આપણે "પ્રેમની ભીનાશ" નાં પ્રથમ ભાગ માં જોયું કે કુંજ સ્વરાને કહે છે કે તે સ્વરાને છેલ્લા પાંચ વર્ષથી પ્રૅમ કરે છે. સ્વરાને કુંજ ની વાત પર ભરોસો આવતો નથી. હવે આગળ....
*******
કુંજ : હેલ્લો મેડમ, ક્યાં ખોવાઈ ગયાં?
સ્વરા : અરે કંઈ નહી. પણ તું જે બોલે છે તે તને ખબર છે તું શું બોલે છે. પ્રૅમ કરું છું એટલે? તું મને ઓળખે જ છે કેટલી? મે તો ક્યારેય તારી સાથે વાત પણ નથી કરી.
કુંજ : હા. ખૂબ રાહ જોઈ છે મે આ દિવસ માટે. પાંચ વર્ષ. ઘણો બધો સમય. મને તો લાગતું જ નહી હતું કે તું મારી સાથે વાત કરીશ. પણ આજે હું ખૂબ ખુશ છું કે તું મારી સાથે વાત તો કરે છે. ભલે તું મારા પ્રૅમને સ્વીકારે કે નાં સ્વીકારે પણ આજે તારી સાથે વાત થઈ તો મને મારા પાંચ વર્ષ રાહ જોયા તે સફળ થયું બરાબર માનીશ.
સ્વરા : અરે ચૂપ કર. શું મંડાયો છે ક્યારનો. આવા મસ્કા અહીંયા નહી ચાલે સમજ્યો!
કુંજ : અરે પણ.... મારી વાત તો સાંભળ.
સ્વરા : મારે તારી કોઈ વાત સાંભળવી નથી. બધા છોકરા તારા જેવા જ હોય છે. આજ પછી મને મેસેજ નાં કરતો. મારો નંબર ડીલીટ કરી નાખજે સમજ્યો?
કુંજ : સાંભળ તો...
સ્વરા કુંજ ની વાત સાંભળ્યા વિના જ કુંજ નો નંબર બ્લોક કરી નાંખે છે.
સ્વરા કુંજનાં વિચારોમાં ખોવાઈ જાય છે. સ્કૂલનાં એ દિવસોની યાદમાં ખોવાઈ જાય છે. કુંજ એકદમ સીધો છોકરો, હોશિયાર, ચાલાક, ક્યારેય કોઈ છોકરી સામે આંખ ઉઠાવીને જોયું પણ નહી હોય. દેખાવે એકવાર કોઈ એને જોવે એટલે એની આંખોમાં જ વસી જાય. હીરો કહીયે તો પણ ચાલે. એની વાત કરવાની રીત એકદમ નિખાલસ.
સ્વરા કેટલાય સમય સુધી કુંજનાં વિચારોમાં જ ખોવાયેલી રહે છે. થોડી વાર પાછી એને ભાન થાય છે એટલે મનોમન જ બોલે છે, "હું શું કામ એના વિશે વિચારું છું.? " એમ કહી તેના કામે લાગી જાય છે.
ધીમે ધીમે એક દિવસ... બે દિવસ... ત્રણ દિવસ એમ દિવસો પસાર થવા લાગે છે. સ્વરાએ કુંજ ને ભલે ગમે તેમ બોલી પણ કુંજ નાં વિચારો સ્વરા નાં દિલ - દિમાગમાંથી જવાનું નામ નથી લેતા. સ્વરા બસ રાત - દિવસ કુંજનાં વિચારોમાં જ ખોવાઈ રહે છે. રાત્રે પણ તે બરાબર સુઈ નથી શકતી. કુંજ ની એક એક વાત સ્વરા ને એક એક મિનિટે યાદ આવે છે.
એક દિવસ બપોરનાં સમયે સ્વરા કોલેજથી આવી સુતી હતી. સ્વરા અચાનક સ્વપ્ન માં જોવે છે કે કુંજનું એક્સિડેન્ટ થાય છે. સ્વપ્ન જોતા જ સ્વરા બેબાકળી થઈ ચીસ પાડી જાગી જાય છે. પોતાના ચહેરા પર પરસેવો લૂછતાં લૂછતાં તે રડી પડે છે. શું સાચે કુંજ સાથે એવું કંઈ થયું હશે?
નાં નાં. આ તો સ્વપ્ન હતું. એવું કંઈ નાં થયું હોય. પણ તો મને એવું ખરાબ સ્વપ્ન કેમ આવ્યું એમ વિચાર કરતા કરતા આજે કુંજ સાથે વાત કરી જ લઈશ એમ વિચારી આસું લુછી કુંજને અનબ્લોક કરી મેસેજ સેન્ડ કરે છે.
બીજીબાજુ કુંજ બપોરે જમીને તેની કોઈ મિટિંગ માટે જતો હતો. થોડું મોડું થઈ ગયેલ હોવાથી બાઈક ની સ્પીડ થોડી વધું હતી.
કુંજ સ્વરાનાં વિચારો જ કર્યા કરે છે. એક તો પાંચ વર્ષ પછી સ્વરા સાથે કોન્ટેક્ટ થયો હતો. માંડ વાત થઈ હતી ત્યાં મેડમે બ્લોક કરી દીધો મને. કુંજ વિચારતો હતો કે, "શું મે સ્વરાને કાયમ માટે ખોઈ દીધી? શું એ હવે ક્યારેય મારી સાથે વાત નહી કરે?". કુંજ સ્વરાનો વિચાર કરતા - કરતા ડ્રાઇવિંગ કરતો હતો એવામાં જ અચાનક એક સ્કૂલ બસ સાથે એકસિડેન્ટ થતા થતા તે બચી જાય છે અને હાશકારો અનુભવે છે.
કુંજ મિટિંગ પતાવી ફરીથી સ્વરાનાં વિચારોમાં ખોવાઈ જાય છે. આજે તો સ્વરાને કોલ જ કરીશ ડાયરેક્ટ. અરે નાં નાં મેડમ બોવ ગુસ્સે થશે એમ કરીશ તો એમ વિચારતો હતો ત્યાં જ સ્વરાનો મેસેજ આવ્યો.
સ્વરા : હાય
કુંજ : હાય. તો મેડમે મને અનબ્લોક કર્યો એમ ને?
સ્વરા : હા. ક્યાં છે તું?
શું કરે છે?
તું ઠીક તો છે ને?
કુંજ : હા હા પણ તું આમ અચાનક એટલા બધા સવાલોનો ઢગલો કરી દે છે. મને જવાબ આપવાનો મોકો તો આપ.
સ્વરા : સારુ. ક્યાં છે તું?
કુંજ : બસ એમ જ બેઠો છું. એક મિટિંગ હતી તે પતાવીને આવ્યો.
સ્વરા ફરીથી મેસેજ ટાઈપ કરે છે કે તને કંઈ થયું તો નહી હતું ને? પાછો મેસેજ ક્લીઅર કરી દે છે એ વિચારીને કે તેણે એકનો એક સવાલ બે વખત તો પૂછી લીધો છે.
કુંજ : અરે બોલને. શું ડીલીટ કર્યું?
સ્વરા : અરે કંઈ નહી.
કુંજ : બોલને. એમ જ કંઈ નાં હોય.
સ્વરા : મને થોડી વાર પહેલા જ સ્વપ્ન આવેલ કે તારું એકસીડેન્ટ થવાનું હતું. એટલી વારમાં હું ડરીને જાગી ગઈ.
કુંજ : હા. એકસીડેન્ટ થવાનું હતું પણ બચી ગયો. પણ તને કેમ એ સ્વપ્ન આવેલ?
સ્વરા : એ મને નથી ખબર. પણ તું ઠીક છે એટલું જ ઘણું છે.
*************
શું કુંજ સ્વરા નાં દિલમાં પોતાનું સ્થાન બનાવી શકશે?
શું સ્વરાને આવેલ સ્વપ્ન પાછળ કોઈ તથ્ય છુપાયેલું છે?
ક્રમશ :
*************
મિત્રો આશા છે કે તમને મારી આ વાર્તા પસંદ આવે. તમને મારી આ વાર્તા સારી લાગે તો મને કમેન્ટ કરી અથવા મેસેજ કરી જણાવી શકો છો.