Ek streeni ek kahaani books and stories free download online pdf in Gujarati

એક સ્ત્રીની એક કહાની ..

આજે એક એવી વાત કરવી છે સ્ત્રીના જીવન વિશે કે તે પોતે તેનું જીવન જીવી શકે કે નહીં .....એક સ્ત્રી જેના મા -બાપ આ દુનિયામાં નથી તે છતાં તે કેટલી સુખી કે દુઃખી છીએ તે આપણે આ કહાની પરથી જાણીએ ...

એક સ્ત્રી જ્યારે લગ્ન લાયક થઈ જાય ત્યારે તેના ઘરના લોકો એના લગ્ન વિશે જ વાતો અને એના લગ્ન કોની જોડે કરાવવા એ બધું જ વિચારશે અને તેનો નિર્ણય લેશે પરંતુુ આ છોકરિના મા- બાપ તો ન હતા તો તેના લગ્ન તેના કાકા
અને મોટા બાપા એ તેેના પ્રમાણે એક છોકરા સાથે કરાવ્યા પરંતુ આ નિર્ણયથી તે છોકરી ખુશ છે કે નહીં એ કોઈએ ન જાણ્યું અને એમના લગ્ન કરાવી દીધા ..
પછી જ્યારે લગ્ન થઈ ચૂક્યા પછીનું જીવન કેવું ચાલતું હતું જીવન એવું હતું કે તે છોકરીનો પતિ તેને કોઈપણ પ્રકારે સમજતો જ ન હતો અને તેની પાસે હોવા છતાં તે તેને સમય ન પ્રેમ ન લાગણી કાઈ પણ નહીં તેના પતિને તેની પત્ની પ્રત્યે જરાય લાગણી ન હતી કે ન તેની સંભાળ રાખતો આવા લગ્ન જીવનથી તે સ્ત્રી કંટાળી ગઈ હતી પરંતુ આટલુ દુઃખ હોવા છતાં પણ તે સ્ત્રી એ તેના પતિનું પૂરું ધ્યાન રાખતી હતી અને શાંતિ થી રહેતી હતી ...

અમુક સમયે એ સ્ત્રી એવું વિચારે છે કે તેના લગ્ન જીવનમાં આવું કેમ એટલે એમનો પતિ તેની કદર કેમ નથી કરતો શુ કારણ હશે પરંતુ તેનો પતિ ક્યારેય કોઈ દિવસ એના માટે સમય ન આપતો પત્ની તરીકે બસ એ બધું કહેતો ને કરતો નહિ તો તેને ન પ્રેમ હતો કે ન લાગણી એ કદાચ મારા હિસાબથી તો પથ્થર દિલ હશે પરંતુ પત્નીની કદર કરવી જોઈએ ...
5 કે 6 વર્ષ પછી એ સ્ત્રીના જીવનમાં કોઈ પુરુષ આવે છે જેની સાથે તે ફ્રેન્ડલી વાતો કરે છે એ સ્ત્રી પોતાના સુખ દૂખ અને બધી જ વાતો કરે છે એ બન્ને એકબીજાને વધારે સમજવા લાગ્યા માટે એ સ્ત્રીને એ તેનો ફ્રેન્ડ ગમવા લાગ્યો અને તે સ્ત્રી એ પુરુષ ને પ્રેમ કરવા લાગી હતી હવે બને એવું છે કે તે સ્ત્રીની ખુશી શેમાં છે તે એ એક દિવસ વિચારે છે એટલે એવું વિચારે કે મારો પતિ મારી કદર નથી કરતો અને આ મારો ફ્રેન્ડ હોવા છતાં પણ મારી આટલી કદર અને આટલો પ્રેમ કરે છે તો કદાચ હું તેની સાથે લગ્ન કરી લઈ તો હું ખુશી થી જીવી શકીશ આવુ એક દિવસે વિચારીને સુઈ જાય છે ...

એક વાર તે સ્ત્રી અને તેનો મિત્ર આ બન્ને લગ્ન વિશે વાતો કરવા લાગ્યા છોકરી કહે કે મને જ્યારે મારા લગ્ન કરાવ્યા ત્યારે મને કાઈ સમજ ન હતી કે હું કોની જોડે લગ્ન કરું અને કોની જોડે ન કરું તે દિવસે મારા લગ્ન મારા ઘરના વડીલો એ નક્કી કર્યા ત્યાં મેં કરી લીધા પરંતુ હું અહિયાં ખુશ નથી માટે હું શું કરું એ છોકરી એવુ કહે કે આ ઘરમાં મારી કોઈ વેલ્યુ નથી મારી ચિંતા નથી મારી કદર નથી તો હું આ ઘરમાં શુ કામ રહું એ પછી એના ફ્રેન્ડ એ જવાબ આપ્યો કે તો પછી તું એવું કંઈક કર જેનાથી તને ખુશી પણ મળે અને તું તારું જીવન પણ સારી રીતે જીવી શકે તો એ છોકરીએ કહ્યું હા મારે ખૂશ રેહવું તો છે પરંતુ કેમ રહું હું ખુશ.....


