My mind says something .. books and stories free download online pdf in Gujarati

મન મારુ કઈક કહે છે..

જીવન શુ છે મિત્રો તમેં અત્યાર સુધીમાં જીવનમાં શુ શીખ્યું શુ અનુભવ કર્યા તેને એક વાર જ્યારે તમે ફ્રી હોય ત્યારે બેસીને વિચારજો કેમ કે તમે શુ કર્યું અત્યાર સુધી એતો તમને ખબર હોવી જ જોઈએ નહિતર તમે આગળ શુ કરવું એ નહિ ખબર પડે . આપણે એક નહિ પણ એવા ઘણા અનુભવ કર્યા હશે કે જેમાંથી આપણને કેટલું શીખવા મળ્યું હશે છતાં પણ આપણે ક્યારેક એવી જ ભૂલો કરતા હોયએ છીએ કે જેનો આપણે અનુભવ કરી લીધો હોય પરંતુ હકીકતમાં એ ના થવું જોઈએ .

મિત્રો બીજું એ કેવું છે કે તમે જીવન એમનમ નહિ જીવતા હોય તમારા પણ કંઈક સપના હશે કંઈક ઈચ્છાઓ હશે તો શુ તમે એ સપના પુરા કર્યા છે કે પછી નથી કર્યા નથી કર્યા તો શુ કામેં તે પુરા નથી થયા તે જાણવાની કોશિશ કરો કેમ કે સપના પુરા કરવા માટે જાગવું પડે છે જોવા હોય તો સૂવું પડે મિત્રો માટે હંમેશા સપના સાકાર કરવા માટે સંઘર્ષ કરવો પડે છે અને હું તો એવા વ્યક્તિને પણ મળેલો કે જેનીયે એના સપના પુરા કરવા માટે રાતો જાગી જાગી ને મેહનત કરી છે તો કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો ખૂબ મહેનત કરો અને સપના પુરા કરો આપણે જે ધારીએ તે કરી શકીએ છે કેમ કે આપણી અંદર બધી શક્તિ છે બસ બાર લાવવી પડે છે શક્તિને અને રહી વાત મુશ્કેલીઓની તો એતો એ રસ્તો છે ને કે મુશ્કેલીઓથી જ માણસ આગળ આવે છે બાકી કોઈ હાથ પકડીને આગળ નહિ વધારે આપણે પોતે ચાલવાનું રહેશે ના ડર વગર ........

" જે થવાનું હતું એ થઈ ગયું, હવે જે થશે એ સારું થશે, બસ આ સમજીને ચાલો જિંદગી જીવવાની તાકાત મળી જશે."

થયા નો અફસોસ નહિ કરવો સાહેબ જતું કરી દેેેવુ જોઈએ આગળ થશે એ સારૂ થસે એમ માંની ને ચાલ્યા કરેે એ જ કંઈક કરી શકે બધું જ સમજી ને ચાલવાનું ઉતાવળમાં કોઈ પણ પગલું ભરવું જ નહીં ખાસ ત્યાંરે જ્યારે તમેે ગુુસ્સામાંં હોવ ત્યારે બાકી જીવવાનું મોજમાં સાહેબ શુ લઈ ને આવ્યા હતા ને શુ લઈને જશું તો પછી અભિમાન છે શેનું બધાને જો અભિમાન રાખવું હોય તો પોતાની જાત પર રાખો ને એ પ કોઈને બતાવવા નહીં જાત માટે .....

હસતા હસતા કપાય રસ્તા આવું મેં જય વસાવડા પાસે સાંભળેલું છે પણ આપણે હસવાને બદલે ભસી બોવ કાઢીએ છીએ સુખ હોય કે દુખ રસ્તા હમેશા હસીને પસાર કરવા જોઈએ કેમ હસતો ચહેરો હમેશા બધાને ગમે છે અને હા ક્યારેય પણ કંઈક કરો તો બીજાને બતાવવા નહિ કરવાનું જાતને બતાવવા કરવાનું ને હમેશા જે કરો તે best કરવાનો પ્રત્યન કરવો જોઈએ જે કરો તે best કરીને બતાવો ...

હું કરી શકીશ એ મારો આત્મવિશ્વાસ છે પણ હું જ કરી શકીશ આ અભિમાન જ આપણને પાછળ રાખે છે સાહેબ માટે અભિમાન કરવું જ નહી પછી એ ગમે તેનું હોય એક નારીયેલી આપણને શીખવાડે છે કે અભિમાન ન કરવું જોઈએ કેમ નારીયેલી આટલી ઉપર જઈને એની મીઠાસ નથી છોડતીને માટે તેના ફળને પવીત્ર માની ને શુભ પ્રસંગે ચડાવામાં આવે છે માટે પદ ભલે ગમે આટલું મોટું હોય પણ મીઠાશ નારિયેલી જેવી જ રાખજો તો તમને કોઈક યાદ કરશે બાકી રાનો રાણાની રીતે એમ કેહવા વાળા જાણી લેજો પેહલા એ કે રાણો હતો કોણ? ....

બસ મિત્રો હું આમ જ લખી દઉં છું કેમ કે મને લખવાનો શોખ છે.

" વિતેલી વાતોને યાદ કરી તો,

આંસુ છલકાઇ ગયા..

સંબંધો ઘણા મળ્યા મને પણ,

અમુક દિલમાં સચવાઇ ગયા.."


લી: Mr: N.D. Chavda ...◆


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED