પ્રેમની ભીનાશ - 5 Sumita Sonani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

પ્રેમની ભીનાશ - 5

પ્રેમની ભીનાશમાં આગળનાં ભાગમાં આપણે જોયું કે કુંજ અને સ્વરા ગાર્ડનમાં મળે છે અને ખૂબ વાતો કરે છે. ઘરે આવીને સ્વરાનાં મનમાં વિચારોનું વાવાઝોડું આવે છે. હવે આગળ...

***************

સ્વરા પોતાની જાત પર સવાલો કરવા લાગે છે કે તેણે કુંજને મળીને કોઈ ભૂલ તો નથી કરી ને? પછી તો દિવસો અને રાતો સ્વરા એ જ વિચાર્યા કરતી કે કુંજ સાથે કોંટેક્ટ રાખીને તે ભૂલ તો નથી કરતી ને? કુંજની દિવસે દિવસે પડતી જતી આદત ક્યારેય પ્રેમમાં તો નહિ પરીણમે ને?

પણ કહેવાય છે ને કે પ્રેમની સામે આખી દુનિયા ફિક્કી લાગવા લાગે છે. બસ એમ જ સ્વરાને કુંજનાં પ્રૅમ સામે બધું જ ફિક્કું લાગવા લાગે છે.

જેવી રીતે કુંજ સ્વરા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતો, સ્વરાની એટલી સંભાળ રાખતો, સ્વરાને ક્યારેય કોઈ કમી નાં આવવા દેતો, સ્વરાને એટલો પ્રૅમ કરતો કે આખરે સ્વરા કુંજનાં પ્રેમને સ્વીકાર્યા વિના નાં રહી શકી.

એક દિવસ અચાનક જ સ્વરાએ સામેથી કુંજને મળવા માટે પૂછી લીધું. કુંજને તો જોઈતું હતું અને વૈધે કહ્યું. તેણે તરત જ મળવા માટે હા કહી દીધી.

કુંજ : હા હું તો મળવા માટે રેડી જ છું. બસ તું ક્યારે સામેથી મળવા માટે કહે છે તેની જ રાહ જોઈને બેઠો હતો. તું એટલા દિવસથી સરખી વાત પણ નહોતી કરતી તો મને એમ જ હતું કે તું મને ભૂલી જવાનાં પ્લાંનિંગમાં લાગી હોઈશ.

સ્વરા : હા બસ કરે હવે. જલ્દી બોલ. ક્યાં મળે છે?

કુંજ : ઓહો....તો મેડમને હવે મળવાની બોવ જલ્દી લાગે છે હે ને?

સ્વરા : બિલકુલ નહિ.

કુંજ : કેટલો ટાઈમ છે તારી પાસે?

સ્વરા : તું કહે એટલો.

કુંજ : શું વાત છે? આજે તો ખૂબ મૂડમાં લાગે છે ને? બધું હું કહું એમ જ?

સ્વરા : હા. હવે બોલ જલ્દી. ક્યાં મળે છે?

કુંજ : તું કહે ત્યાં.

સ્વરા : તું બોલ.

કુંજ : તું બોલ.

સ્વરા : સુંવાલી બીચ?

કુંજ : ઓકે. ડન.

સ્વરા : કેટલા વાગે?

કુંજ : હું કહું ત્યારે આવી જઈશ?

સ્વરા : હા કેમ નહિ? બોલ.

કુંજ : સવારે સાત વાગે.

સ્વરા : હે? એટલું વહેલા?

કુંજ : હા. આવીશ ને?

સ્વરા : હવે સુઈયે?

કુંજ : હવે ત્રણ તો વાગી ગયાં. હવે શું સુવે?

સ્વરા : અચ્છા. એવું?

કુંજ : હા.

સ્વરા : હા તો તું સવારનાં સાત વાગ્યાંની રાહ જો. હું સુઈ જા છું. બાય ગુડ નાઈટ.

કુંજ : અરે પણ....

કુંજનાં મેસેજ તો સેન્ડ થાય તે પહેલા જ સ્વરા ઓફલાઈન થઈ જાય છે. કુંજ આવતી કાલે સ્વરાને મળવાનાં સ્વપ્ન જોતો સુઈ જાય છે, જયારે બીજી બાજુ સ્વરા પણ કુંજનાં સ્વપ્નમાં ખોવાઈ જાય છે પણ તેને ઊંઘ આવતી નથી. કુંજનાં વિચારોમાં ને વિચારોમાં સવાર પડી જાય છે અને સ્વરા એ જાગતી આંખે જોયેલા સ્વપ્નને જીવવા માટે ફટાફટ રેડી થઈને કુંજને કોલ કરે છે.

સ્વરા : ગુડ મોર્નિંગ.

કુંજ : વેરી ગુડ મોર્નિંગ. જાગી ગયાં એમ ને?

સ્વરા : હમમમ. સૂતી જ નહિ હતી.

કુંજ : કેમ?

સ્વરા : ઊંઘ જ નહિ આવી.

કુંજ : અરે પણ...સૂવું તો પડે ને. મને તો એમ હતું કે તું તરત જ સુઈ ગઈ હોઈશ એટલે મારા મેસેજનાં રિપ્લાયની પણ રાહ નહીં જોઈ.

સ્વરા : મને તો લાગે છે કે તને રિપ્લાય નહિ આપેલ એટલે જ મને ઊંઘ નહિ આવી હોય.

કુંજ : ચાલ હવે મળવાનું છે કે આમાં જ ચલાવી લેવાનું છે?

સ્વરા : હા. આવું છું ચાલ. બાય.

કુંજ : બાય.

