થી શિકાર કરનારા ને ખંજર ની જરૂર નથી,
વાતો થી શિકાર કરનારા ને ખંજર ની જરૂર નથી.
*****************************************
શિકાર કરવા આવ્યાં ને ખુદ શિકાર બની ગયાં,
પળ બે પળ માં તો જો સંબંધો વિકાર બની ગયાં.
*****************************************
તમારી એક નજર જ કાફી છે શિકાર કરવા માટે,
પથ્થર દિલ પણ પીગળી જાય છે તેને જોઈને સમજ્યા.
*****************************************
હોઠો નું હાસ્ય જોઈ શિકાર થઈ ગયા,
આંખો નું કામણ જોઈ શિકાર થઈ ગયા,
પ્યારી અદા ને જોઈ શિકાર થઈ ગયા,
ખુદ તમને જ જોઈ શિકાર થઈ ગયા.
*****************************************
મૂંગા જીવો નો શિકાર ના કરો,
જીવનહાર નહીં જીવનદાતા બનો.
*****************************************
સાવધાની રાખો,
સુરક્ષિત રહો.
*****************************************
સાવધાની રાખ સદા સુખી,
જીવતર રહે સદા સુખી.
*****************************************
અંદર થી સાવધાની રાખો,
બહાર ની બુરાઈ થી બચો.
*****************************************
બહાર ના યુધ્ધ માં જીતવું હોય તો,
અંદર ના યુધ્ધ પર વિજય મેળવો.
*****************************************
મન અને હૃદય વચ્ચે યુદ્ધ ચાલ્યું છે,
લાગણી માં હૃદય નું ભારે પલ્લું છે.
*****************************************
પ્રેમ ના યુધ્ધ માં જીતવા કરતાં હારવા ની મઝા આવે છે,
ક્યારેક દિલ હારી ને દિલ જીતવા ની મઝા આવે છે.
*****************************************
યુદ્ધ પોતાની જાતને સાથે કરો,
દુનિયા ને તો દિલ થી જ જીતો.
*****************************************
પીળું તો પીતામ્બ કહેવાય,
નીલુ તો નીલામ્બર કહેવાય.
*****************************************
પીળું એટલું સોનું ના હોય,
સોનું એ સાચું ના હોય.
*****************************************
આંખે પીળીયો હોય તેને બધું પીળો દેખાય,
એ તો જેવી દૃષ્ટિ રાખો તેવી સૃષ્ટિ દેખાય.
*****************************************
નામ તમારું સંભાળ્યું ને તમે યાદ આવ્યાં,
ગામ તમારું વાંચ્યું ને તમે યાદ આવ્યાં
*****************************************
તમારા ગાલો ના ખંજન એ હૈયું લૂંટી લીધું,
તમારી આંખો ના તીર એ હૈયું ચોરી લીધું.
*****************************************
અમારું હતું એ પળવારમાં તમારું થયું,
આ હૈયું કાયમ માટે હવે તમારું થયું.
*****************************************
તમારું હતું,
અમારું થયું,
અમારું હતું,
તમારું થયું,
બન્ને માંથી કોઈનું નહીં,
હવે જીવન આપણું થયું.
*****************************************
ભૂખ ભોજન ને સ્વાદિષ્ટ બનાવે છે,
પ્રેમ ભોજન ને સ્વાદિષ્ટ બનાવે છે.
*****************************************
જીવન ને સ્વાદિષ્ટ બનાવું હોય તો ગમ ખાતા શીખો,
મન ને સ્વાદિષ્ટ બનાવું હોય તો ભૂલી જતાં શીખો.
*****************************************
મન મોટું હશે તો સંબંધો સ્વાદિષ્ટ રહેશે,
જીવ મોટો હશે તો સંબંધો સ્વાદિષ્ટ રહેશે.