સોશિયલ મીડિયાનો ઉત્સાહ【 Enthusiasm】 Nilesh D Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોશિયલ મીડિયાનો ઉત્સાહ【 Enthusiasm】

અત્યારની વાત કરું તો મિત્રો જે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધ્યો છે કે ઘણા ઓછા સમયમાં આપણે અનેક વ્યક્તિઓના સંપર્કમાં પહોંચી શકીયે છીએ આપણી પ્રવૃત્તિઓને તથા મનગમતી વસ્તુઓને બીજા સાથે shere કરી શકીએ છીએ અને બીજાને આપણી પાસે રહેલ કળાને બતાવી શકીએ છીએ આ " સોશિયલ મીડિયા "દ્વારા..

પરંતુ હા મિત્રો જેવી રીતે આપણને ખબર છે કે એક સિક્કાની બંને બાજુ હોય છે તેવી જ રીતે આ સોશિયલ મીડિયાના પણ બે પાસા છે સારા અને ખરાબ.. અત્યારની જ વાત કરૂ ને સાહેબ તો મોટા ભાગે બધા લોકો વ્યસ્ત રહે છે અને ખાસ કરીને મારા જેવા યુવાનો મિત્રો આ સોશિયલ મીડિયા માં active રહેવાનું પસંદ કરે છે સોશિયલ મીડિયાનો જો આપણે સકારાત્મક વિચાર કરીએ તો તે આપણને પણ ઉપયોગી અને સારી સારી બાબતો શીખવે છે અને હા વિદ્યાર્થીઓ પણ આના દ્વારા ઘણું બધું નવું જાણી શકે છે સોશિયલ મીડિયામાંથી આપણે ન્યુઝ , તથા હાલનાં બનાવો વિશેબ, રાજકીય માહિતી માટે, અને સમગ્ર વિશે જાણી શકીયે છીએ..


ટેકનોલોજીનો સદુપયોગ કરવો એ આપણા હાથની વાત છે ટેક્નોલોજીના ઉપયોગ ખૂબ સારા છે પરંતુ જો તમેં સારી રીતે ઉપયોગ ન કરો અને કોઈ હેતુ વગર તેમાં invole તો માનસિક નુકશાન તથા શારીરિક નુકશાન થઇ શકે છે જો સોશિયલ મીડિયા અને મોબાઈલ આપણે વધુ પડતો સમય આમાં જ આપણે આપતા હોય અને એજ વસ્તુ આપણા જીવનમાં ખૂબ અગત્યની બની જાય તો એ ચેતવણી છે કે આપણે કૈક તો ભૂલ કરી જ છે એ સારું નથી..

એક વાત જે મેં મારી રીતે નોટિસ કરી છે કે વધુ પડતા લોકો યુવાનો વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે ઘણા તો ચાલુ બાઇકમાં typing કરતા હોઈ છે બધાને વિનંતી છે કે આ આપણા માટે જીવલેણ બની શકે છે.

વોટ્સએપ અને ફેસબુકની વાત કરું ને સાહેબ તો શું કહેવું કેમ જ્યારે પણ કોઈને જોઉં તો વોટ્સએપમાં નહિ તો ફેસબુકમાં હોઈ બસ આજ બીજું તો કસી જ વાત નહિ એક વાત કે આ બધું એપ્લિકેશન બધું ઉપયોગી છે આપણે સદુપયોગ. કરવો જોઈએ મેં તો એવું સાંભળેલું છે કે ફેસબુકનો ઉપયોગ પહેલા bussiness માટે થતો હતો પરંતુ ધીરે ધીરે આ બધા લોકો કે એને આવી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું અને ઉમટી પડ્યા છે જિંદગી બરબાદ કરવા ...

હવે તો કોઈપણ તહેવાર હોઈ તો બધા વોટ્સએપમાં ને બધામાં ઉજવીએ છીએ કેમ કે બધા જ sms આપણે તેમાં જ મોકલીએ છીએ બધાને નહિ કે રૂબરૂ મળીને તો આવું થઈ રહ્યું છે અત્યારે ટેક્નોલોજી ખૂબ સારી છે પરંતુ ઉપયોગ કરતા આવડે તો ને...


હું પણ એક યુવાન જ છું જો કે મારી ઉંમર પણ (19) વર્ષ જ છે but મારે મોબાઈલનો ઉપયોગ શુ તમને જણાવું સાહેબ એક તો કે કોઈપણ કામ હોય ત્યારે કોઈને કોલ કરવા પ્લસ કંઈપણ માહિતી જોઈતી હોય તો ઉપયોગ કરું google નો પ્લસ કોઈ study માટે વિડિઓ જોવા હોઈ ત્યારે પ્લસ pdf read કરવી હોય ત્યારે અને હા એક આ એપ્લિકેશન માતૃભારતી માટે બસ બાકી ખોટો સમય હું બરબાદ નથી કરતો મોબાઈલમાં હું ફક્ત કંઈક શીખી શકું એ વિચારથી જ ઉપયોગ કરું છું નહી કે ટાઈમ પાસ માટે કે ચેટિંગ માટે.........

90% થી વધુ લોકો online જ હોઈ છે ફક્ત ખોટો ટાઈમપાસ જ કરતા હોય છે ભરતીયોનો પહેલો નંબર આવે online માં તો.. આપણે આજકાલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં ગમે તે લખીને પોસ્ટ કરી દઈએ છીએ અને એનું શુ પરિણામ આવે છે એના વિશે ક્યારેય પરવા કરતા નથી જરૂરી નથી કે આપણે મુકેલી post બધાને ગમે જ પરંતુ હવે આ બાબતને લાઈને કોર્પોરેટ સેકટર પણ સાવધાન થઇ ગયું છે...
હું તો કૌ કે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં કંઈક લિમિટ હોવી જોઇએ જેથી કરીને કોઈને નુકશાન ન થાય એટલા માટે કેમ કે ઘણીવાર અમુક મુદ્દાને લઈને ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય તો અમુક ગાઈડલાઇન્સ હોવી સે જરૂરી છે ઓકે તો ઉમ્મીદ છે કે સમજી શકશો મારા વિચારોને હા ઉપયોગ કરવો જોઈએ સોશિયલ મીડિયાનો પરંતુ આપણે ફાયદો થવો જોઈએ તેનાથી નહિ કે નુકશાન બાકી હું પોતે ખૂબ ઉપયોગ કરું છું પણ ખોટી રીતે નહીં ઉપયોગી હોઈ તે જ વસ્તુ બીજુ કઈક જ નહીં મારા બધા મિત્રોને વિનંતી છે કે તમે જે પણ કરો છો એ બધું સમજી ને ઉપયોગ કરજો સોશિયલ મીડિયામાં ટાઈમપાસ કરવો એના કરતાં આપણું career બનાવામાં ધ્યાન આપો તો સારું આપણા હાથમાં છે બધું જ સમજી વિચારીને કરો......


આ હેતુ હતો મારો તો કહેવાનો બધા સોશિયલ મીડિયા વિશે થોડું જાણે ને કંઈક સમજે તો સારું બાકી તો અત્યારનો સમય ખૂબ આગળ આવી ગયો છે ઉપયોગ કરતા શીખો બધી વસ્તુનો કેમ કે કામ તો બધું જ આવે જ છે આપણને ઉપયોગ કરતાં આવડવો જોઈએ ....
તો બધા મિત્રોને વિનંતી કે ખોટો ટાઈમપાસ ન કરો આ સોશીયલ મીડિયામાં અને study માં ધ્યાન આપો નહિ તો જે સપનાઓ લઇ ને આવ્યા ને એ ક્યારેય પુરા નહિ થાય સાહેબ કેમ કે આ દુનિયામાં એજ કંઈક કરી શકે છે કે જેને કંઈક કરવું છે બાકી વાતો તો આખી દુનિયા કરે છે કે હું આમ કરીશ .........


મારો અનુભવ કહેતો હતો તમને સોશિયલ મીડિયાનો બસ આજ હેતુ હતો કાંઈક ગુમાવી દીધું એને મેળવવા માટે મેહનત કરો સાહેબ એક વાત કે સોશિયલ મીડિયા એ સંબધ નથી રહેવા દીધા પહેલા જેવા હવે...................................................


કરી ને બતાવો એવો ઉપયોગ આ સોશિયલ મીડિયાનો કે કોઈ તો યાદ કરે તમને કે આપણે જેમાં ટાઈમપાસ કરતા હતા તેમાંથી જ આ ભાઈ એ કંઈક કરીયું છે.......




" એ સોશિયલ મીડિયા તું ભલે ગમે તે કર અમે તારો સદુપયોગ જ કરશુ નહિ કે દુરુપયોગ.... "





【 લિ : નિલેશની નાની કલમ........】