પ્રેમની ભીનાશ - 7 Sumita Sonani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ભીનાશ - 7

પ્રેમની ભીનાશ (ભાગ-7)

********

કુંજ : તો તારી એ દુનિયામાં કોઈ હમસફર હોય તો?

સ્વરા : હહહ... શું?

કુંજ : કંઈ નહિ.

સ્વરા : અરે કહેને. શું કહેતો હતો?

કુંજ : પછી કહીશ.

સ્વરા : બોવ ભાવ શું ખાય છે?
ચૂપચાપ બોલ તો.

કુંજ : તને ખોટું લાગશે તો?

સ્વરા : નહિ લાગે ખોટું. તું બોલ તો ખરા.

કુંજ : જોજે હો. સાંભળીને થપ્પડ નાં મારી દેતી.

સ્વરા : હા હા હા. પાગલ છે તું સાવ.

કુંજ : સાચે બોલને. મારીશ નહિને?

સ્વરા : નાં. બોલ હવે.

કુંજ : સ્વરા, જ્યારથી મારી પહેલી નજર તારા પર પડી છે ત્યારથી મને તું ગમે છે, નાં ફક્ત ગમતી નથી, ત્યારથી જ તારી સાથે પ્રેમ થઈ ગયો છે. તારી વાત કરવાની રીત, તારી બોલી, તારી ચાલ બધા જ પ્રત્યે પ્રેમ થઈ ગયો છે.

આ પ્રેમ આજકાલનો નથી. વાત છે આપણી સ્કૂલ લાઈફની.

જયારે મને પ્રેમ શું છે એ પણ ખબર ન હતી, ત્યારથી હું તારા માટે કંઈક સ્પેશિઅલ ફીલ કરતો, એ ફીલિંગ શેની છે એ મારી સમજ માં નહોતું આવતું, ખૂબ બેચેની થતી તારી એક ઝલક માટે પણ એ બેચેની પણ એટલી જ ગમતી મને.

સ્કૂલમાં તને વારંવાર ચોરી છૂપી જોયા કરવી, તારી સહેલીઓ સાથે ગપ્પા મારતી જોયા કરવી, ચાલુ ક્લાસમાં તને ટીચરનાં ક્વેશન્સનાં જવાબ આપતી જોઈ જાણે મે જ જવાબ આપ્યો છે એમ હરખાઈ જવું મને ખૂબ ગમતું.

તું ક્યારે, શું કરે છે, કોની સાથે તને વધુ ગમે છે, તને કયો સબ્જેકટ ગમે છે બધું જ દરરોજ નોટિસ કર્યા કરવું એ મારૂ ભણવા કરતા પણ પ્રાઈમ બની ગયેલું.

તું ક્યારે ખુશ છે, ક્યારે દુઃખી છે, ક્યારે ગુસ્સામાં છે એ બધું જ તારા ચહેરા પરથી વાંચીને જયારે એ સત્ય સાબિત થાય ત્યારે મનોમન જ મુસ્કાઈ જતો હું, જાણે મને કોઈ એવોર્ડ આપવામાં આવ્યો હોય.

તને ખબર છે? આપણી અગિયારમાં ધોરણની એ ફાઇનલ એકઝામ ?

અહ... તને યાદ નહિ હોય. આ એ એક્ઝામ હતી જયારે આપણે બંનેનો એક્ઝામ સીટ નંબર એક જ ક્લાસમાં આવેલ હતો. મે જયારે ક્લાસમાં એન્ટ્રી લીધી અને મે તને જોઈ તો હું ખુશીથી પાગલ થઈ ગયો. પહેલા તો મને એમ હતું કે હું તને એક્ઝામમાં નહિ જોઈ શકું, પણ તું મારા જ ક્લાસમાં છે એની મને જાણ થઈ ત્યારે હું મનોમન જ નાચી ઉઠ્યો અને હવે તારી ઝલક જોવા મળશે તો એક્ઝામ ખૂબ સારી જશે એની પણ ખાતરી થઈ.

હું મારી બેન્ચ પર બેઠો હતો અને તારા જ વિચારોમાં ખોવાયેલ હતો ત્યાં અચાનક.....

અચાનક તું મારા તરફ આવતી જણાઈ અને મારી બેન્ચની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને બોલી એક્સક્યુઝમી.
હું તો આ સ્વપ્ન જ સમજતો હતો ત્યાં જ મારી આગળની બેન્ચ પર બેસેલ મારો ફ્રેન્ડ મને અડીને બોલ્યો : " ઓયય...હીરો. મેડમને બેન્ચની અંદરની સાઈડ જવા દે."
હું તરત જ ઉભો થઈ તને બેન્ચની અંદરની સાઈડ જવા માટે જગ્યા કરી આપી.

આ બનાવ બન્યા પછી મને હસવું પણ એટલું જ આવતું હતું અને શરમ પણ.

તું મારી જ બેન્ચ પર મારી બાજુમાં આવીને બેઠી હતી. હું ખૂબ જ ખુશ હતો. આજથી સાત દિવસ સુધી હું તને એટલી જ નજીકથી જોઈ શકવાનો હતો, જેટલી નજીકથી મે તને ક્યારેય નહિ જોઈ હોય.

પણ આ શું??.. મારી તો હિમ્મત જ નહોતી થતી તારી સામે જોવાની. મે સામે જોયું 'ને તું કંઈ મને બોલવાં લાગી તો?

છેલ્લે ખૂબ હિમ્મત કરીને તારી સામે જોવા માટે નજર ઉઠાવી કે....
આહા....અદ્ભૂત ! શું સૌન્દર્ય ! જાણે કુદરતે ખૂબ જ શાંતિથી તને બનાવેલ હશે એવું લાગ્યું. તારી જગ્યા વિન્ડૉ પાસે હતી. તું વિન્ડૉની બહારની દુનિયાની સૌંદર્યતાને નિહાળતી અને હું તારી સાંદર્યતાને નિહાળ્યા કરતો.

આ જ સિલસિલો ચાલુ હતો ત્યાં જ એક્ઝામનું પેપર આવ્યું. તને જોવા માટેનો સમય હવે નહિ મળે એમ વિચારી કંટ્રોલ કરી પેપર લખવાનું સ્ટાર્ટ કર્યું. ક્યારેક કંઈ યાદ ન આવે તો વિન્ડૉની બહારની સાંદર્યતા નિહાળવાનાં બહાને તારી જ સૌંદર્યતા નિહાળી લેતો અને બધું જ યાદ આવી જતું.

તને વારંવાર જોવાની ખુશીમાં મે સમય કરતા પહેલાં પેપર પૂર્ણ કર્યું અને ફરીથી હું તારી સાંદર્યતાને નિહાળવામાં મશગુલ થઈ ગયો અને એટલામાં જ તને કંઈક યાદ નહિ આવતા હું કંઈક હેલ્પ કરીશ એ અપેક્ષામાં તે મારી સામે જોયું.

આહાહા....શું નજર હતી તારી! કેટલી સુંદર.!....

એ ક્ષણે એમ થતું હતું કે બસ તું મને આમ જ જોયા કરે. પણ તું શરમને લીધે મને કંઈ પૂછી ન શકી અને પોતાની રીતે જ લખવા લાગી.

આમ ને આમ રોજ તને જોવાની અને તું મારી બાજુમાં છે તેના અહેસાસ માત્રથી હું એટલો ખુશ થતો જાણે દુનિયા જીતી લીધી હોય. દરરોજનો આ જ સિલસિલો ચાલતો રહેતો. હું જલ્દી પેપર પૂર્ણ કરી તને જ જોયા કરતો અને સાથે આપણા સ્વપ્ન પણ.

જોતજોતામાં ક્યારે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ તેની ખબર જ ન પડી. આમ પણ ખુશીની ક્ષણો તો થોડાં સમય માટે જ આવતી હોય છે ને !

પરીક્ષા પૂર્ણ થતા જ સ્કૂલમાં વેકેશન પડ્યું. ગઈ કાલની ખુશી ફરીથી ગમ માં ફેરવાઈ ગઈ. ફરી તને ક્યારે આટલી નજીકથી જોવા મળશે એનું કંઈ જ નક્કી નાં હતું, નજીક થી તો ઠીક પણ તારી એક ઝલક માટે પણ કેટલાય દિવસો રાહ જોવાની હતી.

ચાલીસ દિવસ. હા પુરા ચાલીસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવેલું. આ ચાલીસ દિવસ તને જોયા વિના કેમ પસાર થશે તેની કલ્પના કરવી પણ ખૂબ કઠિન હતી મારા માટે.

વેકેશનનો એ એક - એક દિવસ મને એક એક વર્ષ જેટલો લાંબો લાગતો અને ચાલીસ દિવસનું વેકેશન પૂર્ણ થવામાં તો એટલો સમય લાગેલ કે જાણે કેટલાય વર્ષો જતા રહ્યા હોય.

વેકેશનનાં સમયમ ક્યારેક તને યાદ કરીને હરખાઈ જતો તો ક્યારેક ફરીથી તારી યાદમાં દુઃખી થઈ જતો. હું ભગવાન પાસે જલ્દી વેકેશન ખુલવાની પ્રાર્થના કરવા લાગતો. અંતે તારા વિરહનો અંત આવ્યો અને બારમા ધોરણનો અભ્યાસ ચાલુ થયો.

નવા વર્ષનો એ પ્રથમ દિવસ હતો. આખો દિવસ બસ તને જોયા કરવાનું જ કામ કરેલ. ભણવા આવુ છું એ પણ ભૂલી ગયેલ. હા, પણ તે દિવસે તને એટલી નીરખી કે જાણે મે આગળનાં ચાલીસ દિવસની વસુલાત કરી લીધેલ.

બધા માટે તો બારમુ ધોરણ એટલે કારકિર્દીનો ભાગ હતો પણ તું તો મારા માટે મારી જિંદગી બની ગઈ હતી. જિંદગી કે કારકિર્દી બંનેમાંથી કોઈ એક ચૂઝ કરવાનું કહે તો હું તો મારી જિંદગી જ કરું ને !

મે મારું આખું વર્ષ સ્કૂલમાં જિંદગી માટે અને ઘરે જઈને કારકિર્દી માટે વાપર્યું. સમયનો વહેણ પણ ખૂબ ઝડપથી વધવા લાગેલ અને ક્યારે બોર્ડની એક્ઝામ આવી ગઈ એ જ ખબર ન પડી.

સ્વરા તને યાદ છે, આપનો સ્કૂલમાં છેલ્લો દિવસ હતો અને આપણો વિદાય સમારંભ યોજવામાં આવેલ?

સ્વરા : હા યાદ તો હોય જ ને !

કુંજ : સાચું કહું તો હું તને મારી જિંદગી માની બેઠેલો પણ તેનાથી દૂર થવાનો વિચાર પણ મે નહિ કરેલ. તે દિવસે જ મને અહેસાસ થયો કે એક્ઝામ પછી શું થશે એ તો મે વિચાર્યું જ નહિ. હજુ તો મે તને મારા દિલની વાત પણ નહિ કરેલ અને આમ અચાનક સ્કૂલનો છેલ્લો દિવસ આવી ગયો. હવે હું તને ફરીથી ક્યારે જોઈ શકીશ એ કંઈ મે વિચારેલ જ નહીં અને મારા આ વિચારોનાં વમળમાં વિદાય સમારંભ પણ પૂર્ણ થઈ ગયો.

હું ભાગતો ભાગતો તને મારા દિલની વાત કરવા માટે શોધવા દોડ્યો. પણ....અફસોસ ત્યાં સુધીમાં તું ઘરે જતી રહેલી. તારી સાથે કોન્ટેક્ટ થવાના પણ કોઈ જ ચાન્સીસ નહિ હતાં.

બોર્ડની એક્ઝામ પણ પૂર્ણ થઈ. હવે તો તું ખૂબ જ યાદ આવવા લાગેલ. મે ખૂબ પ્રયત્નો કર્યા પણ તારી સાથે કોન્ટેક્ટ ન જ થયો.

થોડાં સમય પછી મે કોલેજમાં એડમિશન લીધું. તું ક્યાં હોઈશ?, શું કરતી હોઈશ? એ બધા વિચારો મને ફરીથી તારા વિરહમાં ખેંચી જતા અને હું કલાકો સુધી તારી યાદોમાં ખોવાઈ જતો.

મારી કોલેજ ચાલુ થઈ. તારી સાથે કોન્ટેક્ટ કરવાનાં મારા પ્રયત્નો ચાલુ જ હતાં પણ બધા જ નિષ્ફળ જતા હતાં. એમ ને એમ સ્કૂલનાં દિવસો યાદ કરીને જ ખુશ થતો તો ક્યારેક તારી સાથે કોન્ટેક્ટ કરવાનાં કેટલાય પ્રયત્નો કરવા છતાં હું નિષ્ફળ થયો એ બાબતે દુઃખી પણ થઈ જતો.

અચાનક એક દિવસ તારી ફ્રેન્ડ શ્રુતિ મને સોશિયલ મીડિયા પર મળી અને મારે તારું ઈમ્પોર્ટન્ટ કામ છે એમ કહી તારો કોન્ટેક્ટ નંબર માંગ્યો. હું એ સમયે એટલો હરખાઈ ગયેલો કે જાણે તારો કોન્ટેક્ટ નંબર નહિ પણ તું મળી ગઈ હોય.

મે જલ્દીથી તને મારા એક ફ્રેન્ડની વાઈફ પાસે કોલ કરાવ્યો ત્યારે તો તે ગુસ્સે થઈને કોલ જ કરી કરી દીધેલ.

ખરેખર કહું તો મને તારાથી ખૂબ ડર લાગી ગયેલ. તો પણ મે તને મેસેજ કર્યો અને હું તને પ્રેમ કરું છું એ હકીકત જણાવી. મેસેજમાં પણ તું ગુસ્સે થઈ ગઈ.

થોડાં દિવસ બાદ અચાનક એક દિવસ તને સ્વપ્ન આવ્યું કે મારું એક્સીડેન્ટ થયેલ છે અને તે મને સામેથી મેસેજ કરેલ ત્યારે મને ખૂબ સારુ ફીલ થયેલ અને તારા પ્રત્યે એક નવી આશા બંધાઈ.

ધીમે ધીમે આપણી વાતોનો સિલસિલો વધતો ગયો. મને લાગ્યું કે મારે તને થોડો સમય આપવો જોઈએ. હું તને એટલા વર્ષોથી પ્રેમ કરું છું એનો મતલબ એવો નથી કે તું પણ મને પ્રેમ કરતી હોય. એટલે મે એ માટે તને સમય આપવાનું નક્કી કર્યું અને થોડો સમય એ વિષયમાં વાત નહિ કરવાનું નક્કી કર્યું.

એકદિવસ તું કોઈ ફંકશનમાં હતી અને મે તને મળવા માટે કીધેલ. શરૂમાં તું નાં પડતી હતી પણ પછી તું મળવા પણ આવેલ. સ્વરા, સાચું કહું તો આપણી ઘણા વર્ષો પછીની મુલાકાતથી હું ખૂબ જ ખુશ હતો, તું ભલે મને પાંચ મિનિટ માટે મળી હોય પણ મને તો પાંચ કલાક માટે મળી લીધું હોય એવું લાગ્યું.

ધીમે ધીમે કદાચ તું પણ મને પસંદ કરવા લાગેલ. કદાચ જેમ તું મારી આદત બની ગયેલ એમ હું પણ તારી આદત બનવા લાગેલ અને અચાનક એક દિવસ તે મને સામેથી મળવા માટે કીધેલ.

મને આ દિવસથી વધારે બેસ્ટ દિવસ બીજો ક્યારેય નહિ મળે એમ વિચારી મે તારી સાથે સુંવાલી આવવા માટે હા કહી દીધી અને આજના દિવસે તને મારા દિલની વાત કહી જ દઈશ એ ફાઈનલી નક્કી કર્યું.

સ્વરા, હું તને જ મારી ખુશી માનું છું. મારે મારી જિંદગીની બાકીની બધી જ ક્ષણો તારી સાથે વિતાવવી છે.

મારે તારી સાથે ખૂબ બધા ફોટોઝ પાડવા છે, તારી સાથે અગ્નિની સાક્ષીએ સપ્તપદીનાં પવિત્ર બંધનમાં બંધાવવું છે, દરેક સવારે મારી આંખ ખોલું ત્યારે તું મારી સામે હોય અને દરેક રાત્રીએ મારી આંખ બંધ થાય તે પહેલા તને જ જોવ, મારા દરેક સ્વપ્નમાં તું હોય, મારી દરેક ખુશીમાં તારો હાથ પકડીને ચાલવું છે, મારા દરેક દુઃખમાં તારા ખભે માથું મૂકીને રડવું છે, મારે તારી સાથે આખી દુનિયાને માણવી છે, જે તને મમ્મા અને મને ડેડ્ડી કહે એવા આપણા બાળકોનાં પિતા બનવું છે, તારા માટે બેસ્ટ પતિ બનવું છે, આપણે જયારે વૃદ્ધ થઈએ ત્યારે એકબીજાની લાકડી બનવું છે, મારી જિંદગીનાં છેલ્લા શ્વાસોમાં પણ તારો સાથી બનવું છે, મારા મૃત્યુ સમયે મારું માથું તારા ખોળામાં હોય અને તારો હાથ મારા હાથમાં હોય અને તું મને પ્રેમની હૂંફ આપતી હોય એવો પતિ બનવું છે, તારો જીવનસાથી બનવું છે, તારો બેસ્ટ પ્રેમી - બેસ્ટ પતિ બનવું છે. સ્વરા, શું તું આ પાગલ કુંજને તારો હમસફર બનાવશે??

સ્વરા : ..........


************************
સ્વરા કુંજનાં પ્રેમનો સ્વીકાર કરશે કે અસ્વીકાર?

એ જાણવા માટે વંચાતાં રહો....પ્રેમની ભીનાશ