પ્રેમ નો પ્રયણ ત્રિકોણ Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ

ભૂમિ અને પ્રતીક બંને એક સારી એવી કોલેજમાં અભ્યાસ કરે છે .ભૂમિ એક શહેરના પ્રખ્યાત એવા બીઝનેસમેન ની છોકરી છે ,તે રોજ કોલેજમાં સૌથી મોંઘી કાર લઈ ને આવે છે .અને પ્રતીક એક મધ્યમ વર્ગ નો છોકરો છે, બંને ભણવામાં બહુ જ હોશિયાર છે.તે અમદવાદ ની જાણીતી એવી કોલેજમાં અભ્યાસ કરે છે.ભૂમિ એક કોમર્સની વિદ્યાર્થી છે,અને પ્રતીક એક સાયન્સનો વિદ્યાર્થી છે.પ્રતીક સાયન્સ માં તે કોલેજમાં એમ.બી.બી.એસ. ના પહેલા વર્ષ માં છે ,અને ભૂમિ પણ તે જ કોલેજ માં પહેલા વર્ષ માં પ્રવેશ મેળવે છે.ભૂમિ અને પ્રતીક ની મુલાકાત આમ તો કોલેજમાં થતી નથી બંને એક બીજાને જોવા પણ મળતા નથી તેની પ્રથમ મુલાકાત તેની કોલેજના વાર્ષિક મહોત્સવ માં થાય છે . પ્રતીકએ વાર્ષિક મહોત્સવ માં તેને ડાન્સ માં ભાગ લીધો હોય છે અને તેના ડાન્સ પછી જ તરત જ ભૂમિ અને તેના ગ્રુપ દ્વારા રાસ-ગરબા માટે એનાઉસ થાય છે પ્રતીક ત્યાથી જતો જ હોય છે ત્યાં જ ભૂમિ ને જોઈ ને એક વાર માટે તેનું હદય એક ધબકારો ચુકી ગયો હોય તેવું લાગે છે. પ્રતીક નું હૃદય એક ધબકારો ચુકી યો જાય છે, અને પ્રતીક પણ હવે તેને મળવા માટે ઉતાવળ કરે છે .પણ તે ત્યારે તેને મળી નથી શકતો થોડી વાર પછી જે બધા પ્રોગામ થયા હોય તેમાં પ્રતીક નો પહેલો નંબર આવે છે અને ભૂમિ નો ત્રીજો નંબર આવે છે ભૂમિ થી તે સહન થતું નથી અને પ્રતીક ને મળવા ચાલી જાય છે અને પ્રતીક ને વિષ કરે છે અને બંને હાથ મિલાવી ત્યાંથી છુટા પડે છે પણ ભૂમિ તો કોઈ પણ રીતે પ્રતીક ને નીચે પડવાનું કામ તેના મન માં ચાલે છે પણ પ્રતીક તો એક તરફા પ્રેમ માં હોય છે તે બસ હવે ભૂમિ ના જ ખયાલો ખોવાયેલો રહે છે .ભૂમિ ને મળવા માટે પ્રતીક તો જાય છે ત્યાં પ્રતીક ની નઝર ભૂમિ અને તેની પાસે ઉભેલા ફ્રેન્ડ ઉપર પડે છે તે પણ તેની કૉલેજમાં જ સાથે સ્ટડી કરે છે અને બંને સાથે કોલેજમાં આવે છે અને જાય છે પણ પ્રતીક ને તે ગમતું નથી અને તે ભૂમિ ને મળ્યા વગર જ ત્યાંથી જતો રહે છે અને તેના વિચારો માં જ રહે છે તે રાત્રે પ્રતીક આખી રાત સુઈ નથી શકતો અને આખી રાત તે જ વિચાર્યા કરે છે ભુમિ અને તે છોકરા વચ્ચે સુ સબંધ છે તે જાણવાનો પ્રયત્ન કરે છે તે માટે તેની સાથે ભણતા તેના ફ્રેન્ડ ને પૂછે છે પણ તેને ક્યાંય થી માહિતી તે છોકરા વિશે મળતી નથી છેલ્લે તે ભૂમિ નો ફ્રેન્ડ વિશે વિચારતા વિચારતા સવાર પડી જાય છે અને તે કોલેજ જવા માટે નીકળે છે ત્યાં તેને ભૂમિ સાથે કાલે જે છોકરો ઉભો હતો તે તેને મળી જાય છે અને સાથે પ્રતીક નો કલાસમેટ પણ પણ હોય છે અને તેનું નામ વિહાંન હોય છે વિહાંન સાથે જે હોય છે તે જાણવા માટે વિહાંન ને પ્રતીક પૂછે છે આ કૌન છે તારી સાથે તો વિહાન કહે છે આ મારા ઘર ની પાસે રહે છે અને તેનું નામ ગૌરવ છે તેમ વિહાન કહે છે પ્રતીક ને અને પછી તે બધા કૉલેજમાં જાય છે અને પોત પોતાના ક્લાસ માં જાય છે પ્રતીક પણ કલાસ માં હોય છે પણ તેનું મન આજે ક્લાસ માં નથી હોતું તે ભૂમિ ના વિચારો માં જ ખોવાયેલો રહે છે અને તે ગૌરવ વિશે જ વિચારે છે અને તે વિચારે છે કે તે બને વચ્ચે કૈક હશે તો નહીં ને તે વિચારતા વિચારતા જ એક લેકચર પૂરો થાય છે અને પ્રતિક પાછો વિચાર માંથી મૂળ અવસ્થામાં આવી જાય છે