Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 10

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|10|

“ડેર આપે છે મને એમ...આનંદ ને ડેર...એમ...” ચા ના નસામા હુ થોડો લંબાઇને બેઠો છુ.

“હા તમને જ હો...અકડુ.” એને ગુસ્સામા હોઠ બીડાવીને કહ્યુ.

“આનંદ હંમેશા એના અંતરના આનંદમા જ રહે છે. બાય ધ વે. એને દાદાગીરી કરવાની ટેવ છે.” મારાથી ખબર નહી કેમ બોલાઇ ગયુ. હવે મારો ડર ક્યાં ગયો એજ ખબર નથી.

“હા તો...મારા જેવી કોઇ મળી નહી હોય આજ સુધી.”
“દીવ પહોંચી ત્યાં સુધીમા ખબર પડી જશે કોણ કોના મનનુ ધાર્યુ કરે છે.” એણે મારી સામે નજર તાકીને કહ્યુ.
“ઓકે.” એને મોટેથી ચીડાઇને કહ્યુ.

મને થયુ આને અને રીયાને કોઇ શરતે મળવા ન દેવાય જો મારે જીવવાની ઇચ્છા હોય તો.

“એ ભલે હો ને.” મારાથી કહેવાઇ ગયુ.
“બાઇ ધ વે મારી ગર્લફ્રેન્ડ ક્યે છે અજાણી ગર્લ્સ સાથે વાત નહી કરવાની.” હુ ધીમેથી દાંત કાઢતા બોલ્યો. મોકો જોઇને હુ ક્યાં ગર્વ સાથે બોલ્યો એ મને ખબર નથી.

“હુ અજાણી ગર્લ એમ....એક છુટ્ટો કપ ફેંકીને મારીશ ને....” એ ગુસ્સામા રીયાની જેમ બોલી. મને થયુ કે રીયાની આત્મા આવી ગઇ કે શુ. “હમણા બધી ઓળખાણ થઇ જશે.”

“સોરી...સોરી.....સોરી......બસ હવે હાલો કુલ ડાઉન....” મે એના હાથમાથી કપ લઇ લીધો અને એનો ઉપર ઉચકેલો હાથ પકડીને મે ટેબલ પર રાખ્યો. “મજાક કરતો તો યાર તમે તો સાચે ખીજાઇ ગયા.” મને થોડો ડર લાગ્યો. થોડીવાર કોઇ કાંઇ બોલ્યુ નહી.

એના ગુસ્સાને શાંત કરવા ફરી મારે જ બોલવુ પડ્યુ.“હવે ક્યારેય નો કરુ બસ.” મે આજુબાજુ જોયુ મને કાંઇ મળ્યુ નહી એટલે કપ ઉપાડયો. “મારી જી.એફ.ના સમ બસ. હવે ક્યારેય નો કરુ.” હુ કેમ આટલી બધી પ્રોમીશ કરુ છુ એજ મને ખબર નથી.

મે જરુરથી વધારે માફી માંગી લીધી. મને થોડીવાર પછી એવો ભાસ થયો કે મે એવુ કોઇ કામ જ નથી કર્યુ જેના માટે મારે સોરી કેવુ પડે. હુ થોડો શરમાયો. પછી કાંઇ બોલી ન શક્યો. મને જાતે જ એવુ થઇ આવ્યુ કે હુ કેટલો ભોળો માણસ છુ. રીયા સામે ગમે એવી હોશીયારી કરુ પણ જ્યારે કોઇ અજાણી છોકરી આવે એટલે ગેમ ઓવર.

“સો સ્વીટ ઓફ યુ યાર.” મારા હાથ પર એને પોતાનો હાથ મુકતા કહ્યુ.
“સી કેટલો એક્સ્પર્ટ છે તુ સોરી બોલવામા.”
“ભલેને પોતાનો વાંક ન હોય બસ સોરી કહી દેવાનુ. આપણે મળ્યા ત્યાંથી લઇને અત્યાર સુધીમા હન્ડ્રેડ ટાઇમ તો સોરી કહી જ નાખ્યુ હશે.” એ મારી આંખમા આંખ નાખીને બોલ્યા રાખે છે. ફાનસના અજવાળે એની આંખની ભીનાશ મા હુ બસ એને સાંભળ્યા કરુ છુ.
“સીરીયસલી યાર તારે વર્લ્ડ રેકોર્ડ બનાવાની જરુર છે સોરી બોલવામા. ટુ ચીઝી મેન.”
“ના.” હુ વચ્ચે બોલવા ગયો ત્યાં એને મને અટકાવ્યો.
“તુ આ દુનીયાની કોઇપણ છોકરીને ઇમ્પ્રેશ કરી શકે છે. તુ માન કે ભલે ન માન.” આટલુ કહીને એ અટકી ગઇ. એને કદાચ મારા જવાબ ની જ રાહ હતી. પણ હું કાંઇ ન બોલી શક્યો.

“કોઇ ખરેખર અજાણતી છોકરી માટે તુ આટલુ કરી શકે તો હવે વીચાર જે દીવસે પ્રેમમા થયો એ દીવસે તુ શુ નહી કર....” બોલતા-બોલતા એ અટકી. સેકન્ડ પુરતી એની આંખની ભીનાશમા હુ મારા પ્રત્યેનો નીશ્વાર્થ પ્રેમ જોઇ શક્યો.

મારી પાસે એનો કોઇ જ વળતો જવાબ નહોતો. મે એવુ ક્યારેય વીચાર્યુ નહોતુ કે અચાનક એક-દીવસ કોઇ છોકરી અજાણતા મળશે જે જોતા જ જોતા, મજાક કરતા, હસીને મારા વીસે આટલુ બધુ જાણી જશે.

“ના....ના...એવુ કાંઇ નથી...” હુ થોડુ શરમાઇને ધીમેથી બોલ્યો.
“તો કેવુ છે.” એ એકધારુ મારી સામે જોવે છે. હુ નીચે જોઇ રહ્યો.
“ના યાર.” ધ્રુજતા અવાજે હુ બોલ્યો.
“આનંદ.” એણે પ્રેમથી કહ્યુ.
“હા.” હુ અચકાઇ ગયો.
“તુ ફરી મારાથી ડરે છે.” મારો હાથ એને પોતાની તરફ ખેંચ્યો.
“નો. નો વે.”
“ઓહ યેસ.”
“તારી જી.એફ એ કહ્યુ. એ હવે મારી બેસ્ટી છે.”
મે ચા સામે જોયુ.
“બને જ નહી ને.” હુ બોલ્યો.
“પુછી લે તો એને જ.”
“કેમ.”
“ઇડીયટ છો એક નંબર નો.” કહીને મારા હાથ પર માર્યુ. વાત એમ હતી કે મને ડર લાગે છે.

“સાચુ કઉ છુ યાર...નહી માને ને. આજ પ્રોબ્લેમ છે. બધી ગર્લ્સ સરખી નથી હોતી.” મારા હાથ પર ધીમેથી મારીને એણે કહ્યુ. અમારી બેયની ઘેરી કાળી આંખો એક થઇ. થોડીવાર બે માથી એકેય કાંઇ ન બોલ્યા. બસ એકબીજાની આંખોમા જોતા રહ્યા. “એ....હુ હવે તમે નહી કઉ હો ચાલશે ને.ચલાવી લેજે પ્લીઝ. બઉ એજેડ ફીલ થાય છે યાર.”

“અરે યાર હુ પણ એજ કહેવાનો હતો.” હુ થોડો શરમાઇને બોલ્યો.
વાતને ટાળવા મારે બોલવુ પડયુ “ચા મંગાવીએ ફરી....પુરી થઇ ગઇ.”

“એ સેમ-પીચ.” મને ફરી માર્યુ. “હુ પણ એજ કેવાની હતી. બડી આપણા વીચારો કેટલા મળતા આવે છે.”

“હા યાર.” પાછળ ફરતા હુ બોલ્યો. “ખાખા....ઓ ખાખા....” હુ પીયાને હસાવવા માટે નેપાળીની જેમ બોલ્યો.

“ટુ ચીઝી હા.” મને હાથ પર ફરી માર્યુ. “જીવવા દે ને બીચાડા કાકા ને.”

“ઓ કાકા વીસ્કી.” કહીને મે હાથ બે લઇ આવવા ઇશારો કર્યો.

“તુ જાને યાર. ચા જોય છે.”
“દારુડીયા. એક કામ કર તુ રહેવા દે તારાથી નહી થાય. હુ જાતે જ કઇ દઇશ.” કહીને એને ઉપર જોયુ. “અંકલ બે ચા આપો ને પ્લીઝ.”

“અંકલ....હા હા....વીલાયતી.”
“કાંઇ બોલ જ મા તુ તો મારાથી ડબલ.”
“હુ કેમ.”
“બસ મે કીધુ એટલે.”
“એમ થોડી હુ માની લઉ.” મે ટેબલ પર હાથ આગળ કર્યો.
“તો ના માન.” કહીને એણે મોઢુ ફેરવી રાખ્યુ. એ જાણી જોઇને મને ઇગ્નોર કરે છે એ હુ સમજી ગયો. આ લુક એવો છે કે જાણે મારી ગર્લફ્રેન્ડ મારાથી ચીડાઇ ગઇ છે. એવુ કાંઇ છે નહી પણ મને મનમા આવા વીચારો આવે છે.

“એનો મતલબ એવો થયો ને કે બેય ચા મારી.” નેપાળી ચા મુકી ને ગયો.

“હાઉ ડેર યુ. મારી ચા ને હાથ લગાવ્યોને તો એમ્બ્યુલન્સ મા દીવ જઇશ.” કહીને એ બીડાયેલા હોઠ વાળો ચહેરો મારી તરફ કર્યો. થોડીવાર મારી સામે ગુસ્સાથી જોઇ રહી પછી મારા હાથમાથી કપ ખેંચી લીધો. “સોરી. આઇ ડોન્ટ મીન ધેટ.”