સ્વરા અને કુંજ નક્કી કર્યા મુજબ સુરતમાંથી જ એક બાઈક પર સુંવાલી જવા માટે નીકળી જાય છે. સ્વરા પહેલી વખત આવી રીતે કોઈ છોકરાની બાઈક પાછળ બેસીને એકલી શહેરથી દૂર જતી હતી. આમ તો સુંવાલીનો દરિયાકિનારો સ્વરાને ખૂબ જ પસંદ અને તે વારંવાર તેની સહેલીઓ સાથે જતી, પણ આજે સાથે કુંજ હતો. સ્વરાને કુંજની બાઈક પાછળ બેસીને ખૂબ આનંદ આવી રહ્યો હતો. જાણે મનોમન કહી રહી હોય કે હું બસ આવી જ રીતે આખી જિંદગી તારી સાથે જ પ્રવાસ કર્યા કરું અને કુંજ પણ મનોમન કહી રહ્યો હતો કે, સ્વરા તું બસ આવી જ રીતે મારી સાથે પ્રવાસ કર્યા કરજે.

સુંવાલી સુરતથી થોડું દૂર થાય એટલે ત્યાં પહોંચતા લગભગ ત્રીસેક મિનિટ લાગે. આ સમયમાં સ્વરા અને કુંજ ક્યારેક પોતપોતાનાં સ્વપ્નમાં ખોવાય જતા ( જો કે બંને સ્વપ્ન તો એક સરખા જ જોતા હતાં) તો ક્યારેક વાતો કરવા લાગતા.

ત્રીસેક મિનિટની મુસાફરી પછી સ્વરા અને કુંજ સુંવાલીનાં દરિયાકિનારો આવી પહોંચ્યા.

આહા....આજે તો સ્વરા અને કુંજને સાથે જોઈને દરિયો પણ જાણે ખુશ થઈને નાચી રહ્યો હોય એમ ઉછળકૂદ કરી રહ્યો હતો અને સ્વરાને પણ દર વખત કરતા આજે દરિયો કંઈક વધારે જ વ્હાલો લાગી રહ્યો હતો. જાણે તે સ્વરા અને કુંજને પણ તેની સાથે મસ્તી કરવા માટે બોલાવી રહ્યો હોય.

સ્વરાની સામે તો આજે બે દરિયા હતાં. એક સુંવાલી અને એક તેનો કુંજ. સુંવાલીને તો સ્વરા પહેલેથી જ પ્રેમ કરતી હતી પણ આજે તેનો બીજો પ્રેમ સાથે લઈને સુંવાલીના દરિયાને મળાવવા માટે લઈને આવી હોય તેવું લાગી રહ્યું હતું.

સ્વરાને તો આજે બંને એટલા વહાલા લાગી રહ્યા હતાં. કોને જોવું? દરિયાને કે જે સ્વરાને દરિયાથી પણ વિશાળ પ્રેમ કરે છે તેને? અફસોસ એક જ વાતનો હતો કે કુંજ આજે સ્વરાને કેટલા વ્હાલો લાગે છે તે પણ કહી નહોતી શકતી.

સ્વરાને આજે બધું જ ખૂબ ખૂબ વ્હાલું લાગી રહ્યું હતું. દરિયો...આકાશ....દરિયાકિનારાની અજુબાજુનાં લોકો અને એનાથી વિશેષ લાગતો હતો તેનો કુંજ.

સ્વરા કુંજને પ્રેમ કરવા લાગી હતી પણ તેનો અણસાર પણ તેણે છેલ્લા દિવસોમાં કુંજને આવવા દીધો નાં હતો. સ્વરા બસ કુંજને અને દરિયાને નિહાળ્યા જ કરે છે. એટલામાં કુંજ સ્વરાને ઢંઢોળે છે.

કુંજ : ઓ મેડમ.... ક્યાં ખોવાય ગયાં.?

સ્વરા : અરે ક્યાંય નહિ.

કુંજ : પહેલા ચા પીએ?

સ્વરા : હા ચોક્ક્સ.

સ્વરા અને કુંજ સવાર સવારમાં દરિયાની અને એકબીજાનાં સંગાથની મોજ માનતા અને વાતો કરતા ચાની ચુસ્કી લગાવે છે. સ્વરા ફરીથી કોઈ વિચારમાં ખોવાઈ જાય છે.

કુંજ : ઓ..મેડમ. હું અહીંયા બેઠો છું. ક્યાં વિચારમાં ખોવાઈ ગઈ?

સ્વરા : એ જ કે... આખો દિવસ અહીંયા શું કરીશું.?

કુંજ : તું બસ જો. ક્યાં સાંજ પડી જાય છે ખબર પણ નહીં પડે.

સ્વરા : જોઈએ. મને મજા નહિ આવે તો આપણે વહેલા નીકળી જઈશું હો.

કુંજ : હા સારુ.

ચા પી લીધા પછી સ્વરા અને કુંજ દરિયાની નજીક આવીને બેસે છે. સ્વરા મનમાં જ વિચારે છે કે, આ કુંજ તો જો કેવો છે. પહેલી વખતમાં જ આઈ.લવ.યુ. કહી દીધેલ અને હવે કંઈ જ બોલતો નથી. મને તો લાગતું જ નથી કે કુંજ કંઈ બોલશે પણ ખરો. આમને આમ ચાલશે તો હું મારા દિલની વાત કુંજને ક્યારે કહીશ?

***ક્રમશ:
_____________

શું સ્વરા અને કુંજની આ મુલાકાત કંઈ ખાસ થવા જઈ રહી છે?

શું સ્વરા કુંજ વિશે જે અનુભવી રહી છે તેની કુંજને જાણ થશે?

........તે જાણવા માટે વાંચતા રહો...પ્રેમની ભીનાશ