પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 8 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 8

હવે આગળ,
હરેશ અને સંગીતા એકબીજામાં ખોવાયેલા હોય છે અને એકબીજાની બાહોમાં સમાય જવાની કોશિશ કરે છે સંગીતા પણ હરેશને એટલો જ સાથ આપે છે . સંગીતા અને હરેશ એકબીજામાં ખોવાયેલ છે અને સંગીતા હરેશને કહે છે .
સંગીતા : હરેશ શુ તમે ભૂમિ વિશે કાઈ વિચાર્યું છે કે નહીં?
હરેશ : ના કેમ ? આજે કેમ તને તેની ચિંતા થાય છે ?
સંગીતા : ના બસ એમ જ પૂછ્યું તમને કઈ વિચાર્યું છે કે નહીં ?
હરેશ : ના નથી વિચાર્યું પણ તે કોઈ પણ પગલું ખોટું નહીં ભરે મને તેના પર વિશ્વાસ છે .
સંગીતા : વિશ્વાસ તો મને પણ છે હરેશ પણ દીકરી મોટી થતી જાય છે એટલે તમને કહેવું યોગ્ય લાગ્યું.
હરેશ : હા પણ આપણે તેને કોઈ પસંદ હશે તો સમજી વિચારીને જ તેને કોઈ ને પસંદ કર્યો હશે હા આપણે તે કોઈ છોકરાને પ્રેમ કરતી હશે તો તેને યોગ્ય હશે તો આપણે જરૂર તેના લગ્ન કરાવી આપશું .
સંગીતા : ઓકે . વાંધો નહીં પણ તેના વિશે કોઈ સારો મુરતિયો મળે તો ધ્યાન માં રાખજો .
હરેશ : હા ધ્યાન માં રાખીસ પણ હમણાં આપણે તેને લગ્ન વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી હજી તે કૉલેજના પહેલા વર્ષ માં તો છે તે જ્યારે કહેશે ત્યારે આપણે તેના મેરેજ કરાવી આપીશું ત્યાં સુધી તેને ભણવું હોય તો ભણે અને જોબ કરવી હોય તો જોબ જયારે તે કહેશે ત્યારે જ આપણે તેના લગ્ન વિશે વિચારશું. ભૂમિ ને કોઈ છોકરો પસંદ હોય અને આપણે તેને મળીશું જો યોગ્ય હશે તો આગળ વાત ધપાવીશું.
સંગીતા : વાંધો નહીં તમને બાપ દીકરીને જે ઠીક લાગે તે .
સંગીતા અને હરેશ બેય એકબીજામાં ખોવાયેલા હોય છે અને બંને એકબીજાની ચરમસીમા પુરી કરી ને બેય એકબીજાની બાહોમાં ચીપકીને સુતા રહે છે અને હરેશ સંગીતાના માથા પર હાથ ફેરવે છે જ્યારે સંગીતા હરેશની છાતી પર માથું રાખી સૂતી હોય છે હરેશ અને સંગીતા વાત કરતા કરતા બંને ને ક્યારે ઊંઘ આવી જાય છે તે ખબર નથી પડતી .
બીજી બાજુ ભૂમિ અને પ્રતીક ની વાત હાઈ હેલો થઈ સરૂ કરીને તેની વાત એકબીજાની પસંદ અને ના પસંદ પર પહોંચી જાય છે કોને શુ ગમે શુ ના ગમે કેવો કલર અને કેવા કપડાં કેવી છોકરી અને કેવો છોકરો પસંદ છે તે એકબીજાને પૂછે છે તો બંને ને એવું જ લાગે છે કે બંને એકબીજા માટે જ બન્યા હોય તેવું બંને વિચારે છે
ભૂમિ : તારે કેવી ગિર્લફ્રેન્ડ જોતી છે પ્રતિક ?
પ્રતિક : હજી તેના વિશે બહુ વિચાર્યું નથી પણ તારે કેવો બોયફ્રેન્ડ જોઇએ છીએ?
ભૂમિ: કોઈ ખાસ ના હોય તો ચાલશે પણ મને ખુશ રાખી શકે મને સમજી શકે .મને કોઈ પણ રોકટોક ના કરે તેવો .
પ્રતિક : કોલેજમાં કોઈ પસંદ છે કે નહીં તને ?
ભૂમિ: ના કૉલેજમાં તો કોઈ નથી પણ તું ગોતી આપે તો થાય.
પ્રતિક : તો હું ગોતી આપું તારા માટે ?
ભૂમિ : ના જરૂર નથી હું ગોતી લઈશ.તું કહેતો હોય તો તારા માટે ગોતી આપું?
પ્રતિક : ના મારે કોઈ જરૂર નથી હું અહીંયા સ્ટડી માટે આવ્યો છું મારા સપના પુરા કરવા છે જો હું એમાં જ રહીશ તો મારા ફેમિલીના સપના બધા ચકનાચૂર થઈ જશે.
ભૂમિ : હા વાંધો નહીં ગોતી ના લેતો અને ગોતે તો મને પહેલા જણાવજે .
પ્રતીક :હા ચોક્કસ તને પહેલા કહીશ પછી બીજાને .
ભૂમિ : સારું બોલ બીજું .
પ્રતીક : કાઈ નહીં તું બોલ તું શુ કરે છે .
ભૂમિ : અત્યારે શુ કરતી હોય સૂતી જ હોય ને ગુસ્સામાં બોલે છે
પ્રતિક : ગુસ્સે ના થા મારી ઉપર જસ્ટ ચિલ્લ યાર મજાક કરું છું તારી સાથે .
ભૂમિ : તને ખબર છે તો સા માટે તું મને ગુસ્સે કરાવે છે ?
પ્રતિક : તું ગુસ્સે થાય તો મને મજા આવે .
ભૂમિ: તું મને કાલે કોલેજ મળ એટલે હું તને કહીશ .
પ્રતિક : હા મળીશ જ તું શું કરી લઈશ?
ભૂમિ : તું આવ એટલે કહીશ તને .
પ્રતિક : હા વાંધો નહીં . જોવ છું હું પણ ?
વાત કરતા કરતા રાત ના 3 વાગ્યા તો પણ બેમાંથી એકપણ ને ઊંઘ નહોતી આવતી પણ પ્રતિક પણ સામેથી કહે છે રાતના 3 વાગી ગયા હતા હોવી સુઈ જઈએ તો સારું .