“ઇટ્સ ઓકે.” મે કહ્યુ. “નો પ્રોબ્લેમ. બટ ચા માટે કોઇ આટલુ સેન્ટી હોય શકે?”
મે પુછ્યુ કારણ કે હુ સેંટી છુ ચા માટે.

“શુ કરુ હુ આવી જ છુ.” થોડી સીરીયસ થઇને “આમ વીયર્ડ ટાઇપની.” કહીને એને ચહેરા પર અને આંખ પર આવતા વાળ પાછળ કર્યા.

“ઇટ્સ ઓકે ટુ બી વીયર્ડ. વીયર્ડ હોવુ એ જ એક બઉ ખાસ વાત છે.” હુ સલાહ દેવાનો કોઇ મોકો છોડવા તૈયાર નથી. “પ્લીઝ ડોન્ટ અન્ડર એસ્ટીમેટ યોર સેલ્ફ. ઓકે.”
“જો મારી પાસે કાંઇક છે. વેઇટ. ફાઇન. બતાવુ.” કહીને મે મારુ બેગ ખોલ્યુ અને થરમોસ ટેબલ પર મુક્યુ. “બેય માટે ઇનફ છે દીવ સુધી.”

“વાવ યાર. અમેઝીંગ. સો સ્વીટ ઓફ યુ યાર. આઇ ફીલ....જો મે નહોતુ કહ્યુ કે તુ વર્લ્ડની કોઇપણ છોકરીને ઇમ્પ્રેસ કરી શકે છે.” થરમોસ જોઇને એ એટલી ખુશ થઇ ગઇ કે એક સાથે બોલી ગઇ. મારો થરમોસ વાળો આઇડીયા કામ કરી ગયો. હુ એટલો ખુશ હતો કે જો એકલો હોતને તો પેલો ફોન રીયાને કરત કે “તારા સુપરમેન એ છોકરી સાથે વાત કરી અને એ પણ આંખમા આંખ મીલાવીને.”
“આનંદ ઓન ટેન્શન ગોન.” હુ બોલ્યો. હવે ગેમ ફાઇનલી મારી તરફ હતી.

“હુ તો મારી વાતમા જ ફસાઇ રહી તમે તો યાર મારાથી મોટા ટી લવર નીકળ્યા.” એ મારી સામે જોઇ રહી. મારી આંખમા જોઇને બોલી.

“બટ એક વાત મને નઇ સમજાતી.” બોલ્યા પછી મને થયુ કે ખોટુ બોલાઇ ગયુ.
“વોટ.” એને તરત જ પુછયુ.
“કાંઇનહી લીવ ઇટ.”
“ના હવે મારે જાણવુ છે.” એને ટેબલ પર હાથ પછાડયો. “ટેલમી બાબા આઇ એમ વેઇટીંગ.”
“ના યાર.”
“તો હુ રોવા લાગીશ.” એને અચાનક કહ્યુ. એને કઇ મશ્કરી સુજે છે એ મને નથી સમજાતુ.
“હેં.”
“સી આઇ એમ ક્રાઇંગ. એકલી છોકરીને કોઇ કેમ હેરાન કરી શકે.” એની જીદ્દ સામે ટકવુ અઘરુ થવા લાગ્યુ. “સાવ આવુ કરવાનુ."
“કેટલી ઓવરએકટીંગ હોય પછી આટલી તો નરેશ કનોડીયા ય નય કરતો હોય.” મારે વચ્ચે બોલવુ પડયુ.
“શુ વાત હતી. આનંદ જી. આઇ એમ લીસ્ટનીંગ ટુ યુ. કમ ઓન ટેલ મી.” મારી કોઇ વાતનો એને ફેર જ નથી પડતો. ટુકમા એ કેરલેસ છે પણ બીજાની વધારે કેર કરે છે. એને બસ મારા જ જવાબની રાહ હતી.

“આટલી યંગ અને મોર્ડન છોકરી સોલો ટ્રીપમા કઇ રીતે જઇ શકે.” આંખ બંધ કરીને ધ્રુજતા-ધ્રુજતા હુ બોલી ગયો.

“ખાલી આટલી જ વાત...” મારી સામે જોઇને કહ્યુ. “અરે બાબા એમા ડરે છે શું આટલો બધો હુ કાંઇ વેમ્પાયર નથી કે તને ખાઇ જઇશ.”
મારો ડર પકડાઇ ગયો.

“મારા આર.જે ને મળવા....” હું કાંઇપણ વીચારુ એ પહેલા જ એને કહી નાખ્યુ.
“આર.જે. આનંદ ને મળવા. લાઇફમા એકવાર એની ટી પાર્ટનર બનવુ છે.” બોલતા જ એ વીચારમા ખોવાઇ ગઇ.

મારા તો હોશ જ ઉડી ગયા. મારી પાસે કાંઇ બોલવા જેવુ જ નથી. હુ સપનામા ખોવાઇ ગયો.

નેપાળી બસમાથી બુમ પાડતો રહ્યો.

ક્રમશ: