પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 9 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 9

હવે આગળ,
રાતના 3 વાગ્યા હતા પ્રતીક ભૂમિને સુવાનું કહે છે પ્રતીકને પણ ઊંઘ આવતી ના હતી તે ભૂમિને કહે છે કાલે કોલેજ તો મળવાના જ છીએ તો અત્યારે સુઈ જઈએ નહીં તો કાલે લેક્ચરમાં ઊંઘ આવશે .
ભૂમિ: ના પ્રતીક કર ને વાત કાલનું કાલે જોયું જશે અત્યારે તો વાત કર.
પ્રતીક : સારું બોલ હવે તું.
ભૂમિ : હું જ બધુ બોલીશ તો તું શું બોલીશ એમ કેતો મને ?
પ્રતીક : કાઈ જ નથી યાર મને આજે સાચે જ બોવ જ ઊંઘ આવે છે સુવા દેને યાર
ભૂમિ : સારું સુઈ જા હું પણ સુઈ જાવ .
પ્રતિક : હા સારું good night sweet dream take care
ભૂમિ : same to u too 😊😊
પ્રતિક : બાય ભૂમિ કાલે કૉલેજ મળીયે.
ભૂમિ: હા બાય .
બંને મોબાઈલ સાઈડ પર મૂકીને સુઈ જાય છે પણ બેમાંથી કોઈ ની આંખમાં ઊંઘ નથી જેવી હાલત પ્રતિક ની છે તેવી જ હાલત ભૂમિની છે તે પણ તેના રૂમ માં આમથી તેમ બેડ પર પડખા ફરે છે જ્યારે પ્રતિક પણ ઊંઘવાની કોશિશ કરે છે તે પણ નાકામ રહે છે .આમ જ બેય એક કલાક સુધી આમથી તેમ ફરીને સુઈ જાય છે
સવાર પડે છે સવાર ના 8 વાગી ગયા તો પણ ભૂમિ ના ઉઠી તો તેના મમ્મી તેને ઉઠાડવા માટે તેના રૂમ તરફ જાય છે .ભૂમિના રૂમ માં સૂર્યનો પ્રકાશ આવે છે તો પણ તેની ઊંઘ ઊડતી નથી તેના મમ્મી રૂમનો દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશીને માથે હાથ ફેરવીને ભૂમિને ઉઠાડે છે ભૂમિ પણ બેઠી થઈ જાય છે અચાનક અને ડરી જાય છે કે રૂમ માં કૌન આવ્યું પણ જ્યારે તેના મમ્મીને જોવે છે પછી તેને શાંતિ થાય છે .
ભૂમિ : મમ્મી આજે કેમ તું જગાડવા માટે આવી ?
મમ્મી : આજે મેડમ તમે નીચે નાસ્તો કરવા માટે આઠ વાગ્યા સુધી ના આવ્યા એટલે મારે કસ્ટ લેવો પડ્યો તમારા રૂમ તરફ આવવાનો ?
ભૂમિ : શુ આઠ વાગી ગયા ? ભૂમિ આંખ ચોળતા ચોળતા ઘડિયાળ તરફ નજર કરે છે અને ઘડિયાળમાં આઠ વાગ્યા હોવાથી તે ઝડપથી ઉઠીને બાથરૂમ તરફ ભાગે છે અને તૈયાર થવા લાગે છે .
મમ્મી : શાંતિ થી તૈયાર થઈને તું નીચે આવ તારા પપ્પા જતા રહ્યા છે ઓફીસ .
ભૂમિ : હા હું 10 મિનિટમાં જ આવું છું તેમ કહી દે છે .
મમ્મી :ok બેટા
ભૂમિના મમ્મી નીચે તરફ જવા લાગે છે આ બાજુ ભૂમિ બાથરૂમમાં શાવર લઈને બહાર આવે છે .તે ફક્ત ટોવેલ વીંટાળીને જ બહાર આવે છે અને આયના સામે ઉભી રહીને તેની ખૂબસુરતીને નિહાળવા લાગે છે વાળમાંથી ટપકતું પાણી તેના શરીર પર પડે છે તે એક હાથમાં હેર ડ્રાયર લઈને વાળમાંથી ટપકતા પાણીને સુકવે છે અને ફરી એકવાર તે આયના સામે બેસીને તૈયાર થવા લાગે છે તે પિંક કલરની હળવી એવી લિપસ્ટિક કરે છે અને ફાંસી પાર તો તેને કોઈ પણ વસ્તુ લગાડવાની જરૂર જ નથી એટલે તે હળવો એવો પાવડર જ લગાવે છે તે આંખમાં હળવું એવું કાજલ લગાવે છે અને હવે તે કપડાં માટે તેનો ડ્રોવર ખોળે છે તો તે વિચાર માં પડી જાય છે કે શું પહેરવું અને શું ના પહેરવું ? વિચારમાં ને વિચારમાં બધા કપડાં પર એકવાર હાથ નાખીને જોઈ લે છે પણ તેના મગજમાં આવતું નથી છેલ્લે કંટાળીને તે બ્લેક કલરનું પેન્ટ અને પિંક કલર નું ટોપ પસંદ કરે છે અને તે પહેરી તે નીચે નાસ્તો કરવા માટે જાય છે .
શુ આજે તેને પ્રતિક કૉલેજમાં મળશે?
શુ આજે પ્રતિક તેને જોઈને ખુશ થશે?
તે જોવા માટે પ્રેમનો પ્રયણ ત્રિકોણ વાંચતા રહો.અને આપનો અભિપ્રાય જણાવતા રહો .