હવે તેનો મિત્ર કહે કે હું પણ તને પ્રેમ કરું છું તું મારી જોડે લગ્ન કરી લે હું તને કેટલો પ્રેમ કરું અને કેટલી તારી ચિંતા કરું માટે હું તને હેપી રાખીશ તું મને તારા જીવનમાં આવા માટે એક વાર મોકો આપ તો એ છોકરી તો પહેલા તેને હા નથી પાડતી કેમકે એને એવી ચિંતા છે કે તે જો તેના લગ્ન જીવન થી અલગ થઈ ને બીજા જોડે લગ્ન કરીશ તો તેના વડીલો અમે તેના ઘરના તેને કોઈ પણ નહીં બોલાવે અને તેને કોઈ આવકાર જ નહીં આપે આવું એ છોકરી વિચારી રહી હતી પરંતુ શું તે છોકરી તેની ખુશી માટે આટલુ પણ ન કરી શકે હે ?


એક સ્ત્રીને તેના લગ્ન જીવનમાં તકલીફો પડતી હોય અને તે ત્યાં સુખી ન હોય તો તે તેની મરજી મુજબ લગ્ન ફરી કરી શકે છે કેમ કે સ્ત્રીને પણ બધું જ સુખ જોઈતું હોય પૈસાથી પ્રેમ નથી આવતો પ્રેમ તો દિલથી થાય છે એ સ્ત્રી હવે બધું જ વિચારે છે કે તે શું કરશે ....


એક દિવસ તેને કોઈએ સલાહ આપી કે જો તને પ્રેમ એટલે તને સુખી જીવન જોઈતું હોય તો તું તારા મનપસંદ છોકરા સાથે લગ્ન કરી લે તો તે છોકરી ત્યારે ઘણું બધું વિચારે છે અને તેના ઘરના અને વડીલો શુ કહેશે એની બાબતમાં જ વિચારે છે પરંતુ છોકરી ત્યારે એવો પણ વિચાર કરે છે કે જો મને મારી ખુશી જ નથી મળતી તો હું આ લગ્ન જીવન જીવી ને શુ કરીશ એના કરતાં હું મારી જાતે જ લગ્ન કરી લઇ અને મારા મનપસંદ છોકરા સાથે લગ્ન કરીશ તો હું ખુશ પણ રહી શકીશ માટે તે સ્ત્રી એક દિવસ તે જેને પ્રેમ કરતી એ તેનો ફ્રેન્ડ હતો તેને કહે છે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું..

પછી........


આખરે એ સ્ત્રી સમાજ તેના પરિવાર અને તેના વડીલો તેને શું કહેશે તેણે એ વિચાર્યા વગર એના એ લગ્ન જીવન ને છોડી અને ફરી લગ્ન એના ફ્રેન્ડ જોડે કરી લીધા અને પછી તેના પરિવારના અને સમાજના લોકો શુ વાતો કરશે એ નથી ખબર પરંતુ .. એક સ્ત્રી તેનું જીવન તેની મરજી મુજબ જીવી શકે છે એટલા માટે બીજા શુ કહેશે એમા ધ્યાન ન આપવું જોઈએ બસ તમારું દિલ શુ કહેશે એ જ વિચારી ને ચાલો તમારું દિલ શુ માંગે છે એ અપનાવી લો બસ તમારી ખુશી જેમાં હોય તેને હાસિલ કરો ..........





" કોઈ પણ સ્ત્રી તેની મરજી મુજબ જીવી શકે છે તેને પૂરો અધિકાર છે તેની રીતના જીવવાનો માટે કોઈ પણ કારણ હોય તમે તમારી ખુશી માટે કઈ પણ કરો તે ખોટું નથી ગણાતું સમાજ શુ કહેશે એ વિચારવાની કોઈ જરૂર નથી સમાજ માં તો બધું જ કહેશે સારું ને ખરાબ આપડે ખુશ સેમાં રહીએ એ આપણે ખબર હોય માટે કોઈનું નહિ જોવાનું આપણી ખુશી પહેલા પછી બીજા બધા ........"




💐💐💐💐💐💐💐


"કોઈના લગ્ન જીવનમાં સુખ શાંતિ જાળવવા માટે સામે સામે સરખા પાત્ર મળવા જોઈએ તો એ લગ્ન જીવન ટકી શકે એટલા માટે તમારું જીવન તમારા હાથમાં છે તમે જ તમારા જીવનના રચિયતા છો માટે જે કરો તો વિચારી અને તમારી ખુશી માટે કરો..."


.." આખરે એ છોકરીએ ફરી લગ્ન કરી અને એનું સુખભર્યું જીવન જીવ્યું અને એની ખુશી શેમાં હતી એ જ જોઈને તેણીએ આ નિર્ણય લીધો હતો પછી સમાજ અને પરિવાર શુ કહેશે એ નથી ખબર તેણીએ બસ આટલી જ વાત કહી કે મારી જગ્યા એ તમે કોઈ હોય તો તમે શું તમારી ખુશી માટે આવું ન કરો તો બધા એ હા પાડી માટે એ છોકરી ને આખરે તેની ખુશી મળી જ ગઈ અને તેનું જીવન તે જીવે છે એના પતિ સાથે જે એને સમજે છે ખૂબ પ્રેમ કરે છે અને કદર પણ કરે છે ....
👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍ફ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED